facebook

Wednesday 23 March 2016

jaydeep sinh zala



16 ફાઈટ અગૈન્સ્ટ રેગીંગ’ ટૂંક સમયમાં રીલીઝ થશે - જયદીપસિંહ ઝાલા

હાલ ગુજરાતી ફિલ્મોમાં જેમ શહેરી વાતાવરણવાળી અર્બન ફિલ્મોનો જાણે રાફડો ફાટ્યો હોય એમ નવા નવા અને નવયુવાન ફિલ્મ મેકર્સ પોતાની તદ્દન અલગ સુઝબુઝથી ગુજરાતી ફિલ્મોને નવા ફલક પર બેસાડવા તૈયાર છે. તેમાં પણ આજે વાત કરવી છે જયદીપસિંહ ઝાલા લિખિત ફિલ્મ ‘16 ફાઈટ અગૈન્સ્ટ રેગીંગ’ ની. જેમાં તેમણે પોતાની કલમ વડે ફિલ્મને એક અલગ આયામ આપ્યો છે. ફિલ્મ જોતા દર્શકોને કેવી રોતે જકડી રાખવા તે વાત તેમના મનમાં હતી. જેથી વિચારેલું કે એવી મજબુત કથા તૈયાર થાય કે જેમાં દર્શકો શરૂઆતથી અંત સુધી ખુરશી છોડવાનું મન ના કરે. જેથી ફિલ્મના દિગ્દર્શક એલ. એન. જાડેજાએ ત્રણ ફિલ્મોની કથા લખી રાખી હતી. જેમાંથી પ્રથમ અત્યારે જે બની રહી છે તે 16 ફાઈટ અગૈન્સ્ટ રેગીંગ પર પસંદગી ઉતારી. અત્યારે જમાનો પણ એવી ફિલ્મો જોવાનો જ છે કે જેમાં સસ્પેન્સ હોય, થ્રીલર હોય. આ સાથે સાથે ગુજરાતના શહેરી અને નાના ટાઉનમાં વસતા ગુજરાતીઓને જે મસાલો હિન્દી ફિલ્મોમાં મળે છે તેવો જ પણ અલગ રીતે દર્શાવાતો મસાલો ‘ગુલાલ પ્રોડક્શન હાઉસ’ માં બની રહેલી ફિલ્મ ‘16 ફાઈટ અગૈન્સ્ટ રેગીંગ’ માં મળશે. ફિલ્મના સ્ટોરી રાઈટર જયદીપ સિંહ ઝાલાએ ફિલ્મમાં સંવાદો પણ લખ્યા છે જે હાલ આવી રહેલી ગુજરાતી ફિલ્મોથી કંઇક અંશે હટકે બનાવવાનો પ્રયાસ કરાયો છે. ઉપરાંત વિશેષ વાત એ છે કે આ ફિલ્મ ‘16 ફાઈટ અગૈન્સ્ટ રેગીંગ’ થી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ત્રણ નવા કોમેડિયન મળશે.

પ્ર – આપની ફિલ્મ વિષે ?
ઉ – મારી ફિલ્મ ‘16 ફાઈટ અગૈન્સ્ટ રેગીંગ’ ની કથા મેં એન્જીનીયરીંગ ભણતા વિદ્યાર્થીઓ પર ફોકસ કરીને લખી છે. તેઓ ક્યારેક ને ક્યારેક આમાંથી અમુક સંજોગોમાંથી પસાર થઇ ચુક્યા હશે એવું મને લાગે છે. ખાસ તો આ કારણ જ મને સ્પર્શી ગયેલું અને મેં આ વિષય પર જ ફિલ્મ લખવાની શરૂઆત કરી. મને ખ્યાલ હતો કે એક એન્જીનીયરીંગના વિદ્યાર્થી કોલેજ લાઈફ દરમિયાન કેવા કેવા અનુભવ કરતા હોય છે એ એટલા માટે કે હું પોતે એક મીકેનીકલ એન્જીનીયરીંગનો સ્ટુડન્ટ હતો. જે યંગસ્ટર્સ છે તે મારી ફિલ્મની કથાથી ચોક્કસ આકર્ષાય તેવું હું કહીશ.

પ્ર – ફિલ્મના ટાઈટલ વિષે?
ઉ – ફિલ્મમાં મેં કોલેજ જીવનનો મોટો મુદ્દો રેગીંગ પર નિશાન સાધ્યું છે. કોલેજમાં જુનિયરના આવવાથી તેમને તેનાથી સીનીયર સ્ટુડન્ટ હેરાન કરે છે. ભણવા નથી દેતા. આવતા જતા વારંવાર જુનિયરને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેના લીધે મોટા શહેરોમાં આત્મહત્યાઓના બનાવો પણ બહુ બને છે. હાલ જોકે ઘણાય એન્ટી રેગીંગ કેમ્પ ચાલુ છે છતાં પણ આવા બનાવો અટકવાનું નામ નથી લેતા. 

No comments:

Post a Comment