આદિવાસી લોકો વિષે પહેલા ઘણું બધું સંશોધન કર્યું
અને પછી જય ચૌધરીએ ફિલ્મની કથા તૈયાર કરી
આદિવાસી લોકોના જીવનને
સ્પર્શતી ફિલ્મ એટલે ‘કમલી તારી માયા લાગી’ જે ફિલ્મનું શુટિંગ જ્યારથી શરૂ થયું
છે ત્યારથી ચર્ચાનું કેન્દ્ર બની છે. પહેલા તો તેની હિરોઈન પરી પરમારની હેર
ડ્રેસરને ભૂત વળગાડનો બનાવ જેને ફિલ્મના નિર્માતા જનક પટેલે વખોડી કાઢ્યો હતો. ત્યારબાદ
ફિલ્મની સ્ટોરી જે બહુ ઓછી ગુજરાતી ફિલ્મોમાં જોવા મળી છે. હા, આ વાત સાચી છે.
પહેલાની એવી ફિલ્મો આવી છે જેમાં આદિવાસી લોકોની વાર્તા હતી પણ તે ફિલ્મોમાં અમુક
દ્રશ્યો પૂરતી જ આદિવાસી સમાજ પર વાતો હતી કે અમુક જ સીન હતા. જયારે આ ફિલ્મનું
દરેક પાસું આદિવાસી લોકોને અને કોમને ઉજાગર કરવાનું બીડું ઝડપ્યું હોય તેવું લાગી
રહ્યું છે. આવી જ રીતે દરેક ગુજરાતી ફિલ્મો જો કંઇક નવો જ વિષય લઈને ફિલ્મ
બનાવવામાં આવે તો ગુજરાતી ફિલ્મોના પ્રેક્ષકોનો રસ જળવાઈ રહે. ફિલ્મમાં લવસ્ટોરી એ
મુખ્ય વિષય છે. દરેક ફિલ્મમાં લવસ્ટોરી તો હોય છે જ પણ એવી ફિલ્મો કે જેનો અંજામ જ
કંઇ જુદો આવતો હોય તેને હવે ખરા અર્થમાં લવસ્ટોરી ગણી શકાય. કારણ કે અત્યારે
પ્રેક્ષક સમજી ગયો છે કે આ બધું તો દરેક ફિલ્મમાં જોવા મળે છે તો આમાં નવું શું
છે. જયારે ‘કમલી તારી માયા લાગી’ ફિલ્મમાં કંઇક નવું આપવાનો પ્રયાસ નિર્માતા -
દિગ્દર્શક જનક પટેલ તરફથી કરવામાં આવ્યો છે. પ્રેમ કરે એ વ્યક્તિ કઈ હદ સુધી
પહોંચી શકે છે તે આપણી વિચારશક્તિ બહારની વસ્તુ છે. જેમ ‘ઘાયલ કી ગત ઘાયલ જાને’ એમ
આ વાત એક પ્રેમી જ જાણી શકે છે. આવી કથાનું ક્રિએટીવ ડીરેક્શન કર્યું છે જય
ચૌધરીએ. જેઓ પોતે એક સારા કથા – પટકથા લેખક અને સંવાદ લેખક પણ છે. આ ફિલ્મમાં
તેઓની કથા પટકથા અને સંવાદો તેમના જ છે અને અહિનય પણ કર્યો છે. ફિલ્મ જયારે રીલીઝ
થતી હોય છે ત્યારે ખાસ તો તેના સંવાદોને લીધે જ હીટ જતી હોય છે.
પ્ર
– આ ફિલ્મ માટે તમે આદિવાસી લોકોને મળેલા?
ઉ
– હું બધી એવી જગ્યાઓ પર ગયેલો જ્યાં આદિવાસી લોકો વચ્ચે રહી શકું. જેમકે ગુજરાત
વિદ્યાપીઠમાં એક આદિવાસી લોકોનું જ અલગથી ડીપાર્ટમેન્ટ છે જ્યાં જઈને મે ઘણી
માહિતી એકત્ર કરી. બીજું એ કે હું ગુજરાત ગર્વમેન્ટના ઘણા બધા શો અભિનીત કરી
ચુક્યો છું. જેમાં હું અનેક એવા જિલ્લાઓમાં ફર્યો છું જેવા કે ડાંગ આહવા વગેરે.
જેમાં આદિવાસી જીલ્લાઓમાં પણ મે કામ કર્યું છે. એમની રહેણીકરણી, એમની વાતો, એમની
કામ કરવાની અને બોલવાની અલગ પધ્ધતિ વગેરે જાણેલું છે. જેના લીધે મને આ ફિલ્મમાં
મારો ફર્યાનો અનુભવ કામે લાગ્યો એવું કહી શકાય. સાથે સાથે ફિલ્મમાં વાસ્તવિકતા
લાગે તે માટે અમે આદિવાસી વિસ્તાર જ્યાં હોય ત્યાં જ ફિલ્મનું શુટિંગ કર્યું છે.
પ્ર
– ફિલ્મની કથા અને સંવાદો કેવા બન્યા છે?
ઉ
– કથા તો ફિલ્મ જોવાથી વધુ મજા આવશે પણ આદિવાસી લોકો જે ભાષા બોલે છે તે આપણા જેવી
શુદ્ધ ગુજરાતી નથી બોલતા. તેની ભાષા બોલવાની સ્ટાઈલ અલગ છે જેનો મે ઝીણવટભર્યો
અભ્યાસ કર્યો. એના લોકોને મળીને થોડી મારી રીતે બોલવાની કોશિશ કરી અને પછી તેના
સંવાદો પર મે કામ શરૂ કર્યું. કારણ કે જો તમારે પરફેક્ટ કામ જોઈતું હોય તો તેનો
અભ્યાસ જરૂરી છે.
પ્ર
– ફિલ્મના નિર્માતા વિષે.
ઉ
– ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક જનક પટેલ છે. ખરેખર આ ફિલ્મ દરમિયાન એમની કોઈ
દખલગીરી એટલે એવી કોઈ વાત કે કલાકારો પાસે વધુ પડતો ભાર નાખી દેવો વગેરે કંઇ હતું
જ નહિ. એમણે મારી કથા કે સંવાદોમાં પણ કોઈ ફેરફાર કરવાની સુચના નહોતી આપેલી. નહિ
તો એવું થાય કે તે સંવાદો નિર્માતાને પસંદ ન હોય અને તેને મારી મચડીને કંઇક અલગ જ
વાત બનાવી દે. આવું એમનામાં નથી. હું ઘણા વર્ષોથી કામ કરૂ અને મે જોયું છે કે ઘણા
બધા પ્રોડ્યુસર્સ લોકોની વાતોમાં આવીને મોટા ઇસ્યુ ઉભા કરતા હોય છે. જયારે આ
માનસમાં સમજદારી બહુ જ મહત્વની છે. તેઓ પણ આ લાઈનને જાણે જ છે છતાં પણ શાંતિથી
સમજણભર્યું પગલું ભારે છે. એકદમ પ્રેક્ટીકલી છે. પરિપક્વતામાં ધ્યાન આપે છે. એ
એમનો પ્લસ પોઈન્ટ છે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment