facebook

Showing posts with label dharmatma. Show all posts
Showing posts with label dharmatma. Show all posts

Tuesday, 15 September 2015

jignesh panchal

અન્ડરવર્લ્ડ ડોનના જીવન પર આધારિત ફિલ્મ ‘ધર્માત્મા – એક દાનવીર’ ના નિર્માતા - જીગ્નેશ પંચાલ

    ગુજરાતી ફિલ્મોમાં અત્યાર સુધીમાં ના આવી હોય તેવી અન્ડરવર્લ્ડ પર આધારિત એક ફિલ્મ આવી રહી છે. જે એક એવા ડોનની વાત છે જે પોતાના ઘરમાં સારો માણસ તરીકે રહે છે પરંતુ તે બહાર એક ડોન છે. તેની જિંદગીના બે પાસા છે. જેમાં એક પાસું સારૂ છે તો એક ખરાબ પણ છે. કોઈપણ વ્યક્તિ ક્યારેય સંપૂર્ણ નથી હોતો. ડોનના પાત્રમાં જીત ઉપેન્દ્ર પોતાની પ્રતિભા દર્શાવી રહ્યા છે. જેના વિષે જેટલું પણ લખીએ તેટલું ઓછું છે એમ કહીએ તો પણ ચાલે. તે અત્યારે એક્શન કિંગ સાથે સાથે રોમેન્ટિક હીરો પણ બની ચુક્યા છે. તેનું પાત્ર આ ફિલ્મમાં ડોનનું તો છે પણ તે એવો ડોન જે મજબૂર વ્યક્તિને પીડા આપવામાં નથી માનતો. આ પ્રકારની સ્ટોરી લઈને આવી રહ્યા છે ફિલ્મના નિર્માતા જીગ્નેશ પંચાલ જેના વિષે આપણે આજે વાત કરવી છે. મૂળ તેમનો વ્યવસાય ફાયનાન્સનો છે. જેઓ હિંમતનગરના વતની છે. તેઓ અગાઉ તો ઈશ્વર સમીકર સાથે એક આલબમ કરી ચુક્યા છે પણ તેમના ખાસ મિત્ર પ્રીતેશ કુમારની મિત્રતાના કારણે તેઓ આ ફિલ્મ બનાવવા તૈયાર થયા. પ્રીતેશ કુમારે કહ્યું એક સ્ટોરી છે જેના પર ફિલ્મ બને તો સફળ થશે.
    ગુજરાતી ફિલ્મો વિષે વધુમાં તેઓએ જણાવ્યું કે અત્યારે જે ગુજરાતી ફિલ્મો બની રહી છે અથવા તો બની રહી છે તે તમામ ફિલ્મોનો ઢાંચો મને તો સરખો જ લાગે છે. જેમકે પહેલા એક ફિલ્મ બની હતી ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ જેની નકલ અત્યારની ફિલ્મોમાં થોડા ઘણા અંશે જોવા મળે છે પણ તે યોગ્ય નથી. કારણ કે રીમેક ફિલ્મો કે તેના જેવી સ્ટોરીવાળી ફિલ્મો જવલ્લે જ સફળતા મેળવે છે. ડોન પર આધારિત આ ફિલ્મમાં અમે એવા એવા પ્રયોગો વાર્તામાં કંઇક નવું લાવવા કર્યા છે કે તમે જોશો તો તમે પણ કહેશો કે ના વાર્તામાં દમ તો છે. હટકે સ્ટોરી, દરેક ગીતે વિવિધતા, છબીકલામાં લોકેશનોની ચીવટ, વસ્ત્રોમાં પણ અમે એટલી જ કાળજી રાખી હતી કે ડોનનો લૂક એકદમ અસલ જ લાગે. સાથે સાથે અમારા યુનિટનો પણ એટલો જ સહકાર મળ્યો કે ફિલ્મ પૂરી કરવામાં કોઈ મુશ્કેલી અમને નથી પડી. તમામ લોકોએ પોતાની રીતે ખૂબ સારૂ કામ કર્યું છે.
    ફિલ્મના નિર્માતા જીગ્નેશ પંચાલ (લીલછા, ભિલોડા) છે સહનિર્માતા દીપક પંચાલ અને અલ્પેશ પંચાલ (મુંબઈ) છે. ફિલ્મનું દિગ્દર્શન હિમાંશુ પટેલનું છે. ફિલ્મના કલાકારોમાં જીત ઉપેન્દ્ર દિનની ભૂમિકા ભજવી રહ્યા છે જયારે તેમની પેરમાં કોમલ ઠક્કર છે. પ્રીતેશ કુમાર જોડી જમાવશે ન્યુકમર ગોપી પટેલ સાથે. અન્ય કલાકારોમાં ભરત બારૈયા, હસમુખ ભાવસાર, ચારુબેન પટેલ, ઉષા ભાટિયા, ખુશી શાહ, નીલ, પ્રિયાંક,  છે. ફિલ્મના દ્રશ્યોને કેમેરે કંડાર્યા છે ભરત જોશીએ જયારે ફાઈટ સીનમાં મહંમદ અમદાવાદી છે. ડાન્સના સ્ટેપ્સ આપ્યા છે અશ્વિનજી માસ્તરે. ફિલ્મમાં કુલ ૬ ગીતો છે જેને સંગીતબદ્ધ કર્યા ચેહ કમલેશ વૈદ્યએ.


