સમાજમાં દાખલો બેસાડવા કાંતિ પ્રજાપતિએ ફિલ્મ
બનાવી ‘માવતર પહેલા મળે મને મૌત’
નિર્માતા
કાન્તીભાઈ પ્રજાપતિની ટૂંક સમયમાં આવી રહેલી ફિલ્મ ‘માવતર પહેલા મળે મને મૌત’ લઈને
આવી રહ્યા છે. જે ફિલ્મમાં માતા – પિતા અને પોતાના દીકરાની વાત છે. કેવી રીતે
દીકરા માતા – પિતાનું કહ્યું નથી માનતા અને આગળ જતા મુશ્કેલીમાં મુકાઈ જાય છે.
ત્યારે સૌથી પહેલા ઘરના વડીલ જ તેની પડખે ઉભા રહે છે. ફિલ્મનું શીર્ષક પણ એ જ કહે
છે કે મારા માતા પિતા પર કોઈ સંકટ આવે તે પહેલા તે સંકટ દીકરો પોતાના માથે લઇ લે. ફિલ્મનો
વિષય આજના સમાજ પર આધારિત છે અને એકદમ હળવાશથી તેને લેવામાં આવ્યો છે. એક સંયુક્ત
પરિવારમાં જયારે વિખવાદ સર્જાય છે ત્યારે શું પરિણામ આવે તે ફિલ્મ ‘માવતર પહેલા
મળે મને મૌત’ માં સરસ વર્ણન કરવામાં આવ્યું છે. વધુમાં એ કુટુંબમાં જયારે કોઈ
બહારના વ્યક્તિનું આગમન થાય છે ત્યારે તો જોવા જેવી થાય છે. એ વિખવાદ જો મિલકત
પ્પચાવી પાડવાનો હોય તો શું થાય. તે તો લોકો જાણે જ છે અને આવા કિસ્સાઓ સમાજમાં દર
બે મીનીટે બનતા રહે છે. અમુક વાતો બહાર આવે ચેહ તો અમુકમાં ભીનું સંકેલાઈ જતું હોય
છે. પોતે કંઇ ન કર્યું હોવા છતાં ગુનો કબુલ કરવો અને પોતાના માબાપને તકલીફ સહેવાનો
વારો ન આવે. આવી પારિવારિક ફિલ્મ કાન્તીભાઈ પ્રજાપતિએ બનાવી અને સમાજમાં દાખલો
બેસાડવા તેઓએ આ સાહસ કર્યું તે માટે તેમને ધન્યવાદ છે. ફિલ્મ રક્ષાબંધન પર રીલીઝ
કરવાનું તેઓ વિચારી રહ્યા છે. જેના લીધે દર્શકો પણ મળી રહે અને ફિલ્મ પારિવારિક
હોય સારી ચાલે તેવી તેઓ આશા રાખી રહ્યા છે.
ફિલ્મના નિર્માતા કાંતિ એસ. પ્રજાપતિ અને રાજુ પ્રજાપતિ છે. સહનિર્માતાઓ
કમલેશ પ્રજાપતિ અને શૈલેશ પ્રજાપતિ છે. ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે ફિરોઝ શેખે.
કથા લખી છે કયુમ મોમીને જયારે પટકથા લખી હ્ચે જનક વ્યાસ અને જય ચૌધરીએ. ફિલ્મના
ગીતો ખૂબ જ કર્ણપ્રિય બન્યા છે. કયુમ મોમીનના લખેલા ગીતોને સંગીતથી મઢ્યા છે
સારેગામા સ્ટુડીઓના અનવર શેખે. ધર્મેશ ચાંચડીયા ફિલમના એડિટર છે. ડાન્સ માસ્ટર
મહેશ બલરાજ છે જયારે ફાઈટ માસ્ટર ચંદન કુરેશી છે. ફિલ્મના કલાકારોમાં ગુજરાતના
જાણીતા કલાકારો ઈશ્વર ઠાકોર, ટીના રાઠોડ, ડીમ્પલ ઉપાધ્યાય, રવિ કુમાર, કોમલ પંચાલ,
ઈશ્વર સમીકર, મનોજ રાવ, વંદન સરવૈયા, મીનાક્ષીબેન પોતાના અભિનયથી ફિલ્મને ચાર ચંદ
લગાવશે. ફિલ્મનું શુટિંગ પૂર્ણ થઇ ગયું છે અને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રીલીઝ
થાય તેવી સંભાવના છે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment