facebook

Showing posts with label mavtar pahela male mane maut. Show all posts
Showing posts with label mavtar pahela male mane maut. Show all posts

Saturday, 31 October 2015

kanti prajapati

સમાજમાં દાખલો બેસાડવા કાંતિ પ્રજાપતિએ ફિલ્મ બનાવી ‘માવતર પહેલા મળે મને મૌત’


    નિર્માતા કાન્તીભાઈ પ્રજાપતિની ટૂંક સમયમાં આવી રહેલી ફિલ્મ ‘માવતર પહેલા મળે મને મૌત’ લઈને આવી રહ્યા છે. જે ફિલ્મમાં માતા – પિતા અને પોતાના દીકરાની વાત છે. કેવી રીતે દીકરા માતા – પિતાનું કહ્યું નથી માનતા અને આગળ જતા મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ત્યારે સૌથી પહેલા ઘરના વડીલ જ તેની પડખે ઉભા રહે છે. ફિલ્મનું શીર્ષક પણ એ જ કહે છે કે મારા માતા પિતા પર કોઈ સંકટ આવે તે પહેલા તે સંકટ દીકરો પોતાના માથે લઇ લે. ફિલ્મનો વિષય આજના સમાજ પર આધારિત છે અને એકદમ હળવાશથી તેને લેવામાં આવ્યો છે. એક સંયુક્ત પરિવારમાં જયારે વિખવાદ સર્જાય છે ત્યારે શું પરિણામ આવે તે ફિલ્મ ‘માવતર પહેલા મળે મને મૌત’ માં સરસ વર્ણન કરવામાં આવ્યું છે. વધુમાં એ કુટુંબમાં જયારે કોઈ બહારના વ્યક્તિનું આગમન થાય છે ત્યારે તો જોવા જેવી થાય છે. એ વિખવાદ જો મિલકત પ્પચાવી પાડવાનો હોય તો શું થાય. તે તો લોકો જાણે જ છે અને આવા કિસ્સાઓ સમાજમાં દર બે મીનીટે બનતા રહે છે. અમુક વાતો બહાર આવે ચેહ તો અમુકમાં ભીનું સંકેલાઈ જતું હોય છે. પોતે કંઇ ન કર્યું હોવા છતાં ગુનો કબુલ કરવો અને પોતાના માબાપને તકલીફ સહેવાનો વારો ન આવે. આવી પારિવારિક ફિલ્મ કાન્તીભાઈ પ્રજાપતિએ બનાવી અને સમાજમાં દાખલો બેસાડવા તેઓએ આ સાહસ કર્યું તે માટે તેમને ધન્યવાદ છે. ફિલ્મ રક્ષાબંધન પર રીલીઝ કરવાનું તેઓ વિચારી રહ્યા છે. જેના લીધે દર્શકો પણ મળી રહે અને ફિલ્મ પારિવારિક હોય સારી ચાલે તેવી તેઓ આશા રાખી રહ્યા છે.
    ફિલ્મના નિર્માતા કાંતિ એસ. પ્રજાપતિ અને રાજુ પ્રજાપતિ છે. સહનિર્માતાઓ કમલેશ પ્રજાપતિ અને શૈલેશ પ્રજાપતિ છે. ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે ફિરોઝ શેખે. કથા લખી છે કયુમ મોમીને જયારે પટકથા લખી હ્ચે જનક વ્યાસ અને જય ચૌધરીએ. ફિલ્મના ગીતો ખૂબ જ કર્ણપ્રિય બન્યા છે. કયુમ મોમીનના લખેલા ગીતોને સંગીતથી મઢ્યા છે સારેગામા સ્ટુડીઓના અનવર શેખે. ધર્મેશ ચાંચડીયા ફિલમના એડિટર છે. ડાન્સ માસ્ટર મહેશ બલરાજ છે જયારે ફાઈટ માસ્ટર ચંદન કુરેશી છે. ફિલ્મના કલાકારોમાં ગુજરાતના જાણીતા કલાકારો ઈશ્વર ઠાકોર, ટીના રાઠોડ, ડીમ્પલ ઉપાધ્યાય, રવિ કુમાર, કોમલ પંચાલ, ઈશ્વર સમીકર, મનોજ રાવ, વંદન સરવૈયા, મીનાક્ષીબેન પોતાના અભિનયથી ફિલ્મને ચાર ચંદ લગાવશે. ફિલ્મનું શુટિંગ પૂર્ણ થઇ ગયું છે અને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રીલીઝ થાય તેવી સંભાવના છે.



n  ગજ્જર નીલેશ 

Sunday, 25 October 2015

ravi kumar

દરેક વખતે એકના એક કલાકારો જ એવોર્ડ વિજેતા બને છે - રવિ કુમાર


    એવોર્ડ અત્યારે મને એવું લાગે છે કે બધું જગ્યાએ લાગવગ ચાલી રહી છે. ઘણા લાંબા સમયથી એકના એક લોકોને જ એવોર્ડ આપવામાં આવે છે. એટલે ઘણા નિર્માતાઓ પોતાની ફિલ્મો એવોર્ડમાં મુકતા જ નથી. કારણ કે તે લોકોને ખબર જ છે કે ત્યાં બધું લોલમલોલ જ ચાલે છે. મારી અગાઉની ફિલ્મ ‘ઢોલીડા’ પણ તેના નિર્માતાએ આ કારણે જ ત્યાં નોમીનેશનમાં નહોતી મોકલી. આવું જ રાજકારણ જો ચાલતું રહેશે તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આગળ પણ નહિ આવી શકે અને ખરેખર એવોર્ડ જેવું કંઇ હોવું જ ના જોઈએ. જો હોય તો પણ તે યોગ્ય લોકોને મળવા જોઈએ નહિ કે પહેલેથી નક્કી થયેલા લોકોને મળે. ગુજરાતી ફિલ્મોના એવોર્ડ છે તો તે આપણા ગુજરાતમાં જ થવા જોઈએ. કારણ કે ફિલ્મોના શુટિંગ અહીં થાય છે, રીલીઝ અહીં થાય છે, કલાકારો અહીંના જ હોય ચેહ તો ફક્ત એક એવોર્ડ લેવા માટે ગુજરાત બહાર જવાનું? અત્યારે એક એસોસીએશન ઉભું થયું છે જેનું નામ ‘ઢોલીવૂડ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસીએશન’ જે ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલા તમામ લોકોને સપોર્ટ કરે છે. શબ્દોમાં પોતાનો જુવાળ કાઢી રહેલા આ છે ગુજરાતી ફિલ્મોના નામાંકિત કલાકાર રવિ કુમાર. જેઓ ટૂંક સમયમાં કાન્તીભાઈ પ્રજાપતિ અને રાજુભાઈ પ્રજાપતિ નિર્મિત ફિલ્મ ‘માવતર પહેલા મળે મને મૌત’ માં એક એવા પાત્રમાં જોવા મળશે. જે અત્યારની તેમની ફિલ્મોથી એકદમ અલગ હશે.

પ્ર – ફિલ્મમાં આપનો રોલ?
ઉ – આ ફિલ્મ ‘માવતર પહેલા મને મળે મૌત’ માં હું ખલનાયકના દીકરાની ભૂમિકા ભજવી રહ્યો છું. આ ભૂમિકા મને આ ફિલ્મમાં પહેલીવાર મળી છે જે મારી અત્યાર સુધીની તમામ ફિલ્મો કરતા કંઇક અલગ છે. દર્શકો જયારે મને જોશે ત્યારે તેમને લાગશે કે તેઓએ મને જે રોલ માટે ધારેલો હશે તે ધારણા તેમની ખોટી પડશે. મારો બાપ ફિલ્મમાં ખલનાયક છે પણ જેમ એક કહેવત છે કે બાપ એવા દીકરા અને વડ એવા ટેટા તો તે કહેવત ફિલ્મમાં સાચી પડે છે કે કેમ એ દર્શકો નક્કી કરશે. મારા બાપ શું કામ કરે છે એની મને કંઇ પણ જાણ નથી હોતી. આખરે શું થાય છે તે માટે દર્શકોએ ફિલ્મ જોવી રહી. આવું એક સરસ મજાનું પાત્ર છે.

પ્ર – ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક વિષે?
ઉ – ફિલ્મના નિર્માતા બહુ સરસ સ્વભાવના છે. કદાચ આવા નિર્માતાઓ જો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હોય તો આપણી ગુજરાતી ફિલ્મો ઘણી આગળ આવી શકે. એમણે કોઈ જાતની રોકટોક વિના દરેક જણને કામ કરવા દીધું છે. ફિલ્મનું શીડ્યુલ ધાર્યા કરતા ઘણું લંબાઈ ચુક્યું હતું તો પણ કંઇ બોલ્યા નહિ અને એકદમ આરામથી બધું કામ સુપેરે પાર પાડ્યું. ફિલ્મના તમામ યુનિટના મેમ્બરોને સમયસર પોતાનું જે વળતર છે તે પણ ચૂકવી દેતા હતા. ફિલ્મના દિગ્દર્શકની આ પ્રથમ ફિલ્મ છે પણ અમને ક્યાંય એવું નથી લાગ્યું કે તેઓ પહેલીવાર દિગ્દર્શક કરી રહ્યા હોય. તે નવા હતા છતાં પણ મને તેમની પાસેથી ઘણું બધું શીખવા મળ્યું. તેઓ દરેક સીન માટે એકદમ વિચારીને દિગ્દર્શન કરતા હતા. ઘડિયાળના કાંટા જેમ ચાલતા હતા તેમ તેઓ ધીરે ધીરે ફિલ્મના દરેક સીન લેતા હતા કે ક્યાંય પણ કોઈ કસર ના રહી જવા પામે.


n  ગજ્જર નીલેશ
ify;text-indent: -.25in;mso-list:l0 level1 lfo1'>n  ગજ્જર નીલેશ