facebook

Showing posts with label jalpa bhatt. Show all posts
Showing posts with label jalpa bhatt. Show all posts

Friday, 25 September 2015

jalpa bhatt

જલ્પા ભટ્ટ એક દેવીના રોલમાં ટચુકડા પડદે

રાજકોટની અભિનેત્રી જલ્પા ભટ્ટ ટૂંક સમયમાં બીગ મેજિક ચેનલ પર રાત્રે નવ વાગ્યે આવતી સીરીયલ ‘નારાયણ નારાયણ’ માં એક દેવીના રૂપમાં જોવા મળવાની છે. તેમાં તે પાત્ર સેકન્ડ લીડ હોય તેવું જાણવા મળ્યું છે. આ ઉપરાંત જલ્પા ભટ્ટ હિન્દી સીરીયલ્સ અને હવે મોટા પડદે એટલે કે હિન્દી ફિલ્મો તરફ પણ આગળ વધી રહી છે. જેમાં શરમન જોશી અને પ્રિયંકા ચોપડાની બહેન મીરા ચોપડા અભિનીત ફિલ્મ ‘૧૯૭૦ લંડન’ ફિલ્મમાં પણ તે જોવા મળવાની છે. આ ઉપરાંત એપિક ચેનલ પર ‘દરીબા ડાયરી’ નામની હિન્દી સીરીયલ પણ તેઓએ કરી છે.  

Thursday, 3 September 2015

jalpa bhatt

પ્રથમ નાટકમાં જ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મેળવનારી - જલ્પા ભટ્ટ


    ગુજરાતી ફિલ્મોમાં હંમેશા મેઈન લીડ કરતા ક્યારેક સાઈડ કલાકારોનું કામ ખૂબ વખણાયું હોય એવા દાખલા બહુ ઓછા જોવા મળ્યા છે. તેમાં પણ જો તે કલાકાર ઇન્ડસ્ટ્રીઝના નિર્માતા – દિગ્દર્શકોના મનમાં સ્થાન જમાવી લે તો તો વાત જ કંઇક જુદી છે અને તે જગ્યા બનાવવા પણ કેટલી મહેનત કરવી પડતી હોય તે તો સ્વયં કલાકાર જ કહી શકે કે તેણે અહીં પોતાનું એક અલગ સ્થાન જમાવી રાખવા કેટકેટલા પાપડ શેકેલા હોય છે. એમાં પણ જો એ કલાકાર રંગીલા રાજકોટની હોય તો તો પૂછવું જ શું. જે શહેરના હવામાનમાં જ અભિનયનો સ્પર્શ થતો હોય તે કલાકાર ક્યાંય પણ પાછો ના પડે. ‘મન મોર બની થનગાટ કરે’, ‘સાજણ મારા સેંથાનો સિંદુર’, ‘સોહાગણ શોભે સાસરીયે’, ‘પ્રેમના દુશ્મન’, ‘સામ દામ દંડ ભેદ’, ‘આખરી ફૈસલો’, ‘અઢી અક્ષર પ્રેમના’, ‘પારખા’, ‘કેસર કેશવને કંકુ’ વગેરે જેવી અઢળક ફિલ્મો જેમના નામે બોલે છે તે જલ્પા ભટ્ટ મૂળ રાજકોટની વતની છે.

    સ્કુલકાળ દરમિયાન ‘ગુજરાત રાજ્ય નાટક અકાદમી’ તરફથી ઘણા નાટકો ભજવ્ય. જેમાં ‘વહુએ વગોવ્યા મોટા ખોરડા’ તેમનું પ્રથમ નાટક. જેમાં તેમને ‘ગુજરાત રાજ્ય સંગીત એન્ડ નાટ્ય’ તરફથી બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળેલો. ‘વ્યથા મહાવ્યથા’ નાટક માટે બેસ્ટ એક્ટિંગનો એવોર્ડ મળેલો અને ‘એક સપનું છાનું છપનું’ નાટક માટે બેસ્ટ કોમિક રોલનો એવોર્ડ મળેલો. અસંખ્ય ગુજરાતી આલ્બમો કરી ચુકેલી જલ્પા ભટ્ટ ડાન્સ કરવામાં પણ પારંગત છે. રાજકોટ દૂરદર્શન કેન્દ્રની અમુક શ્રેણીઓ તથા હિન્દી સીરીયલો પણ કરી ચુકી છે. ભારતીય માછીમારોની પાકિસ્તાનમાં થતી રહેતી કનડગતને વાચા આપતી ડોક્યુમેન્ટરીમાં તેના અભિનયની ખૂબ જ પ્રશંસા થયેલી.

પ્ર – પ્રથમ રોલ કઈ રીતે મળ્યો?
ઉ – હું જયારે નાટકોમાં કામ કરતી ત્યારે ઘણા નિર્માતા – દિગ્દર્શકો નાટકો જોવા આવતા. એમને મારી એક્ટિંગ પસંદ પડી અને મને ગુજરાતી ફિલ્મોમાં પ્રવેશ મળ્યો. મે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે હું પણ ક્યારેક પડદા પર આવીશ.
પ્ર – ગુજરાતી ફિલ્મોમાં બદલાવ જરૂરી છે?
ઉ – હા, અત્યારે અમુક ગજરાતી ફિલ્મો સારી બની રહી છે પણ જે ફિલ્મોમાં કંઇક ખૂટતું હોય એવું લાગી રહ્યું હોય તો તે નજર સામે રાખીને જાણવું જોઈએ કે આ ફિલ્મમાં આ ભૂલ થઇ તો તે ભૂલ વારંવાર બીજી ફિલ્મોમાં ના થવી જોઈએ. સાથે સાથે ગુજરાતી ફિલ્મોની ક્વોલીટી પણ સુધારવાની જરૂર છે. જે પ્રમાણે ભોજપુરી ફિલ્મો બની રહી છે અને નફો કરી રહી છે તેની સરખામણીએ ગુજરાતી ફિલ્મોનું સ્તર ઘણું જ નીચું છે.

પ્ર – તમે નાટક અને ફિલ્મ બંનેમાં કામ કર્યું છે તો તમારી દ્રષ્ટીએ બંનેમાં શું ફર્ક છે?
ઉ – રીઅલ દાંત અને ચોકઠા જેવો ફરક છે. ફિલ્મો ચોકઠું છે જયારે નાટકો અસલી દાંત છે. નાટક એ જીવંત કલા છે જેમાં પર્ફોમન્સ લાઈવ હોય છે જયારે ફિલ્મો એ તો પ્લાસ્ટીકની દુનિયા જેવી છે. રીટેકની દુનિયા. જોકે બંનેનું મહત્વ તો સરખું જ છે. પરંતુ ફિલ્મ એ નાટકની તુલનામાં તો ના જ આવે. જોકે બંનેમાં સૌથી મોટો ફરક એ છે કે ફિલ્મોમાં પૈસા ઘણા હોય છે જયારે નાટકોમાં કોઈ બે પાંદડે ના થઇ શકે. તેમ છતાય માત્ર નાટક ઉપર જીવતા ખમીરવંતા કલાકારો પણ છે.
n  ગજ્જર નીલેશ


Friday, 28 August 2015

jalpa bhatt

જલ્પા ભટ્ટ – ‘ આ ફિલ્મમાં મારું પાત્ર થોડુક કોમેડી છે ‘




    ‘સપના એન્ટરપ્રાઈઝીસ‘ પ્રસ્તુત, નિર્માતા ભૂપત ભાવનગરીની નિર્માણાધીન ફિલ્મ ‘કેસર કેશવ ને કંકુ’ નો મુહુર્ત શોટ સુરત પાસે નાની નરોલી ગામે આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં લેવામાં આવ્યો. વિજય દલવાડીના દિગ્દર્શનમાં બનનારી આ ફિલ્મનો મુહુર્ત શોટ ઓકે થતા જ તાળીઓના ગડગડાટથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. આ ફિલ્મના મુખ્ય કલાકારો છે કિરણ આચાર્ય, સંજય મૌર્ય તથા રીના સોની. પણ મારે વાત કરવી છે આ ફિલ્મની સાથી કલાકાર જલ્પા ભટ્ટની. તો આવો જાણીએ જલ્પા ભટ્ટ સાથે થયેલી વાતો વિષે.   


પ્ર :- ‘કેસર કેશવ ને કંકુ’ ફિલ્મમાં આપના પાત્ર વિષે જણાવશો.
ઉ :- આ ફિલ્મમાં મારું પાત્ર ગોરની પત્નીનું એટલે કે ગોરાણીનું છે. આ અગાઉ મેં આવું પાત્ર કે આને મળતું આવતું પાત્ર અત્યાર સુધીમાં ક્યારેય નથી કર્યું. ક્યાંક ક્યાંક ગોરાણીના પાત્રએ કોમેડી પણ કરી છે. જેમકે, જયારે જયારે ગોરાણી ગામની બજારે નીકળે ત્યારે લોકો તેને જોયા જ કરે છે ને ત્યાં કોમેડી સર્જાય છે.


પ્ર :- આ ફિલ્મમાં નવીનતા શું છે ?
ઉ :- આ ફિલ્મની કથા ગુજરાતી ફિલ્મોમાં એક અલગ જ ભાત પાડતી કથા છે. આ સામાજિક સંદેશ પણ છે અને સાથે સાથે એક્શન, કોમેડી તથા માનવીના જીવનમાં આવતા અમુક પ્રસંગો
પણ છે. જે દર્શકોના દિલને સ્પર્શી જશે. કોમેડીની છાંટવાળું પાત્ર લગભગ મેં આ ફિલ્મમાં જ કર્યું છે.



પ્ર :- ‘સપના એન્ટરપ્રાઈઝીસ‘ બેનર સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો ?
ઉ :- આ બેનરમાં હું પ્રથમવાર કામ કરી રહી છું. અગાઉ મેં ક્યારેય પણ ભુપતભાઈ સાથે કામ નથી કર્યું. ફિલ્મના દિગ્દર્શક  વિજયભાઈની કલાકારો પાસેથી કામ લેવાની પદ્ધતિ ખૂબ સરસ હતી. અહિયાં કલાકારોનો કામ કરવાનો ઉત્સાહ જોઇને કહી શકાય કે ફિલ્મમાં ક્યાય પણ કોઈ કચાશ નહિ રહે.
ગજ્જર નીલેશ