facebook

Showing posts with label odhni odhi le gori mara naam ni. Show all posts
Showing posts with label odhni odhi le gori mara naam ni. Show all posts

Tuesday, 27 October 2015

yamini joshi

રણબંકા શુરવીર પ્રો. હાઉસની પરાક્રમસિંહ દિગ્દર્શિત ફિલ્મ ‘ઓઢણી ઓઢી લે ગોરી મારા નામની’ માં યામિની જોશી


    ગુજરાતી ફિલ્મી પડદે હવે હિરોઈનો તો ઠીક પણ ચરિત્ર ભૂમિકાઓ ભજવતા કલાકારો પણ પોતાના અદભુત ટેલેન્ટ થકી પોતાનો એક અલગ ચાહક વર્ગ ઉભો કરવામાં સક્ષમ રહ્યા છે. ભાવિની જાની, જૈમીની ત્રિવેદી વગેરે. જેમાં વધુ એક નામ અત્યારે ગુંજી રહ્યું છે તે છે યામિની જોશી. હાલ રણબંકા શુરવીર પ્રોડક્શન હાઉસમાં બની રહેલી ક્રિષ્ના નિર્મિત અને પરાક્રમસિંહ દિગ્દર્શિત ફિલ્મ ‘ઓઢણી ઓઢી લે ગોરી મારા નામની’ ફિલ્મમાં જોવા મળવાના છે. જેમાં પરાક્રમસિંહ પ્રથમવાર દિગ્દર્શન પર અને રાજ ગોહિલ નેગેટીવ ભૂમિકા પર હાથ અજમાવી રહ્યા છે. જેમના હસવાથી વાતાવરણ પણ પવિત્ર થઇ જાય છે તેવા યામિની જોશી આ ફિલ્મમાં પરાક્રમ સિંહના પત્નીનો રોલ ભજવી રહ્યા છે. ફિલ્મનું શુટિંગ જયારે દીવમાં ચાલતું હતું ત્યારે ઓન લોકેશન જ તેમને મળવાનો ચાન્સ મળ્યો. યામિની જોશી તેમના શોટ માટે રેડી થતા હતા. પ્રથમ ટેકમાં જ શોટ ઓકે કરી દેતા યુનિટ આખું હતું અને યામિની જોશી પણ. સેટ પર દરેક કલાકારને શાંત ચિત્તે નિહાળી કંઇક ને કંઇક નવું જનતા રહેતા યામિની જોશીએ તેમના અમુલ્ય સમયમાંથી થોડો સમય તેમણે સિને મેજિક માટે આપ્યો. અમે થોડીવારમાં ઇન્ટરવ્યુ લેવાની શરૂઆત કરી.

પ્ર – ફિલ્મનું આપનું પાત્ર?
ઉ – એક કુટુંબ હોય કે જેમાં એક મહિલા બંધારણવાળા વાતાવરણમાં જીવતી હોય. તે કોઈના સામે ઊંચા અવાજે બોલી ના શકે. કોઈ સામે ઘૂંઘટ ના નીચે સરકી જાય તેનું સતત ધ્યાન રાખતી રહે વગેરે. પરિવારમાં વસતા વડીલોથી ઉપરવટ ના જઈ શકે તેવા એક રૂઢીચુસ્ત પરિવારમાં મારૂ પાત્ર એક ભાભીનું છે. ભાઈઔ અને મોટાભાભી પોતાની સગી બહેનને પોતાની દીકરીની જેમ ઉછેરે છે. બંને ભાઈ અને ભાભી એવી રીતે રાખે છે કે તે બહેન જો પાણી માંગે તો દૂધ આપે તેટલો પ્રેમ વરસાવે છે. આ પ્રેમ શું છે છેલ્લે સુધી અતુટ રહ્હે છે કે કેમ તે અને અમારા પ્રેમમાં કંઇ ઉણપ આવે છે કે તે બહેન અમારી સામે જેમણે તેને વ્હાલથી ઉછેરી મોટી કરી હોય તેવા ભગવાન સમાન ભાઈ ભાભી સામે પડે છે તે જાણવા માટે દર્શકોએ ફિલ્મની રાહ જોવી પડશે.

પ્ર – ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક વિષે?
ઉ – ફિલ્મના નિર્માતા માઈકલ (મેક) નું કામ ખૂબ જ સરસ મને લાગ્યું. મને ખુશી એ વાતે છે કે તેઓનું નેચર એકદમ સરસ છે. તેઓ કોઈના વિષે ખરાબ બોલી શકે નહિ તેવા છે. વધુમાં અમે પણ તેમની પાસેથી ઘણું જાણવા મળ્યું જે અમારા માટે સરસ પ્રસંગ હતો. બીજું કે તેઓ આ ફિલ્મમાં મેઈન લીડ ભૂમિકા પણ ભજવી રહ્યા છે પણ અમને એવું નથી લાગ્યું કે તેઓ પ્રથમવાર અભિનય આપી રહ્યા હોય. આ ઉપરાંત તેઓ અભિનયમાં અને તે પણ ફાઈટ સીન શૂટ કરવામાં તો બહુ જ ટેલેન્ટેડ છે તે મે સેટ પર જોયું છે. દિગ્દર્શક મોટા ભાઈ વિષે કહીશ કે અમારા પરિવારમાં એક વધુ ટેલેન્ટ આજ એમે જોયું. તેઓનું દિગ્દર્શન કાબિલ એ દાદ છે. તેઓ દિગ્દર્શન ક્ષેત્રે આગળ વધી રહ્યા છે જે અમારા માટે અને ફીઈલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે ગૌરવની વાત છે. લોકોએ તેમને અત્યાર સુધી અભિનયમાં જોયા છે જે હવે દિગ્દર્શનમાં પણ આવશે અને તેમના દિગ્દર્શન હેઠળ બનનારી ફિલ્મો માટે હું તેમને અભિનંદન આપું છું કે તેઓ પ્રગતિના સોપાન સર કરે.

પ્ર – મહિલા દિવસ પર કોઈ સંદેશ?
ઉ – સ્ત્રી આજે દરેક ક્ષેત્રે પોતાનું નામ લખાવી રહી છે તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કંઇક અલગ થાય મહિલાઓ દ્વારા તો મહિલા દિવસ ખરો ઉજવાય તેવું હું મારૂ માનવું છે. જે મહિલા કંઇક કામ કરવા માટે જો હિંમત બતાવી રહી હોય તો ઘરના પુરુષોએ તેમને સાથ આપવો જોઈએ. તેમનામાં રહેલી કાબેલિયત પર વિશ્વાસ મૂકી અને તેમને ખુલ્લા આસમાન પર ઉડવા દેવી જોઈએ.
પ્ર – આપની આવનારી ફિલ્મો?
ઉ – મારી આવાની ફિલ્મોમાં બે ગુજરાતી જિંદગીના જમા ઉધાર, બાંધી તુજ સંગ પ્રીત, હિન્દીમાં હમ તો ચલે પરદેસ અને સરફરોશી તથા એક અર્બન મુવી થન તો એન. આર. આઈ. આ ઉપરાંત બે ફીલ્મો માવતર અને રમલી બની રમીલા હાલ ફ્લોર પર છે. 



n  ગજ્જર નીલેશ 

Monday, 26 October 2015

krishna

‘ઓઢણી ઓઢી લે ગોરી મારા નામની’ ફિલ્મના યુવા નિર્માતા - ક્રિષ્ના ઉર્ફે મેક


    રૂપેરી પડદે હાલ નવા નવા કલાકારો અને નિર્માતાઓ આવી રહ્યા છે જેઓ પોતાની આવડત અને સુઝબુઝ પ્રમાણે આપણી ફિલ્મ ઇન્ડસ્રીઝને આગળ ધપાવવાનું કામ કરી રહ્યા છે. જેમાના એક એટલે લંડનથી ગુજરાત આવી પોતાની માતૃભાષા પ્રત્યેના અનન્ય પ્રેમને કારણે એક ગુજરાતી ફિલ્મ બનાવવાનું વિચાર્યું અને તેમણે તુરંત તેના પર વર્ક પણ ચાલુ કરી દીધું. તેઓને અભિનય પ્રત્યે પહેલેથી જ રૂચી હતી તેથી કહી શકાય કે તેઓ પોતાની ફિલ્મમાં કંઇક તો બધા કરતા અલગ કરીને દેખાડશે જ. તેમની ‘ઓઢણી ઓઢી લે ગોરી મારા નામની’ ફિલ્મમાં પ્રેમની વાત કરવામાં આવી છે અને તેમાં સરસ રીતે પ્રણય ત્રિકોણ બતાવવામાં આવ્યો છે. જેમાં પ્રણયના ફાગ ખેલશે ક્રિષ્ના ઉર્ફે માઈકલ જેક્સન, મારકણી આંખોવાળી રીના સોની અને અભિનયમાં બેજોડ રવિના ટીલાવત. ફિલ્મમાં ગુજરાતી પ્રેક્ષકોને ગમે તેવો તમામ મસાલો છે જેમાં કોમેડી, એક્શન, થોડું સસ્પેન્સ અને ભરપુર પ્રેમ આટલું બધું એક સાથે ક્રિષ્ના જી પોતાની ફિલ્મમાં લાવી દર્શકોને અચંબિત કરી દેશે. વધુમાં ફિલ્મ વિષે તેઓ જ માહિતગાર કરશે.

પ્ર – ફિલ્મના તમે બેવડી જવાબદારી નિભાવો છો?
ઉ – હા, મારી પ્રથમ ફિલ્મ ‘ઓઢણી ઓઢી લે ગોરી મારા નામની’ માં હું એક અભિનેતા તરીકે અને નિર્માતા તરીકે આવી રહ્યો છું. મારી પ્રથમ ફિલ્મથી મને ઘણો ઉત્સાહ છે કે મારી ફિલ્મ સફળ થાય અને દર્શકો ફિલ્મને જુએ. જેમણે અત્યાર સુધીમાં આવી પ્રણય ત્રિકોણ લવસ્ટોરી કોઈ ફિલ્મમાં નહિ જોઈ હોય. મારૂ બાળપણથી એક સપનું હતું કે હું ગુજરાતી પડદે ચમકુ પણ મને એવો રોલ જોઈતો હતો જે દમદાર હોય. મે વિચાર કર્યો કે જો હું કામ માંગવા જઈશ તો દમદાર રોલ નહિ મળે એટલે મે પોતે જ ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો અને તેને તરત અમલમાં મુક્યો. ફિલ્મમાં મારૂ પાત્ર એક પ્રેમીનું છે જે બે પ્રેમિકાઓમાં અટવાય છે. વચ્ચે અમારો બંનેનો પરિવાર પણ એકબીજાના દુશ્મન હોય છે. તેને સાથે ભેગા કરી અને અમે પ્રેમીઓ પોતાના પ્રેમ માટે ઘણું મોટું કામ કરી રહ્યા છીએ તેવું બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પછી છેલ્લે શું બને પરિવાર એકજુટ થાય છે? અમર પ્રણય ત્રિકોણમાં પોતાના પ્રેમનું બલિદાન કોણ આપે છે? રીના કે રવિના? આવા પ્રશ્નોના જવાબ તમને ફિલ્મમાં જ મળશે. આનાથી વધારે હું હમણાં કંઇ નહિ કહી શકું.

પ્ર – ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વિષે કહેશો.
ઉ – મને અહીં આવી કામ કરવાની ખૂબ જ મજા આવી રહી છે. અહીં તમામ કલાકારો એક પરિવારની જેમ કામ કરી રહ્યા હતા. તેમનો સૌનો મને સાથ મળ્યો તેથી મને એમ થાય છે કે આ એક જ ઉધ્યો એવો છે જ્યાં સૌ કોઈ સરસ રીતે કામ કરી જાણે છે. મને એવું લાગે છે કે મારી આ ફિલ્મ રીલીઝ કરી હું મારી બીજી વધુ એક ફિલ્મ માટે પણ તૈયારી દર્શાવું અને આનાથી પણ સારૂ કામ આપી શકું. ફિલ્મનું તમામ શુટિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હાલ ફિલ્મ એડીટીંગ અને ડબિંગના તબક્કામાંથી પસાર થઇ રહી છે.  

પ્ર – આપની હિરોઈન વિષે?
ઉ – આ ફિલ્મમાં મારી સામે હિરોઈન રીના સોની અને રવિના ટીલાવત છે. જેમની સાથે પ્રથમ પરિચય થયો ત્યારથી જ એવું લાગેલું કે મે મારી ફિલ્મમાં જે હિરોઈનને લીધી તને લઈને મને સંપૂર્ણ વિશ્વાસ આવી ગયો કે તેઓ મન દઈને કામ કરી રહી હતી. રીના સોની વિષે કહીશ કે તેમનો સ્વભાવ ખૂબ જ સરસ છે. મારી આખી ફિલ્મના શૂટ દરમિયાન તેમણે મને પૂરેપૂરો સહકાર આપ્યો. તેમના અનુભવો વિષે મને વાત કરી. કેવી રીતે હળીમળીને અહીં કામ થાય છે તે મને સમજાવ્યું.




n  ગજ્જર નીલેશ   

reena soni

પરાક્રમ સિંહ દ્વારા દિગ્દર્શિત ‘ઓઢણી ઓઢી લે ગોરી મારા નામની’ ફિલ્મની હિરોઈન - રીના સોની



    ગુજરાતી ફિલ્મોની ખ્યાતનામ હિરોઈનોમાં અત્યારે રીના સોનીનું નામ ટોપ પર છે એમ કહી શકાય. આકર્ષક વ્યક્તિત્વ અને મધુર અવાજની મલ્લિકા રીના હાલ નિર્માતા ક્રિષ્ના ઉર્ફે માઈકલ જેક્સનની ફિલ્મ ‘ઓઢણી ઓઢી લે ગોરી મારા નામની’ ફિલ્મના ડબિંગમાં વ્યસ્ત છે. પહેલા તે જયારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશી ત્યારે તે મમતા સોનીની બહેન તરીકે ઓળખાતી હતી. પણ હવે તેણે પોતાના અભિનયથી આ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનું નામ સ્વબળે અંકિત કર્યું છે. તેણે અત્યારે જે પ્રસિદ્ધિ હાંસલ કરી છે તેના માટે તે તેની બહેન મમતા સોનીને યશ આપવા માંગે છે. સાથે સાથે ગુજરાતના પ્રોડ્યુસરોનો પણ એટલો જ આભાર માને છે કે તેમણે રીનાની અભિનય કાબેલિયત પર વિશ્વાસ મૂકી તેને સારામાં સારૂ પર્ફોમન્સ આપવા હિંમત આપી. હાલ ‘ઓઢણી ઓઢી લે ગોરી મારા નામની’ ફિલ્મને લઈને રીના ખૂબ જ ઉત્સાહિત છે. તેણે ફિલ્મ વિષે ઘણું બધું કહ્યું અને તેના જીવન વિષે પણ એટલી જ સરસ રીતે વર્ણન કર્યું કે તમે કલ્પી જ ના શકો કે રીના આવી રીતે હસીને પણ બોલી શકે છે. આમ જુઓ તો સ્વભાવમાં એકદમ શાંતપણું જણાઈ આવતું હતું. સેટ પર બહુ ઓછું બોલવું તેમના સ્વભાવમાં છે.

પ્ર – ફિલ્મ અને નિર્માતા, દિગ્દર્શક વિષે?
ઉ – નિર્માતા ક્રિષ્ના જીની ફિલ્મ ‘ઓઢણી ઓઢી લે ગોરી મારા નામની’ માં હું રાધાનું પાત્ર ભજવી રહી છું જયારે ફિલ્મના નિર્માતા પોતે જ આ ફિલ્મમાં હીરોનું પાત્ર ભજવી રહ્યા છે જેનું નામ ક્રિષ્ના છે. ફિલ્મ એક લવસ્ટોરી છે એટલે તેમાં પ્રેમ પર વધારે ભાર મુકવામાં આવ્યો છે. જેમ મારી બીજી ફિલ્મોમાં મે એક પ્રેમિકાનું પાત્ર ભજવેલું છે તેવું અને તેનાથી થોડું હટકે આ પાત્ર છે. હીરો ક્રિષ્ના વિષે એમણે કહ્યું કે તેઓ એક મજાના વ્યક્તિ છે. તેઓ ડાન્સમાં અને ફાઈટમાં ખૂબ જ સરસ એક્ટિંગ કરી જાણે છે. મને એવું નથી લાગ્યું કે તેઓ પ્રથમવાર અભિનય આપી રહ્યા છે.

પ્ર – આપના બહેન પણ સક્રિય છે. તો ક્યારેય તેમની સાથે હરીફાઈ થઇ છે?
ઉ – ના મારે હરીફાઈ જેવું કંઇ નથી. મમતા મારી મોટી બહેન છે. તેની મદદથી જ હું આ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશી છું. હું એમ પણ કહીશ કે તે જ મારી ગોડફાધર છે. તેણે મને જરોરી દરેક સૂચનો આપ્યા છે જે મને આગળ જતા કામ લાગે. એમાં કોમ્પીટીશન જેવું કંઇ છે જ નહિ. એ નંબર વન છે તે બધાને ખબર જ છે. એ ખૂબ જ મહેનત કરીને આગળ આવી છે પણ તેના જેટલી મહેનત કે ભાગદોડ મારાથી નથી થતી. મારાથી જેટલું કામ હું કરી શકું અને નિર્માતા કે દિગ્દર્શકને સમયસર મારૂ કામ પૂર્ણ કરી આપું તેમાં જ મને સંતોષ મળે છે. બીજું કારણ એ છે કે હું મારી ફિલ્મોના શુટિંગમાંથી સમય લઈને મારા પરિવાર માટે પણ થોડો સમય ફાળવી શકું. હું ભગવાન પાસે એટલું જ માગું છું કે હું અને મારી ફેમીલી ખુશ રહીએ અને મારા લીધે કોઈ લટકે નહિ તેનું હું ખાસ ધ્યાન રાખું છું.

પ્ર – અર્બન ફિલ્મો વિષે?
ઉ – મે એક ફિલ્મ કરેલી છે જેનું નામ ‘જવાની દીવાની’ છે. રેગ્યુલર ફિલ્મો અને અર્બન ફિલ્મો વચ્ચે ઘણો મોટો તફાવત છે. તેમાં મારૂ પાત્ર એકદમ બોલ્ડ ટાઈપ હતું જયારે ટીપીકલ ફિલ્મોમાં એવા જ પાત્રો ભજવવા મળે છે. મને પણ એમાં જ રસ છે કે અલગ અલગ પાત્રો ભજવી શકાય અને પોતાનો અભિનય વધારે નિખારી શકું.




n  ગજ્જર નીલેશ 

Sunday, 25 October 2015

ravina tilavat

સુરતની ખૂબસૂરત રવિના ટીલાવત ‘ઓઢણી ઓઢીલે ગોરી મારા નામની’ ફિલ્મમાં


    ૨૦૧૫ નું નવું વર્ષ જોરદાર ચાલુ થઇ ગયું છે. નવી નવી ઘણી ફિલ્મો બની રહી છે અને જે બની ગઈ છે તે રજૂઆત માટે તૈયાર છે. જેમાં આ વખતે નવા નવા ચેહરાઔ દર્શકોને ગુજરાતી પડદે જોવા મળવાના છે. જેમાં એક રૂપકડી અને નાનકડી તારીકા રવિના ટીલાવત દર્શકોને પોતાના અભિનયથી મોહવા આવી રહી છે. અગાઉ ઘણા આલ્બમો કરી ચુકી છે અને અત્યારે તેની ફિલ્મ ‘ઓઢણી ઓઢીલે ગોરી મારા નામની’ માં તે એક એવી હીરોઈનનું પાત્ર ભજવી રહી છે જે પોતાના પ્રેમ માટે ત્યાગ અને બલિદાનમાં માને છે. સુરતની ખૂબસૂરત રવિના ટીલાવતને થોડા સમય પહેલા જ એક ફિલ્મના શુટિંગ દરમિયાન મળવાનું થયેલું. જેમાં ઈન્ટરવ્યું સમયે તેણે મસ્તી મજાક સાથે પોતાનો ઈન્ટરવ્યું આપ્યો. ચા પિતા પિતા ઈન્ટરવ્યું લેવાની શરૂઆત થઇ. મને એમણે કહ્યું કે મારી શરૂઆત વિષે કહું? મે કહ્યું, ના, કારણ કે મને તેમની શરૂઆત વિષે ખબર જ હતી. કે તેઓ કઈ રીતે આ લાઈનમાં પ્રવેશ્યા. મે પ્રશ્ન કર્યો.

પ્ર – આપની ફિલ્મના પાત્ર વિષે?
ઉ – ‘ઓઢણી ઓઢીલે ગોરી મારા નામની’ ફિલ્મમાં હું સેકન્ડ લીડ ભૂમિકા ભજવી રહી છું. જે પાત્રનું નામ માનસી છે. હું હીરોને એકતરફી પ્રેમ કરું છું. મારા મગજમાં એક જ વાત છે કે હીરોને પામવો કઈ રીતે? તો તેના માટે હું ઘણા બધા પ્રયત્નો તો નહિ કહું પણ કાવતરા કરૂ છું. છેલ્લે મને અહેસાસ થાય છે કે હું ફક્ત મારા સ્વાર્થ ખાતર બીજાની જીંદગી નર્ક બનાવી રહી છું.

પ્ર – રીના સોની સાથે સમાંતર ભૂમિકા મળવાથી કેવું લાગ્યું?
ઉ – મને થોડો દર તો હતો અંદરથી કે હું તેમની સાથે મારા ડાયલોગ્સ કેવી રીતે બોલીશ? પણ મને ફિલ્મના બીજા કલાકારો જેવા કે યામિની જોશી અને પરાક્રમ સિંહે મને એમાં ઘણો સપોર્ટ કર્યો કે તું જ આ પાત્ર કરી શકીશ. મને દર પણ હતો અને એક વાતની ખુશી પણ હતી કે તેઓ મારાથી સીનીયર છે તો હું તેમના પાસેથી કંઇક શીખીશ. બાકી મને રીના સોની સાથે અને ફિલ્મના તમામ કલાકારો સાથે કામ કરવાની ખૂબ મજા આવી.

પ્ર – ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક વિષે?
ઉ – ફિલ્મના નિર્માતા ક્રિષ્ના છે જે આ ફિલ્મમાં હીરોની ભૂમિકા પણ ભજવી રહ્યા છે અને દિગ્દર્શક પરાક્રમ સિંહ સાથે મને કામ કરવાની ખૂબ મજા પડી. મારી નિર્માતા સાથે આ પ્રથમ ફિલ્મ છે જેને મે મન મુકીને માણી છે મીન્સ કે અભિનયમાં મે ક્યાંય કચાશ નથી રહેવા દીધી. નિર્માતાને અને દિગ્દર્શકને જેવું પર્ફોમન્સ જોઈતું હતું તેવું મે આપવાનો પ્રયાસ કર્યો છે. પરાક્રમ સિંહ સાથે મે અગાઉ એક આલ્બમમાં પણ કામ કર્યું ચેહ એટલે તેમનો સ્વભાવ તો મને ખ્યાલ જ છે. કલાકાર સાથે તેઓ એકદમ નરમાશથી પોતાનું કામ પાર પડે તેવું દિગ્દર્શન તેઓએ આ ફિલ્મમાં કરી બતાવ્યું છે. તેઓની એક્ટિંગ તો બહુ જ ફાઈન છે તેઓ ગ્રેટ એક્ટર છે એમ કહીશ.
પ્ર – ભગવાન પાસે શું માંગે?
ઉ – હું અને મારી આજુબાજુના હેતલ પણ લોકો મારી સાથે છે તેઔ હંમેશા ખુશ રહે અને જે લોકો ગરીબ છે તેને માટે હું કંઇક કરી શકું એવી મારી ઈચ્છા છે.



n  ગજ્જર નીલેશ 

raj gohil

હીરોગીરીની સાથે સાથે વિલનગીરીમાં પણ અવ્વલ - રાજ ગોહિલ


    હિન્દી ફિલ્મોમાં જેમ એક પરિવારની બોલબાલા છે તેમ હવે ગુજરાતી ફિલ્મમાં પણ એક પરિવાર આવી ગયો છે જેમાના રાજ ગોહિલનું નામ અત્યારે રોમેન્ટિક હીરો તરીકે ચર્ચામાં છે. તેમના બે મોટા ભાઈ વિજયસિંહ ગોહિલ અને પરાક્રમસિંહ ગોહિલ હાલ ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે બહુ મોટું નામ ધરાવે છે. વિજયસિંહના પત્ની યામિની જોશી પણ પોતે એક ઉમદા અભિનેત્રી છે. રાજ ગોહિલને તેમના બંને મોટા ભાઈ તરફથી જ ફિલ્મોમાં કામ કરવાની પ્રેરણા મળી. હાલ તેઓ ગુજરાતી ફિલ્મોમાં કંઇક અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાંની આ ફિલ્મ ‘ઓઢણી ઓઢી લે ગોરી મારા નામની’ માં તેઓ પોતાના ભાઈ પરાક્રમસિંહના દિગ્દર્શન હેઠળ અભિનય આપી રહ્યા છે અને સાથે સાથે તેમના ભાભીનો સાથ તો ખરો જ. અત્યાર સુધીમાં તેઓએ ગુજરાતી ફિલ્મોમાં આઈ લવ યુ ચંદુ, દેશ પરદેશ, રેતીના જવતલ, લઈજા પરદેશી તારા દેશમાં તે સાથે ટૂંક સમયમાં રીલીઝ થવાની છે જિંદગીના જમા ઉધાર, અન્યાયનો અંત વગેરે ફિલ્મોમાં તેઓ સોલો હીરો તરીકે ચમક્યા હતા અને ચમકવાના છે. પરંતુ નિર્માતા ક્રિષ્ના અને દિગ્દર્શક પરાક્રમસિંહની ફિલ્મ ‘ઓઢણી ઓઢી લે ગોરી મારા નામની’ ફિલ્મમાં તેઓ નેગેટીવ ભૂમિકા ભજવી રહ્યા છે જેમાં તેઓ તેમના રીઅલ ભાઈ પરાક્રમસિંહના રીલ ભાઈ બન્યા છે. આ ઉપરાંત ફિલ્મમાં રાજ ગોહિલે આસી. ડિરેક્ટર અને સંવાદ લેખક તરીકે પણ આ ફિલ્મમાં કામગીરી બજાવી છે.

પ્ર – ફિલ્મમાં આપનું પાત્ર નેગેટીવ છે?
ઉ – હા, આ ફિલ્મમાં મારો રોલ નેગેટીવ છે. ગામના સરપંચના દીકરાની દુશ્મની વિલન સાથે હોય છે. જેમાં મારૂ પાત્ર એકદમ અલગ જે અત્યાર સુધીની મારી કોઈપણ ફિલ્મમાં નથી ભજવ્યું તેવું મને આપવામાં આવ્યું છે. તેનો સ્વભાવ બધાથી જુદો અને ગુસ્સાવાળો છે. જેને કોઈપણ વાત પર એકદમ ગુસ્સો આવી જાય છે. હું ગુસ્સાથી કામ પાર પાડું છું જયારે મારા ભાઈ બનતા કલાકાર અને મારા સગા ભાઈ પરાક્રમભાઈ શાંત સ્વભાવથી વિલનગીરી કરી જાણે છે.
પ્ર – અત્યાર સુધી હીરોગીરી અને હવે વિલનગીરી?
ઉ – મારે મારા પાત્રોમાં વૈવિધ્ય લાવવું હતું. મારે એવા પાત્રોમાં વિલનગીરી કરવી છે જે હીરો સામે જોરદાર ટક્કર લઇ શકે. જેમ કે, ડર ફિલ્મમાં શાહરૂખખાને જે પ્રકારે વિલનગીરી કરી હતી તેવા રોલ મને ભજવવાની ઈચ્છા છે. ભલે તે પાત્રો નાના હોય પણ મહત્વના હોય તેવા જ હોવા જોઈએ. એટલે ટૂંકમાં કહેવાનું કે હીરો પણ ખરો અને પાછળથી જે એનું રૌદ્ર સ્વરૂપ દર્શકો જુએ તો દંગ રહી જાય. પહેલા તો શાંત હોય પણ પછી એવો દાવ ખેલે કે બીજા બધાના દાવ ફિક્કા પાડી દે.

પ્ર – ગુજરાતી ફિલ્મો વિષે?
ઉ – ગુજરાતી ભાષા આપણી પોતાની છે. આપણા પોતાના લોકો છે જેની વચ્ચે રહીને આપણે કામ કરવાનું છે. મને આ ઇન્ડસ્ટ્રીઝમાં મારા બંને મોટા ભાઈ તથા ભાભીનો પૂરો સહકાર મળ્યો છે કે હું અભિનયમાં આગળ વધીને તેમને પણ ગર્વ થાય એવું કંઇક કરી બતાવું. સાથે સાથે મને નાનપણથી શોખ તો હતો જ કે ફિલ્મોમાં એક્ટિંગ કરવી છે.
પ્ર – ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક વિષે?
ઉ – ફિલ્મના નિર્માતા ક્રિષ્ના પોતે જ આ ફિલ્મમાં લીડ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમની આ પ્રથમ ફિલ્મ હોવા છતાં તેઓએ અમને ખૂબ જ સરસ રીતે બધી સુવિધા આપી. અમને દીવમાં કામ કરવાની ખૂબ મજા આવી રહી હતી. ત્યાના રમણીય લોકેશનો પર અમે શુટિંગની સાથે સાથે બહુ બધી મસ્તી કરી. ફિલ્મના દિગ્દર્શક મારા ભાઈ જ છે. અગાઉ મે તેમની સાથે ચાર પાંચ ફિલ્મો કરી છે. અને મોટાભાઈ સાથે કામ કરવું એટલે એકદમ છૂટ હોય કે મારા મનની વાથું એમને ડર્યા વગર કહી શકું.


n  ગજ્જર નીલેશ   







Saturday, 24 October 2015

parakram sinh

 ‘ઓઢણી ઓઢીલે ગોરી મારા નામની’ દ્વારા સ્વતંત્ર દિગ્દર્શક બનીને આવી રહેલા - પરાક્રમ સિંહ


    અગાઉ ઘણી ફિલ્મોમાં ખલનાયક તરીકે પ્રખ્યાત બની ચુકેલા અને પોતાના નામથી નહિ પણ કાલી ભાઈ તરીકે ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતા પરાક્રમ સિંહ આ ફિલ્મ ‘ઓઢણી ઓઢીલે ગોરી મારા નામની’ માં સ્વતંત્ર દિગ્દર્શક તરીકે પહેલીવાર આવી રહ્યા છે. શૈલેશ શાહ નિર્મિત ફિલ્મ ‘ઓઢણી’ માં ખૂંખાર વિલન બની લોકોને ડરાવનાર પરાક્રમ સિંહ વાસ્તવિક જીવનમાં એકદમ શાંત અને નમ્ર સ્વભાવ ધરાવે છે. ફિલ્મમાં વિલનનું પાત્ર ભજવતા કલાકાર પાસે તો જતા પણ ડર લાગે પરંતુ પરાક્રમ સિંહનો સ્વભાવ જ તેમનો પ્લસ પોઈન્ટ છે. વિલનગીરીમાં પોતાનું નામ કરી દીધું છે અને હવે તેઓ એક સ્વતંત્ર દિગ્દર્શક તરીકે આવી રહ્યા છે તો તેઓ પણ તેમની આ ફિલ્મથી ઘણા જ ખુશ છે. ફિલ્મ વિષે વાત કરતા તેઓએ જણાવ્યું કે મારી આ ફિલ્મમાં અમે હિરોઈનના ત્રણ ભાઈઔ બતાવ્યા છે જે ઠાકોર છે. જેમના ખાનદાનમાં પ્રેમ કરવાની પરવાનગી નથી મળતી. પરંતુ હિરોઈન રાધાને તે જ ગામના એક યુવાન સાથે પ્રેમ થાય છે. તો દેખીતી વાત છે કે વિરોધનો વંટોળ તો ઉઠવાનો જ. કહેવાય છે કે સાચો પ્રેમ કરતા પ્રેમીઓને કોઈ બંધન નડતા નથી અને રસ્તા આપોઆપ નીકળી જતા હોય છે. એમ ફિલ્મમાં એક ભાઈ પોતાની બહેન રાજી રહે તે માટે તેને મદદ કરે છે. પ્રેમીઓ વચ્ચે ત્રીજું કોઈ આવે તો શું થાય તે દર્શકો જનતા જ હશે. આમાં પણ એવું જ છે. હીરોની જીંદગીમાં બીજી યુવતી આવે છે અને રચાત્ય છે પ્રણય ત્રિકોણ. પણ પછી આગળ શું? આગળ ફિલ્મ બનશે ત્યારે ખ્યાલ આવશે એમ પરાક્રમ સિંહે કહ્યું. બે માંથી કઈ હિરોઈનની જીત થાય છે કે છેલ્લે હીરોની જ હાર થાય છે? છળકપટ કોણ કરે છે હીરો કે હિરોઈન?

    ફિલ્મ ‘ઓઢણી ઓઢીલે ગોરી મારા નામની’ ના નિર્માતા માઈકલ ઉર્ફે ક્રિષ્ના છે. દિગ્દર્શનનું સુકાન સંભાળ્યું છે જાણીતા ખલનાયક અને પોતાની એક્ટિંગથી લોકોને ડરાવનાર પરાક્રમ સિંહ જેઓ આ ફિલ્મથી સ્વતંત્ર દિગ્દર્શક તરીકે આવી રહ્યા છે. જોકે અગાઉ તેઓએ બે ફિલ્મોમાં આસી. ડિરેક્ટર તરીકે આવી ચુક્યા છે. કથા – પટકથા અને સંવાદો પણ પરાક્રમ સિંહે જ લખેલા છે. ફિલ્મના ડાન્સ માસ્ટર દીપક તુરી છે જયારે ફાઈટ માસ્ટર મહંમદ અમદાવાદી છે. ગીતોમાં સંગીત આપ્યું છે જાણીતી બેલડી મનોજ વિમલે. છબીકલા સંભાળી રહ્યા છે રાજુ જામ. કલાકારોમાં માઈકલ ઉર્ફે ક્રિષ્ના જે પોતે ફિલ્મના નિર્માતા પણ છે. જેને સાથ આપશે રીના સોની, રિયા પંચાલ, પરાક્રમ સિંહ, રાજ ગોહિલ, ભરતસિંહ રાણા, યામિની જોશી, દિનેશ મહેતા, પંકજ સાધુ વગેરે તેમના અનુભવનો નીચોડ આ ફિલ્મમાં કામે લગાડી ફિલ્મને એકદમ મનોરંજક બનાવી દેશે.

પ્ર – સ્વતંત્ર દિગ્દર્શક તરીકે કેવો અનુભવ રહ્યો?
ઉ – મે અગાઉ આસી. ડિરેક્ટર તરીકે બે ફિલ્મો કરી છે એટલે બહુ તકલીફ નથી પડી અને આમ પણ દિગ્દર્શન મારા શોખનો વિષય છે એટલે મારે તે ઘણા સમયથી કરવાનો વિચાર હતો જે મને નિર્માતા ક્રિષ્નાજીએ આપ્યો એટલે તેનો હું ખૂબ ખૂબ આભારી છું. ખલનાયકી અને દિગ્દર્શન બંનેથી મને એનર્જી મળે છે એટલે હું એકદમ શાંત ચિત્તે દિગ્દર્શન કરૂ છું. ખોટી કોઈ લપ કે ગપ્પાબાજી મને પસંદ નથી. કામ પર હોઈએ ત્યારે ફક્ત ને ફક્ત કામ અને જયારે ફ્રી સમય મળે છે ત્યારે તો મજાક મસ્તી ચાલુ જ હોય છે. મને મારા તમામ કલાકારોનો પણ એટલો જ સહયોગ મળ્યો છે અને હું ઈચ્છીશ કે આ ફિલ્મ કમ્પ્લીટ થાય ત્યાં સુધી હું તેમને પણ કોઈ મુશ્કેલી નહિ પાડવા દઉં.



n  ગજ્જર નીલેશ