facebook

Showing posts with label ravi kumar. Show all posts
Showing posts with label ravi kumar. Show all posts

Sunday, 25 October 2015

ravi kumar

દરેક વખતે એકના એક કલાકારો જ એવોર્ડ વિજેતા બને છે - રવિ કુમાર


    એવોર્ડ અત્યારે મને એવું લાગે છે કે બધું જગ્યાએ લાગવગ ચાલી રહી છે. ઘણા લાંબા સમયથી એકના એક લોકોને જ એવોર્ડ આપવામાં આવે છે. એટલે ઘણા નિર્માતાઓ પોતાની ફિલ્મો એવોર્ડમાં મુકતા જ નથી. કારણ કે તે લોકોને ખબર જ છે કે ત્યાં બધું લોલમલોલ જ ચાલે છે. મારી અગાઉની ફિલ્મ ‘ઢોલીડા’ પણ તેના નિર્માતાએ આ કારણે જ ત્યાં નોમીનેશનમાં નહોતી મોકલી. આવું જ રાજકારણ જો ચાલતું રહેશે તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આગળ પણ નહિ આવી શકે અને ખરેખર એવોર્ડ જેવું કંઇ હોવું જ ના જોઈએ. જો હોય તો પણ તે યોગ્ય લોકોને મળવા જોઈએ નહિ કે પહેલેથી નક્કી થયેલા લોકોને મળે. ગુજરાતી ફિલ્મોના એવોર્ડ છે તો તે આપણા ગુજરાતમાં જ થવા જોઈએ. કારણ કે ફિલ્મોના શુટિંગ અહીં થાય છે, રીલીઝ અહીં થાય છે, કલાકારો અહીંના જ હોય ચેહ તો ફક્ત એક એવોર્ડ લેવા માટે ગુજરાત બહાર જવાનું? અત્યારે એક એસોસીએશન ઉભું થયું છે જેનું નામ ‘ઢોલીવૂડ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસીએશન’ જે ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલા તમામ લોકોને સપોર્ટ કરે છે. શબ્દોમાં પોતાનો જુવાળ કાઢી રહેલા આ છે ગુજરાતી ફિલ્મોના નામાંકિત કલાકાર રવિ કુમાર. જેઓ ટૂંક સમયમાં કાન્તીભાઈ પ્રજાપતિ અને રાજુભાઈ પ્રજાપતિ નિર્મિત ફિલ્મ ‘માવતર પહેલા મળે મને મૌત’ માં એક એવા પાત્રમાં જોવા મળશે. જે અત્યારની તેમની ફિલ્મોથી એકદમ અલગ હશે.

પ્ર – ફિલ્મમાં આપનો રોલ?
ઉ – આ ફિલ્મ ‘માવતર પહેલા મને મળે મૌત’ માં હું ખલનાયકના દીકરાની ભૂમિકા ભજવી રહ્યો છું. આ ભૂમિકા મને આ ફિલ્મમાં પહેલીવાર મળી છે જે મારી અત્યાર સુધીની તમામ ફિલ્મો કરતા કંઇક અલગ છે. દર્શકો જયારે મને જોશે ત્યારે તેમને લાગશે કે તેઓએ મને જે રોલ માટે ધારેલો હશે તે ધારણા તેમની ખોટી પડશે. મારો બાપ ફિલ્મમાં ખલનાયક છે પણ જેમ એક કહેવત છે કે બાપ એવા દીકરા અને વડ એવા ટેટા તો તે કહેવત ફિલ્મમાં સાચી પડે છે કે કેમ એ દર્શકો નક્કી કરશે. મારા બાપ શું કામ કરે છે એની મને કંઇ પણ જાણ નથી હોતી. આખરે શું થાય છે તે માટે દર્શકોએ ફિલ્મ જોવી રહી. આવું એક સરસ મજાનું પાત્ર છે.

પ્ર – ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક વિષે?
ઉ – ફિલ્મના નિર્માતા બહુ સરસ સ્વભાવના છે. કદાચ આવા નિર્માતાઓ જો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હોય તો આપણી ગુજરાતી ફિલ્મો ઘણી આગળ આવી શકે. એમણે કોઈ જાતની રોકટોક વિના દરેક જણને કામ કરવા દીધું છે. ફિલ્મનું શીડ્યુલ ધાર્યા કરતા ઘણું લંબાઈ ચુક્યું હતું તો પણ કંઇ બોલ્યા નહિ અને એકદમ આરામથી બધું કામ સુપેરે પાર પાડ્યું. ફિલ્મના તમામ યુનિટના મેમ્બરોને સમયસર પોતાનું જે વળતર છે તે પણ ચૂકવી દેતા હતા. ફિલ્મના દિગ્દર્શકની આ પ્રથમ ફિલ્મ છે પણ અમને ક્યાંય એવું નથી લાગ્યું કે તેઓ પહેલીવાર દિગ્દર્શક કરી રહ્યા હોય. તે નવા હતા છતાં પણ મને તેમની પાસેથી ઘણું બધું શીખવા મળ્યું. તેઓ દરેક સીન માટે એકદમ વિચારીને દિગ્દર્શન કરતા હતા. ઘડિયાળના કાંટા જેમ ચાલતા હતા તેમ તેઓ ધીરે ધીરે ફિલ્મના દરેક સીન લેતા હતા કે ક્યાંય પણ કોઈ કસર ના રહી જવા પામે.


n  ગજ્જર નીલેશ
ify;text-indent: -.25in;mso-list:l0 level1 lfo1'>n  ગજ્જર નીલેશ 

Tuesday, 15 September 2015

ravi kumar

મને એક્શન કરતો દર્શકો પસંદ કરે તે મને ગમે છે - રવિ પટેલ


    ગુજરાતી ફિલ્મોમાં ઘણા એવા કલાકારો છે જેઓ પોતાની અભિનય પ્રતિભાના જોરે આગળ આવેલા છે. તેઓએ ઘણી મહેનત કરી હોય છે. આગળ આવવા માટે તેઓએ ઘણો સંઘર્ષ વેઠવો પડ્યો હોય છે. વગર મહેનતે પોતાના ભાણામાં લાડુ આવી જાય તે તો વાત જ અનોખી છે. પણ જે વ્યક્તિ મહેનતથી આગળ આવી હોય તેને સમયનું ઘણું માન હોય છે અને તેને પરિસ્થિતિઓ સામે લડતા ફાવી ગયું હોય છે. પોતાની જાત મહેનતે આગળ આવેલા આવા જ એક કલાકારની વાત કરવા જઈ રહ્યો છું જેમની સાથે લાંબી ચર્ચા ચાલેલી. તેમની આવનારી ફિલ્મ ‘તુફાન – એક જંગ’ વિષે. જેના નિર્માતા ઉત્તમ રાઠોડ અને હિતેશ આનંદ (ગુરુકુલ સ્ટુડીઓ) છે. તેઓએ અગાઉ ‘ઢોલીડા’ નામની એક સુપરહિટ ફિલ્મમાં પોતાના અભિનયના જાદુથી ગુજરાતના પ્રેક્ષકોના દિલમાં પોતાનું એક અલગ સ્થાન બનાવી લીધું છે એમ કહીએ તો પણ ખોટું નથી. તે કલાકાર છે રવિ પટેલ. એકદમ હસમુખો અને ભોળો ચહેરો ધરાવતા રવિ પટેલ ઘણા સમયથી અભિનય કરી રહ્યા છે સાથે સાથે મને લાગે છે કે તેઓ આ ક્ષેત્ર સાથે સંકળાયેલ બીજી વ્યક્તિઓ સાથે વધુ સમય પસાર કરીને પોતાને આપમેળે ઘડી રહ્યા છે. વિક્રમ રાજપૂત દિગ્દર્શિત ફિલ્મ ‘ઢોલીડા’ રવિ પટેલ અને પ્રિયંકા ચડ્ડાની જોડીએ ગુજરાતની જનતાને રીતસરના ઘેલા કર્યા હતા. ફિલ્મમાં તેમનો અભિનય લાજવાબ હતો. તે ટૂંક સમયમાં પોતાના અભિનય વાળી ફિલ્મ ‘તુફાન – એક જંગ’ નું મુહુર્ત કરવા જઈ રહ્યા છે. ફિલ્મની ખાસ વાત એ છે કે ‘સનેડા’ ફેઈમ મણીરાજ બારોટના ભત્રીજા જયેશરાજ બારોટ આ ફિલ્મથી લોન્ચ થઇ રહ્યા છે. તો આ નવી ફિલ્મ વિષે જાણીએ.

પ્ર – ફિલ્મ વિષે જણાવશો.
ઉ – આ ફિલ્મ ત્રણ ભાઈઓની આસપાસ ફરે છે. અત્યાર સુધીમાં તમે જોયું હશે કે ગુઅની ગુજરાતી ફિલ્મોમાં કાં તો એક ભાઈ યા તો બે ભાઈઓની જ વાર્તા પર ફિલ્મો બની છે. જયારે આ ફિલ્મમાં ત્રણ સગા ભાઈઓ અને તેની સામે ત્રણ જ હિરોઈનો હોય છે. જેમાં ફિલ્મની શરૂઆતમાં ય્તાનેય ભાઈઓ નાનપણમાં વિખુટા પડી જાય છે અને વચ્ચે એવી નાટ્યાત્મકતા સર્જાય છે કે બધા અસમંજસમાં પડી જાય છે કે શું બની રહ્યું છે અને છેલ્લે ત્રણેય ભાઈઓ ભેગા થાય છે. આ પ્રકારની સ્ટોરી છે. ટૂંકમાં ફિલ્મમાં કોમેડી, એક્શન વગેરે બધું જ હશે.

પ્ર – ફિલ્મનો પ્લસ પોઈન્ટ શું હશે?
ઉ – આ ફિલ્મનો પ્લસ પોઈન્ટ એ હશે કે અત્યારે મલ્ટી હીરોને લઈને ફિલ્મો લગભગ બનતી જ નથી. જયારે આ ફિલ્મમાં ત્રણ ત્રણ હીરો છે અને તેની સામે ત્રણ ત્રણ હિરોઈનો પણ છે. ફિલ્મની સ્ટોરી મસાલેદાર છે. ફિલ્મના સોન્ગ્સ પણ સારા લખવામાં આવ્યા છે. જેમાં ડાયરા સોંગથી માંડીને આઈટમ સોંગ બધું જ છે. ફાઈટ સીકવન્સ પણ અદભુત તૈયાર કરવામાં આવશે.

પ્ર – તમારી એક્શન અને રોમાન્ટિક બંને પ્રકારની ઈમેજ છે. તો તમને દર્શકો કઈ ઈમેજમાં વધારે જુએ એવું ઈચ્છો છો?
ઉ – હા તમારી વાત સાચી છે. હું બંને ઈમેજમાં એક્શન અને રોમાન્ટિકમાં છું. જેમાં મને દર્શકો સ્વીકારી રહ્યા છે. મારી ફિલ્મ ‘ઢોલીડા’ હમણાં રીલીઝ થયું ત્યારે મને મારા ઘણા ચાહકોના ફોન કોલ્સ આવેલા કે તમે એક્શન કરતા પણ સારા લાગો છો અને રોમાન્સ કરતા પણ સારા લાગો છો. મને કોઈ વાંધો નથી કે દર્શકો મને એક્શનમાં ઓળખે કે રોમાન્ટિક હીરો તરીકે ઓળખે. પરંતુ આ ફિલ્મ ‘તુફાન – એક જંગ’ માં હું માત્ર ને માત્ર એક્શન કરતો દર્શકોને જોવા મળીશ અને મને વધુ તો એક્શન કરવી જ ગમે છે.

પ્ર – ફિલ્મ ક્યાં સુધીમાં કમ્પ્લીટ કરવાની તૈયારી છે?
ઉ – અમારી ફિલ્મ આઈ થીંક દેવદિવાળી સુધીમાં કમ્પ્લીટ કરવાની તૈયારી છે.
પ્ર – આપની દિવાળી કેવી હોય છે?
ઉ – દિવાળી તો અફકોર્સ મારો મનગમતો તહેવાર છે. જેમાં હું ખૂબ એન્જોય કરૂ છું. બધાને મળવું, મીઠી ખાવી, ફટાકડા ફોડવા અને વડીલોને નમસ્કાર કરવા વગેરે બધું સારૂ લાગે છે.



n  ગજ્જર નીલેશ