‘સાથી જોજે સાથ ના છૂટે’ તથા ‘રાધા રહીશું સદા
સંગાથે’ જેવી એક સાથે બે લવસ્ટોરી લઈને આવી રહ્યા છે. - કલ્યાણસિંહ રાઠોડ
ફિલ્મોમાં જો કોઈને ખરું પદ પ્રાપ્ત થયું હોય
તો તે નિર્માતા – દિગ્દર્શકને છે કારણ કે તેઓ અનેક લોકોને રોજીરોટી મૂરી પડવાનું
કાર્ય કરતા હોય છે. નિર્માતા એ ફિલ્મોનો પાયોનીયર છે. એક ફિલ્મ બનાવવા પાછળ કેટલા
લોકો મહેનત કરે છે? ઘણા લોકો એક ફિલ્મ પાછળ મહેનત કરતા હોય છે પણ તેનો લીડર જો
ખમતીધર હોય તો તે ફિલ્મ આકાશને આંબી જાય એટલો વકરો કરી આપે છે. જો તે ફિલ્મમાં
ફિલ્મનો નિર્માતા જ કોઈ રસ ના દાખવે તો ફિલ્મ પૂરી તો થાય છે પણ તેમાં ઘણી ઉણપ રહી
જાય છે. નિર્માતાએ એ ધ્યાન આપવાનું રહે છે કે ફિલ્મ સારી બને, લોકેશનો નવા નવા
જોવા મળે, અને સાથે સાથે તમામ નાના મોટા કલાકારોને તેની જોઈતી સગવડો મળી રહે. હા,
કોઈ ખાનદાની કલાકાર હોય તો તે ચલાવી લેવામાં પણ માની લે છે. આ વસ્તુ નથી તો કહેશે
કોઈ વાંધો નહિ બસ આપણે આ ફિલ્મ સારી બનાવી જોઈએ. પોતાના માટે ખોટા ગતકડા ના કરે.
છેલ્લે નિર્માતાએ એ પણ ખ્યાલ રાખવો રહ્યો કે જેવી રીતે તેણે મન દઈને આખી ફિલ્મ
પૂરી કરી તો તેને તેવી જ રીતે પબ્લિસીટી પણ કરે. કારણ કે એક ગુજરાતી ફિલ્મની
પબ્લિસીટી ફક્ત ને ફક્ત તેણે ગુજરાતમાં જ કરવાની છે. ક્યાંય ગુજરાત બહાર તો જવાનું
નથી. ગુજરાતી ફિલ્મો માટે ગુજરાતમાં થીયેટરો પણ હવે બચ્યા છે કે કેટલા? અને હાલના
સમય પ્રમાણે તમે ઝડપી યુગમાં તમારી ફિલ્મની ઝડપી પબ્લીદીતી કરી શકો તેના ઘણા બધા
સ્કોપ છે. આજે લોકો સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર પણ પોતાની ફિલ્મોની પબ્લિસીટી કરતા
થયા છે. તો ગુજરાત કેમ પાછળ રહે છે તે કોઈને ધ્યાને નથી આવતું. ખેર, આ તો વાત થઇ
પબ્લિસીટીની પણ આપણે આજે પબ્લિસીટી પર વધારે ભાર મુક્ત નિર્માતા કલ્યાણ સિંહ રાઠોડ
વિષે વાત કરવી છે. કલ્યાણ સિંહ રાઠોડ પહેલા આલ્બમો બનાવતા હતા પણ અત્યારે
ટેકનોલોજીના જમાનામાં અને નવા નવા મોબાઈલ બજારમાં ફરતા થઇ ગયા હોય તેઓએ એક કલાકના
આલબમો બનાવવા ઓછા કરી દીધા અને તેઓ ગુજરાતી અને હિન્દી ફિલ્મો બનાવવા તરફ વળી ગયા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ કલ્યાણભાઈએ એક હિન્દી ફિલ્મ પણ બનાવી ચુક્યા છે. નિર્માતા
તરીકે તેઓની ટૂંક સમયમાં બે ગુજરાતી ફિલ્મો આવી રહી છે જે તૈયાર જ છે.
તેમની પ્રથમ ફિલ્મ ‘સાથી જોજે સાથ ના છૂટે’
ના નિર્માતા – દિગ્દર્શક કલ્યાણ સિંહ રાઠોડ પોતે જ છે. કલાકારોમાં ઈશ્વર ઠાકોર, જય
ચૌધરી અને તૃપ્તિ પટેલ આ ફિલ્મમાં પ્રણયના ફાગ ખેલતા નજરે પડશે. અન્ય નામાંકિત
કલાકારોમાં ફિરોઝ ઈરાની, જયશ્રી પરીખ વગેરે છે. છબીકલા કયુમ મોમીને સંભાળી છે. ફાઈટ
માસ્ટર મહંમદ અમદાવાદી છે જયારે ડાન્સ માસ્ટર મહેશ બલરાજ છે. હિતેશ શોભાસણ અને
મુન્ના મીરના ગીતોને સંગીતથી મઢ્યા છે અનવર શેખ (સારેગામા સ્ટુડીઓ) એ. બીજી ફિલ્મ
‘રાધા રીશું સદા સંગાથે’ ફિલ્મમાં નિર્માતા કલ્યાણ સિંહ રાઠોડ અને જીવરાજ
ઠાકોર છે જયારે દિગ્દર્શનનું સુકાન જીવરાજ
ઠાકોરે સંભાળ્યું છે. ઈશ્વર ઠાકોર, મરજીના
દિવાનના પ્રેમમાં કાંટારૂપ ખલનાયકનું પાત્ર ભજવી રહ્યા છે ભરતસિંહ રાણા. ફિલ્મના
દ્રશ્યોને કેમેરે કંડાર્યા છે કયુમ મોમીને જયારે ડાન્સ માસ્ટર અને ફાઈટ માસ્ટર
અનુક્રમે મહેશ બલરાજ અને મહંમદ અમદાવાદી છે. ફિલ્મના ગીતો લખ્યા છે જીવરાજ ઠાકોરે.
પ્ર
– ટૂંક સમયમાં આપની બે ફિલ્મો આવી રહી છે. તો તેના વિષે કહેશો.
ઉ
– મારી પ્રથમ ફિલ્મ આવી રહી છે ‘સાથી જોજે સાથ ના છૂટે’ જે એક સાઉથ પ્રકારની ફિલ્મ
છે. તેમાં બે હીરો અને એક હિરોઈનવાળી આ ફિલ્મ એક લવ ટ્રાયેન્ગલ સ્ટોરી છે. જેમાં
દર્શકોને થીયેટરમાં બેઠા બેઠા છેક એન્ડ સુધી એમ થશે કે હિરોઈન કોણ લઇ જશે.
બંનેમાંથી કયો હીરો સફળ થાય છે તેના પર પણ અમે સસ્પેન્સ જાળવી રાખ્યું છે. આવી
ફિલ્મ મારા ખ્યાલ પ્રમાણે ગુજરાતી ફિલ્મોમાં બની નથી કે જેમાં બે હીરો હોય અને
હિરોઈન બંનેને ચાહતી હોય. આ ફિલ્મમાં અમે સાઉથ ટાઈપની એક્શન બતાવી છે. બીજી મારી
ફિલ્મ ‘રાધા રહીશું સદા સંગાથે’ પણ એક લવસ્ટોરી વાળી જ ફિલ્મ છે. આ ફિલ્મમાં અમે
હીરો હિરોઈનને જુદા પડી જાય અને વચ્ચે અમુક એવી ઘટનાઓ આકાર લે છે અને છેલ્લે સહુ
સારા વાના થાય છે. બીજું એ કે અમે આ ફિલ્મમાં અમદાવાદના તમામ એકદમ નવા લોકેશનોનો
ઉપયોગ કર્યો છે જે હજી સુધી પડદા પર બતાવવામાં નથી આવ્યા.
પ્ર
– તમારી બંને ફિલ્મોનો વિષય સરખો જ છે લવસ્ટોરી. તો આ બંને ફિલ્મો દર્શકો એક સાથે
સ્વીકારશે?
ઉ
– અત્યારના જે યંગસ્ટર્સ યુવકો, યુવતીઓ છે તે લોકો વધારે મુવી જોતા હોય છે. અમે એ
લોકોને ધ્યાનમાં રાખીને જ આ ફિલ્મ બનાવી છે કે એ લોકોને શામાં વધારે રસ છે એ લોકો
કેવી મુવી વધારે પસંદ કરે છે. તો એમની ગાઈડ લાઈન તરફ આપણે જોઈએ તો તેમને લવસ્ટોરી
પ્રકારની ફિલ્મો વધારે પસંદ લગતી હોય છે. વાસ્તવિક જીંદગીમાં યુવક – યુવતીઓ
પ્રેમમાં તો પડે છે અને ઘણા ખરા સફળ પણ નીવડે છે. પરંતુ પ્રેમ એ ફક્ત મજા, મજા ને
મજા જ નથી. તેમાં પણ ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે. તો તે આવતી મુશ્કેલીઓનો સામનો
કેવી રીતે કરવો તે આ ફિલ્મથી નવયુવાનોને જાણવા મળશે.
મારી આ ફિલ્મથી મે એક યુનિટ ઊભું કર્યું છે
જેમાં મારી ફિલ્મ સાથે સંકળાયેલા તમામ મેમ્બરો એકસાથે જ રહેશે. જેમ તમે જોશો તો
મારી બંને ફિલ્મોમાં એક જ યુનિટ છે ફક્ત અમુક કલાકારો બદલાયા છે. હું નવા
કલાકારોને તક આપવામાં નથી માનતો. એવું નથી કે નવા કલાકારો સારૂ કામ નથી કરતા પણ
તેઓ જો પહેલા કોઈ એક્ટિંગનો કોર્ષ કરી ચુક્યા હોય તો તેનામાં અભિનયની આવડત હોવાથી
તેઓને સમજાવવા સરળ પડે છે. કોઈપણ નવી વસ્તુ માટે તેના વિશેનું જ્ઞાન હોવું જરૂરી
છે. અત્યારની ફિલ્મોમાં હવે અમુક લોકો ફક્ત પૈસા કમાવા જ આ લાઈનમાં આવે છે. પ્રોડ્યુસર
પોતે હીરો બની જાય તો જે વ્યક્તિને અભિનયનું જ્ઞાન ન હોય તેને પબ્લિક એક્સેપ્ટ
કરવાની જ નથી. પ્રોડ્યુસરનું કામ છે પૈસા સાચી જગ્યાએ ખર્ચવાનું નહિ કે લોકોનું
મનોરંજન કરવાનું. આપણે લોકોને ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવવાની હોય છે. હું મારો જ
દાખલો આપું કે મને જે વિષય ગમે તેના પર હું ફિલ્મ બનવું તો તે સ્વાભાવિક છે કે
ચાલવાની જ નથી. લોકોને શું જોઈએ છે તે જરૂરી છે. કારણ કે ફિલ્મોનો રાજા દર્શક છે
તે જેમ ઈચ્છશે તેમ જ ઇન્ડસ્ટ્રીઝ ચાલશે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment