facebook

Showing posts with label radha rahishu sada sangathe. Show all posts
Showing posts with label radha rahishu sada sangathe. Show all posts

Friday, 4 September 2015

rajendra sinh zala

‘રાધા રહીશું સદા સંગાથે’ ફિલ્મના સહનિર્માતા અને સહદિગ્દર્શક - રાજેન્દ્રસિંહ ઝાલા


    ગુજરાતી ફિલ્મોમાં નવા નવા નિર્માતાઓ દિગ્દર્શકો આવી અને દર્શકોને કંઇને કંઇ નવું પીરસતા રહ્યા છે જેમાં અત્યારે તો એક નવો જ ટ્રેન્ડ અમલી બન્યો છે કે કોઈ નિર્માતાએ આવી ફિલ્મ બનાવી તો હું તેનાથી કંઇક ચડિયાતી અને કોઈ ડિફરન્ટ સ્ટોરી આપું. આવું હવે દરેક ફિલ્મે બને છે જે આમ જોતા દર્શકોના હિતમાં જ છે કારણ કે જો રસાકસી નહિ હોય તો એકનું એક જોઇને દર્શકો પણ કંટાળી જશે. આવો જ એક નવો પ્રયોગ પોતાની આગામી ફિલ્મમાં રાજેન્દ્ર સિંહજીએ કર્યો અને દર્શકોને કંઇક નવું આપવાનો પ્રયાસ કર્યો છે. તેમની આવનારી ફિલ્મ એટલે ‘રાધા રહીશું સદા સંગાથે’. જેના તેઓ સહનિર્માતા અને સહદિગ્દર્શક બંને છે. અત્યાર સુધી લગભગ સાતેક જેટલી ગુજરાતી ફિલ્મોમાં આસીસ્ટન્ટ ડાયરેકટર તરીકે કામ કર્યું છે જેમાં ‘ગોરમાનો વાર કેસરિયો’, ‘ઓહો કેટલો સારો મારો વાર’, ‘દીકરી રાખજે કુળની લાજ’ વગેરે ફિલ્મો તથા ઘણા આલ્બમો જેવા કે ‘મેહર કરો ચેહર માં’, ‘પ્રીત વિરહની વેદના’, ‘પલ પલ આવે તારી યાદ’, ‘સાજન તારી યાદમાં’ વગેરે સુપરહીટ થયા હતા અને એક હિન્દી ટીવી સીરીયલ તેઓ કરી ચુક્યા છે. હાલના સમયમાં દર્શકોને ફિલ્મોમાં શું જોઈએ? સારી સ્ટોરી, સારી સ્ટારકાસ્ટ, સારો અભિનય, સારૂ મ્યુઝીક, સારા સોન્ગ્સ અને સારા થીયેટરો જે નથી મળતા તેથી જ દર્શકો ગુજરાતી ફિલ્મોથી વિમુખ છે. જે તમામ વસ્તુ આ ફિલ્મમાં દર્શકોને જોવા મળશે. જેના સહનિર્માતા તથા સહદિગ્દર્શક જેઓ આ ફિલ્મમાં પોતાના અભિનયની એક આગવી અદાથી દર્શકોને રૂપેરી પડદે જોવા મળશે. જયારે તેઓને તેમના પાત્ર વિષે પૂછવામાં આવ્ય ત્યારે તેઓએ જણાવ્યું કે આ ફિલ્મમાં હું જે હીરો છે તેના મિત્રનો રોલ કરી રહ્યો છું જે તેને કોઈપણ સારા નરસા કામમાં મદદરૂપ બને છે. તે એક એવું પાત્ર છે એક એવો મિત્ર છે જે સંકટ સમયે પણ પોતાના મિત્રની પડખે ઊભો રહે છે. અમે આ ફિલ્મમાં કંઇ પણ કચાશ રહેવા નથી દીધી. ઓડીયન્સને જે જોઈએ તે અમે આપવાનો પ્રયત્ન કર્યો છે અને મને વિશ્વાસ છે કે ગુજરાતી ફિલ્મોનો સમજુ પ્રેક્ષક વર્ગ આ ફિલ્મને થીયેટરોમાં આવકારશે. ફિલ્મથી અમને અમારી આખી ટીમને ખૂબ જ પેક્ષા છે કે દર્શકો આ ફિલ્મને ચોક્કસ જુએ કારણ કે ફિલ્મના દ્રશ્યો ટેકનીકલી ખૂબ સરસ બન્યા છે. ફિલ્મનું મ્યુઝીક અને ગીતો પણ કર્ણપ્રિય બન્યા છે જે તમને થીયેટરમાંથી બહાર આવ્યા પછી પણ ભુલાશે નહિ. 

kalyan sinh rathod

‘સાથી જોજે સાથ ના છૂટે’ તથા ‘રાધા રહીશું સદા સંગાથે’ જેવી એક સાથે બે લવસ્ટોરી લઈને આવી રહ્યા છે. - કલ્યાણસિંહ રાઠોડ


    ફિલ્મોમાં જો કોઈને ખરું પદ પ્રાપ્ત થયું હોય તો તે નિર્માતા – દિગ્દર્શકને છે કારણ કે તેઓ અનેક લોકોને રોજીરોટી મૂરી પડવાનું કાર્ય કરતા હોય છે. નિર્માતા એ ફિલ્મોનો પાયોનીયર છે. એક ફિલ્મ બનાવવા પાછળ કેટલા લોકો મહેનત કરે છે? ઘણા લોકો એક ફિલ્મ પાછળ મહેનત કરતા હોય છે પણ તેનો લીડર જો ખમતીધર હોય તો તે ફિલ્મ આકાશને આંબી જાય એટલો વકરો કરી આપે છે. જો તે ફિલ્મમાં ફિલ્મનો નિર્માતા જ કોઈ રસ ના દાખવે તો ફિલ્મ પૂરી તો થાય છે પણ તેમાં ઘણી ઉણપ રહી જાય છે. નિર્માતાએ એ ધ્યાન આપવાનું રહે છે કે ફિલ્મ સારી બને, લોકેશનો નવા નવા જોવા મળે, અને સાથે સાથે તમામ નાના મોટા કલાકારોને તેની જોઈતી સગવડો મળી રહે. હા, કોઈ ખાનદાની કલાકાર હોય તો તે ચલાવી લેવામાં પણ માની લે છે. આ વસ્તુ નથી તો કહેશે કોઈ વાંધો નહિ બસ આપણે આ ફિલ્મ સારી બનાવી જોઈએ. પોતાના માટે ખોટા ગતકડા ના કરે. છેલ્લે નિર્માતાએ એ પણ ખ્યાલ રાખવો રહ્યો કે જેવી રીતે તેણે મન દઈને આખી ફિલ્મ પૂરી કરી તો તેને તેવી જ રીતે પબ્લિસીટી પણ કરે. કારણ કે એક ગુજરાતી ફિલ્મની પબ્લિસીટી ફક્ત ને ફક્ત તેણે ગુજરાતમાં જ કરવાની છે. ક્યાંય ગુજરાત બહાર તો જવાનું નથી. ગુજરાતી ફિલ્મો માટે ગુજરાતમાં થીયેટરો પણ હવે બચ્યા છે કે કેટલા? અને હાલના સમય પ્રમાણે તમે ઝડપી યુગમાં તમારી ફિલ્મની ઝડપી પબ્લીદીતી કરી શકો તેના ઘણા બધા સ્કોપ છે. આજે લોકો સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર પણ પોતાની ફિલ્મોની પબ્લિસીટી કરતા થયા છે. તો ગુજરાત કેમ પાછળ રહે છે તે કોઈને ધ્યાને નથી આવતું. ખેર, આ તો વાત થઇ પબ્લિસીટીની પણ આપણે આજે પબ્લિસીટી પર વધારે ભાર મુક્ત નિર્માતા કલ્યાણ સિંહ રાઠોડ વિષે વાત કરવી છે. કલ્યાણ સિંહ રાઠોડ પહેલા આલ્બમો બનાવતા હતા પણ અત્યારે ટેકનોલોજીના જમાનામાં અને નવા નવા મોબાઈલ બજારમાં ફરતા થઇ ગયા હોય તેઓએ એક કલાકના આલબમો બનાવવા ઓછા કરી દીધા અને તેઓ ગુજરાતી અને હિન્દી ફિલ્મો બનાવવા તરફ વળી ગયા. અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ કલ્યાણભાઈએ એક હિન્દી ફિલ્મ પણ બનાવી ચુક્યા છે. નિર્માતા તરીકે તેઓની ટૂંક સમયમાં બે ગુજરાતી ફિલ્મો આવી રહી છે જે તૈયાર જ છે.

    તેમની પ્રથમ ફિલ્મ ‘સાથી જોજે સાથ ના છૂટે’ ના નિર્માતા – દિગ્દર્શક કલ્યાણ સિંહ રાઠોડ પોતે જ છે. કલાકારોમાં ઈશ્વર ઠાકોર, જય ચૌધરી અને તૃપ્તિ પટેલ આ ફિલ્મમાં પ્રણયના ફાગ ખેલતા નજરે પડશે. અન્ય નામાંકિત કલાકારોમાં ફિરોઝ ઈરાની, જયશ્રી પરીખ વગેરે છે. છબીકલા કયુમ મોમીને સંભાળી છે. ફાઈટ માસ્ટર મહંમદ અમદાવાદી છે જયારે ડાન્સ માસ્ટર મહેશ બલરાજ છે. હિતેશ શોભાસણ અને મુન્ના મીરના ગીતોને સંગીતથી મઢ્યા છે અનવર શેખ (સારેગામા સ્ટુડીઓ) એ. બીજી ફિલ્મ ‘રાધા રીશું સદા સંગાથે’ ફિલ્મમાં નિર્માતા કલ્યાણ સિંહ રાઠોડ અને જીવરાજ ઠાકોર  છે જયારે દિગ્દર્શનનું સુકાન જીવરાજ ઠાકોરે સંભાળ્યું છે.  ઈશ્વર ઠાકોર, મરજીના દિવાનના પ્રેમમાં કાંટારૂપ ખલનાયકનું પાત્ર ભજવી રહ્યા છે ભરતસિંહ રાણા. ફિલ્મના દ્રશ્યોને કેમેરે કંડાર્યા છે કયુમ મોમીને જયારે ડાન્સ માસ્ટર અને ફાઈટ માસ્ટર અનુક્રમે મહેશ બલરાજ અને મહંમદ અમદાવાદી છે. ફિલ્મના ગીતો લખ્યા છે જીવરાજ ઠાકોરે.
પ્ર – ટૂંક સમયમાં આપની બે ફિલ્મો આવી રહી છે. તો તેના વિષે કહેશો.
ઉ – મારી પ્રથમ ફિલ્મ આવી રહી છે ‘સાથી જોજે સાથ ના છૂટે’ જે એક સાઉથ પ્રકારની ફિલ્મ છે. તેમાં બે હીરો અને એક હિરોઈનવાળી આ ફિલ્મ એક લવ ટ્રાયેન્ગલ સ્ટોરી છે. જેમાં દર્શકોને થીયેટરમાં બેઠા બેઠા છેક એન્ડ સુધી એમ થશે કે હિરોઈન કોણ લઇ જશે. બંનેમાંથી કયો હીરો સફળ થાય છે તેના પર પણ અમે સસ્પેન્સ જાળવી રાખ્યું છે. આવી ફિલ્મ મારા ખ્યાલ પ્રમાણે ગુજરાતી ફિલ્મોમાં બની નથી કે જેમાં બે હીરો હોય અને હિરોઈન બંનેને ચાહતી હોય. આ ફિલ્મમાં અમે સાઉથ ટાઈપની એક્શન બતાવી છે. બીજી મારી ફિલ્મ ‘રાધા રહીશું સદા સંગાથે’ પણ એક લવસ્ટોરી વાળી જ ફિલ્મ છે. આ ફિલ્મમાં અમે હીરો હિરોઈનને જુદા પડી જાય અને વચ્ચે અમુક એવી ઘટનાઓ આકાર લે છે અને છેલ્લે સહુ સારા વાના થાય છે. બીજું એ કે અમે આ ફિલ્મમાં અમદાવાદના તમામ એકદમ નવા લોકેશનોનો ઉપયોગ કર્યો છે જે હજી સુધી પડદા પર બતાવવામાં નથી આવ્યા.
પ્ર – તમારી બંને ફિલ્મોનો વિષય સરખો જ છે લવસ્ટોરી. તો આ બંને ફિલ્મો દર્શકો એક સાથે સ્વીકારશે?
ઉ – અત્યારના જે યંગસ્ટર્સ યુવકો, યુવતીઓ છે તે લોકો વધારે મુવી જોતા હોય છે. અમે એ લોકોને ધ્યાનમાં રાખીને જ આ ફિલ્મ બનાવી છે કે એ લોકોને શામાં વધારે રસ છે એ લોકો કેવી મુવી વધારે પસંદ કરે છે. તો એમની ગાઈડ લાઈન તરફ આપણે જોઈએ તો તેમને લવસ્ટોરી પ્રકારની ફિલ્મો વધારે પસંદ લગતી હોય છે. વાસ્તવિક જીંદગીમાં યુવક – યુવતીઓ પ્રેમમાં તો પડે છે અને ઘણા ખરા સફળ પણ નીવડે છે. પરંતુ પ્રેમ એ ફક્ત મજા, મજા ને મજા જ નથી. તેમાં પણ ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે. તો તે આવતી મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો તે આ ફિલ્મથી નવયુવાનોને જાણવા મળશે.  
    મારી આ ફિલ્મથી મે એક યુનિટ ઊભું કર્યું છે જેમાં મારી ફિલ્મ સાથે સંકળાયેલા તમામ મેમ્બરો એકસાથે જ રહેશે. જેમ તમે જોશો તો મારી બંને ફિલ્મોમાં એક જ યુનિટ છે ફક્ત અમુક કલાકારો બદલાયા છે. હું નવા કલાકારોને તક આપવામાં નથી માનતો. એવું નથી કે નવા કલાકારો સારૂ કામ નથી કરતા પણ તેઓ જો પહેલા કોઈ એક્ટિંગનો કોર્ષ કરી ચુક્યા હોય તો તેનામાં અભિનયની આવડત હોવાથી તેઓને સમજાવવા સરળ પડે છે. કોઈપણ નવી વસ્તુ માટે તેના વિશેનું જ્ઞાન હોવું જરૂરી છે. અત્યારની ફિલ્મોમાં હવે અમુક લોકો ફક્ત પૈસા કમાવા જ આ લાઈનમાં આવે છે. પ્રોડ્યુસર પોતે હીરો બની જાય તો જે વ્યક્તિને અભિનયનું જ્ઞાન ન હોય તેને પબ્લિક એક્સેપ્ટ કરવાની જ નથી. પ્રોડ્યુસરનું કામ છે પૈસા સાચી જગ્યાએ ખર્ચવાનું નહિ કે લોકોનું મનોરંજન કરવાનું. આપણે લોકોને ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવવાની હોય છે. હું મારો જ દાખલો આપું કે મને જે વિષય ગમે તેના પર હું ફિલ્મ બનવું તો તે સ્વાભાવિક છે કે ચાલવાની જ નથી. લોકોને શું જોઈએ છે તે જરૂરી છે. કારણ કે ફિલ્મોનો રાજા દર્શક છે તે જેમ ઈચ્છશે તેમ જ ઇન્ડસ્ટ્રીઝ ચાલશે.



n  ગજ્જર નીલેશ 

Thursday, 3 September 2015

ishwar thakor

ગોવિંદભાઈ પટેલની ફિલ્મ ‘હું તારી મીરાને તું મારો શ્યામ’ માં અનાયાસે જ ઈશ્વર ઠાકોર હીરો બની ગયા

    ગુજરાતી ફિલ્મોમાં હાલ જોવા જઈએ તો અભિનેતાઓમાં નવા નવા ચેહરાઓ જોવા મળી રહ્યા છે. જેઓ પોતપોતાની રીતે ફિલ્મોમાં પોતાની અભિનયક્ષમતા પુરવાર કરી રહ્યા છે. છતાં પણ ફિલ્મોમાં કંઇક ખૂટતું હોય એવું જણાઈ આવે છે. શામાટે ગુજરાતી ફિલ્મોનું સ્તર આટલું નીચું છે. તેના માટે જવાબદાર કોણ? ફિલ્મોનું યુનિટ, નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા, અભિનેત્રી કે પછી ફિલ્મો જોવાવાળો દર્શકવર્ગ. કોણ જવાબદાર? કોઈ પણ કલાકાર હોય ફિલ્મોમાં કામ કરતો હોય ચાહે નવો હોય કે જુનો. તેની ફિલ્મ જો પછડાટ ખાય તો તેને પણ એમ થાય કે ફિલ્મોમાં શું ઉણપ રહી જાય છે. આ શબ્દો છે ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર ઈશ્વર ઠાકોરના.
    મોટી આદરજ ખાતે જન્મેલા અને ૧૨ ધોરણ સુધી અભ્યાસ કરેલા ઈશ્વર ઠાકોરણી આ ક્ષેત્રમાં એન્ટ્રી એક આલ્બમ દ્વારા થઇ જેનું નામ હતું ‘મહીસાગરના વાગ્યા ઢોલ’. જેના નિર્માતા પંકજ પટેલ અને રમેશ ઠાકોર હતા. જે આલ્બમમાં ઈશ્વર ઠાકોરના અભિનયની ગોવિંદભાઈ પટેલે નોંધ લીધી અને તે દરમ્યાન ગોવિંદભાઈ પટેલ ‘હું તારી મીરાને તું મારો શ્યામ’ ફિલ્મની યોજના બનાવી રહ્યા હતા. જેના માટે તેઓ વિક્રમ ઠાકોરને લેવા માંગતા હતા પરંતુ વિક્રમ ઠાકોરની ડેઈટ ન મળતા તેઓ ઈશ્વર ઠાકોરનો સંપર્ક સાધ્યો અને ઈશ્વર ઠાકોર આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એક જાણીતું નામ બની ગયું છે. ત્યારબાદ ઈશ્વર ઠાકોરે ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું જેમ કે પરેશ પટેલની ‘દીકરીને ના દેશો કોઈ પરદેશ’, જેમાં ગુજરાતી ફિલ્મોના અભિનયના બાદશાહો હિતેન કુમાર, કિરણ કુમાર, અરવિંદ રાઠોડ વગેરે સાથે કામ કર્યું. ટૂંક સમયમાં ઈશ્વર ઠાકોર ‘શૂટ આઉટ એટ સુરત’, ‘રાધા સદા રહીશું સંગાથે’ જે ફિલ્મમાં ઈશ્વર ઠાકોર મેઈન લીડ રોલ ભજવી રહ્યા છે જયારે વિક્રમ ઠાકોર મહેમાન કલાકાર તરીકે ચમકશે.

