facebook

Monday, 26 October 2015

reena soni

પરાક્રમ સિંહ દ્વારા દિગ્દર્શિત ‘ઓઢણી ઓઢી લે ગોરી મારા નામની’ ફિલ્મની હિરોઈન - રીના સોની



    ગુજરાતી ફિલ્મોની ખ્યાતનામ હિરોઈનોમાં અત્યારે રીના સોનીનું નામ ટોપ પર છે એમ કહી શકાય. આકર્ષક વ્યક્તિત્વ અને મધુર અવાજની મલ્લિકા રીના હાલ નિર્માતા ક્રિષ્ના ઉર્ફે માઈકલ જેક્સનની ફિલ્મ ‘ઓઢણી ઓઢી લે ગોરી મારા નામની’ ફિલ્મના ડબિંગમાં વ્યસ્ત છે. પહેલા તે જયારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશી ત્યારે તે મમતા સોનીની બહેન તરીકે ઓળખાતી હતી. પણ હવે તેણે પોતાના અભિનયથી આ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનું નામ સ્વબળે અંકિત કર્યું છે. તેણે અત્યારે જે પ્રસિદ્ધિ હાંસલ કરી છે તેના માટે તે તેની બહેન મમતા સોનીને યશ આપવા માંગે છે. સાથે સાથે ગુજરાતના પ્રોડ્યુસરોનો પણ એટલો જ આભાર માને છે કે તેમણે રીનાની અભિનય કાબેલિયત પર વિશ્વાસ મૂકી તેને સારામાં સારૂ પર્ફોમન્સ આપવા હિંમત આપી. હાલ ‘ઓઢણી ઓઢી લે ગોરી મારા નામની’ ફિલ્મને લઈને રીના ખૂબ જ ઉત્સાહિત છે. તેણે ફિલ્મ વિષે ઘણું બધું કહ્યું અને તેના જીવન વિષે પણ એટલી જ સરસ રીતે વર્ણન કર્યું કે તમે કલ્પી જ ના શકો કે રીના આવી રીતે હસીને પણ બોલી શકે છે. આમ જુઓ તો સ્વભાવમાં એકદમ શાંતપણું જણાઈ આવતું હતું. સેટ પર બહુ ઓછું બોલવું તેમના સ્વભાવમાં છે.

પ્ર – ફિલ્મ અને નિર્માતા, દિગ્દર્શક વિષે?
ઉ – નિર્માતા ક્રિષ્ના જીની ફિલ્મ ‘ઓઢણી ઓઢી લે ગોરી મારા નામની’ માં હું રાધાનું પાત્ર ભજવી રહી છું જયારે ફિલ્મના નિર્માતા પોતે જ આ ફિલ્મમાં હીરોનું પાત્ર ભજવી રહ્યા છે જેનું નામ ક્રિષ્ના છે. ફિલ્મ એક લવસ્ટોરી છે એટલે તેમાં પ્રેમ પર વધારે ભાર મુકવામાં આવ્યો છે. જેમ મારી બીજી ફિલ્મોમાં મે એક પ્રેમિકાનું પાત્ર ભજવેલું છે તેવું અને તેનાથી થોડું હટકે આ પાત્ર છે. હીરો ક્રિષ્ના વિષે એમણે કહ્યું કે તેઓ એક મજાના વ્યક્તિ છે. તેઓ ડાન્સમાં અને ફાઈટમાં ખૂબ જ સરસ એક્ટિંગ કરી જાણે છે. મને એવું નથી લાગ્યું કે તેઓ પ્રથમવાર અભિનય આપી રહ્યા છે.

પ્ર – આપના બહેન પણ સક્રિય છે. તો ક્યારેય તેમની સાથે હરીફાઈ થઇ છે?
ઉ – ના મારે હરીફાઈ જેવું કંઇ નથી. મમતા મારી મોટી બહેન છે. તેની મદદથી જ હું આ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશી છું. હું એમ પણ કહીશ કે તે જ મારી ગોડફાધર છે. તેણે મને જરોરી દરેક સૂચનો આપ્યા છે જે મને આગળ જતા કામ લાગે. એમાં કોમ્પીટીશન જેવું કંઇ છે જ નહિ. એ નંબર વન છે તે બધાને ખબર જ છે. એ ખૂબ જ મહેનત કરીને આગળ આવી છે પણ તેના જેટલી મહેનત કે ભાગદોડ મારાથી નથી થતી. મારાથી જેટલું કામ હું કરી શકું અને નિર્માતા કે દિગ્દર્શકને સમયસર મારૂ કામ પૂર્ણ કરી આપું તેમાં જ મને સંતોષ મળે છે. બીજું કારણ એ છે કે હું મારી ફિલ્મોના શુટિંગમાંથી સમય લઈને મારા પરિવાર માટે પણ થોડો સમય ફાળવી શકું. હું ભગવાન પાસે એટલું જ માગું છું કે હું અને મારી ફેમીલી ખુશ રહીએ અને મારા લીધે કોઈ લટકે નહિ તેનું હું ખાસ ધ્યાન રાખું છું.

પ્ર – અર્બન ફિલ્મો વિષે?
ઉ – મે એક ફિલ્મ કરેલી છે જેનું નામ ‘જવાની દીવાની’ છે. રેગ્યુલર ફિલ્મો અને અર્બન ફિલ્મો વચ્ચે ઘણો મોટો તફાવત છે. તેમાં મારૂ પાત્ર એકદમ બોલ્ડ ટાઈપ હતું જયારે ટીપીકલ ફિલ્મોમાં એવા જ પાત્રો ભજવવા મળે છે. મને પણ એમાં જ રસ છે કે અલગ અલગ પાત્રો ભજવી શકાય અને પોતાનો અભિનય વધારે નિખારી શકું.




n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment