‘ઓઢણી ઓઢી લે ગોરી મારા નામની’ ફિલ્મના યુવા
નિર્માતા - ક્રિષ્ના ઉર્ફે મેક
રૂપેરી પડદે હાલ નવા નવા કલાકારો અને નિર્માતાઓ આવી રહ્યા છે જેઓ પોતાની
આવડત અને સુઝબુઝ પ્રમાણે આપણી ફિલ્મ ઇન્ડસ્રીઝને આગળ ધપાવવાનું કામ કરી રહ્યા છે.
જેમાના એક એટલે લંડનથી ગુજરાત આવી પોતાની માતૃભાષા પ્રત્યેના અનન્ય પ્રેમને કારણે
એક ગુજરાતી ફિલ્મ બનાવવાનું વિચાર્યું અને તેમણે તુરંત તેના પર વર્ક પણ ચાલુ કરી
દીધું. તેઓને અભિનય પ્રત્યે પહેલેથી જ રૂચી હતી તેથી કહી શકાય કે તેઓ પોતાની
ફિલ્મમાં કંઇક તો બધા કરતા અલગ કરીને દેખાડશે જ. તેમની ‘ઓઢણી ઓઢી લે ગોરી મારા
નામની’ ફિલ્મમાં પ્રેમની વાત કરવામાં આવી છે અને તેમાં સરસ રીતે પ્રણય ત્રિકોણ
બતાવવામાં આવ્યો છે. જેમાં પ્રણયના ફાગ ખેલશે ક્રિષ્ના ઉર્ફે માઈકલ જેક્સન, મારકણી
આંખોવાળી રીના સોની અને અભિનયમાં બેજોડ રવિના ટીલાવત. ફિલ્મમાં ગુજરાતી
પ્રેક્ષકોને ગમે તેવો તમામ મસાલો છે જેમાં કોમેડી, એક્શન, થોડું સસ્પેન્સ અને
ભરપુર પ્રેમ આટલું બધું એક સાથે ક્રિષ્ના જી પોતાની ફિલ્મમાં લાવી દર્શકોને અચંબિત
કરી દેશે. વધુમાં ફિલ્મ વિષે તેઓ જ માહિતગાર કરશે.
પ્ર – ફિલ્મના તમે બેવડી જવાબદારી નિભાવો છો?
ઉ – હા, મારી પ્રથમ ફિલ્મ ‘ઓઢણી ઓઢી લે ગોરી મારા
નામની’ માં હું એક અભિનેતા તરીકે અને નિર્માતા તરીકે આવી રહ્યો છું. મારી પ્રથમ
ફિલ્મથી મને ઘણો ઉત્સાહ છે કે મારી ફિલ્મ સફળ થાય અને દર્શકો ફિલ્મને જુએ. જેમણે
અત્યાર સુધીમાં આવી પ્રણય ત્રિકોણ લવસ્ટોરી કોઈ ફિલ્મમાં નહિ જોઈ હોય. મારૂ
બાળપણથી એક સપનું હતું કે હું ગુજરાતી પડદે ચમકુ પણ મને એવો રોલ જોઈતો હતો જે
દમદાર હોય. મે વિચાર કર્યો કે જો હું કામ માંગવા જઈશ તો દમદાર રોલ નહિ મળે એટલે મે
પોતે જ ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો અને તેને તરત અમલમાં મુક્યો. ફિલ્મમાં મારૂ
પાત્ર એક પ્રેમીનું છે જે બે પ્રેમિકાઓમાં અટવાય છે. વચ્ચે અમારો બંનેનો પરિવાર પણ
એકબીજાના દુશ્મન હોય છે. તેને સાથે ભેગા કરી અને અમે પ્રેમીઓ પોતાના પ્રેમ માટે
ઘણું મોટું કામ કરી રહ્યા છીએ તેવું બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પછી છેલ્લે
શું બને પરિવાર એકજુટ થાય છે? અમર પ્રણય ત્રિકોણમાં પોતાના પ્રેમનું બલિદાન કોણ
આપે છે? રીના કે રવિના? આવા પ્રશ્નોના જવાબ તમને ફિલ્મમાં જ મળશે. આનાથી વધારે હું
હમણાં કંઇ નહિ કહી શકું.
પ્ર – ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વિષે કહેશો.
ઉ – મને અહીં આવી કામ કરવાની ખૂબ જ મજા આવી રહી
છે. અહીં તમામ કલાકારો એક પરિવારની જેમ કામ કરી રહ્યા હતા. તેમનો સૌનો મને સાથ
મળ્યો તેથી મને એમ થાય છે કે આ એક જ ઉધ્યો એવો છે જ્યાં સૌ કોઈ સરસ રીતે કામ કરી
જાણે છે. મને એવું લાગે છે કે મારી આ ફિલ્મ રીલીઝ કરી હું મારી બીજી વધુ એક ફિલ્મ
માટે પણ તૈયારી દર્શાવું અને આનાથી પણ સારૂ કામ આપી શકું. ફિલ્મનું તમામ શુટિંગ
પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હાલ ફિલ્મ એડીટીંગ અને ડબિંગના તબક્કામાંથી પસાર થઇ
રહી છે.
પ્ર – આપની હિરોઈન વિષે?
ઉ – આ ફિલ્મમાં મારી સામે હિરોઈન રીના સોની અને
રવિના ટીલાવત છે. જેમની સાથે પ્રથમ પરિચય થયો ત્યારથી જ એવું લાગેલું કે મે મારી
ફિલ્મમાં જે હિરોઈનને લીધી તને લઈને મને સંપૂર્ણ વિશ્વાસ આવી ગયો કે તેઓ મન દઈને
કામ કરી રહી હતી. રીના સોની વિષે કહીશ કે તેમનો સ્વભાવ ખૂબ જ સરસ છે. મારી આખી
ફિલ્મના શૂટ દરમિયાન તેમણે મને પૂરેપૂરો સહકાર આપ્યો. તેમના અનુભવો વિષે મને વાત
કરી. કેવી રીતે હળીમળીને અહીં કામ થાય છે તે મને સમજાવ્યું.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment