‘ઓઢણી
ઓઢીલે ગોરી મારા નામની’ દ્વારા સ્વતંત્ર દિગ્દર્શક બનીને આવી રહેલા - પરાક્રમ સિંહ
અગાઉ ઘણી ફિલ્મોમાં ખલનાયક તરીકે પ્રખ્યાત બની ચુકેલા અને પોતાના
નામથી નહિ પણ કાલી ભાઈ તરીકે ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતા પરાક્રમ સિંહ આ ફિલ્મ ‘ઓઢણી
ઓઢીલે ગોરી મારા નામની’ માં સ્વતંત્ર દિગ્દર્શક તરીકે પહેલીવાર આવી રહ્યા છે. શૈલેશ
શાહ નિર્મિત ફિલ્મ ‘ઓઢણી’ માં ખૂંખાર વિલન બની લોકોને ડરાવનાર પરાક્રમ સિંહ
વાસ્તવિક જીવનમાં એકદમ શાંત અને નમ્ર સ્વભાવ ધરાવે છે. ફિલ્મમાં વિલનનું પાત્ર
ભજવતા કલાકાર પાસે તો જતા પણ ડર લાગે પરંતુ પરાક્રમ સિંહનો સ્વભાવ જ તેમનો પ્લસ
પોઈન્ટ છે. વિલનગીરીમાં પોતાનું નામ કરી દીધું છે અને હવે તેઓ એક સ્વતંત્ર
દિગ્દર્શક તરીકે આવી રહ્યા છે તો તેઓ પણ તેમની આ ફિલ્મથી ઘણા જ ખુશ છે. ફિલ્મ વિષે
વાત કરતા તેઓએ જણાવ્યું કે મારી આ ફિલ્મમાં અમે હિરોઈનના ત્રણ ભાઈઔ બતાવ્યા છે જે
ઠાકોર છે. જેમના ખાનદાનમાં પ્રેમ કરવાની પરવાનગી નથી મળતી. પરંતુ હિરોઈન રાધાને તે
જ ગામના એક યુવાન સાથે પ્રેમ થાય છે. તો દેખીતી વાત છે કે વિરોધનો વંટોળ તો ઉઠવાનો
જ. કહેવાય છે કે સાચો પ્રેમ કરતા પ્રેમીઓને કોઈ બંધન નડતા નથી અને રસ્તા આપોઆપ
નીકળી જતા હોય છે. એમ ફિલ્મમાં એક ભાઈ પોતાની બહેન રાજી રહે તે માટે તેને મદદ કરે
છે. પ્રેમીઓ વચ્ચે ત્રીજું કોઈ આવે તો શું થાય તે દર્શકો જનતા જ હશે. આમાં પણ એવું
જ છે. હીરોની જીંદગીમાં બીજી યુવતી આવે છે અને રચાત્ય છે પ્રણય ત્રિકોણ. પણ પછી
આગળ શું? આગળ ફિલ્મ બનશે ત્યારે ખ્યાલ આવશે એમ પરાક્રમ સિંહે કહ્યું. બે માંથી કઈ
હિરોઈનની જીત થાય છે કે છેલ્લે હીરોની જ હાર થાય છે? છળકપટ કોણ કરે છે હીરો કે
હિરોઈન?
ફિલ્મ ‘ઓઢણી ઓઢીલે ગોરી મારા નામની’ ના
નિર્માતા માઈકલ ઉર્ફે ક્રિષ્ના છે. દિગ્દર્શનનું સુકાન સંભાળ્યું છે જાણીતા ખલનાયક
અને પોતાની એક્ટિંગથી લોકોને ડરાવનાર પરાક્રમ સિંહ જેઓ આ ફિલ્મથી સ્વતંત્ર
દિગ્દર્શક તરીકે આવી રહ્યા છે. જોકે અગાઉ તેઓએ બે ફિલ્મોમાં આસી. ડિરેક્ટર તરીકે
આવી ચુક્યા છે. કથા – પટકથા અને સંવાદો પણ પરાક્રમ સિંહે જ લખેલા છે. ફિલ્મના
ડાન્સ માસ્ટર દીપક તુરી છે જયારે ફાઈટ માસ્ટર મહંમદ અમદાવાદી છે. ગીતોમાં સંગીત
આપ્યું છે જાણીતી બેલડી મનોજ વિમલે. છબીકલા સંભાળી રહ્યા છે રાજુ જામ. કલાકારોમાં
માઈકલ ઉર્ફે ક્રિષ્ના જે પોતે ફિલ્મના નિર્માતા પણ છે. જેને સાથ આપશે રીના સોની,
રિયા પંચાલ, પરાક્રમ સિંહ, રાજ ગોહિલ, ભરતસિંહ રાણા, યામિની જોશી, દિનેશ મહેતા,
પંકજ સાધુ વગેરે તેમના અનુભવનો નીચોડ આ ફિલ્મમાં કામે લગાડી ફિલ્મને એકદમ મનોરંજક
બનાવી દેશે.
પ્ર
– સ્વતંત્ર દિગ્દર્શક તરીકે કેવો અનુભવ રહ્યો?
ઉ
– મે અગાઉ આસી. ડિરેક્ટર તરીકે બે ફિલ્મો કરી છે એટલે બહુ તકલીફ નથી પડી અને આમ પણ
દિગ્દર્શન મારા શોખનો વિષય છે એટલે મારે તે ઘણા સમયથી કરવાનો વિચાર હતો જે મને
નિર્માતા ક્રિષ્નાજીએ આપ્યો એટલે તેનો હું ખૂબ ખૂબ આભારી છું. ખલનાયકી અને
દિગ્દર્શન બંનેથી મને એનર્જી મળે છે એટલે હું એકદમ શાંત ચિત્તે દિગ્દર્શન કરૂ છું.
ખોટી કોઈ લપ કે ગપ્પાબાજી મને પસંદ નથી. કામ પર હોઈએ ત્યારે ફક્ત ને ફક્ત કામ અને
જયારે ફ્રી સમય મળે છે ત્યારે તો મજાક મસ્તી ચાલુ જ હોય છે. મને મારા તમામ
કલાકારોનો પણ એટલો જ સહયોગ મળ્યો છે અને હું ઈચ્છીશ કે આ ફિલ્મ કમ્પ્લીટ થાય ત્યાં
સુધી હું તેમને પણ કોઈ મુશ્કેલી નહિ પાડવા દઉં.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment