મને એક્શન કરતો દર્શકો પસંદ કરે તે મને ગમે છે - રવિ
પટેલ
ગુજરાતી ફિલ્મોમાં ઘણા એવા કલાકારો છે જેઓ
પોતાની અભિનય પ્રતિભાના જોરે આગળ આવેલા છે. તેઓએ ઘણી મહેનત કરી હોય છે. આગળ આવવા
માટે તેઓએ ઘણો સંઘર્ષ વેઠવો પડ્યો હોય છે. વગર મહેનતે પોતાના ભાણામાં લાડુ આવી જાય
તે તો વાત જ અનોખી છે. પણ જે વ્યક્તિ મહેનતથી આગળ આવી હોય તેને સમયનું ઘણું માન
હોય છે અને તેને પરિસ્થિતિઓ સામે લડતા ફાવી ગયું હોય છે. પોતાની જાત મહેનતે આગળ
આવેલા આવા જ એક કલાકારની વાત કરવા જઈ રહ્યો છું જેમની સાથે લાંબી ચર્ચા ચાલેલી. તેમની
આવનારી ફિલ્મ ‘તુફાન – એક જંગ’ વિષે. જેના નિર્માતા ઉત્તમ રાઠોડ અને હિતેશ આનંદ
(ગુરુકુલ સ્ટુડીઓ) છે. તેઓએ અગાઉ ‘ઢોલીડા’ નામની એક સુપરહિટ ફિલ્મમાં પોતાના
અભિનયના જાદુથી ગુજરાતના પ્રેક્ષકોના દિલમાં પોતાનું એક અલગ સ્થાન બનાવી લીધું છે
એમ કહીએ તો પણ ખોટું નથી. તે કલાકાર છે રવિ પટેલ. એકદમ હસમુખો અને ભોળો ચહેરો
ધરાવતા રવિ પટેલ ઘણા સમયથી અભિનય કરી રહ્યા છે સાથે સાથે મને લાગે છે કે તેઓ આ
ક્ષેત્ર સાથે સંકળાયેલ બીજી વ્યક્તિઓ સાથે વધુ સમય પસાર કરીને પોતાને આપમેળે ઘડી
રહ્યા છે. વિક્રમ રાજપૂત દિગ્દર્શિત ફિલ્મ ‘ઢોલીડા’ રવિ પટેલ અને પ્રિયંકા ચડ્ડાની
જોડીએ ગુજરાતની જનતાને રીતસરના ઘેલા કર્યા હતા. ફિલ્મમાં તેમનો અભિનય લાજવાબ હતો.
તે ટૂંક સમયમાં પોતાના અભિનય વાળી ફિલ્મ ‘તુફાન – એક જંગ’ નું મુહુર્ત કરવા જઈ
રહ્યા છે. ફિલ્મની ખાસ વાત એ છે કે ‘સનેડા’ ફેઈમ મણીરાજ બારોટના ભત્રીજા જયેશરાજ
બારોટ આ ફિલ્મથી લોન્ચ થઇ રહ્યા છે. તો આ નવી ફિલ્મ વિષે જાણીએ.
પ્ર
– ફિલ્મ વિષે જણાવશો.
ઉ
– આ ફિલ્મ ત્રણ ભાઈઓની આસપાસ ફરે છે. અત્યાર સુધીમાં તમે જોયું હશે કે ગુઅની
ગુજરાતી ફિલ્મોમાં કાં તો એક ભાઈ યા તો બે ભાઈઓની જ વાર્તા પર ફિલ્મો બની છે.
જયારે આ ફિલ્મમાં ત્રણ સગા ભાઈઓ અને તેની સામે ત્રણ જ હિરોઈનો હોય છે. જેમાં
ફિલ્મની શરૂઆતમાં ય્તાનેય ભાઈઓ નાનપણમાં વિખુટા પડી જાય છે અને વચ્ચે એવી
નાટ્યાત્મકતા સર્જાય છે કે બધા અસમંજસમાં પડી જાય છે કે શું બની રહ્યું છે અને
છેલ્લે ત્રણેય ભાઈઓ ભેગા થાય છે. આ પ્રકારની સ્ટોરી છે. ટૂંકમાં ફિલ્મમાં કોમેડી,
એક્શન વગેરે બધું જ હશે.
પ્ર
– ફિલ્મનો પ્લસ પોઈન્ટ શું હશે?
ઉ
– આ ફિલ્મનો પ્લસ પોઈન્ટ એ હશે કે અત્યારે મલ્ટી હીરોને લઈને ફિલ્મો લગભગ બનતી જ
નથી. જયારે આ ફિલ્મમાં ત્રણ ત્રણ હીરો છે અને તેની સામે ત્રણ ત્રણ હિરોઈનો પણ છે.
ફિલ્મની સ્ટોરી મસાલેદાર છે. ફિલ્મના સોન્ગ્સ પણ સારા લખવામાં આવ્યા છે. જેમાં ડાયરા
સોંગથી માંડીને આઈટમ સોંગ બધું જ છે. ફાઈટ સીકવન્સ પણ અદભુત તૈયાર કરવામાં આવશે.
પ્ર
– તમારી એક્શન અને રોમાન્ટિક બંને પ્રકારની ઈમેજ છે. તો તમને દર્શકો કઈ ઈમેજમાં
વધારે જુએ એવું ઈચ્છો છો?
ઉ
– હા તમારી વાત સાચી છે. હું બંને ઈમેજમાં એક્શન અને રોમાન્ટિકમાં છું. જેમાં મને
દર્શકો સ્વીકારી રહ્યા છે. મારી ફિલ્મ ‘ઢોલીડા’ હમણાં રીલીઝ થયું ત્યારે મને મારા
ઘણા ચાહકોના ફોન કોલ્સ આવેલા કે તમે એક્શન કરતા પણ સારા લાગો છો અને રોમાન્સ કરતા
પણ સારા લાગો છો. મને કોઈ વાંધો નથી કે દર્શકો મને એક્શનમાં ઓળખે કે રોમાન્ટિક
હીરો તરીકે ઓળખે. પરંતુ આ ફિલ્મ ‘તુફાન – એક જંગ’ માં હું માત્ર ને માત્ર એક્શન
કરતો દર્શકોને જોવા મળીશ અને મને વધુ તો એક્શન કરવી જ ગમે છે.
પ્ર
– ફિલ્મ ક્યાં સુધીમાં કમ્પ્લીટ કરવાની તૈયારી છે?
ઉ
– અમારી ફિલ્મ આઈ થીંક દેવદિવાળી સુધીમાં કમ્પ્લીટ કરવાની તૈયારી છે.
પ્ર
– આપની દિવાળી કેવી હોય છે?
ઉ
– દિવાળી તો અફકોર્સ મારો મનગમતો તહેવાર છે. જેમાં હું ખૂબ એન્જોય કરૂ છું. બધાને
મળવું, મીઠી ખાવી, ફટાકડા ફોડવા અને વડીલોને નમસ્કાર કરવા વગેરે બધું સારૂ લાગે
છે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment