એક યુવતી પોતાની જીંદગી ખુલ્લા મનથી જીવવા માંગે
છે તો એ યુવતીના સાહસની આ ફિલ્મ છે - પરી પરમાર
હમણાં થોડા સમય પહેલા જ સિને મેજિકના પાછલા
એક અંકમાં જ એક ન્યુઝ આપેલા કે ફિલ્મ ‘કમલી તારી માયા લાગી’ ની હિરોઈનની મેકઅપ
આર્ટીસ્ટને ફિલ્મના શુટિંગ દરમિયાન ભૂત વળગેલું. તે ફિલ્મની હિરોઈન પરી પરમારની
મેકઅપ આર્ટીસ્ટ હતી. આ ફીલિંગ ત્યારે ફિલ્મની સેકન્ડ હિરોઈનને પણ થઇ હતી. તે એટલું
વાસ્તવિક હતું કે એ સમયે કોઈનું મગજ કામ નહોતું કરતુ. ખેર, આપણે આડી વાતે ચડી ગયા.
મૂળ હિરોઈન પરી પરમાર વિષે લખવાનું છે. નામ જેવું જ રૂપ છે તેનું અને સ્વભાવ એટલો
સુંદર અને મળતાવડો કે કોઈપણ તેમની વાત માની જાય. પરી પરમારે અત્યાર સુધીમાં લગભગ
૨૫ જેટલી ફિલ્મો કરી છે જેમાં તેમની શરૂઆત જ ગાંગાણી પ્રોડક્શન હાઉસની ફિલ્મ ‘મારા
રુદિયે રંગાણા તમે સાજણા’ થી થઇ હતી. એટલે કહી શકાય કે તેનામાં કેટલું ટેલેન્ટ
હશે. ત્યારબાદ બરકત વઢવાણીયાની ‘ઘાયલ’ માં પણ દર્શકોએ પરીને અભિનય કરતા જોઈ હશે. હિન્દી
અને ભોજપુરી ફિલ્મોમાં પણ પરી પોતાનો બહોળો ચાહકવર્ગ ધરાવે છે. હમણાં જ પરીએ
સાઉથની એક ‘ડેડ આઈઝ’ નામની ફિલ્મ કરી છે. ટૂંક સમયમાં તે ફિલ્મ રીલીઝ થશે. હવે
તેઓની એક ફિલ્મ ટૂંક સમયમાં જ રીલીઝ થવા જઈ રહી છે આતંક. જેમાં ગુજરાતી ફિલ્મોના
મોટા કલાકારો ઉપરાંત ફિલ્મ પણ બીગ બજેટ બની છે. તે અચૂક પરી પરમારના ચાહકો તે અને
આજની ફિલ્મ ‘કમલી તારી માયા લાગી’ નિહાળે. ‘કમલી તારી માયા લાગી’ ફિલ્મના શુટિંગ
દરમિયાનની એવી રસપ્રદ હકીકતો પરીએ જણાવી કે, ફિલ્મના શૂટનો સમયગાળો બહુ ઓછો હતો
અને અઢાર (૧૮) જેટલા સીન હજી શૂટ થવાના બાકી હતા. જેથી દરેક કલાકારોએ રાત દિવસ
જોયા વગર સતત ૨૬ કલાક શૂટ કર્યું હતું અને ફિલ્મના નિર્માતા જનક પટેલ અને
દિગ્દર્શક જય ચૌધરીને બની શકે એટલી મહેનત કરીને ખુશ કર્યા હતા. આમ જો દરેક કલાકાર
નિર્માતા અને દિગ્દર્શકનું સારૂ વિચારીને ચાલે તો ફિલ્મ પણ ચાલે અને જે કર્યું છે
તેનું પરિણામ સારૂ જ મળે છે. ફિલ્મના દરેક ડીપાર્ટમેન્ટના સહાયકોએ ખૂબ સપોર્ટ
કર્યો અને ધાર્યા કરતા સારૂ કામ કરી શક્યા તેની પરીને ખુશી છે.
પ્ર
– ફિલ્મના આપના રોલ વિષે?
ઉ
– ફિલ્મમાં હું મેઈન લીડ ભૂમિકા ભજવી રહી છું. આદિવાસી યુવતી અને તેના કલ્ચર પર
ફિલ્મ બની છે જેમાં હું એક આદિવાસી યુવતી છું જે તેના નીતિનિયમો અનુસાર જીવે છે. ફિલ્મ
ખૂબ સરસ બની છે જેની સાથે ઘણી બધી એવી સારી અને નરસી યાદો જોડાયેલી છે એટલે મને આ
ફિલ્મ બહુ યાદ રહેશે.
પ્ર
– ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક વિષે?
ઉ
– ફિલ્મના નિર્માતાએ સેટ પર બહુ ઓછો સમય આપ્યો હતો એટલે વધારે મને તેમના વિષે
ખ્યાલ નથી પરંતુ તેઓ ખૂબ જ સરસ ફિલ્મ બનાવી રહ્યા છે. એક અલગ વિષય તેમણે ગુજરાતી
દર્શકો માટે પસંદ કર્યો છે તેના માટે હું તેમને અભિનંદન આપું છું. દિગ્દર્શક જય
ચૌધરી ખૂબ ટેલેન્ટેડ વ્યક્તિ છે. બહુ સારૂ કામ કરી જાણે છે. મે જેટલા દિગ્દર્શકો
સાથે કામ કર્યું છે તેના કરતા મને આ ફિલ્મમાં કામ કરવાની ખૂબ મજા આવી. પ્રોફેશનલી
જય ચૌધરીનું વર્ક સરસ છે.
વધુમાં પરી પરમાર દરેક યુવતીઓ માટે કહે છે
કે, એક યુવતી પોતાની જીંદગી ખુલ્લા મનથી જીવવા માંગે છે તો એ યુવતીના સાહસની આ
ફિલ્મ છે જે ગુજરાતી દર્શકોએ ચોક્કસ જોવી જોઈએ. દરેક યુવતી આપણા દેશમાં સ્વતંત્ર
છે તેને પોતાની જિંદગીના દરેક ફૈસલા લેવાનો સંપૂર્ણ હક છે. જેને બીજા કોઈના
દબાણમાં આવીને દબાવી દેવા ન જોઈએ. મારા વિષે કહું તો મને મારી લાઈફનો હજી સુધી એવો
રોલ નથી મળ્યો જેને હું મારા માટે બેસ્ટ કહી શકું. મારે સ્ટંટ સીન હોય તેવી ફિલ્મો
કરવી છે.
પ્ર
– તમે સ્ટંટ સીન જાતે ભજવશો?
ઉ
– હા ચોક્કસ, મને જો કોઈ સારી સ્ટંટ ફિલ્મ મળી જાય તો હું એ પાત્ર માટે મારી જાતને
નીચોવીને તે સ્ટંટ સીન જાતે શૂટ કરીશ.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment