facebook

Sunday, 25 October 2015

ravi kumar

દરેક વખતે એકના એક કલાકારો જ એવોર્ડ વિજેતા બને છે - રવિ કુમાર


    એવોર્ડ અત્યારે મને એવું લાગે છે કે બધું જગ્યાએ લાગવગ ચાલી રહી છે. ઘણા લાંબા સમયથી એકના એક લોકોને જ એવોર્ડ આપવામાં આવે છે. એટલે ઘણા નિર્માતાઓ પોતાની ફિલ્મો એવોર્ડમાં મુકતા જ નથી. કારણ કે તે લોકોને ખબર જ છે કે ત્યાં બધું લોલમલોલ જ ચાલે છે. મારી અગાઉની ફિલ્મ ‘ઢોલીડા’ પણ તેના નિર્માતાએ આ કારણે જ ત્યાં નોમીનેશનમાં નહોતી મોકલી. આવું જ રાજકારણ જો ચાલતું રહેશે તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આગળ પણ નહિ આવી શકે અને ખરેખર એવોર્ડ જેવું કંઇ હોવું જ ના જોઈએ. જો હોય તો પણ તે યોગ્ય લોકોને મળવા જોઈએ નહિ કે પહેલેથી નક્કી થયેલા લોકોને મળે. ગુજરાતી ફિલ્મોના એવોર્ડ છે તો તે આપણા ગુજરાતમાં જ થવા જોઈએ. કારણ કે ફિલ્મોના શુટિંગ અહીં થાય છે, રીલીઝ અહીં થાય છે, કલાકારો અહીંના જ હોય ચેહ તો ફક્ત એક એવોર્ડ લેવા માટે ગુજરાત બહાર જવાનું? અત્યારે એક એસોસીએશન ઉભું થયું છે જેનું નામ ‘ઢોલીવૂડ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસીએશન’ જે ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલા તમામ લોકોને સપોર્ટ કરે છે. શબ્દોમાં પોતાનો જુવાળ કાઢી રહેલા આ છે ગુજરાતી ફિલ્મોના નામાંકિત કલાકાર રવિ કુમાર. જેઓ ટૂંક સમયમાં કાન્તીભાઈ પ્રજાપતિ અને રાજુભાઈ પ્રજાપતિ નિર્મિત ફિલ્મ ‘માવતર પહેલા મળે મને મૌત’ માં એક એવા પાત્રમાં જોવા મળશે. જે અત્યારની તેમની ફિલ્મોથી એકદમ અલગ હશે.

પ્ર – ફિલ્મમાં આપનો રોલ?
ઉ – આ ફિલ્મ ‘માવતર પહેલા મને મળે મૌત’ માં હું ખલનાયકના દીકરાની ભૂમિકા ભજવી રહ્યો છું. આ ભૂમિકા મને આ ફિલ્મમાં પહેલીવાર મળી છે જે મારી અત્યાર સુધીની તમામ ફિલ્મો કરતા કંઇક અલગ છે. દર્શકો જયારે મને જોશે ત્યારે તેમને લાગશે કે તેઓએ મને જે રોલ માટે ધારેલો હશે તે ધારણા તેમની ખોટી પડશે. મારો બાપ ફિલ્મમાં ખલનાયક છે પણ જેમ એક કહેવત છે કે બાપ એવા દીકરા અને વડ એવા ટેટા તો તે કહેવત ફિલ્મમાં સાચી પડે છે કે કેમ એ દર્શકો નક્કી કરશે. મારા બાપ શું કામ કરે છે એની મને કંઇ પણ જાણ નથી હોતી. આખરે શું થાય છે તે માટે દર્શકોએ ફિલ્મ જોવી રહી. આવું એક સરસ મજાનું પાત્ર છે.

પ્ર – ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક વિષે?
ઉ – ફિલ્મના નિર્માતા બહુ સરસ સ્વભાવના છે. કદાચ આવા નિર્માતાઓ જો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હોય તો આપણી ગુજરાતી ફિલ્મો ઘણી આગળ આવી શકે. એમણે કોઈ જાતની રોકટોક વિના દરેક જણને કામ કરવા દીધું છે. ફિલ્મનું શીડ્યુલ ધાર્યા કરતા ઘણું લંબાઈ ચુક્યું હતું તો પણ કંઇ બોલ્યા નહિ અને એકદમ આરામથી બધું કામ સુપેરે પાર પાડ્યું. ફિલ્મના તમામ યુનિટના મેમ્બરોને સમયસર પોતાનું જે વળતર છે તે પણ ચૂકવી દેતા હતા. ફિલ્મના દિગ્દર્શકની આ પ્રથમ ફિલ્મ છે પણ અમને ક્યાંય એવું નથી લાગ્યું કે તેઓ પહેલીવાર દિગ્દર્શક કરી રહ્યા હોય. તે નવા હતા છતાં પણ મને તેમની પાસેથી ઘણું બધું શીખવા મળ્યું. તેઓ દરેક સીન માટે એકદમ વિચારીને દિગ્દર્શન કરતા હતા. ઘડિયાળના કાંટા જેમ ચાલતા હતા તેમ તેઓ ધીરે ધીરે ફિલ્મના દરેક સીન લેતા હતા કે ક્યાંય પણ કોઈ કસર ના રહી જવા પામે.


n  ગજ્જર નીલેશ
ify;text-indent: -.25in;mso-list:l0 level1 lfo1'>n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment