facebook

Showing posts with label hero 786. Show all posts
Showing posts with label hero 786. Show all posts

Thursday, 10 September 2015

kalyan sinh rathod

મારી ફિલ્મનું નામ ‘હીરો ૭૮૬’ મે વિચારીને જ રાખ્યું છે - કલ્યાણસિંહ રાઠોડ


    ગુજરાતી ફિલ્મોમાં કંઇક નવું માટે જાણીતા કલ્યાણસિંહ રાઠોડ પોતાની દરેક ફિલ્મે દર્શકોને કંઇક નવું આપી રહ્યા છે તે દેખાઈ આવે છે. તેમની ફિલ્મ ‘રાધા રહીશું સદા સંગાથે’ જે હમણાં જ રીલીઝ થઇ છે. જેને દર્શકો તરફથી સારો  રિસ્પોન્સ મળી રહ્યો છે. જેને તેમણે ગુજરાતના ૧૮ જેટલા થીયેટરમાં રીલીઝ કરી છે. ટૂંક સમયમાં તેઓ એક નવી ફિલ્મ ફ્લોર પર લઇ જઈ રહ્યા છે. આ ફિલ્મનું નામ લગભગ અત્યાર સુધીની ગુજરાતી ફિલ્મોમાં જાણવા નહિ મળ્યું હોય એવું રાખવામાં આવ્યું છે. જેનું નામ છે ‘હીરો ૭૬૮’. કલ્યાણભાઈના કહેવા મુજબ આ ફિલ્મમાં તેઓ એકદમ નવા લોકેશનોનો ઉપયોગ કરવા માંગે છે. જે બહુ ઓછી ગુજરાતી ફિલ્મોમાં જોવા મળ્યા છે અથવા જોવા મળ્યા જ નથી. હંમેશા નવોદિતોને તક નહિ આપનારા કલ્યાણ સિંહ રાઠોડે એ બાબતે જણાવ્યું કે પ્રોફેશનલ કલાકાર ઈશારોમાં વાતો સમજી જાય છે કે નિર્માતા કે દિગ્દર્શકને શું જોઈએ છે. જયારે નવોદિતો માટે એટલો બધો સમય ફાળવવો પડે છે કે તેમને સમજાવતા જ એકાદ કલાક નીકળી જાય છે. ત્યારે તેમને આઈડિયા આવે છે કે ખરેખર પાત્રમાં શું માંગ છે. એટલા માટે જ તેમણે ગુજરાતના તમામ મોટા કલાકારોને આ ‘હીરો ૭૮૬’ ફિલ્મ માટે અત્યારે સાઈન કર્યા છે. અત્યારની જનરેશનને ધ્યાનમાં રાખીને જ ફિલ્મ નિર્દેશિત કરવાનું તેમને ગમે છે. આપણી પાસે આટલું બધું યુવાધન છે જો એક એક યુવાન કે યુવતી એકવાર ગુજરાતી ફિલ્મ જુએ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને આગળ આવતા કોઈ રોકી શકે તેમ નથી.
પ્ર – ‘હીરો ૭૮૬’ ફિલ્મનું નામ?
ઉ – અમે આ એકદમ નવો જ સબ્જેક્ટ લઈને આવી રહ્યા છીએ. જેના પર અમે પહેલા વિચાર્યું કે ફિલ્મનું નામ કેવું હોય તો સારૂ રહેશે. ફિલ્મ વિષે હું વધારે નહિ કહી શકું પણ બધી ગુજરાતી ફિલ્મો કરતા આમાં તમને નવું જ અભિનય, નવા જ લોકેશનો, નવી વાર્તા અને નવા નવા સંજોગો જોવા મળવાના છે. આ લખાઈ રહ્યું છે અને જયારે છપાઈ ચુક્યું હશે ત્યાં સુધીમાં તો ફિલ્મ ફ્લોર પર જઈ ચુકી હશે. જેનું શુટિંગ પુરજોશમાં કરવાની તેઓની તૈયારી છે.
પ્ર – ફિલ્મના કલાકારોમાં?
ઉ – ફિલ્મના અમુક કલાકારો રીપીટ થયા છે જેમકે, ઈશ્વર ઠાકોર જે મારી છેલ્લી બંને ફિલ્મોમાં હીરો તરીકે હતો. તેની સામે આ ફિલ્મમાં મરજીના દીવાન છે. અન્ય કલાકારોમાં ભરતસિંહ રાણા, ઈશ્વર સમીકર, સંજય ચૌહાણ, જ્યોતિ શર્મા, જાય ચૌધરી, ગુજરાતી ફિલ્મોમાં દર ત્રીજી ફિલ્મે જોવા મળતા અને જેનું કોઈ સાની નથી એવા ફિરોઝ ઈરાની પણ આ ફિલ્મમાં છે. જેઓ પોતાના લાજવાબ અભિનય થાકી ફિલ્મને ચાર ચાંદ લગાવે એવી મારી ઈચ્છા છે.
    આટલી મોટી સ્ટારકાસ્ટ અને ફિલ્મને સારેગામા સ્ટુડીઓ ખાતે થઇ ગયેલું રેકોર્ડીંગ ફિલ્મનું જમા પાસું છે. ફિલ્મનું નિર્માણ તથા દિગ્દર્શનનું જવાબદારી કલ્યાણસિંહ સાથે જીવરાજ ઠાકોર પણ સંભાળવાના છે.



n  ગજ્જર નીલેશ   

Friday, 4 September 2015

kalyan sinh rathod

મારી ફિલ્મનું નામ ‘હીરો ૭૮૬’ મે વિચારીને જ રાખ્યું છે - કલ્યાણસિંહ રાઠોડ


    ગુજરાતી ફિલ્મોમાં કંઇક નવું માટે જાણીતા કલ્યાણસિંહ રાઠોડ પોતાની દરેક ફિલ્મે દર્શકોને કંઇક નવું આપી રહ્યા છે તે દેખાઈ આવે છે. તેમની ફિલ્મ ‘રાધા રહીશું સદા સંગાથે’ જે હમણાં જ રીલીઝ થઇ છે. જેને દર્શકો તરફથી સારો  રિસ્પોન્સ મળી રહ્યો છે. જેને તેમણે ગુજરાતના ૧૮ જેટલા થીયેટરમાં રીલીઝ કરી છે. ટૂંક સમયમાં તેઓ એક નવી ફિલ્મ ફ્લોર પર લઇ જઈ રહ્યા છે. આ ફિલ્મનું નામ લગભગ અત્યાર સુધીની ગુજરાતી ફિલ્મોમાં જાણવા નહિ મળ્યું હોય એવું રાખવામાં આવ્યું છે. જેનું નામ છે ‘હીરો ૭૬૮’. કલ્યાણભાઈના કહેવા મુજબ આ ફિલ્મમાં તેઓ એકદમ નવા લોકેશનોનો ઉપયોગ કરવા માંગે છે. જે બહુ ઓછી ગુજરાતી ફિલ્મોમાં જોવા મળ્યા છે અથવા જોવા મળ્યા જ નથી. હંમેશા નવોદિતોને તક નહિ આપનારા કલ્યાણ સિંહ રાઠોડે એ બાબતે જણાવ્યું કે પ્રોફેશનલ કલાકાર ઈશારોમાં વાતો સમજી જાય છે કે નિર્માતા કે દિગ્દર્શકને શું જોઈએ છે. જયારે નવોદિતો માટે એટલો બધો સમય ફાળવવો પડે છે કે તેમને સમજાવતા જ એકાદ કલાક નીકળી જાય છે. ત્યારે તેમને આઈડિયા આવે છે કે ખરેખર પાત્રમાં શું માંગ છે. એટલા માટે જ તેમણે ગુજરાતના તમામ મોટા કલાકારોને આ ‘હીરો ૭૮૬’ ફિલ્મ માટે અત્યારે સાઈન કર્યા છે. અત્યારની જનરેશનને ધ્યાનમાં રાખીને જ ફિલ્મ નિર્દેશિત કરવાનું તેમને ગમે છે. આપણી પાસે આટલું બધું યુવાધન છે જો એક એક યુવાન કે યુવતી એકવાર ગુજરાતી ફિલ્મ જુએ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને આગળ આવતા કોઈ રોકી શકે તેમ નથી.

પ્ર – ‘હીરો ૭૮૬’ ફિલ્મનું નામ?
ઉ – અમે આ એકદમ નવો જ સબ્જેક્ટ લઈને આવી રહ્યા છીએ. જેના પર અમે પહેલા વિચાર્યું કે ફિલ્મનું નામ કેવું હોય તો સારૂ રહેશે. ફિલ્મ વિષે હું વધારે નહિ કહી શકું પણ બધી ગુજરાતી ફિલ્મો કરતા આમાં તમને નવું જ અભિનય, નવા જ લોકેશનો, નવી વાર્તા અને નવા નવા સંજોગો જોવા મળવાના છે. આ લખાઈ રહ્યું છે અને જયારે છપાઈ ચુક્યું હશે ત્યાં સુધીમાં તો ફિલ્મ ફ્લોર પર જઈ ચુકી હશે. જેનું શુટિંગ પુરજોશમાં કરવાની તેઓની તૈયારી છે.
પ્ર – ફિલ્મના કલાકારોમાં?
ઉ – ફિલ્મના અમુક કલાકારો રીપીટ થયા છે જેમકે, ઈશ્વર ઠાકોર જે મારી છેલ્લી બંને ફિલ્મોમાં હીરો તરીકે હતો. તેની સામે આ ફિલ્મમાં મરજીના દીવાન છે. અન્ય કલાકારોમાં ભરતસિંહ રાણા, ઈશ્વર સમીકર, સંજય ચૌહાણ, જ્યોતિ શર્મા, જાય ચૌધરી, ગુજરાતી ફિલ્મોમાં દર ત્રીજી ફિલ્મે જોવા મળતા અને જેનું કોઈ સાની નથી એવા ફિરોઝ ઈરાની પણ આ ફિલ્મમાં છે. જેઓ પોતાના લાજવાબ અભિનય થાકી ફિલ્મને ચાર ચાંદ લગાવે એવી મારી ઈચ્છા છે.
    આટલી મોટી સ્ટારકાસ્ટ અને ફિલ્મને સારેગામા સ્ટુડીઓ ખાતે થઇ ગયેલું રેકોર્ડીંગ ફિલ્મનું જમા પાસું છે. ફિલ્મનું નિર્માણ તથા દિગ્દર્શનનું જવાબદારી કલ્યાણસિંહ સાથે જીવરાજ ઠાકોર પણ સંભાળવાના છે.



n  ગજ્જર નીલેશ   

jivraj thakor

હીરો ૭૬૮’ નામની મારી ફિલ્મ મે હટકે બનાવવાનો પ્રયાસ કર્યો છે - જીવરાજ ઠાકોર


    ગઈ કાલે એક ચેનલ માં ગુજરાતી ફિલ્મ આવતું જોયું. મને આશ્ચર્ય લાગ્યું કારણ કે એક તો હવે ગુજરાતી ફિલ્મો કોઈ બનાવતું નથી, અને જો ભૂલે ચુકે કોઈ જોખમ લઇ ને બનાવે છે તો કોઈ જોતું નથી. આવું શા માટે થાય છે ? શા માટે ગુજરાતી લોકો જ પોતાની માત્રુ ભાષાની ફિલ્મો નથી જોવા માંગતા ? આજે સમય આવ્યો છે કે જયારે ગુજરાત બધીજ દિશાઓ માં પોતાની પ્રગતિ નોંધાવી રહ્યું છે ત્યારે શા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પાછળ રહી જાય ? આજે ૨૦૧૪ માં શું ફિલ્મો બને છે ? એવું નથી કે ગુજરાતી ફિલ્મો સારી નથી હોતી. માત્ર એક જ કારણસર ગુજરાતી ફિલ્મો ના ચાલી અને એ છે પુરતા દર્શકો નો અભાવ. ગુજરાત માં જ તેના ગુજરાતી ફિલ્મો જોવા કોઈ તૈયાર નથી. શા માટે આપણે લોકો ગુજરાતી ફિલ્મો જોતા નથી. ઠીક છે કે પહેલા ની ફિલ્મોની પ્રિન્ટો બહુજ ખરાબ હતી, પણ હવે જમાનો બદલાઈ ચુક્યો છે. મેં બે થી ત્રણ અત્યારના જમાનાની ફિલ્મો જોઈ છે, જેવી કે ‘બે યાર’ વગેરે. આ બધી ફિલ્મો તમે જુઓ ત્યારે એમ ના લાગે કે તમે ગુજરાતી ફિલ્મ જુઓ છો. એક ગુજરાતી વન વિભાગ ની ડોક્યુમેન્ટરી પણ જોઈ છે, મને તો એમજ લાગતું હતું કે હું ડીસ્કવરી ચેનલની ડોક્યુમેન્ટરી જોઉં છું. સારું ત્યારે, ઘણા પ્રયત્નો થઇ રહ્યા છે….

    ‘રાધા રહીશું સદા સંગાથે’ જેવી રોમાંચક અને રહસ્યભરી ફિલ્મ કે જેમાં ત્રણ ભાઈઓ જીવરાજ ઠાકોર, વિક્રમ ઠાકોર અને ઈશ્વર ઠાકોરે અભિનય આપ્યો. જેથી આજકાલ તે ફિલ્મ ચર્ચામાં છે. જેની વાર્તા રોમાંચથી ભરપુર છે. ફિલ્મનું સરસ રીતે ફિલ્માંકન કરવામાં આવ્યું છે કે જેથી થીયેટરમાં બેઠેલો પ્રેક્ષક પોતાની ખુરશી છોડે જ નહિ. આના પછી જીવરાજ ઠાકોર એક એવી ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું ટાઈટલ અંગ્રેજી રાખવામાં આવ્યું છે. કેમ લાગ્યો બીજો આંચકો? પહેલો આંચકો ગયા અંકમાં આપ્યો હતો જીવરાજ ભાઈએ. ફિલ્મનું નામ ‘હીરો ૭૮૬’ એવું છે. તો આવો એમની પાસેથી જ જાણીએ કે ફિલ્મમાં શું નવું તેઓ લાવી રહ્યા છે.
પ્ર – આપની ફિલ્મ વિષે કહેશો.
ઉ – જેમ હમણાં એક ફિલ્મ આવી ‘બે યાર’ જે એકદમ હિન્દી ટાઈપની ફિલ્મ હતી ફક્ત ભાષા જ ગુજરાતી હતી. તેના પરથી મે પ્રેરણા લઈને મારી આ ફિલ્મ ‘હીરો ૭૮૬’ ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો. કે જો તે ફિલ્મ ગુજરાતી ફિલ્મોમાં કંઇક નવું કરી શકી તો મારી ફિલ્મ કેમ ના કરી શકે. એટલે મે આ વખતે દર્શકોને નવું આપવા માટે આ બીડું ઝડપ્યું છે. ફિલ્મમાં ઈશ્વર ઠાકોર મેઈન લીડ ભૂમિકા ભજવી રહ્યા છે અને જેની સમાઈ મરજીના દિવાન છે. આ ફિલ્મની સ્ટોરી આધુનિક જમાના પ્રમાણે લખવામાં અવી છે જેમાં પાંચ મિત્રો પર મારી ફિલ્મ આકાર લે છે. ફિલ્મના પાંચ પાત્રો આવારાગર્દી કરતા હોત છે અને તેમના જીવનમાં કેવા કેવા સ્ટ્રગલ થાય છે અને તેઓ કેવી રીતે આવારા હોવા છતા જીવનમાં આગળ વધે છે તે દર્શાવવામાં આવ્યું છે.
પ્ર – શહેરી જીવન પર આવતી ગુજરાતી ફિલ્મો શું ગુજરાતી દર્શકો સ્વીકારશે?
ઉ – હા, સ્વીકારશે જ કારણ કે હવે દર્શક ઘણો સમજુ થઇ ગયો છે. તેને હવે ખબર પાડવા લાગી છે કે પડદા પર તો હવે ઘણું નવું નવું આવે છે તો જુનું શામાટે જોવું પડે. આપણી ગુજરાતી ફિલ્મોની દશા એ માટે જ બગડી છે કે કોઈને ગામડામાંથી બહાર આવવું જ નથી. ગામડાની વાર્તા હોય તો તે ગામડાની વ્યક્તિ અથવા તો કોઈ વૃદ્ધ જ ફિલ્મ જોશે. પરંતુ શહેરી વાતાવરણવાળી ફિલ્મ હશે તો પ્રેક્ષકને એમ થશે કે શહેરની વાત છે તો જોઈએ કે કેવું શહેર બતાવવામાં આવ્યું છે કે કેવા શહેરમાં અનુભવો થાય તે પ્રેક્ષક ફિલ્મ જોઇને વિચારે છે. પ્રેક્ષકને તમે જેવું બતાવશો તે તેવું અનુભવશે. તમે તેને સારૂ શહેર કે સારી સ્ટોરી બતાવશો તો તે એમ જ વિચારશે કે શહેરમાં લોકો સારા હોય છે. પણ તમે ગંદુ ગામડું જ બતાવો તો તે પ્રેક્ષક એક તો શહેરમાં રહેતો હોય તેની સામે તમે ગામડાને ગંદુ ચિતરો તો તેને એમ જ લાગે કે ગામડું આવું જ હોય. ફિલ્મ ટૂંક સમયમાં ફ્લોર પર જઈ રહી છે અને આપણે ઈચ્છીએ કે આ ફિલ્મ ગામડામાંથી બહાર આવે અને દર્શકોને કંઇક નવું ફિલ્મમાં જોવા મળે.



n  ગજ્જર નીલેશ


















kalyan sinh rathod

‘સાથી જોજે સાથ ના છૂટે’ તથા ‘રાધા રહીશું સદા સંગાથે’ જેવી એક સાથે બે લવસ્ટોરી લઈને આવી રહ્યા છે. - કલ્યાણસિંહ રાઠોડ


    ફિલ્મોમાં જો કોઈને ખરું પદ પ્રાપ્ત થયું હોય તો તે નિર્માતા – દિગ્દર્શકને છે કારણ કે તેઓ અનેક લોકોને રોજીરોટી મૂરી પડવાનું કાર્ય કરતા હોય છે. નિર્માતા એ ફિલ્મોનો પાયોનીયર છે. એક ફિલ્મ બનાવવા પાછળ કેટલા લોકો મહેનત કરે છે? ઘણા લોકો એક ફિલ્મ પાછળ મહેનત કરતા હોય છે પણ તેનો લીડર જો ખમતીધર હોય તો તે ફિલ્મ આકાશને આંબી જાય એટલો વકરો કરી આપે છે. જો તે ફિલ્મમાં ફિલ્મનો નિર્માતા જ કોઈ રસ ના દાખવે તો ફિલ્મ પૂરી તો થાય છે પણ તેમાં ઘણી ઉણપ રહી જાય છે. નિર્માતાએ એ ધ્યાન આપવાનું રહે છે કે ફિલ્મ સારી બને, લોકેશનો નવા નવા જોવા મળે, અને સાથે સાથે તમામ નાના મોટા કલાકારોને તેની જોઈતી સગવડો મળી રહે. હા, કોઈ ખાનદાની કલાકાર હોય તો તે ચલાવી લેવામાં પણ માની લે છે. આ વસ્તુ નથી તો કહેશે કોઈ વાંધો નહિ બસ આપણે આ ફિલ્મ સારી બનાવી જોઈએ. પોતાના માટે ખોટા ગતકડા ના કરે. છેલ્લે નિર્માતાએ એ પણ ખ્યાલ રાખવો રહ્યો કે જેવી રીતે તેણે મન દઈને આખી ફિલ્મ પૂરી કરી તો તેને તેવી જ રીતે પબ્લિસીટી પણ કરે. કારણ કે એક ગુજરાતી ફિલ્મની પબ્લિસીટી ફક્ત ને ફક્ત તેણે ગુજરાતમાં જ કરવાની છે. ક્યાંય ગુજરાત બહાર તો જવાનું નથી. ગુજરાતી ફિલ્મો માટે ગુજરાતમાં થીયેટરો પણ હવે બચ્યા છે કે કેટલા? અને હાલના સમય પ્રમાણે તમે ઝડપી યુગમાં તમારી ફિલ્મની ઝડપી પબ્લીદીતી કરી શકો તેના ઘણા બધા સ્કોપ છે. આજે લોકો સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર પણ પોતાની ફિલ્મોની પબ્લિસીટી કરતા થયા છે. તો ગુજરાત કેમ પાછળ રહે છે તે કોઈને ધ્યાને નથી આવતું. ખેર, આ તો વાત થઇ પબ્લિસીટીની પણ આપણે આજે પબ્લિસીટી પર વધારે ભાર મુક્ત નિર્માતા કલ્યાણ સિંહ રાઠોડ વિષે વાત કરવી છે. કલ્યાણ સિંહ રાઠોડ પહેલા આલ્બમો બનાવતા હતા પણ અત્યારે ટેકનોલોજીના જમાનામાં અને નવા નવા મોબાઈલ બજારમાં ફરતા થઇ ગયા હોય તેઓએ એક કલાકના આલબમો બનાવવા ઓછા કરી દીધા અને તેઓ ગુજરાતી અને હિન્દી ફિલ્મો બનાવવા તરફ વળી ગયા. અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ કલ્યાણભાઈએ એક હિન્દી ફિલ્મ પણ બનાવી ચુક્યા છે. નિર્માતા તરીકે તેઓની ટૂંક સમયમાં બે ગુજરાતી ફિલ્મો આવી રહી છે જે તૈયાર જ છે.

    તેમની પ્રથમ ફિલ્મ ‘સાથી જોજે સાથ ના છૂટે’ ના નિર્માતા – દિગ્દર્શક કલ્યાણ સિંહ રાઠોડ પોતે જ છે. કલાકારોમાં ઈશ્વર ઠાકોર, જય ચૌધરી અને તૃપ્તિ પટેલ આ ફિલ્મમાં પ્રણયના ફાગ ખેલતા નજરે પડશે. અન્ય નામાંકિત કલાકારોમાં ફિરોઝ ઈરાની, જયશ્રી પરીખ વગેરે છે. છબીકલા કયુમ મોમીને સંભાળી છે. ફાઈટ માસ્ટર મહંમદ અમદાવાદી છે જયારે ડાન્સ માસ્ટર મહેશ બલરાજ છે. હિતેશ શોભાસણ અને મુન્ના મીરના ગીતોને સંગીતથી મઢ્યા છે અનવર શેખ (સારેગામા સ્ટુડીઓ) એ. બીજી ફિલ્મ ‘રાધા રીશું સદા સંગાથે’ ફિલ્મમાં નિર્માતા કલ્યાણ સિંહ રાઠોડ અને જીવરાજ ઠાકોર  છે જયારે દિગ્દર્શનનું સુકાન જીવરાજ ઠાકોરે સંભાળ્યું છે.  ઈશ્વર ઠાકોર, મરજીના દિવાનના પ્રેમમાં કાંટારૂપ ખલનાયકનું પાત્ર ભજવી રહ્યા છે ભરતસિંહ રાણા. ફિલ્મના દ્રશ્યોને કેમેરે કંડાર્યા છે કયુમ મોમીને જયારે ડાન્સ માસ્ટર અને ફાઈટ માસ્ટર અનુક્રમે મહેશ બલરાજ અને મહંમદ અમદાવાદી છે. ફિલ્મના ગીતો લખ્યા છે જીવરાજ ઠાકોરે.
પ્ર – ટૂંક સમયમાં આપની બે ફિલ્મો આવી રહી છે. તો તેના વિષે કહેશો.
ઉ – મારી પ્રથમ ફિલ્મ આવી રહી છે ‘સાથી જોજે સાથ ના છૂટે’ જે એક સાઉથ પ્રકારની ફિલ્મ છે. તેમાં બે હીરો અને એક હિરોઈનવાળી આ ફિલ્મ એક લવ ટ્રાયેન્ગલ સ્ટોરી છે. જેમાં દર્શકોને થીયેટરમાં બેઠા બેઠા છેક એન્ડ સુધી એમ થશે કે હિરોઈન કોણ લઇ જશે. બંનેમાંથી કયો હીરો સફળ થાય છે તેના પર પણ અમે સસ્પેન્સ જાળવી રાખ્યું છે. આવી ફિલ્મ મારા ખ્યાલ પ્રમાણે ગુજરાતી ફિલ્મોમાં બની નથી કે જેમાં બે હીરો હોય અને હિરોઈન બંનેને ચાહતી હોય. આ ફિલ્મમાં અમે સાઉથ ટાઈપની એક્શન બતાવી છે. બીજી મારી ફિલ્મ ‘રાધા રહીશું સદા સંગાથે’ પણ એક લવસ્ટોરી વાળી જ ફિલ્મ છે. આ ફિલ્મમાં અમે હીરો હિરોઈનને જુદા પડી જાય અને વચ્ચે અમુક એવી ઘટનાઓ આકાર લે છે અને છેલ્લે સહુ સારા વાના થાય છે. બીજું એ કે અમે આ ફિલ્મમાં અમદાવાદના તમામ એકદમ નવા લોકેશનોનો ઉપયોગ કર્યો છે જે હજી સુધી પડદા પર બતાવવામાં નથી આવ્યા.
પ્ર – તમારી બંને ફિલ્મોનો વિષય સરખો જ છે લવસ્ટોરી. તો આ બંને ફિલ્મો દર્શકો એક સાથે સ્વીકારશે?
ઉ – અત્યારના જે યંગસ્ટર્સ યુવકો, યુવતીઓ છે તે લોકો વધારે મુવી જોતા હોય છે. અમે એ લોકોને ધ્યાનમાં રાખીને જ આ ફિલ્મ બનાવી છે કે એ લોકોને શામાં વધારે રસ છે એ લોકો કેવી મુવી વધારે પસંદ કરે છે. તો એમની ગાઈડ લાઈન તરફ આપણે જોઈએ તો તેમને લવસ્ટોરી પ્રકારની ફિલ્મો વધારે પસંદ લગતી હોય છે. વાસ્તવિક જીંદગીમાં યુવક – યુવતીઓ પ્રેમમાં તો પડે છે અને ઘણા ખરા સફળ પણ નીવડે છે. પરંતુ પ્રેમ એ ફક્ત મજા, મજા ને મજા જ નથી. તેમાં પણ ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે. તો તે આવતી મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો તે આ ફિલ્મથી નવયુવાનોને જાણવા મળશે.  
    મારી આ ફિલ્મથી મે એક યુનિટ ઊભું કર્યું છે જેમાં મારી ફિલ્મ સાથે સંકળાયેલા તમામ મેમ્બરો એકસાથે જ રહેશે. જેમ તમે જોશો તો મારી બંને ફિલ્મોમાં એક જ યુનિટ છે ફક્ત અમુક કલાકારો બદલાયા છે. હું નવા કલાકારોને તક આપવામાં નથી માનતો. એવું નથી કે નવા કલાકારો સારૂ કામ નથી કરતા પણ તેઓ જો પહેલા કોઈ એક્ટિંગનો કોર્ષ કરી ચુક્યા હોય તો તેનામાં અભિનયની આવડત હોવાથી તેઓને સમજાવવા સરળ પડે છે. કોઈપણ નવી વસ્તુ માટે તેના વિશેનું જ્ઞાન હોવું જરૂરી છે. અત્યારની ફિલ્મોમાં હવે અમુક લોકો ફક્ત પૈસા કમાવા જ આ લાઈનમાં આવે છે. પ્રોડ્યુસર પોતે હીરો બની જાય તો જે વ્યક્તિને અભિનયનું જ્ઞાન ન હોય તેને પબ્લિક એક્સેપ્ટ કરવાની જ નથી. પ્રોડ્યુસરનું કામ છે પૈસા સાચી જગ્યાએ ખર્ચવાનું નહિ કે લોકોનું મનોરંજન કરવાનું. આપણે લોકોને ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવવાની હોય છે. હું મારો જ દાખલો આપું કે મને જે વિષય ગમે તેના પર હું ફિલ્મ બનવું તો તે સ્વાભાવિક છે કે ચાલવાની જ નથી. લોકોને શું જોઈએ છે તે જરૂરી છે. કારણ કે ફિલ્મોનો રાજા દર્શક છે તે જેમ ઈચ્છશે તેમ જ ઇન્ડસ્ટ્રીઝ ચાલશે.



