facebook

Friday, 4 September 2015

pritesh kumar

કાં તો આ પાર કાં તો પેલે પાર જેવી ફાઈટ છે આ ફિલ્મ ‘ધર્માત્મા – એક દાનવીર’ માં  - પ્રીતેશ કુમાર


    અત્યારે જે રીતે ગુજરાતી ફિલ્મો સામાજિક કે કોઈ બહારવટિયા પર બને છે તેના કરતા કંઇક અલગ ફિલ્મ ‘ધર્માત્મા – એક દાનવીર’ ના કલાકાર પ્રીતેશ કુમાર સાથે વાત કરવાનો સમય મળ્યો. જેમને મનભરીને આ ફિલ્મ વિષે અને બીજી ઘણી એવી વાતો કરી. ત્યારે દેશના જે યુવાનો આવા ખોટા શોખ જેવાકે ડ્રગ્ઝ લેવું, જુગાર, સટ્ટો વગેરેને કારણે તેઓ તો બરબાદ થઇ જ રહ્યા છે જયારે તેઓની સાથે સાથે આપણો દેશ પણ અંદરથી ખોખલો થઇ રહ્યો છે. આ આદત ખોટી છે તે દર્શાવવાનો પ્રયાસ આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે. ઘણા લોકો કહી કહીને મારી ગયા કે દારૂ, પરપીડન, અત્યાચાર વગેરે કોઈ પર ન કરવો પણ આ યુવાનો પોતાના નીજી શોખ ખાતર અથવા તો કોઈ બીજા કારણોસર આવા કામો કરે છે અને જે નાની ઉંમરમાં મોટા અને ખોટા કામ કરવામાં શું રસ પડે છે તે ચિંતાનો વિષય છે. આ ફિલ્મમાં જીતનું પાત્ર તેને જોઇને જ લખવામાં આવ્યું છે અને તેના કોસ્ચ્યુમ, ગોગલ્સ, ડાયમંડ વોચ વગેરેનું એટલું ઝીણવટભર્યું કામ કરવામાં આવ્યું છે કે એક માફિયા ડોન આ બધું પહેરે તો કેવું લાગે. તે દરેક વાતનો ખ્યાલ આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે.

પ્ર – ફિલ્મમાં આપના પાત્ર વિષે કહેશો.
ઉ – હું આ ફિલ્મમાં જે મેઈન ભૂમિકા જીત ઉપેન્દ્ર ભજવી રહ્યા છે તેમના નાના ભાઈનો રોલ કરી રહ્યો છું. જે સમાજમાં એક ધર્માત્મા તરીકે ઓળખાય છે પણ તેના કામ કરવાના પેતરા જે ખોટા છે તેના હું વિરોધમાં છું. તેના ખોટા કામનો હું વિરોધી હોઉં છું કે આ કામ ગલત છે આમ ન કરાય. મારો મોટો ભાઈ સટ્ટો, જુગાર વગેરે સાથે સંડોવાયેલો હોય છે. જેથી આ ધંધામાં તો ઘણા લોકો સાથે રોજ દિવસ ઉગે ને દુશ્મની થઇ જતી હોય છે. જેના માટે હું તેને જવાબદાર ગણું છું.
પ્ર - ફિલ્મથી આપને શું અપેક્ષા છે?
ઉ – ફિલ્મમાં અમે તમામ દર્શકોને ધ્યાનમાં રાખીને એક અલગ આપવાનો પ્રયાસ કર્યો છે જેથી તેઓ જુએ કે ગુજરાતી ફિલ્મ પણ આવી બની શકે છે. આ ફિલ્મમાં થોડી કોમેડી, રોમાન્સનો તડકો લગાવ્યો છે અને સાથે સાથે ફિલ્મ અન્ડરવર્લ્ડ પર છે તો એક્શન તો હશે જ. એક્શન દ્રશ્યોમાં મહંમદ ભાઈએ કમાલના સ્ટંટ સીન આપ્યા છે. જે એક ડોનને છાજે તેવા બન્યા છે. ક્યારેક એવું બને કે ફાઈટ ચાલતી હોય ત્યારે ખબર ના પડે કે ક્યારે પૂરી થાય. હીરો નીચે પડી ગયો હોય તો ઝટ દઈને ઉભો થઇ જાય, વિલનને ગમે તેટલો મારે તો પણ તેના શરીર પર ખરોચ તો આવે પણ તેને પીડા ના થાય. એવું આ ફિલ્મમાં નથી બતાવવામાં આવ્યું. આ ફિલ્મના એક્શન દ્રશ્યોમાં જ ફેસલો આણી દેવાનો કે કાં તો આ પાર અને કાં તો પેલે પાર. લાંબી ફાઈટ નથી રાખવામાં આવી બધી ફાઈટ શોર્ટ જ છે જેથી દર્શકોનો ફિલ્મ જોવાનો ઉત્સાહ જળવાઈ રહે. પૂરેપૂરૂ ધ્યાન અમે ફક્ર્ત ને ફક્ત સ્ટોરી અને માફિયાઓ પર કેન્દ્રિત કર્યું છે.



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment