જલ્પા ભટ્ટ એક દેવીના રોલમાં ટચુકડા પડદે
રાજકોટની અભિનેત્રી જલ્પા ભટ્ટ ટૂંક સમયમાં બીગ મેજિક ચેનલ પર રાત્રે નવ વાગ્યે આવતી સીરીયલ ‘નારાયણ નારાયણ’ માં એક દેવીના રૂપમાં જોવા મળવાની છે. તેમાં તે પાત્ર સેકન્ડ લીડ હોય તેવું જાણવા મળ્યું છે. આ ઉપરાંત જલ્પા ભટ્ટ હિન્દી સીરીયલ્સ અને હવે મોટા પડદે એટલે કે હિન્દી ફિલ્મો તરફ પણ આગળ વધી રહી છે. જેમાં શરમન જોશી અને પ્રિયંકા ચોપડાની બહેન મીરા ચોપડા અભિનીત ફિલ્મ ‘૧૯૭૦ લંડન’ ફિલ્મમાં પણ તે જોવા મળવાની છે. આ ઉપરાંત એપિક ચેનલ પર ‘દરીબા ડાયરી’ નામની હિન્દી સીરીયલ પણ તેઓએ કરી છે.
No comments:
Post a Comment