n  ગજ્જર નીલેશ 

Thursday, 3 September 2015

ishwar thakor

ગોવિંદભાઈ પટેલની ફિલ્મ ‘હું તારી મીરાને તું મારો શ્યામ’ માં અનાયાસે જ ઈશ્વર ઠાકોર હીરો બની ગયા

    ગુજરાતી ફિલ્મોમાં હાલ જોવા જઈએ તો અભિનેતાઓમાં નવા નવા ચેહરાઓ જોવા મળી રહ્યા છે. જેઓ પોતપોતાની રીતે ફિલ્મોમાં પોતાની અભિનયક્ષમતા પુરવાર કરી રહ્યા છે. છતાં પણ ફિલ્મોમાં કંઇક ખૂટતું હોય એવું જણાઈ આવે છે. શામાટે ગુજરાતી ફિલ્મોનું સ્તર આટલું નીચું છે. તેના માટે જવાબદાર કોણ? ફિલ્મોનું યુનિટ, નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા, અભિનેત્રી કે પછી ફિલ્મો જોવાવાળો દર્શકવર્ગ. કોણ જવાબદાર? કોઈ પણ કલાકાર હોય ફિલ્મોમાં કામ કરતો હોય ચાહે નવો હોય કે જુનો. તેની ફિલ્મ જો પછડાટ ખાય તો તેને પણ એમ થાય કે ફિલ્મોમાં શું ઉણપ રહી જાય છે. આ શબ્દો છે ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર ઈશ્વર ઠાકોરના.
    મોટી આદરજ ખાતે જન્મેલા અને ૧૨ ધોરણ સુધી અભ્યાસ કરેલા ઈશ્વર ઠાકોરણી આ ક્ષેત્રમાં એન્ટ્રી એક આલ્બમ દ્વારા થઇ જેનું નામ હતું ‘મહીસાગરના વાગ્યા ઢોલ’. જેના નિર્માતા પંકજ પટેલ અને રમેશ ઠાકોર હતા. જે આલ્બમમાં ઈશ્વર ઠાકોરના અભિનયની ગોવિંદભાઈ પટેલે નોંધ લીધી અને તે દરમ્યાન ગોવિંદભાઈ પટેલ ‘હું તારી મીરાને તું મારો શ્યામ’ ફિલ્મની યોજના બનાવી રહ્યા હતા. જેના માટે તેઓ વિક્રમ ઠાકોરને લેવા માંગતા હતા પરંતુ વિક્રમ ઠાકોરની ડેઈટ ન મળતા તેઓ ઈશ્વર ઠાકોરનો સંપર્ક સાધ્યો અને ઈશ્વર ઠાકોર આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એક જાણીતું નામ બની ગયું છે. ત્યારબાદ ઈશ્વર ઠાકોરે ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું જેમ કે પરેશ પટેલની ‘દીકરીને ના દેશો કોઈ પરદેશ’, જેમાં ગુજરાતી ફિલ્મોના અભિનયના બાદશાહો હિતેન કુમાર, કિરણ કુમાર, અરવિંદ રાઠોડ વગેરે સાથે કામ કર્યું. ટૂંક સમયમાં ઈશ્વર ઠાકોર ‘શૂટ આઉટ એટ સુરત’, ‘રાધા સદા રહીશું સંગાથે’ જે ફિલ્મમાં ઈશ્વર ઠાકોર મેઈન લીડ રોલ ભજવી રહ્યા છે જયારે વિક્રમ ઠાકોર મહેમાન કલાકાર તરીકે ચમકશે.

પ્ર – ગુજરાતી ફિલ્મોનું સ્તર ઊંચું લાવવા શું કરવું જોઈએ?
ઉ – ગુજરાતી ફિલ્મો હાલના સમયમાં ખૂબ ઓછું રળીને આપી રહી છે. કોઈ એક નવા પ્રોડ્યુસર જો આ લાઈનમાં આવે અને તેને પહેલી જ ફિલ્મથી નિરાશા મળે તો તે વ્યક્તિ બીજા ચાર વ્યક્તિને કહે કે ગુજરાતી ફિલ્મ નથી ચાલતી. એવું ન થવું જોઈએ. ગુજરાતી ફિલ્મોનું સ્તર ઊંચું લાવવા કોઈ એક માણસ પ્રયત્ન કરે તો ન ચાલે. બીજા લોકોએ પણ તે વ્યક્તિનો સાથ આપવો જોઈએ. કોઈ પ્રોડ્યુસર સારી ફિલ્મ બનાવતો હોય તો આપણે તેને ફિલ્મમાં કામ કરતા કરતા પણ મદદ કરવી જોઈએ.
    અત્યાર સુધીમાં ઈશ્વર ઠાકોરે ગુજરાતી ફિલ્મોના ધુરંધર દિગ્દર્શકો સાથે કામ કરી ચુક્યા છે જેમકે ગોવિંદભાઈ પટેલ (હું તારી મીરાને તું મારો શ્યામ, હિરોઈન – તનુશ્રી), સુભાષ શાહ, જીતું રાઠોડ.  જીવરાજ ઠાકોર, મહેશ પટેલ વગેરે અને હજી પણ સારા દિગ્દર્શકો સાથે કામ કરવાની ઈચ્છા ધરાવે છે. ઈશ્વર ઠાકોરની હિરોઈનોમાં ‘દીકરીને ના દેશો કોઈ પરદેશ’ માં તેની સાથે પ્રીનલ ઓબેરોય, ‘રાધા રહીશું સદા સંગાથે’ માં તેઓ મરજીના દિવાન સાથે રોમાન્સ કરતા નજરે પડશે.


n  ગજ્જર નીલેશ 

Wednesday, 2 September 2015

kalyansinh rathod

હિન્દી ફિલ્મનો અનુભવ ગુજરાતી ફિલ્મમાં કામ લાગશે – કલ્યાણસિંહ રાઠોડ


    ગુજરાતી ફિલ્મો સમયસરના પ્રચાર વિના સિનેમાહોલમાં મૃત:પ્રાય બને છે. રીલીઝ પ્રચાર માટે એક ચોક્કસ બજેટ રાખવું જોઈએ. આજકાલ અમદાવાદ શહેરમાં હિન્દી ફિલ્મના નાના મોટા કલાકારો ફિલ્મના પ્રમોશન માટે આવે છે. સીરીયલ માટે પણ તેઓ ગુજરાતને ભૂલતા નથી. કારણકે હિન્દી ફિલ્મ અને હિન્દી સીરીયલ માટે ગુજરાતની ટેરીટરી ઘણી જ મહત્વની છે. જો આમ છે તો ગુજરાતની ફિલ્મો માટે ગુજરાતના પ્રક્ષકોને શામાટે રસ ન હોય? જે ગુજરાતી ફિલ્મ રીલીઝ થવાની હોય તેના પ્રચાર માટે ફિલ્મના નિર્માતાએ એક ચોક્કસ બજેટ તૈયાર કરવું જોઈએ. ગુજરાતના ૨૫ મોટા શહેરોમાં તેમની ફિલ્મ રીલીઝ થાય ત્યારે જે તે શહેરમાં કે નાના સિટીમાં રજૂ થાય ત્યારે ફિલ્મના જાણીતા કલાકારોને લઈને હાજર થવું જોઈએ. જો અમદાવાદ જેવા શહેરમાં ફિલ્મ કલાકારોનો જબરદસ્ત ક્રેઝ છે તો નાના નગરમાં લોકોને શામાટે ગુજરાતી ફિલ્મના કલાકારોમાં રસ ન હોઈ શકે? કલાકારને માત્ર સિને પ્રેક્ષકો સામે હાજર નહિ કરવાના, તેમની સાથે સવાલ – જવાબ કરાવવાના, ગીતની એકાદ કડી ગવડાવવાની, કારણ આજકાલના ઘણા હીરો ડાયરાના છે. રાજકોટ, જામનગર, ગોંડલ, અમરેલી, જુનાગઢ, ભાવનગર, મહુવા જેવા વિસ્તારમાં આ જરૂર આકર્ષી શકે છે.

    હવે વાત કલ્યાણસિંહ રાઠોડ અને તેમની આવનારી ફિલ્મ વિષે. જેમનું મૂળ વ્યવસાય જ ફિલ્મ નિર્માણનો છે એવા કલ્યાણસિંહ રાઠોડ આ અગાઉ એક હિન્દી ફિલ્મ ‘કોઈ તો હૈ’ બનાવી ચુક્યા છે. તે પહેલા પણ ઘણા આલ્બમો કરી ચુકેલા અને આલ્બમકિંગ તરીકે ઓળખાતા કલ્યાણસિંહ રાઠોડ એક ગુજરાતી ફિલ્મ બનાવવા જી રહ્યા છે તે ફિલ્મનું ટાઈટલ છે ‘સાથી તારો સાથ ના છૂટે’. ફિલ્મ વિષે તેઓએ જણાવ્યું કે કે.આર.ફિલ્મ્સ એન્ટરટેઈનમેન્ટસના બેનરમાં આ ફિલ્મ બનશે જેમાં એક લવસ્ટોરી બતાવવામાં આવી રહી છે જે હું માનું છું કે આવી સ્ટોરી પહેલી જ વાર આ ફિલ્મમાં પ્રક્ષકોને જોવા મળશે. ગુજરાતી ફિલ્મોમાં આવી સ્ટોરી આજ સુધી આવી નથી કે હિન્દી ફિલ્મમાં પણ આવી સ્ટોરી આવી નથી.

    હિન્દી ફિલ્મ બનાવ્યા બાદ ગુજરાતી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી તો તમને હિન્દી ફિલ્મ બનાવવામાં કેવો અનુભવ રહ્યો ના જવાબમાં તેઓએ જણાવ્યુ કે મારે શરૂઆત તો પહેલા એક ગુજરાતી ફિલ્મ બનાવવામાંથી જ કરવાની હતી પણ પહેલા હિન્દી કરી કારણ કે અમારે જોવું હતું કે હિન્દી ફિલ્મનું ઓડીયન્સ અમને કેવો રિસ્પોન્સ આપે છે.
પ્ર – તો કેવો રિસ્પોન્સ મળ્યો?
ઉ – ડેફીનેટલી સારો જ. કારણ કે જેટલું ઓડીયન્સ ગુજરાતી ફિલ્મનું હોય છે તેના કરતા ક્યાંય વધારે ઓડીયન્સ હિન્દી ફિલ્મનું હોય છે. આ ફિલ્મ ‘સાથી તારો સાથ નાં છૂટે’ નું રેકોર્ડીંગ સારેગામા સ્ટુડીઓમાં પૂરું થઇ ગયું છે અને ટૂંક સમયમાં આ ફિલ્મ ફ્લોર પર જશે. ગીતકારો છે મુન્ના મીર તથા હિતેશ શોભાસણના.
    ફિલ્મ ‘સાથી તારો સાથ ના છૂટે’ ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક કલ્યાણસિંહ રાઠોડ છે. સંગીતકાર અનવર શેખ. છબીકલા કયું મોમીને સાંભળી છે. કથા લેખક કલ્યાણસિંહ રાઠોડ પોતે જ છે. પટકથા – સંવાદ જયેશ પટેલના છે. લોકેશન બાબત તેઓએ જણાવ્યું કે મીરાદાતારણી બાજુમાં એક ગામ, ઇડર, રાજપીપળા, હાલોલ, કેવડીયા કોલોની વગેરે છે. જે ગુજરાતી ફિલ્મોના સુવિખ્યાત લોકેશનો છે. ફિલ્મમાં પાત્ર વરણી હાલ ચાલુ છે.


n  ગજ્જર નીલેશ