facebook

Wednesday, 23 March 2016

lakhdhir sinh jadeja

કોલેજ લાઈફમાં થતા રેગીંગ પરની અનોખી ફિલ્મ લઈને આવી રહ્યા છે લખધીર સિંહ જાડેજા


    ગુજરાતી ફિલ્મો અત્યારે જે પ્રકારે બની રહી છે તે જોતા હવે કહેવાની જરૂર નથી કે અચ્છે દિન આનેવાલે હૈ, બલ્કી અચ્છે દિન આ ગયે હૈ. એવું કહેવામાં કંઈ જ અતિશયોક્તિ નથી. કારણ કે ટૂંક સમયમાં લખધીરસિંહ જાડેજા જેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એલ.એન.જાડેજા તરીકે પ્રખ્યાત છે. તેઓ પણ આ પ્રવાહમાં પોતાની એક અલગ જ વિષય સાથેની યંગ જનરેશનને પસંદ આવે તેવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મનો વિષય તેના શીર્ષક ‘16 ફાઈટ અગૈન્સ્ટ રેગીંગ’ પર આધારિત છે. પરંતુ તેઓએ ઈન્ટરવ્યું દરમિયાન તે વાત કહેવાની હમણાં ના કહી. જેના વિષે કહ્યું કે જો હું અત્યારે એ વાત જણાવી દઈશ તો મારી ફિલ્મમાં જે સસ્પેન્સ છે તે જળવાશે નહિ. અમે પણ તે યોગ્ય સમજી અન્ય સવાલો પર તીર છોડવાનું શરૂ કર્યું. એલ.એન.જાડેજા દિગ્દર્શિત ‘16 ફાઈટ અગૈન્સ્ટ રેગીંગ’ એક કોમેડી, સસ્પેન્સ સાથે એટલું થ્રીલર પણ તેમાં જોવા મળશે. એટલે કહી શકાય કે તેઓ દર્શકોને ઘણા લાંબા સમયે ગુજરાતી ફિલ્મોમાં ડરાવવા આવી રહ્યા છે.
    ગુલાલ પ્રોડક્શનમાં બની રહેલી નિર્માતા નવીન હડિયા અને વિજય બલદાણીયાની ‘16 ફાઈટ અગૈન્સ્ટ રેગીંગ’ ફિલ્મમાં કોલેજ લાઈફમાં યંગ યુવાનો યુવતીઓ પોતાની ફેમીલી લાઈફ છોડીને અહીં આવીને એન્જીનીયરીંગ લાઈફ જીવતા હોય છે ત્યારે તેમની મનોવ્યથા કેવી હોય અને આગળ જતા તેમની સાથે શું શું બની શકે અને જે બન્યા પછી તે કઈ હદ સુધી જઈ શકે એના પર ફિલ્મનો પ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે. એલ.એન.જાડેજા આ ફિલ્મ પહેલી જ વાર દિગ્દર્શિત કરી રહ્યા છે. જાણીએ તેમના અનુભવ વિષે.

પ્ર આપની શરૂઆત કેવી રહી?
મારી શરૂઆત બહુ જ સારી રહી છે. મેં જેમ વિચારેલું કે મારે આવી એક ફિલ્મ દિગ્દર્શિત કરવી છે જેની હું ઘણા સમયથી રાહ જોતો હતો. આમ પણ શરૂઆતમાં કેવું હોય કે આપણે જે કરવા માંગીએ છીએ તે મળી જાય એટલે મનમાં ખુશી તો થાય જ. ગુલાલ પ્રોડક્શન હાઉસ સાથે હું ઘણા સમયથી છું અને આ ફિલ્મ જયારે લખાઈ રહી હતી ત્યારથી મારો તેને જોવાનો દ્રષ્ટિકોણ એક દિગ્દર્શક તરીકે જ હતો.
પ્ર હાલ જે અર્બન ફિલ્મો આવી રહી છે તેનાથી તમારી ફિલ્મ અલગ છે?
અત્યારે તમે જોશો તો લગભગ દસેક જેટલી શહેરી વાતાવરણવાળી ફિલ્મો આવી છે. પાંચથી સાત જેટલી ફિલ્મો આવવાની છે. તે દરેક ફિલ્મોમાં એક સિક્વન્સ છે જે ફિલ્મમાં શરૂઆતથી અંત સુધી જળવાઈ રહે. જયારે મારી ફિલ્મમાં એવી કોઈ ફોર્મ્યુલા અમે નથી વાપરી કે જે શરૂઆતથી અંત સુધી જાળવી હોય. અપ ડાઉન થતું રહે છે જેને ગ્રાફિંગ રેશીઓ કહેવાય. જેની સાથે મુવમેન્ટ બનતી હોય. જેમકે, યુથ ફેસ્ટીવલ, કોલેજ લાઈફના કિસ્સા, યંગ જનરેશનને આકર્ષે તે બધું જ.

પ્ર ફિલ્મનો વિષય ભૂત પ્રેત પર આધારિત છે?
હા, તે વિષય મારો મનગમતો વિષય છે. આ વસ્તુ એવી છે જેને દરેક લોકો નથી માનતા. જ્યાં વિજ્ઞાન પૂરું થાય છે ત્યાં આવી અફવા ચાલુ થાય છે. મારી ફિલ્મના સ્ટોરી રાઈટર જયદીપસિંહ ઝાલા સાથે મારે પહેલા આ વિષય પર ઘણી ચર્ચા થઇ અને અમે એ નિર્ણય પર આવ્યા કે હવે આના પર ફિલ્મનું કામ શરૂ કરીએ.
ફિલ્મમાં લીડ ભૂમિકા ગુજરાતી ફિલ્મોના મસલ્સ મેન સંજય મૌર્ય ભજવી રહ્યા છે. જે પાત્ર ફકતને ફક્ત તેમને જ અમારા મગજમાં લાવતું હતું. આ પાત્ર જયારે દર્શકો પડદા પર જોશે ત્યારે ખ્યાલ આવશે કે એની રજૂઆત કેટલી જબરદસ્ત થઇ છે. સાયલેન્ટ કેરેક્ટર છે પરંતુ તેની બોડી લેન્ગવેજથી તે પાત્રને તેમણે ઘણો જ સુંદર ન્યાય આપ્યો છે. અમારી ફિલ્મની બંને હિરોઈનો ચીની મુછડિયા અને નિકિતા સોની ગુજરાતી ફિલ્મોમાં પોતાનું એક આગવું નામ ધરાવે છે તેઓનું કામ પણ વખાણવાલાયક રહ્યું છે. અન્ય કલાકારોમાં જે નવા ચેહરો તમે આ ફિલ્મમાં જોશો તે અમારા ગુજરાતમાં થયેલા ઓડીશન દ્વારા સીલેક્ટ થયેલા કલાકારો છે. અમારો પહેલેથી જ એક ધ્યેય હતો કે ગુજરાતમાં જે કલા છે તેને શોધીને અમે એક પ્લેટફોર્મ આપીએ. જેમાં તેની આવડત નિખરે.
પ્ર – ફિલ્મના પાત્રો વિષે કઈ વિચારેલું?
ઉ – મેં મારી ફિલ્મમાં જે લીડ રોલ રુદ્ર છે તે સંજય મૌર્યને ધ્યાનમાં રાખીને જ લખેલું. રુદ્ર નામથી જેમ ભાર પડે છે એ રીતે તે પાત્ર પણ કંઇક મજબુત બાંધાવાળી વ્યક્તિ જ ભજવી શકે. જે મને સંજય મૌર્યમાં દેખાયું અને અમે તેમને સાઈન કર્યા. એમને મેં કથા લખતી વખતે વિઝ્યુલાઈઝ કરેલા કે મારી ફિલ્મમાં રુદ્રનું પાત્ર સંજય મૌર્ય જ ભજવશે.
પ્ર – ફિલ્મ ક્યારે રજૂ કરશો?
ઉ – અમારી ફિલ્મ અમે જેમ બને એમ વહેલી રીલીઝ માટે તૈયારી કરીશું. છતાં પણ લગભગ આવતા વર્ષ ૨૦૧૬ સુધી ગાળો લંબાય તેવું લાગી રહ્યું છે.


n  ગજ્જર નીલેશ  


jaydeep sinh zala



16 ફાઈટ અગૈન્સ્ટ રેગીંગ’ ટૂંક સમયમાં રીલીઝ થશે - જયદીપસિંહ ઝાલા

હાલ ગુજરાતી ફિલ્મોમાં જેમ શહેરી વાતાવરણવાળી અર્બન ફિલ્મોનો જાણે રાફડો ફાટ્યો હોય એમ નવા નવા અને નવયુવાન ફિલ્મ મેકર્સ પોતાની તદ્દન અલગ સુઝબુઝથી ગુજરાતી ફિલ્મોને નવા ફલક પર બેસાડવા તૈયાર છે. તેમાં પણ આજે વાત કરવી છે જયદીપસિંહ ઝાલા લિખિત ફિલ્મ ‘16 ફાઈટ અગૈન્સ્ટ રેગીંગ’ ની. જેમાં તેમણે પોતાની કલમ વડે ફિલ્મને એક અલગ આયામ આપ્યો છે. ફિલ્મ જોતા દર્શકોને કેવી રોતે જકડી રાખવા તે વાત તેમના મનમાં હતી. જેથી વિચારેલું કે એવી મજબુત કથા તૈયાર થાય કે જેમાં દર્શકો શરૂઆતથી અંત સુધી ખુરશી છોડવાનું મન ના કરે. જેથી ફિલ્મના દિગ્દર્શક એલ. એન. જાડેજાએ ત્રણ ફિલ્મોની કથા લખી રાખી હતી. જેમાંથી પ્રથમ અત્યારે જે બની રહી છે તે 16 ફાઈટ અગૈન્સ્ટ રેગીંગ પર પસંદગી ઉતારી. અત્યારે જમાનો પણ એવી ફિલ્મો જોવાનો જ છે કે જેમાં સસ્પેન્સ હોય, થ્રીલર હોય. આ સાથે સાથે ગુજરાતના શહેરી અને નાના ટાઉનમાં વસતા ગુજરાતીઓને જે મસાલો હિન્દી ફિલ્મોમાં મળે છે તેવો જ પણ અલગ રીતે દર્શાવાતો મસાલો ‘ગુલાલ પ્રોડક્શન હાઉસ’ માં બની રહેલી ફિલ્મ ‘16 ફાઈટ અગૈન્સ્ટ રેગીંગ’ માં મળશે. ફિલ્મના સ્ટોરી રાઈટર જયદીપ સિંહ ઝાલાએ ફિલ્મમાં સંવાદો પણ લખ્યા છે જે હાલ આવી રહેલી ગુજરાતી ફિલ્મોથી કંઇક અંશે હટકે બનાવવાનો પ્રયાસ કરાયો છે. ઉપરાંત વિશેષ વાત એ છે કે આ ફિલ્મ ‘16 ફાઈટ અગૈન્સ્ટ રેગીંગ’ થી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ત્રણ નવા કોમેડિયન મળશે.

પ્ર – આપની ફિલ્મ વિષે ?
ઉ – મારી ફિલ્મ ‘16 ફાઈટ અગૈન્સ્ટ રેગીંગ’ ની કથા મેં એન્જીનીયરીંગ ભણતા વિદ્યાર્થીઓ પર ફોકસ કરીને લખી છે. તેઓ ક્યારેક ને ક્યારેક આમાંથી અમુક સંજોગોમાંથી પસાર થઇ ચુક્યા હશે એવું મને લાગે છે. ખાસ તો આ કારણ જ મને સ્પર્શી ગયેલું અને મેં આ વિષય પર જ ફિલ્મ લખવાની શરૂઆત કરી. મને ખ્યાલ હતો કે એક એન્જીનીયરીંગના વિદ્યાર્થી કોલેજ લાઈફ દરમિયાન કેવા કેવા અનુભવ કરતા હોય છે એ એટલા માટે કે હું પોતે એક મીકેનીકલ એન્જીનીયરીંગનો સ્ટુડન્ટ હતો. જે યંગસ્ટર્સ છે તે મારી ફિલ્મની કથાથી ચોક્કસ આકર્ષાય તેવું હું કહીશ.

પ્ર – ફિલ્મના ટાઈટલ વિષે?
ઉ – ફિલ્મમાં મેં કોલેજ જીવનનો મોટો મુદ્દો રેગીંગ પર નિશાન સાધ્યું છે. કોલેજમાં જુનિયરના આવવાથી તેમને તેનાથી સીનીયર સ્ટુડન્ટ હેરાન કરે છે. ભણવા નથી દેતા. આવતા જતા વારંવાર જુનિયરને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેના લીધે મોટા શહેરોમાં આત્મહત્યાઓના બનાવો પણ બહુ બને છે. હાલ જોકે ઘણાય એન્ટી રેગીંગ કેમ્પ ચાલુ છે છતાં પણ આવા બનાવો અટકવાનું નામ નથી લેતા.