‘ધર્માત્મા – એક દાનવીર’ ફિલ્મમાં એક અગત્યનો
ફાળો છે તેમ કહીએ તો ખોટું નથી - પ્રીતેશ કુમાર
ફિલ્મોનો
લોહ પહેલેથી જ યુવાવર્ગમાં જોવા મળ્યો છે અને હવે તો આ નવયુવાઓને ફિલ્મોનું એટલું
ઘેલું લાગ્યું છે કે તે આ લાઈનમાં આવવા માટે કંઇ પણ વિચાર્યા વગર કોઈપણ પગલું ભરી
બેસે છે. તેઓને ખ્યાલ નથી કે આ ફિલ્મક્ષેત્રમાં જેટલા સારા માણસો છે તેના કરતા
ક્યાંય વધારે સામેવાળી વ્યક્તિને બાટલીમાં ઉતારવાવાળા વધુ છે. એમાં પણ ભાગીને હીરો
– હિરોઈન બનવાના સપના જોતા યુવક – યુવતીઓનું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એટલું
શોષણ થાય છે કે ૧૫ દિવસે એક કિસ્સો તો છાપે ચડે જ છે. ભાગીને હીરો – હિરોઈન બનેલા
કિસ્સા હિન્દી ફિલ્મોમાં ઘણા છે પણ આપણે વાત કરવી છે ‘ધર્માત્મા – એક દાનવીર’ ના
હીરો પ્રીતેશ કુમારની જેઓ પણ પહેલા ૧૧ – ૧૨ ધોરણ ભણીને ભાગીને મુંબઈ હીરો બનવા
ગયેલા અને નસીબે સાથ આપ્યો અને તેઓ આજે હિન્દી તથા ગુજરાતી ફીલ્મોદ્યોગમાં કાર્યરત
છે. તેમની હિન્દી ફિલ્મો ‘ક્યોંકી મેં ઝૂઠ નહિ બોલતા’, ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’, ‘પંછી’,
‘અશોકા’ વગેરેમાં જુનિયર આર્ટીસ્ટ તરીકે કામ કર્યું પરંતુ મૂળ જીવ ગુજરાતનો એટલે
તેઓએ વિચાર કર્યો કે જો મારે મારી અંદરના કલાકાર્રને જગાડવો છે તો હિન્દી ફિલ્મો જ
કેમ? હું ગુજરાતી ફિલ્મોમાં પણ કંઇક કરી બતાવીશ એવા સપના સાથે તેઓ અમદાવાદ પરત
ફર્યા અને ગુજરાતી ફિલ્મો પર પોતાની કલા પીરસવાનો નિર્ધાર કર્યો.
‘પંચાલ
ફિલ્મ્સ’ ના બેનરમાં બની રહેલી ફિલ્મ ‘ધર્માત્મા – એક દાનવીર’ માં પ્રીતેશ કુમારનો
અગત્યનો ફાળો છે તેમ કહીએ તો ખોટું નથી. પ્રીતેશ કુમારે આ ફિલ્મમાં હીરોગીરી તો
કરી જ છે સાથે સાથે અમુક બેકગ્રાઉન્ડ જવાબદારીઓ પણ નિભાવી છે. બે ભાઈઓની વાર્તા પર
આધારિત આ ફિલ્મમાં અન્ડરવર્લ્ડના ડોનના પાત્રમાં જીત ઉપેન્દ્ર છે તો નાના ભાઈ
તરીકે પ્રીતેશ કુમાર છે જે એકદમ સીધોસાદો છે. ત્યારે અમુક એવા સંજોગો આવીને ઉભા
રહે છે કે મને મારી ઘર પ્રત્યેની જવાબદારીઓનું ભાન થાય છે કારણ કે મારા ઘર પર મારા
માતા – પિતા પર અસમાજિક તત્વો દ્વારા હુમલાઓ થાય છે તેમનો સામનો કરવા હું બાથ ભીડુ
છું.
પ્ર – ગુજરાતી ફિલ્મો બાબતે આપ શું વિચારો છો?
ઉ – મારું કહેવું એમ છે કે ગુજરાતી ફિલ્મોણી કોઈ
ક્વોલીટી જ નથી હોતી. કંઇક ફિલ્મ જોતા સમયે ફિલ્મ જેવું તો લાગવું જોઈએને. કમસે
કામ હિન્દી સીરીયલો જેવી ક્વોલીટી તો ગુજરાતી ફિલ્મોમાં આપો. ‘ધર્માત્મા – એક
દાનવીર’ માં તમે જોશો તો અમે નાનામાં નાની વાતનો પણ ખ્યાલ રાખ્યો છે. જેમ કે એક એક
કલાકારના કોસ્ચ્યુમ પર એટલું ધ્યાન આપ્યું છે કે ફિલ્મ જોતા દર્શકોને લાગે કે ફિલ્મ
સરસ બની છે. આ ફિલ્મ અમે બોલીવૂડ સ્ટાઈલથી બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને મને
પૂરેપૂરો વિશ્વાસ છે કે આ ફિલ્મ પબ્લિકને ગમશે અને તેઓ સિનેમાની બહાર નીકળીને બીજા
લોકોને પણ કહેશે કે આ ફિલ્મ ખૂબ જ સુંદર બની છે.
પ્ર – આપનો પ્લસ પોઈન્ટ?
ઉ – મારો એક એક્ટર તરીકે એટલો પ્લસ પોઈન્ટ છે કે
મારું કામ પબ્લિકને ગમે એવું સતત કરવાનો મારો પ્રયત્ન રહેવો. પબ્લિકને શું ગમે છે
એ એક એક્ટરે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણને પોતાને જે ગમે તે નહિ કરવાનું પણ પહેલા
પબ્લિકને શું ગમે છે તે જાણો અને તે કરો તો ચોક્કસ તમારું કામ વખણાય છે,
પ્ર – ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા બાદ
આપને લોકોના કેવા અનુભવો થયા?
ઉ – આ ક્ષેત્રમાં આવ્યા બાદ મને સારા અનુભવો પણ
થયા છે અને કડવા અનુભવો પણ થયા છે. હા, એક વસ્તુ આ લાઈનમાં આવીને મે જોઈ કે આમ
જોવા જઈએ તો પ્રોફેશનલી કોઈ કોઈના મિત્ર નથી હોતા અને એવા લોકો પણ છે જેમકે ભરતભાઈ
જેવા જે પડદા પાછળ રહીને પણ આપણને ફૂલ સપોર્ટ કરતા હોય. જે લોકોને આપણે જાહેરમાં
કહેતા હોઈએ કે આ મારા પરમમિત્ર પણ તે મિત્ર જયારે ખરી મિત્રતાણી જરૂર પડે ત્યારે
પોતાના હાથ અધ્ધર કરી નાખે છે.
પ્ર – ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક સાથે કામ
કરીને કેવું લાગે છે?
ઉ – ફિલ્મના નિર્માતા મારા મિત્ર જ છે જેઓએ મળ્યા
ત્યારે જ મને કહેલું કે આપણે આ ફિલ્મ બનાવવી છે. જેમાં હિમાંશુ ભાઈએ ડાયરેક્ટર
તરીકે સારી મહેનત પણ કરી છે. ફિલ્મના તમામ કલાકારોને ઘણો સહકાર આપ્યો છે.
પ્ર – ફિલ્મમાં આપની જોડી ગોપિકા પટેલ સાથે
જામશે?
ઉ – હવે એનો તો પૂરેપૂરો મદાર ફિલ્મની ઓડીયન્સ જ
નક્કી કરશે પણ હા, એક વાત હિરોઈનની નીકળી તો હું જણાવવા માગીશ કે પહેલા મારી સામે
આ ફિલ્મમાં ‘નિહારિકા’ ફેઈમ યોગિતા પટેલને સાઈન કરવામાં આવી હતી પણ સંજોગોવશાત કોઈ
એમના અંગત કારણોસર તે આ રોલ ન કરી શક્યા અને આ રોલ ગોપિકા પટેલને ફાળે ગયો અને જીત
ઉપેન્દ્ર સાથે રોમાં માણેકને લેવાનો વિચાર હતો પણ બાદમાં કોમલ ઠક્કરને સાઈન
કરવામાં આવી.
પ્ર – દર્શકોને કોઈ સંદેશ?
ઉ – હા, દર્શકો છે તે પૈસા ખર્ચીને કંઇક સારૂ
જોવા આવે છે, પોતાના ટેન્શનમાંથી ફ્રી થવા માટે આવે છે. એવું નથી કે ટેન્શન લઇ જવા
માટે આવે છે. તો આપણી ફરજ છે કે તેઓને આપણે મનોરંજન મળી રહે તેવી ફિલ્મ બનાવીએ અને
તેઓ થીયેટરમાંથી હસતા મોંએ નીકળે અને તેમને એવું થાય કે આ પ્રોડક્શનનું ફિલ્મ બીજું
આવ્યું હોય તો ચોક્કસ જોવાય. દર્શકો પણ રાહ જોવે આ પ્રોડક્શનણી ફિલ્મોની તેવી
ફિલ્મો બનાવવાની મારી ઈચ્છા છે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment