facebook

Saturday, 29 August 2015

usha bhatiya

નેગેટીવ પાત્ર ભજવવાની ખ્વાહીશ ધરાવતી – ઉષા ભાટિયા




    ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના ખેરખા દિગ્દર્શકો પૈકીના એક છે.તેવા કેશવ રાઠોડ દિગ્દર્શિત ફિલ્મ ‘ઘર મારૂ મંદિર’ ની ચુલબુલી અભિનેત્રી ઉષા ભાટિયા વિષે થોડીક તેમની પાસેથી જાણકારી મેળવીએ એ પહેલા તે ફિલ્મ વિષે જાણીએ. ફિલ્મનું ટાઈટલ જ કુટુંબ પ્રેમની ભાવના દર્શાવે છે તેથી કહેવાની જરૂર નથી કે આ ફિલ્મ પરિવાર પ્રેમ પર આધારિત છે. શ્રી સિદ્ધેશ્વરી આર્ટ પ્રસ્તુત આ ફિલ્મ દિગ્દર્શિત છે. આ ફિલ્મના દિગ્દર્શક, ગીતકાર, પટકથા લેખક, સંવાદ લેખક કેશવ રાઠોડ જ છે. નિર્માતા રંજનબેન પરમાર છે. છબીકલા હિતેશ બેલદાર તથા લાલજી બેલદારની છે. ફિલ્મના કલાકારોમાં ચંદન રાઠોડની પેરમાં ઉષા ભાટિયા તથા ચંદન દેસાણીની પેરમાં નિશા સોની છે. અન્ય કલાકારોમાં ડીમ્પલ ઉપાધ્યાય, સન્ની ખાતરી, હસમુખ ભાવસાર, જયશ્રી પરીખ, જીજ્ઞેશ મોદી, રત્ના રબારી, અને યોગેશ ઠાકર પોતાના અભિનયથી ફિલ્મને ચાર ચાંદ લગાવશે. પરંતુ આપણે વાત કરવી છે ઉષા ભાટિયા સાથે તેમના વિષે. મહેસાણામાં ફર્સ્ટ આલ્બમ ‘જોગણીમાની ઝાંઝર’ કર્યું છે ત્યારબાદ ક્યારેય પણ પાછું વાળીને ઉષા ભાટિયાએ નથી જોયું. તેની કેરિયર પર એક નજર નાખો તો ૨૫૦ થી પણ વધારે આલ્બમો ૨૦-૨૨ ગુજરાતી ફિલ્મો જેવી કે ‘પ્રાણ જાય પણ પ્રીત ન જાય’, ‘ઘાયલ’, ‘વાગી કાળજે કટારી તારા પ્રેમની’, ‘મેં તો ઓઢી ચુંદડી તારા નામની’ જે બધી જ ફિલ્મો ટોપ લીસ્ટમાં છે. કલાકારોની વાત કરીએ તો ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટારો સાથે અત્યાર સુધીમાં કામ કરી ચુક્યા છે. જેમકે, ચંદન રાઠોડ(૩ ફિલ્મ), હિતેન કુમાર(૩ ફિલ્મ), જીત ઉપેન્દ્ર(૨ ફિલ્મ), વિક્રમ ઠાકોર (તેની સાળીના પાત્રમાં).



    તેઓ આગળ જણાવે છે કે ગુજરાતી ફિલ્મોની સ્ટોરી અત્યારે પ્રેક્ષકોને કંઇક હટકે જોઈએ છે. ગુજરાતી પ્રજા ગુજરાતી ફિલ્મોને જોવા જ નથી માંગતી. લોકો હિન્દીની પાછળ જ પડેલા છે અને એક કારણ ગુજરાતી ફિલ્મો ઓછી ચાલવાનું એ પણ છે કે તેને મલ્ટીપ્લેકસ થીયેટરો નથી મળતા અને લોકો સાદા થીયેટરમાં જોવા જવા માંગતા નથી.
પ્ર – ક્યા પ્રકારના પાત્રો ભજવવા ગમશે ?
ઉ – ગુજરાતી ફિલ્મોમાં મને નેગેટીવ પાત્રો ભજવવાની ખ્વાહીશ છે. કારણ કે તેવા પાત્રો પ્રેક્ષકો મનમાં યાદ રાખતા હોય છે.



