‘સપના એન્ટરપ્રાઈઝીસ‘ પ્રસ્તુત, નિર્માતા ભૂપત ભાવનગરીની
નિર્માણાધીન ફિલ્મ ‘કેસર કેશવ ને કંકુ’ નો મુહુર્ત શોટ સુરત પાસે નાની નરોલી ગામે
આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં લેવામાં આવ્યો. વિજય દલવાડીના દિગ્દર્શનમાં બનનારી
આ ફિલ્મનો મુહુર્ત શોટ ઓકે થતા જ તાળીઓના ગડગડાટથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. આ
ફિલ્મના મુખ્ય કલાકારો છે કિરણ આચાર્ય, સંજય મૌર્ય તથા રીના સોની. પણ મારે વાત
કરવી છે આ ફિલ્મની સાથી કલાકાર જલ્પા ભટ્ટની. તો આવો જાણીએ જલ્પા ભટ્ટ સાથે થયેલી
વાતો વિષે.
પ્ર :- ‘કેસર કેશવ ને કંકુ’
ફિલ્મમાં આપના પાત્ર વિષે જણાવશો.
ઉ :- આ ફિલ્મમાં મારું
પાત્ર ગોરની પત્નીનું એટલે કે ગોરાણીનું છે. આ અગાઉ મેં આવું પાત્ર કે આને મળતું
આવતું પાત્ર અત્યાર સુધીમાં ક્યારેય નથી કર્યું. ક્યાંક ક્યાંક ગોરાણીના પાત્રએ
કોમેડી પણ કરી છે. જેમકે, જયારે જયારે ગોરાણી ગામની બજારે નીકળે ત્યારે લોકો તેને
જોયા જ કરે છે ને ત્યાં કોમેડી સર્જાય છે.
પ્ર :- આ ફિલ્મમાં નવીનતા
શું છે ?
ઉ :- આ ફિલ્મની કથા ગુજરાતી
ફિલ્મોમાં એક અલગ જ ભાત પાડતી કથા છે. આ સામાજિક સંદેશ પણ છે અને સાથે સાથે એક્શન,
કોમેડી તથા માનવીના જીવનમાં આવતા અમુક પ્રસંગો
પણ છે. જે દર્શકોના દિલને
સ્પર્શી જશે. કોમેડીની છાંટવાળું પાત્ર લગભગ મેં આ ફિલ્મમાં જ કર્યું છે.
પ્ર :- ‘સપના એન્ટરપ્રાઈઝીસ‘ બેનર
સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો ?
ઉ :- આ બેનરમાં હું
પ્રથમવાર કામ કરી રહી છું. અગાઉ મેં ક્યારેય પણ ભુપતભાઈ સાથે કામ નથી કર્યું.
ફિલ્મના દિગ્દર્શક વિજયભાઈની કલાકારો પાસેથી
કામ લેવાની પદ્ધતિ ખૂબ સરસ હતી. અહિયાં કલાકારોનો કામ કરવાનો ઉત્સાહ જોઇને કહી
શકાય કે ફિલ્મમાં ક્યાય પણ કોઈ કચાશ નહિ રહે.
ગજ્જર નીલેશ
No comments:
Post a Comment