પ્ર – ગુજરાતી ફિલ્મોનું સ્તર ઊંચું લાવવા શું કરવું જોઈએ?
ઉ – ગુજરાતી ફિલ્મો હાલના સમયમાં ખૂબ ઓછું રળીને આપી રહી છે. કોઈ એક નવા પ્રોડ્યુસર જો આ લાઈનમાં આવે અને તેને પહેલી જ ફિલ્મથી નિરાશા મળે તો તે વ્યક્તિ બીજા ચાર વ્યક્તિને કહે કે ગુજરાતી ફિલ્મ નથી ચાલતી. એવું ન થવું જોઈએ. ગુજરાતી ફિલ્મોનું સ્તર ઊંચું લાવવા કોઈ એક માણસ પ્રયત્ન કરે તો ન ચાલે. બીજા લોકોએ પણ તે વ્યક્તિનો સાથ આપવો જોઈએ. કોઈ પ્રોડ્યુસર સારી ફિલ્મ બનાવતો હોય તો આપણે તેને ફિલ્મમાં કામ કરતા કરતા પણ મદદ કરવી જોઈએ.
    અત્યાર સુધીમાં ઈશ્વર ઠાકોરે ગુજરાતી ફિલ્મોના ધુરંધર દિગ્દર્શકો સાથે કામ કરી ચુક્યા છે જેમકે ગોવિંદભાઈ પટેલ (હું તારી મીરાને તું મારો શ્યામ, હિરોઈન – તનુશ્રી), સુભાષ શાહ, જીતું રાઠોડ.  જીવરાજ ઠાકોર, મહેશ પટેલ વગેરે અને હજી પણ સારા દિગ્દર્શકો સાથે કામ કરવાની ઈચ્છા ધરાવે છે. ઈશ્વર ઠાકોરની હિરોઈનોમાં ‘દીકરીને ના દેશો કોઈ પરદેશ’ માં તેની સાથે પ્રીનલ ઓબેરોય, ‘રાધા રહીશું સદા સંગાથે’ માં તેઓ મરજીના દિવાન સાથે રોમાન્સ કરતા નજરે પડશે.


n  ગજ્જર નીલેશ 

Wednesday, 2 September 2015

kalyansinh rathod

હિન્દી ફિલ્મનો અનુભવ ગુજરાતી ફિલ્મમાં કામ લાગશે – કલ્યાણસિંહ રાઠોડ


    ગુજરાતી ફિલ્મો સમયસરના પ્રચાર વિના સિનેમાહોલમાં મૃત:પ્રાય બને છે. રીલીઝ પ્રચાર માટે એક ચોક્કસ બજેટ રાખવું જોઈએ. આજકાલ અમદાવાદ શહેરમાં હિન્દી ફિલ્મના નાના મોટા કલાકારો ફિલ્મના પ્રમોશન માટે આવે છે. સીરીયલ માટે પણ તેઓ ગુજરાતને ભૂલતા નથી. કારણકે હિન્દી ફિલ્મ અને હિન્દી સીરીયલ માટે ગુજરાતની ટેરીટરી ઘણી જ મહત્વની છે. જો આમ છે તો ગુજરાતની ફિલ્મો માટે ગુજરાતના પ્રક્ષકોને શામાટે રસ ન હોય? જે ગુજરાતી ફિલ્મ રીલીઝ થવાની હોય તેના પ્રચાર માટે ફિલ્મના નિર્માતાએ એક ચોક્કસ બજેટ તૈયાર કરવું જોઈએ. ગુજરાતના ૨૫ મોટા શહેરોમાં તેમની ફિલ્મ રીલીઝ થાય ત્યારે જે તે શહેરમાં કે નાના સિટીમાં રજૂ થાય ત્યારે ફિલ્મના જાણીતા કલાકારોને લઈને હાજર થવું જોઈએ. જો અમદાવાદ જેવા શહેરમાં ફિલ્મ કલાકારોનો જબરદસ્ત ક્રેઝ છે તો નાના નગરમાં લોકોને શામાટે ગુજરાતી ફિલ્મના કલાકારોમાં રસ ન હોઈ શકે? કલાકારને માત્ર સિને પ્રેક્ષકો સામે હાજર નહિ કરવાના, તેમની સાથે સવાલ – જવાબ કરાવવાના, ગીતની એકાદ કડી ગવડાવવાની, કારણ આજકાલના ઘણા હીરો ડાયરાના છે. રાજકોટ, જામનગર, ગોંડલ, અમરેલી, જુનાગઢ, ભાવનગર, મહુવા જેવા વિસ્તારમાં આ જરૂર આકર્ષી શકે છે.

    હવે વાત કલ્યાણસિંહ રાઠોડ અને તેમની આવનારી ફિલ્મ વિષે. જેમનું મૂળ વ્યવસાય જ ફિલ્મ નિર્માણનો છે એવા કલ્યાણસિંહ રાઠોડ આ અગાઉ એક હિન્દી ફિલ્મ ‘કોઈ તો હૈ’ બનાવી ચુક્યા છે. તે પહેલા પણ ઘણા આલ્બમો કરી ચુકેલા અને આલ્બમકિંગ તરીકે ઓળખાતા કલ્યાણસિંહ રાઠોડ એક ગુજરાતી ફિલ્મ બનાવવા જી રહ્યા છે તે ફિલ્મનું ટાઈટલ છે ‘સાથી તારો સાથ ના છૂટે’. ફિલ્મ વિષે તેઓએ જણાવ્યું કે કે.આર.ફિલ્મ્સ એન્ટરટેઈનમેન્ટસના બેનરમાં આ ફિલ્મ બનશે જેમાં એક લવસ્ટોરી બતાવવામાં આવી રહી છે જે હું માનું છું કે આવી સ્ટોરી પહેલી જ વાર આ ફિલ્મમાં પ્રક્ષકોને જોવા મળશે. ગુજરાતી ફિલ્મોમાં આવી સ્ટોરી આજ સુધી આવી નથી કે હિન્દી ફિલ્મમાં પણ આવી સ્ટોરી આવી નથી.

    હિન્દી ફિલ્મ બનાવ્યા બાદ ગુજરાતી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી તો તમને હિન્દી ફિલ્મ બનાવવામાં કેવો અનુભવ રહ્યો ના જવાબમાં તેઓએ જણાવ્યુ કે મારે શરૂઆત તો પહેલા એક ગુજરાતી ફિલ્મ બનાવવામાંથી જ કરવાની હતી પણ પહેલા હિન્દી કરી કારણ કે અમારે જોવું હતું કે હિન્દી ફિલ્મનું ઓડીયન્સ અમને કેવો રિસ્પોન્સ આપે છે.
પ્ર – તો કેવો રિસ્પોન્સ મળ્યો?
ઉ – ડેફીનેટલી સારો જ. કારણ કે જેટલું ઓડીયન્સ ગુજરાતી ફિલ્મનું હોય છે તેના કરતા ક્યાંય વધારે ઓડીયન્સ હિન્દી ફિલ્મનું હોય છે. આ ફિલ્મ ‘સાથી તારો સાથ નાં છૂટે’ નું રેકોર્ડીંગ સારેગામા સ્ટુડીઓમાં પૂરું થઇ ગયું છે અને ટૂંક સમયમાં આ ફિલ્મ ફ્લોર પર જશે. ગીતકારો છે મુન્ના મીર તથા હિતેશ શોભાસણના.
    ફિલ્મ ‘સાથી તારો સાથ ના છૂટે’ ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક કલ્યાણસિંહ રાઠોડ છે. સંગીતકાર અનવર શેખ. છબીકલા કયું મોમીને સાંભળી છે. કથા લેખક કલ્યાણસિંહ રાઠોડ પોતે જ છે. પટકથા – સંવાદ જયેશ પટેલના છે. લોકેશન બાબત તેઓએ જણાવ્યું કે મીરાદાતારણી બાજુમાં એક ગામ, ઇડર, રાજપીપળા, હાલોલ, કેવડીયા કોલોની વગેરે છે. જે ગુજરાતી ફિલ્મોના સુવિખ્યાત લોકેશનો છે. ફિલ્મમાં પાત્ર વરણી હાલ ચાલુ છે.


n  ગજ્જર નીલેશ