n  ગજ્જર નીલેશ 

Friday, 4 September 2015

pritesh kumar

કાં તો આ પાર કાં તો પેલે પાર જેવી ફાઈટ છે આ ફિલ્મ ‘ધર્માત્મા – એક દાનવીર’ માં  - પ્રીતેશ કુમાર


    અત્યારે જે રીતે ગુજરાતી ફિલ્મો સામાજિક કે કોઈ બહારવટિયા પર બને છે તેના કરતા કંઇક અલગ ફિલ્મ ‘ધર્માત્મા – એક દાનવીર’ ના કલાકાર પ્રીતેશ કુમાર સાથે વાત કરવાનો સમય મળ્યો. જેમને મનભરીને આ ફિલ્મ વિષે અને બીજી ઘણી એવી વાતો કરી. ત્યારે દેશના જે યુવાનો આવા ખોટા શોખ જેવાકે ડ્રગ્ઝ લેવું, જુગાર, સટ્ટો વગેરેને કારણે તેઓ તો બરબાદ થઇ જ રહ્યા છે જયારે તેઓની સાથે સાથે આપણો દેશ પણ અંદરથી ખોખલો થઇ રહ્યો છે. આ આદત ખોટી છે તે દર્શાવવાનો પ્રયાસ આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે. ઘણા લોકો કહી કહીને મારી ગયા કે દારૂ, પરપીડન, અત્યાચાર વગેરે કોઈ પર ન કરવો પણ આ યુવાનો પોતાના નીજી શોખ ખાતર અથવા તો કોઈ બીજા કારણોસર આવા કામો કરે છે અને જે નાની ઉંમરમાં મોટા અને ખોટા કામ કરવામાં શું રસ પડે છે તે ચિંતાનો વિષય છે. આ ફિલ્મમાં જીતનું પાત્ર તેને જોઇને જ લખવામાં આવ્યું છે અને તેના કોસ્ચ્યુમ, ગોગલ્સ, ડાયમંડ વોચ વગેરેનું એટલું ઝીણવટભર્યું કામ કરવામાં આવ્યું છે કે એક માફિયા ડોન આ બધું પહેરે તો કેવું લાગે. તે દરેક વાતનો ખ્યાલ આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે.

પ્ર – ફિલ્મમાં આપના પાત્ર વિષે કહેશો.
ઉ – હું આ ફિલ્મમાં જે મેઈન ભૂમિકા જીત ઉપેન્દ્ર ભજવી રહ્યા છે તેમના નાના ભાઈનો રોલ કરી રહ્યો છું. જે સમાજમાં એક ધર્માત્મા તરીકે ઓળખાય છે પણ તેના કામ કરવાના પેતરા જે ખોટા છે તેના હું વિરોધમાં છું. તેના ખોટા કામનો હું વિરોધી હોઉં છું કે આ કામ ગલત છે આમ ન કરાય. મારો મોટો ભાઈ સટ્ટો, જુગાર વગેરે સાથે સંડોવાયેલો હોય છે. જેથી આ ધંધામાં તો ઘણા લોકો સાથે રોજ દિવસ ઉગે ને દુશ્મની થઇ જતી હોય છે. જેના માટે હું તેને જવાબદાર ગણું છું.
પ્ર - ફિલ્મથી આપને શું અપેક્ષા છે?
ઉ – ફિલ્મમાં અમે તમામ દર્શકોને ધ્યાનમાં રાખીને એક અલગ આપવાનો પ્રયાસ કર્યો છે જેથી તેઓ જુએ કે ગુજરાતી ફિલ્મ પણ આવી બની શકે છે. આ ફિલ્મમાં થોડી કોમેડી, રોમાન્સનો તડકો લગાવ્યો છે અને સાથે સાથે ફિલ્મ અન્ડરવર્લ્ડ પર છે તો એક્શન તો હશે જ. એક્શન દ્રશ્યોમાં મહંમદ ભાઈએ કમાલના સ્ટંટ સીન આપ્યા છે. જે એક ડોનને છાજે તેવા બન્યા છે. ક્યારેક એવું બને કે ફાઈટ ચાલતી હોય ત્યારે ખબર ના પડે કે ક્યારે પૂરી થાય. હીરો નીચે પડી ગયો હોય તો ઝટ દઈને ઉભો થઇ જાય, વિલનને ગમે તેટલો મારે તો પણ તેના શરીર પર ખરોચ તો આવે પણ તેને પીડા ના થાય. એવું આ ફિલ્મમાં નથી બતાવવામાં આવ્યું. આ ફિલ્મના એક્શન દ્રશ્યોમાં જ ફેસલો આણી દેવાનો કે કાં તો આ પાર અને કાં તો પેલે પાર. લાંબી ફાઈટ નથી રાખવામાં આવી બધી ફાઈટ શોર્ટ જ છે જેથી દર્શકોનો ફિલ્મ જોવાનો ઉત્સાહ જળવાઈ રહે. પૂરેપૂરૂ ધ્યાન અમે ફક્ર્ત ને ફક્ત સ્ટોરી અને માફિયાઓ પર કેન્દ્રિત કર્યું છે.



n  ગજ્જર નીલેશ 

Thursday, 3 September 2015

gopi patel

‘ધર્માત્મા – એક દાનવીર’ માં નવો ચેહરો - ગોપી પટેલ
ડિસેમ્બર મહિનામાં ગુજરાત ગર્વમેન્ટ તરફથી  ગોપી અમેરિકા જવા માટે સિલેક્ટ થઇ છે. જ્યાં વસતા ભારતીય અને ગુજરાતી નાગરીકો માટે એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેનું સંચાલન ગોપી કરશે. તો તેના માટે ગોપી પટેલને સિને મેજિક પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા અને સાથે સાથે હેપ્પી જર્ની ફોર USA


    ગુજરાતી ફિલ્મોમાં નવા નવા ચહેરાઓનો ઉદય થઇ રહ્યો છે. જેમાં આજ હું વાત કરવા જઈ રહ્યો છું એક એવી તારીકની જેણે અત્યાર સુધીમાં ઘણા ક્ષેત્રે પ્રગતિના સોપાન સર કર્યા છે. તેની આંખોમાં જુઓ તો તેમાં તમને તેણે જોયેલા સ્વપ્ન જ જોવા મળે. તેની આંખોમાં એક માટી મહત્વકાંક્ષા હોય તેવું લાગે. ચહેરામાં પડતી લાલી અને સ્વભાવમાં નટખટપણું વાત કરતા જ કળી જવાય. રૂપનું સહેજ પણ અભિમાન નહિ અને સાથે સાથે મળતાવડો સ્વભાવ. આ બધું કદાચ એક વ્યક્તિમાં જોવું અશક્ય જ છે. જે તમે ગોપી પટેલમાં જોઈ શકો છો. બે હિન્દી ફિલ્મ જેમાં ‘લોક’ અને બીજી ‘ફ્રેન્ડસ’ જેમાં ગોપીએ લીડ રોલ ભજવ્યા છે. મુંબઈની એક ‘ન્યુઝ’ નામની ન્યુઝ ચેનલ પર એન્કરીંગ કરેલું છે સાથે સાથે ‘અનસ્ટોપેબલ ક્રાઈમ’ માં એન્કરીંગ પણ કરી ચુકી છે. બ્રિજ પટેલના અસંખ્ય હિન્દી આલ્બમો કર્યા છે. બોલીવૂડના પ્રોગ્રામ ‘બોલીવૂડ ધીસ વિક’ નું એન્કરીંગ હાલ કરી રહી છે. જે મુંબઈની એક જાણીતી ચેનલ એન.સી. પર પ્રસારિત થતો રહે છે. ‘બાલવીર’ ફેઈમ દેવ જોશી સાથે હમણાં જ ‘મિલ્ક’ ની એડ કરી છે અને ટૂંક સમયમાં ગોપી ‘તારક મહેતા.....’ ફેઈમ દિશા વાકાણી અને દિલીપ જોશી સાથે પણ એક એડમાં જોવા મળશે. હાલ તેઓ ‘ટાર્ગેટ’ નામની એક ગુજરાતી ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. જે ગુજરાતી ફિલ્મના તમામ કલાકારો પ્રોપર મુંબઈના જ છે. અમદાવાદ તમે જાવ તો ઘણી જગ્યાઓ પર બેનરમાં તમને ગોપી પટેલ જોવા મળી જ જાય છે કારણ કે તે મોડેલીંગ, રેમ્પ શો અને ફોટો શૂટમાં પણ એટલી જ પારંગત છે જેટલી બીજી એક્ટીવીટીઝમાં. વધુમાં એક ખાસ વાત જણાવવાની કે ડિસેમ્બર મહિનામાં ગુજરાત ગર્વમેન્ટ તરફથી  ગોપી અમેરિકા જવા માટે સિલેક્ટ થઇ છે. જ્યાં વસતા ભારતીય અને ગુજરાતી નાગરીકો માટે એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેનું સંચાલન ગોપી કરશે. તો તેના માટે ગોપી પટેલને સિને મેજિક પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા અને સાથે સાથે હેપ્પી જર્ની ફોર USA.

પ્ર – ‘ધર્માત્મા – એક દાનવીર’ ના પાત્ર વિષે?
ઉ – આ ફિલ્મમાં હું એક તંબુમાં રહેતી યુવતીનું પાત્ર ભજવી રહી છું જે ત્યાના લોકો જેવી જ હોય છે. જ્યાં ખીમો નામનો એક યુવાન હોય છે જે મારી સાથે નાનપણથી જ મોટો થયેલો હોય છે. જે મને મેળવવાની કોશિશ કરતો હોય છે પણ તેના કામ ખોટા હોવાથી હું તેને નફરત કરતી હોઉં છું. જ્યાં એક દિવસ શહેરનો એક યુવાન આવે છે અને તેને મને જોતા જ પ્રેમ થઇ જાય છે. હું પણ તેના પ્રેમમાં પડું છું. પરંતુ તેને ખીમો મારવા માટે ઉતાવળો બને છે અને બંને વચ્ચે મારા પ્રેમને લઈને દુશ્મની થઇ જાય છે સાથે સાથે મારા પપ્પા પણ આ મારા સંબંધને લઈને વિરોધ કરે છે. છતાં જેમ પ્રેમની હંમેશા જીત થાય છે એમ હું અને પ્રીતેશજી જે મારી સામે હીરો છે તે મને લગ્ન કરી શહેરમાં લઇ આવે છે. ત્યાર પછી એક ફેમીલી ડ્રામા શરૂ થાય છે.

પ્ર – ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક સાથે કામ કરવાનો અનુભવ?
ઉ – જીગ્નેશ જી સાથે કામ કરવાની ખૂબ મજા આવી. અમારે યુનિટમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે જીગ્નેશ જીને કહીએ તો તે તરત સોલ્વ કરી આપતા હતા. તેઓનું નેચર મને બહુ જ પસંદ પડ્યું. દરેક વ્યક્તિઓ સાથે તેઓ હળીમળીને રહેતા હતા. તમે ઘરથી દૂર હો છો તો પણ તમે ઘરે જ છો એવું વાતાવરણ હતું શુટિંગ દરમિયાન અને પ્રીતેશ જી સાથે પણ કામ કરવાની મજા આવી. ખૂબ જ મજાના માણસ છે તેઓ.

પ્ર – એવી કોઈ યાદગીરી આ ફિલ્મ દરમિયાન?
ઉ – (વિચારે છે) હા, અમે જ્યાં તંબુ બાંધેલા હતા ત્યાં શુટિંગ કરી રહ્યા હતા ત્યાં એક ફેમીલી રહેતું હતું. તેઓએ અમારી ખૂબ મદદ કરી. જયારે મારા શુટિંગને વાર હોય ત્યારે હું ત્યાં એક મોટી લાકડી હતી તે લઈને બાજુના ખેતરમાં કેરીઓ તોડવા જતી રહેતી હતી. તે મને યાદ આવે ત્યારે હું બહુ જ બહુ જ ખુશ થઇ જાઉં છું.



n  ગજ્જર નીલેશ 

pritesh kumar

‘ધર્માત્મા – એક દાનવીર’ ફિલ્મમાં એક અગત્યનો ફાળો છે તેમ કહીએ તો ખોટું નથી - પ્રીતેશ કુમાર


    ફિલ્મોનો લોહ પહેલેથી જ યુવાવર્ગમાં જોવા મળ્યો છે અને હવે તો આ નવયુવાઓને ફિલ્મોનું એટલું ઘેલું લાગ્યું છે કે તે આ લાઈનમાં આવવા માટે કંઇ પણ વિચાર્યા વગર કોઈપણ પગલું ભરી બેસે છે. તેઓને ખ્યાલ નથી કે આ ફિલ્મક્ષેત્રમાં જેટલા સારા માણસો છે તેના કરતા ક્યાંય વધારે સામેવાળી વ્યક્તિને બાટલીમાં ઉતારવાવાળા વધુ છે. એમાં પણ ભાગીને હીરો – હિરોઈન બનવાના સપના જોતા યુવક – યુવતીઓનું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એટલું શોષણ થાય છે કે ૧૫ દિવસે એક કિસ્સો તો છાપે ચડે જ છે. ભાગીને હીરો – હિરોઈન બનેલા કિસ્સા હિન્દી ફિલ્મોમાં ઘણા છે પણ આપણે વાત કરવી છે ‘ધર્માત્મા – એક દાનવીર’ ના હીરો પ્રીતેશ કુમારની જેઓ પણ પહેલા ૧૧ – ૧૨ ધોરણ ભણીને ભાગીને મુંબઈ હીરો બનવા ગયેલા અને નસીબે સાથ આપ્યો અને તેઓ આજે હિન્દી તથા ગુજરાતી ફીલ્મોદ્યોગમાં કાર્યરત છે. તેમની હિન્દી ફિલ્મો ‘ક્યોંકી મેં ઝૂઠ નહિ બોલતા’, ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’, ‘પંછી’, ‘અશોકા’ વગેરેમાં જુનિયર આર્ટીસ્ટ તરીકે કામ કર્યું પરંતુ મૂળ જીવ ગુજરાતનો એટલે તેઓએ વિચાર કર્યો કે જો મારે મારી અંદરના કલાકાર્રને જગાડવો છે તો હિન્દી ફિલ્મો જ કેમ? હું ગુજરાતી ફિલ્મોમાં પણ કંઇક કરી બતાવીશ એવા સપના સાથે તેઓ અમદાવાદ પરત ફર્યા અને ગુજરાતી ફિલ્મો પર પોતાની કલા પીરસવાનો નિર્ધાર કર્યો.
    ‘પંચાલ ફિલ્મ્સ’ ના બેનરમાં બની રહેલી ફિલ્મ ‘ધર્માત્મા – એક દાનવીર’ માં પ્રીતેશ કુમારનો અગત્યનો ફાળો છે તેમ કહીએ તો ખોટું નથી. પ્રીતેશ કુમારે આ ફિલ્મમાં હીરોગીરી તો કરી જ છે સાથે સાથે અમુક બેકગ્રાઉન્ડ જવાબદારીઓ પણ નિભાવી છે. બે ભાઈઓની વાર્તા પર આધારિત આ ફિલ્મમાં અન્ડરવર્લ્ડના ડોનના પાત્રમાં જીત ઉપેન્દ્ર છે તો નાના ભાઈ તરીકે પ્રીતેશ કુમાર છે જે એકદમ સીધોસાદો છે. ત્યારે અમુક એવા સંજોગો આવીને ઉભા રહે છે કે મને મારી ઘર પ્રત્યેની જવાબદારીઓનું ભાન થાય છે કારણ કે મારા ઘર પર મારા માતા – પિતા પર અસમાજિક તત્વો દ્વારા હુમલાઓ થાય છે તેમનો સામનો કરવા હું બાથ ભીડુ છું.

