facebook

Thursday, 3 September 2015

gopi patel

‘ધર્માત્મા – એક દાનવીર’ માં નવો ચેહરો - ગોપી પટેલ
ડિસેમ્બર મહિનામાં ગુજરાત ગર્વમેન્ટ તરફથી  ગોપી અમેરિકા જવા માટે સિલેક્ટ થઇ છે. જ્યાં વસતા ભારતીય અને ગુજરાતી નાગરીકો માટે એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેનું સંચાલન ગોપી કરશે. તો તેના માટે ગોપી પટેલને સિને મેજિક પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા અને સાથે સાથે હેપ્પી જર્ની ફોર USA


    ગુજરાતી ફિલ્મોમાં નવા નવા ચહેરાઓનો ઉદય થઇ રહ્યો છે. જેમાં આજ હું વાત કરવા જઈ રહ્યો છું એક એવી તારીકની જેણે અત્યાર સુધીમાં ઘણા ક્ષેત્રે પ્રગતિના સોપાન સર કર્યા છે. તેની આંખોમાં જુઓ તો તેમાં તમને તેણે જોયેલા સ્વપ્ન જ જોવા મળે. તેની આંખોમાં એક માટી મહત્વકાંક્ષા હોય તેવું લાગે. ચહેરામાં પડતી લાલી અને સ્વભાવમાં નટખટપણું વાત કરતા જ કળી જવાય. રૂપનું સહેજ પણ અભિમાન નહિ અને સાથે સાથે મળતાવડો સ્વભાવ. આ બધું કદાચ એક વ્યક્તિમાં જોવું અશક્ય જ છે. જે તમે ગોપી પટેલમાં જોઈ શકો છો. બે હિન્દી ફિલ્મ જેમાં ‘લોક’ અને બીજી ‘ફ્રેન્ડસ’ જેમાં ગોપીએ લીડ રોલ ભજવ્યા છે. મુંબઈની એક ‘ન્યુઝ’ નામની ન્યુઝ ચેનલ પર એન્કરીંગ કરેલું છે સાથે સાથે ‘અનસ્ટોપેબલ ક્રાઈમ’ માં એન્કરીંગ પણ કરી ચુકી છે. બ્રિજ પટેલના અસંખ્ય હિન્દી આલ્બમો કર્યા છે. બોલીવૂડના પ્રોગ્રામ ‘બોલીવૂડ ધીસ વિક’ નું એન્કરીંગ હાલ કરી રહી છે. જે મુંબઈની એક જાણીતી ચેનલ એન.સી. પર પ્રસારિત થતો રહે છે. ‘બાલવીર’ ફેઈમ દેવ જોશી સાથે હમણાં જ ‘મિલ્ક’ ની એડ કરી છે અને ટૂંક સમયમાં ગોપી ‘તારક મહેતા.....’ ફેઈમ દિશા વાકાણી અને દિલીપ જોશી સાથે પણ એક એડમાં જોવા મળશે. હાલ તેઓ ‘ટાર્ગેટ’ નામની એક ગુજરાતી ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. જે ગુજરાતી ફિલ્મના તમામ કલાકારો પ્રોપર મુંબઈના જ છે. અમદાવાદ તમે જાવ તો ઘણી જગ્યાઓ પર બેનરમાં તમને ગોપી પટેલ જોવા મળી જ જાય છે કારણ કે તે મોડેલીંગ, રેમ્પ શો અને ફોટો શૂટમાં પણ એટલી જ પારંગત છે જેટલી બીજી એક્ટીવીટીઝમાં. વધુમાં એક ખાસ વાત જણાવવાની કે ડિસેમ્બર મહિનામાં ગુજરાત ગર્વમેન્ટ તરફથી  ગોપી અમેરિકા જવા માટે સિલેક્ટ થઇ છે. જ્યાં વસતા ભારતીય અને ગુજરાતી નાગરીકો માટે એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેનું સંચાલન ગોપી કરશે. તો તેના માટે ગોપી પટેલને સિને મેજિક પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા અને સાથે સાથે હેપ્પી જર્ની ફોર USA.

પ્ર – ‘ધર્માત્મા – એક દાનવીર’ ના પાત્ર વિષે?
ઉ – આ ફિલ્મમાં હું એક તંબુમાં રહેતી યુવતીનું પાત્ર ભજવી રહી છું જે ત્યાના લોકો જેવી જ હોય છે. જ્યાં ખીમો નામનો એક યુવાન હોય છે જે મારી સાથે નાનપણથી જ મોટો થયેલો હોય છે. જે મને મેળવવાની કોશિશ કરતો હોય છે પણ તેના કામ ખોટા હોવાથી હું તેને નફરત કરતી હોઉં છું. જ્યાં એક દિવસ શહેરનો એક યુવાન આવે છે અને તેને મને જોતા જ પ્રેમ થઇ જાય છે. હું પણ તેના પ્રેમમાં પડું છું. પરંતુ તેને ખીમો મારવા માટે ઉતાવળો બને છે અને બંને વચ્ચે મારા પ્રેમને લઈને દુશ્મની થઇ જાય છે સાથે સાથે મારા પપ્પા પણ આ મારા સંબંધને લઈને વિરોધ કરે છે. છતાં જેમ પ્રેમની હંમેશા જીત થાય છે એમ હું અને પ્રીતેશજી જે મારી સામે હીરો છે તે મને લગ્ન કરી શહેરમાં લઇ આવે છે. ત્યાર પછી એક ફેમીલી ડ્રામા શરૂ થાય છે.

પ્ર – ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક સાથે કામ કરવાનો અનુભવ?
ઉ – જીગ્નેશ જી સાથે કામ કરવાની ખૂબ મજા આવી. અમારે યુનિટમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે જીગ્નેશ જીને કહીએ તો તે તરત સોલ્વ કરી આપતા હતા. તેઓનું નેચર મને બહુ જ પસંદ પડ્યું. દરેક વ્યક્તિઓ સાથે તેઓ હળીમળીને રહેતા હતા. તમે ઘરથી દૂર હો છો તો પણ તમે ઘરે જ છો એવું વાતાવરણ હતું શુટિંગ દરમિયાન અને પ્રીતેશ જી સાથે પણ કામ કરવાની મજા આવી. ખૂબ જ મજાના માણસ છે તેઓ.

પ્ર – એવી કોઈ યાદગીરી આ ફિલ્મ દરમિયાન?
ઉ – (વિચારે છે) હા, અમે જ્યાં તંબુ બાંધેલા હતા ત્યાં શુટિંગ કરી રહ્યા હતા ત્યાં એક ફેમીલી રહેતું હતું. તેઓએ અમારી ખૂબ મદદ કરી. જયારે મારા શુટિંગને વાર હોય ત્યારે હું ત્યાં એક મોટી લાકડી હતી તે લઈને બાજુના ખેતરમાં કેરીઓ તોડવા જતી રહેતી હતી. તે મને યાદ આવે ત્યારે હું બહુ જ બહુ જ ખુશ થઇ જાઉં છું.



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment