facebook

Friday, 3 June 2016

'વીકીડા'ની 'ગર્લફ્રેન્ડ' છે સાઉથની હોટ એક્ટ્રેસ, કેરિયર શરૂ કરી'તી સુરતથી
આવતી કાલે રિલીઝ થનારી ફિલ્મ 'થઈ જશે'ની હિરોઈન મોનલ ગજ્જરની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. પણ તેણે આ અગાઉ સાઉથમાં પણ કામ કર્યું છે. તેણે સાઉથમની ફિલ્મોમાં હોટ રોલ કર્યા બાદ ગુજરાતી ફિલ્મમાં પદાર્પણ કર્યું છે. વધુ એક ગુજરાતી ફિલ્મ તે ટૂંક સમયમાં શરૂ કરવાની છે એમ તેણે જણાવ્યું હતું. 'થઈ જશે' ફિલ્મમાં મોનલ 'છેલ્લો દિવસ' ફેમ મલ્હાર ઠક્કરની ગર્લફ્રેન્ડનો રોલ કરી રહી છે.

સાઉથની ફિલ્મો બાદ પહેલી ગુજરાતી ફિલ્મ
આવતીકાલે આવનારી ફિલ્મ 'થઈ જશે'ની કાસ્ટ સુરતમાં પ્રમોશન માટે આવી હતી. સુરતમાં આવેલી મોનલ ગજ્જરે પોતાની ઘણી વાતો શેર કરી હતી. તેણે જણાવ્યું હતું કે, 'થઈ જશે' મારી પ્રથમ ગુજરાતી ફિલ્મ છે અને અનાયાસે મારા કેરિયરની શરૂઆત સુરતથી જ કરી હતી. એક બ્યૂટી કોન્ટેસ્ટમાં સુરતમાં મેં ભાગ લીધો હતો, ત્યાર બાદ મોડેલિંગ કેરિયરની શરૂઆત કરી હતી.

સાઉથમાં કામ કરવું ઘણું જ પ્રોફેશનલ
મોનલે જણાવ્યું હતું કે, મને સાઉથમાં ફિલ્મો મળતી રહી અને સાઉથની ઘણી ફિલ્મોમાં મેં કામ કર્યું છે. તેણે છ સાઉથની ફિલ્મો કરી છે, જેમાં એક મલયાલમ બે તામિલ અને ત્રણ તેલુંગુ ફિલ્મો કરી છે. થોડી ફિલ્મોમાં હોટ રોલ પણ કર્યા છે. ત્યાંની ફિલ્મો વિશે જણાવે છે કે, સાઉથમાં કામ કરવું ઘણું જ પ્રોફેશનલ છે. મને ખાસ તકલીફ ત્યાંની લેંગ્વેજમાં પડતી હતી. મલયાલમ ભાષામાં મને ઘણી તકલીફ પડતી હતી.

અમદાવાદમાં હોલી ડે જેવું ફિલ
ઓડિસન માટે ત્યાંની ભાષામાં આપવા પડે છે અને જો તમને ભાષા ના આવડતી હોય તો અંગ્રેજીમાં આપવું પડે છે, છતાં પણ થોડો સમય ટકી રહેવા માટે મેં કામ કર્યું. પરંતુ જ્યારે પણ ફિલ્મો પતાવીને અમદાવાદ આવતી ત્યારે મને હોલી ડે જેવું ફિલ થતું હતું. કારણ ત્યાંની ફિલ્મોમાંથી અહીં ઓછી ફિલ્મો રિલિઝ થતી એટલે લોકો ઓળખતા ન હતા. ત્યાર બાદ મને ઘરેથી મમ્મી અને અન્ય ફેમિલી મેમ્બર પણ કહેતા હતા કે એકાદ ગુજરાતી ફિલ્મમાં હવે કામ કરી જો.

સેટ પર મસ્તી
દરમિયાન મોનલને 'થઈ જશે' ફિલ્મની ઓફર આવી અને તેણીએ હા પાડી દીધી. મોનલ જણાવે છે કે, ત્યાં કામ કર્યા બાદ અહીં કામ કરવાની ખૂબ મજા આવી કારણ કે અહીં બધી વાતો હું સમજી શકું અને તેમાં ઈનવોલ્વ પણ થઈ શકું છું. આ ઉપરાંત જ્યારે સેટ પર હોઈએ ત્યારે અમે બધા એક બીજા સાથે ફેમિલીની જેમ જ રહીએ છીએ. આ ઉપરાંત સૌથી મોટી વાત કે હું પોતાની લેંગ્વેજમાં વાત કરી શકું છું તેમજ મસ્તી પણ કરી શકું છું.

ગુજરાતી ફિલ્મોમાં જ મજા કરવાનું મન
ભવિષ્યમાં બોલિવૂડમાં જવાની ઈચ્છા ખરી કે નહીં તે અંગે પૂછતા મોનાલીએ જણાવ્યું હતું કે, હાલ તો કોઈ વાત નક્કી નથી, પણ હા ટૂંક સમયમાં બીજી એક ગુજરાતી ફિલ્મ કરી રહી છું. થોડો સમય ગુજરાતી ફિલ્મ કર્યા બાદ હું વિચારીશ કે મારે બોલિવૂડમાં જવું છે કે નહીં. જ્યારે મોટા મોટા કલાકારો ગુજરાતી ફિલ્મ તરફ પાછા વળી રહ્યાં હોય ત્યારે હાલ ગુજરાતી ફિલ્મોમાં જ મજા કરવાનું મન છે.

No comments:

Post a Comment