પ્ર – ગુજરાતી ફિલ્મો બાબતે આપ શું વિચારો છો?
ઉ – મારું કહેવું એમ છે કે ગુજરાતી ફિલ્મોણી કોઈ ક્વોલીટી જ નથી હોતી. કંઇક ફિલ્મ જોતા સમયે ફિલ્મ જેવું તો લાગવું જોઈએને. કમસે કામ હિન્દી સીરીયલો જેવી ક્વોલીટી તો ગુજરાતી ફિલ્મોમાં આપો. ‘ધર્માત્મા – એક દાનવીર’ માં તમે જોશો તો અમે નાનામાં નાની વાતનો પણ ખ્યાલ રાખ્યો છે. જેમ કે એક એક કલાકારના કોસ્ચ્યુમ પર એટલું ધ્યાન આપ્યું છે કે ફિલ્મ જોતા દર્શકોને લાગે કે ફિલ્મ સરસ બની છે. આ ફિલ્મ અમે બોલીવૂડ સ્ટાઈલથી બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ ફિલ્મ પબ્લિકને ગમશે અને તેઓ સિનેમાની બહાર નીકળીને બીજા લોકોને પણ કહેશે કે આ ફિલ્મ ખૂબ જ સુંદર બની છે.
પ્ર – આપનો પ્લસ પોઈન્ટ?
ઉ – મારો એક એક્ટર તરીકે એટલો પ્લસ પોઈન્ટ છે કે મારું કામ પબ્લિકને ગમે એવું સતત કરવાનો મારો પ્રયત્ન રહેવો. પબ્લિકને શું ગમે છે એ એક એક્ટરે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણને પોતાને જે ગમે તે નહિ કરવાનું પણ પહેલા પબ્લિકને શું ગમે છે તે જાણો અને તે કરો તો ચોક્કસ તમારું કામ વખણાય છે,
પ્ર – ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા બાદ આપને લોકોના કેવા અનુભવો થયા?
ઉ – આ ક્ષેત્રમાં આવ્યા બાદ મને સારા અનુભવો પણ થયા છે અને કડવા અનુભવો પણ થયા છે. હા, એક વસ્તુ આ લાઈનમાં આવીને મે જોઈ કે આમ જોવા જઈએ તો પ્રોફેશનલી કોઈ કોઈના મિત્ર નથી હોતા અને એવા લોકો પણ છે જેમકે ભરતભાઈ જેવા જે પડદા પાછળ રહીને પણ આપણને ફૂલ સપોર્ટ કરતા હોય. જે લોકોને આપણે જાહેરમાં કહેતા હોઈએ કે આ મારા પરમમિત્ર પણ તે મિત્ર જયારે ખરી મિત્રતાણી જરૂર પડે ત્યારે પોતાના હાથ અધ્ધર કરી નાખે છે.
પ્ર – ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક સાથે કામ કરીને કેવું લાગે છે?
ઉ – ફિલ્મના નિર્માતા મારા મિત્ર જ છે જેઓએ મળ્યા ત્યારે જ મને કહેલું કે આપણે આ ફિલ્મ બનાવવી છે. જેમાં હિમાંશુ ભાઈએ ડાયરેક્ટર તરીકે સારી મહેનત પણ કરી છે. ફિલ્મના તમામ કલાકારોને ઘણો સહકાર આપ્યો છે.

પ્ર – ફિલ્મમાં આપની જોડી ગોપિકા પટેલ સાથે જામશે?
ઉ – હવે એનો તો પૂરેપૂરો મદાર ફિલ્મની ઓડીયન્સ જ નક્કી કરશે પણ હા, એક વાત હિરોઈનની નીકળી તો હું જણાવવા માગીશ કે પહેલા મારી સામે આ ફિલ્મમાં ‘નિહારિકા’ ફેઈમ યોગિતા પટેલને સાઈન કરવામાં આવી હતી પણ સંજોગોવશાત કોઈ એમના અંગત કારણોસર તે આ રોલ ન કરી શક્યા અને આ રોલ ગોપિકા પટેલને ફાળે ગયો અને જીત ઉપેન્દ્ર સાથે રોમાં માણેકને લેવાનો વિચાર હતો પણ બાદમાં કોમલ ઠક્કરને સાઈન કરવામાં આવી.
પ્ર – દર્શકોને કોઈ સંદેશ?
ઉ – હા, દર્શકો છે તે પૈસા ખર્ચીને કંઇક સારૂ જોવા આવે છે, પોતાના ટેન્શનમાંથી ફ્રી થવા માટે આવે છે. એવું નથી કે ટેન્શન લઇ જવા માટે આવે છે. તો આપણી ફરજ છે કે તેઓને આપણે મનોરંજન મળી રહે તેવી ફિલ્મ બનાવીએ અને તેઓ થીયેટરમાંથી હસતા મોંએ નીકળે અને તેમને એવું થાય કે આ પ્રોડક્શનનું ફિલ્મ બીજું આવ્યું હોય તો ચોક્કસ જોવાય. દર્શકો પણ રાહ જોવે આ પ્રોડક્શનણી ફિલ્મોની તેવી ફિલ્મો બનાવવાની મારી ઈચ્છા છે.



n  ગજ્જર નીલેશ