facebook

Showing posts with label kamli tari maya lagi. Show all posts
Showing posts with label kamli tari maya lagi. Show all posts

Saturday, 31 October 2015

pari parmar

એક યુવતી પોતાની જીંદગી ખુલ્લા મનથી જીવવા માંગે છે તો એ યુવતીના સાહસની આ ફિલ્મ છે - પરી પરમાર


    હમણાં થોડા સમય પહેલા જ સિને મેજિકના પાછલા એક અંકમાં જ એક ન્યુઝ આપેલા કે ફિલ્મ ‘કમલી તારી માયા લાગી’ ની હિરોઈનની મેકઅપ આર્ટીસ્ટને ફિલ્મના શુટિંગ દરમિયાન ભૂત વળગેલું. તે ફિલ્મની હિરોઈન પરી પરમારની મેકઅપ આર્ટીસ્ટ હતી. આ ફીલિંગ ત્યારે ફિલ્મની સેકન્ડ હિરોઈનને પણ થઇ હતી. તે એટલું વાસ્તવિક હતું કે એ સમયે કોઈનું મગજ કામ નહોતું કરતુ. ખેર, આપણે આડી વાતે ચડી ગયા. મૂળ હિરોઈન પરી પરમાર વિષે લખવાનું છે. નામ જેવું જ રૂપ છે તેનું અને સ્વભાવ એટલો સુંદર અને મળતાવડો કે કોઈપણ તેમની વાત માની જાય. પરી પરમારે અત્યાર સુધીમાં લગભગ ૨૫ જેટલી ફિલ્મો કરી છે જેમાં તેમની શરૂઆત જ ગાંગાણી પ્રોડક્શન હાઉસની ફિલ્મ ‘મારા રુદિયે રંગાણા તમે સાજણા’ થી થઇ હતી. એટલે કહી શકાય કે તેનામાં કેટલું ટેલેન્ટ હશે. ત્યારબાદ બરકત વઢવાણીયાની ‘ઘાયલ’ માં પણ દર્શકોએ પરીને અભિનય કરતા જોઈ હશે. હિન્દી અને ભોજપુરી ફિલ્મોમાં પણ પરી પોતાનો બહોળો ચાહકવર્ગ ધરાવે છે. હમણાં જ પરીએ સાઉથની એક ‘ડેડ આઈઝ’ નામની ફિલ્મ કરી છે. ટૂંક સમયમાં તે ફિલ્મ રીલીઝ થશે. હવે તેઓની એક ફિલ્મ ટૂંક સમયમાં જ રીલીઝ થવા જઈ રહી છે આતંક. જેમાં ગુજરાતી ફિલ્મોના મોટા કલાકારો ઉપરાંત ફિલ્મ પણ બીગ બજેટ બની છે. તે અચૂક પરી પરમારના ચાહકો તે અને આજની ફિલ્મ ‘કમલી તારી માયા લાગી’ નિહાળે. ‘કમલી તારી માયા લાગી’ ફિલ્મના શુટિંગ દરમિયાનની એવી રસપ્રદ હકીકતો પરીએ જણાવી કે, ફિલ્મના શૂટનો સમયગાળો બહુ ઓછો હતો અને અઢાર (૧૮) જેટલા સીન હજી શૂટ થવાના બાકી હતા. જેથી દરેક કલાકારોએ રાત દિવસ જોયા વગર સતત ૨૬ કલાક શૂટ કર્યું હતું અને ફિલ્મના નિર્માતા જનક પટેલ અને દિગ્દર્શક જય ચૌધરીને બની શકે એટલી મહેનત કરીને ખુશ કર્યા હતા. આમ જો દરેક કલાકાર નિર્માતા અને દિગ્દર્શકનું સારૂ વિચારીને ચાલે તો ફિલ્મ પણ ચાલે અને જે કર્યું છે તેનું પરિણામ સારૂ જ મળે છે. ફિલ્મના દરેક ડીપાર્ટમેન્ટના સહાયકોએ ખૂબ સપોર્ટ કર્યો અને ધાર્યા કરતા સારૂ કામ કરી શક્યા તેની પરીને ખુશી છે.

પ્ર – ફિલ્મના આપના રોલ વિષે?
ઉ – ફિલ્મમાં હું મેઈન લીડ ભૂમિકા ભજવી રહી છું. આદિવાસી યુવતી અને તેના કલ્ચર પર ફિલ્મ બની છે જેમાં હું એક આદિવાસી યુવતી છું જે તેના નીતિનિયમો અનુસાર જીવે છે. ફિલ્મ ખૂબ સરસ બની છે જેની સાથે ઘણી બધી એવી સારી અને નરસી યાદો જોડાયેલી છે એટલે મને આ ફિલ્મ બહુ યાદ રહેશે.

પ્ર – ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક વિષે?
ઉ – ફિલ્મના નિર્માતાએ સેટ પર બહુ ઓછો સમય આપ્યો હતો એટલે વધારે મને તેમના વિષે ખ્યાલ નથી પરંતુ તેઓ ખૂબ જ સરસ ફિલ્મ બનાવી રહ્યા છે. એક અલગ વિષય તેમણે ગુજરાતી દર્શકો માટે પસંદ કર્યો છે તેના માટે હું તેમને અભિનંદન આપું છું. દિગ્દર્શક જય ચૌધરી ખૂબ ટેલેન્ટેડ વ્યક્તિ છે. બહુ સારૂ કામ કરી જાણે છે. મે જેટલા દિગ્દર્શકો સાથે કામ કર્યું છે તેના કરતા મને આ ફિલ્મમાં કામ કરવાની ખૂબ મજા આવી. પ્રોફેશનલી જય ચૌધરીનું વર્ક સરસ છે.

    વધુમાં પરી પરમાર દરેક યુવતીઓ માટે કહે છે કે, એક યુવતી પોતાની જીંદગી ખુલ્લા મનથી જીવવા માંગે છે તો એ યુવતીના સાહસની આ ફિલ્મ છે જે ગુજરાતી દર્શકોએ ચોક્કસ જોવી જોઈએ. દરેક યુવતી આપણા દેશમાં સ્વતંત્ર છે તેને પોતાની જિંદગીના દરેક ફૈસલા લેવાનો સંપૂર્ણ હક છે. જેને બીજા કોઈના દબાણમાં આવીને દબાવી દેવા ન જોઈએ. મારા વિષે કહું તો મને મારી લાઈફનો હજી સુધી એવો રોલ નથી મળ્યો જેને હું મારા માટે બેસ્ટ કહી શકું. મારે સ્ટંટ સીન હોય તેવી ફિલ્મો કરવી છે.
પ્ર – તમે સ્ટંટ સીન જાતે ભજવશો?
ઉ – હા ચોક્કસ, મને જો કોઈ સારી સ્ટંટ ફિલ્મ મળી જાય તો હું એ પાત્ર માટે મારી જાતને નીચોવીને તે સ્ટંટ સીન જાતે શૂટ કરીશ.      


n  ગજ્જર નીલેશ


Tuesday, 27 October 2015

kamli tari maya lagi

સ્મશાનમાં જમી રહેલી અભિનેત્રીની મેકઅપ મેન એકાએક ધુણવા લાગી


ગરુડેશ્વર  તાલુકાના હરિપુરા ગામની સીમમાં શૂટિંગ બાદ સ્મશાનમાં જમી રહેલી  હિરોઈનની મેકપમેન  એકાએક ધુણવા લાગી હતી. જે જોઈને  આખા યુનિટનો જીવ તાળવે ચોંટી ગયો હતો. દરમિયાનમાં કેવડિયાના એક ભુવાને બોલાવાયો હતો. જ્યારે યુનિટમાં તેને ભૂત વળગ્યાની ચર્ચા ચાલી હતી. આદિવાસી સંસ્કૃતિ પર ફિલ્મ બનાવતા ડાયરેક્ટર પ્રોડ્યુસરને એક  કડવો અનુભવ થયો હતો. નર્મદા જિલ્લામાં હિન્દી, ભોજપુરી અને ગુજરાતી ભાષાની ફિલ્મોના શૂટિંગ બારે માસ ચાલતા હોય છે. પરંતુ એક ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર પ્રોડ્યુસરને કડવો અનુભવ થયો હતો. જેમાં કેવડિયાના નર્મદા નિહારમાં રોકાઈને એક ગુજરાતી ફિલ્મ યુનિટે ફિલ્મકમલી તારી માયા લાગીના શ્રી ગણેશ કર્યા હતા.

 -
હરિપુરાના સ્મશાનમાં જમી રહેલી હિરોઈનની મેકપમેન ધુણવા લાગી
 -
આદિવાસી સંસ્કૃતિ પર ફિલ્મ બનાવતા ડાયરેક્ટરને કડવો અનુભવ
 -
કેવડિયાથી  ભુવાને બોલાવાયો, પરંતુ આખા યુનિટના જીવ તાળવે ચોંટી ગયા હતા

આ ફિલ્મ આદિવાસી સંસ્કૃતિ અને તેમના રિવાજો,રહેણીકરણી ,અને અંધશ્રદ્ધા પરના વિષયોને  આવરીને  બનાવી રહ્યા  છે.  વિવિધ વિસ્તારોમાં શૂટીંગ કરતા હતા. જેના ડાયરેક્ટર સાબરકાંઠાના જય પટેલ અને જનક પટેલ છે. ગાંધીનગરનો ઈશ્વર ઠાકોર હીરો અને આનંદની પરી પરમાર હિરોઈન છે. જેમનું આખું યુનિટ ગરુડેશ્વર તાલુકાના  હરિપુરા ગામની સીમમાં શૂટિંગ કરતા હતા. જેમાં બપોરે આખું યુનિટ જમવા બેઠું  હતું.જેમાં જે જગ્યાએ આ લોકો જમી રહ્યા  હતા. આ જગ્યા સ્મશાનની  હતી.

જેની  કોઈને ખબર  ન હતી. જેમાં  હિરોઈન પરીની મેકપ મેન ચેતના જમતી વેળા એકાએક ધુણવા લાગી હતી પરંતુ તબિયત સારી નથી એમ કહી વાત બહાર આવી નહિ અને કોઈએ ગંભીરતાથી લીધું નહિ બાદમાં રાત્રે યુનિટ ઓફિસર હોસ્ટેલમાં રોકાયા હતા. જ્યાં રાત્રીના પુનઃ મેકપમેન ચેતના મોટેથી બુમો પાડવા  સાથે  છુટ્ટા વાળ કરી ધુણવા લાગી હતી.  જે જોઈ ને  આખા  યુનિટના જીવ તાળવે ચોંટી ગયા હતા. દરમિયાનમાં કેવડિયાના એક ભુવાને બોલાવવામાં આવ્યા હતા.બીજા દિવસે આ મેકપમેનને અમદાવાદ મોકલી દેવામાં આવી હતી.

Saturday, 26 September 2015

jay chaudhari

આદિવાસી લોકો વિષે પહેલા ઘણું બધું સંશોધન કર્યું અને પછી જય ચૌધરીએ ફિલ્મની કથા તૈયાર કરી


    આદિવાસી લોકોના જીવનને સ્પર્શતી ફિલ્મ એટલે ‘કમલી તારી માયા લાગી’ જે ફિલ્મનું શુટિંગ જ્યારથી શરૂ થયું છે ત્યારથી ચર્ચાનું કેન્દ્ર બની છે. પહેલા તો તેની હિરોઈન પરી પરમારની હેર ડ્રેસરને ભૂત વળગાડનો બનાવ જેને ફિલ્મના નિર્માતા જનક પટેલે વખોડી કાઢ્યો હતો. ત્યારબાદ ફિલ્મની સ્ટોરી જે બહુ ઓછી ગુજરાતી ફિલ્મોમાં જોવા મળી છે. હા, આ વાત સાચી છે. પહેલાની એવી ફિલ્મો આવી છે જેમાં આદિવાસી લોકોની વાર્તા હતી પણ તે ફિલ્મોમાં અમુક દ્રશ્યો પૂરતી જ આદિવાસી સમાજ પર વાતો હતી કે અમુક જ સીન હતા. જયારે આ ફિલ્મનું દરેક પાસું આદિવાસી લોકોને અને કોમને ઉજાગર કરવાનું બીડું ઝડપ્યું હોય તેવું લાગી રહ્યું છે. આવી જ રીતે દરેક ગુજરાતી ફિલ્મો જો કંઇક નવો જ વિષય લઈને ફિલ્મ બનાવવામાં આવે તો ગુજરાતી ફિલ્મોના પ્રેક્ષકોનો રસ જળવાઈ રહે. ફિલ્મમાં લવસ્ટોરી એ મુખ્ય વિષય છે. દરેક ફિલ્મમાં લવસ્ટોરી તો હોય છે જ પણ એવી ફિલ્મો કે જેનો અંજામ જ કંઇ જુદો આવતો હોય તેને હવે ખરા અર્થમાં લવસ્ટોરી ગણી શકાય. કારણ કે અત્યારે પ્રેક્ષક સમજી ગયો છે કે આ બધું તો દરેક ફિલ્મમાં જોવા મળે છે તો આમાં નવું શું છે. જયારે ‘કમલી તારી માયા લાગી’ ફિલ્મમાં કંઇક નવું આપવાનો પ્રયાસ નિર્માતા - દિગ્દર્શક જનક પટેલ તરફથી કરવામાં આવ્યો છે. પ્રેમ કરે એ વ્યક્તિ કઈ હદ સુધી પહોંચી શકે છે તે આપણી વિચારશક્તિ બહારની વસ્તુ છે. જેમ ‘ઘાયલ કી ગત ઘાયલ જાને’ એમ આ વાત એક પ્રેમી જ જાણી શકે છે. આવી કથાનું ક્રિએટીવ ડીરેક્શન કર્યું છે જય ચૌધરીએ. જેઓ પોતે એક સારા કથા – પટકથા લેખક અને સંવાદ લેખક પણ છે. આ ફિલ્મમાં તેઓની કથા પટકથા અને સંવાદો તેમના જ છે અને અહિનય પણ કર્યો છે. ફિલ્મ જયારે રીલીઝ થતી હોય છે ત્યારે ખાસ તો તેના સંવાદોને લીધે જ હીટ જતી હોય છે.

પ્ર – આ ફિલ્મ માટે તમે આદિવાસી લોકોને મળેલા?
ઉ – હું બધી એવી જગ્યાઓ પર ગયેલો જ્યાં આદિવાસી લોકો વચ્ચે રહી શકું. જેમકે ગુજરાત વિદ્યાપીઠમાં એક આદિવાસી લોકોનું જ અલગથી ડીપાર્ટમેન્ટ છે જ્યાં જઈને મે ઘણી માહિતી એકત્ર કરી. બીજું એ કે હું ગુજરાત ગર્વમેન્ટના ઘણા બધા શો અભિનીત કરી ચુક્યો છું. જેમાં હું અનેક એવા જિલ્લાઓમાં ફર્યો છું જેવા કે ડાંગ આહવા વગેરે. જેમાં આદિવાસી જીલ્લાઓમાં પણ મે કામ કર્યું છે. એમની રહેણીકરણી, એમની વાતો, એમની કામ કરવાની અને બોલવાની અલગ પધ્ધતિ વગેરે જાણેલું છે. જેના લીધે મને આ ફિલ્મમાં મારો ફર્યાનો અનુભવ કામે લાગ્યો એવું કહી શકાય. સાથે સાથે ફિલ્મમાં વાસ્તવિકતા લાગે તે માટે અમે આદિવાસી વિસ્તાર જ્યાં હોય ત્યાં જ ફિલ્મનું શુટિંગ કર્યું છે.

પ્ર – ફિલ્મની કથા અને સંવાદો કેવા બન્યા છે?
ઉ – કથા તો ફિલ્મ જોવાથી વધુ મજા આવશે પણ આદિવાસી લોકો જે ભાષા બોલે છે તે આપણા જેવી શુદ્ધ ગુજરાતી નથી બોલતા. તેની ભાષા બોલવાની સ્ટાઈલ અલગ છે જેનો મે ઝીણવટભર્યો અભ્યાસ કર્યો. એના લોકોને મળીને થોડી મારી રીતે બોલવાની કોશિશ કરી અને પછી તેના સંવાદો પર મે કામ શરૂ કર્યું. કારણ કે જો તમારે પરફેક્ટ કામ જોઈતું હોય તો તેનો અભ્યાસ જરૂરી છે.   

પ્ર – ફિલ્મના નિર્માતા વિષે.
ઉ – ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક જનક પટેલ છે. ખરેખર આ ફિલ્મ દરમિયાન એમની કોઈ દખલગીરી એટલે એવી કોઈ વાત કે કલાકારો પાસે વધુ પડતો ભાર નાખી દેવો વગેરે કંઇ હતું જ નહિ. એમણે મારી કથા કે સંવાદોમાં પણ કોઈ ફેરફાર કરવાની સુચના નહોતી આપેલી. નહિ તો એવું થાય કે તે સંવાદો નિર્માતાને પસંદ ન હોય અને તેને મારી મચડીને કંઇક અલગ જ વાત બનાવી દે. આવું એમનામાં નથી. હું ઘણા વર્ષોથી કામ કરૂ અને મે જોયું છે કે ઘણા બધા પ્રોડ્યુસર્સ લોકોની વાતોમાં આવીને મોટા ઇસ્યુ ઉભા કરતા હોય છે. જયારે આ માનસમાં સમજદારી બહુ જ મહત્વની છે. તેઓ પણ આ લાઈનને જાણે જ છે છતાં પણ શાંતિથી સમજણભર્યું પગલું ભારે છે. એકદમ પ્રેક્ટીકલી છે. પરિપક્વતામાં ધ્યાન આપે છે. એ એમનો પ્લસ પોઈન્ટ છે.



n  ગજ્જર નીલેશ