પ્ર – આ ફિલ્મમાં કામ કરી કેવું લાગી રહ્યું છે ?
ઉ – આ ફિલ્મનું આખું યુનિટ જ મારા ફેમીલી જેવું છે એમ કહું તો પણ ખોટું નથી. કેશુ બાપા સાથે આ મારી ત્રીજી ફિલ્મ છે. અગાઉ પણ હું તેમની બે ફિલ્મમાં ચંદન રાઠોડ સામે હતી. ચંદન રાઠોડ એક સારા આર્ટીસ્ટ પણ છે અને એક ઉમદા વ્યક્તિ પણ છે.
પ્ર – સબસીડી વિષે શું કહેશો ?
ઉ – સરકારે સબસીડી આમ તો બંધ જ કરી દેવી જોઈએ અને જો કોઈ ઉપાય લાવે તો ગુજરાતી ફિલ્મોને સબસીડી કેટેગરી વાઈઝ આપવી જોઈએ. કારણ કે અમુક લોકો સ્પેશ્યલી સબસીડી માટે જ ફિલ્મો બનાવતા હોય છે. એના લીધે જે સારી ફિલ્મો બનતી હતી તેને પણ જે સરકાર તરફથી મદદ મળવી જોઈએ તે મળતી બંધ થઇ ગઈ.

n  ગજ્જર નીલેશ 

foram patel

ગુજરાતી ફિલ્મોમાં ‘ફોરમ પટેલ’ પોતાના અભિનયની ફોરમ પાથરશે






    ગુજરાતી ફિલ્મોની હાલત અત્યારે થોડીક સુધારા પર આવી રહી હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. ગુજરાતી ફિલ્મોમાં અત્યારે નવા ટેલેન્ટેડ કલાકારોનો નવો ફાળ આવી રહ્યો હોય એમ લાગી રહ્યું છે. આ વર્ષે ઘણા નવા ચેહરા ગુજરાતી ફિલ્મોના રૂપેરી પડદે ચમકતા જોવા મળશે. ગુજરાતી ફિલ્મોના રૂપેરી પડદે યૂંક સમયમાં એક ન્યુકમર તારિકા પોતાની અભિનયક્ષમતા પૂરવાર કરવા આવી રહી જે ‘ચેહર કરે મહેર તો થાય લીલાલહેર’ ફિલ્મમાં દર્શકોને જોવા મળશે. સૂર્યકિરણ રાવત અને ચાંદની ચોપરા અભિનીત આ ફિલ્મમાં તે અભિનેત્રીનું પાત્ર પણ દમદાર છે. તે ગ્લેમરસ તારિકા એટલે ફોરમ પટેલ. બી.કોમ, એમ.કોમ કમ્પ્લીટ કર્યા બાદ






ડીપ્લોમા ઇન લાઈબ્રેરી સાયન્સનું શિક્ષણ મેળવેલ (જો કે હાલમાં પણ તેઓ સ્ટડી કરી જ રહ્યા છે.) ફોરમ પટેલને કોલેજકાળથી જ એક દિલથી ઈચ્છા હતી કે મોડેલીંગ કરવું છે. કોલેજના બીજા વરસથી એટલે કે ૨૦૦૩ થી ૨૦૦૫ સુધી અલગ અલગ એડ શૂટ કરી. જેમાં સાડીની એક એડ પણ કરેલી. મોડેલીંગ કર્યું. સૂર્યકિરણ રાવતની ફિલ્મ ‘ચેહર કરે મહેર તો થાય લીલાલહેર’ તેમની પ્રથમ ફિલ્મ છે. શરૂઆતમાં તેઓ તેમના માસી શોભના પટેલ જેઓ પણ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે ઘણા વરસોથી જોડાયેલા છે તેઓની સાથે નાની ઉંમરે શુટિંગ જોવા જતા. શોભના પટેલ સાથે મલ્લિકા સારાભાઇની એક ફિલ્મના શુટિંગ દરમ્યાન ફોરમને લાગ્યું કે મારે પણ ગુજરાતી ફિલ્મોમાં કંઇક કરી બતાવવું છે. તેથી તેઓ પણ આ લાલચ રોકી ન શક્યા. સૂર્યકિરણ રાતને તેઓ પોતાના ગુરુ માને છે. ફિલ્મોમાં આવીને કેવું અનુભવો છો ના ઉત્તરમાં તેઓ જણાવ્યું કે ફિલ્મોમાં આવીને ડેફીનેટલી આઈ એમ પ્રાઉડ ઓફ માય સેલ્ફ કે યેસ હું પોતે ગુજરાતી છું અને ગુજરાતી મૂવીઝમાં વર્ક કરું છું. ગુજરાતી ફિલ્મ નિર્માતા-દિગ્દર્શકોની વાત કરું તો સૂર્યકિરણજીની કામ કરવાની રીત જોઇને હું દંગ જ રહી ગઈ.તેઓ એટલું સારી રીતે કામ કરે છે અને કલાકારો પાસે સારું કામ લઇ શકે છે અને મને પ્રથમ તક આ ફિલ્મથી મળી તે માટે મને ગર્વ છે.



    ગુજરાતી ફિલ્મોમાં ઝીરો ફિગર ચાલી શકે ના ઉત્તરમાં તેઓએ જણાવ્યું કે હું નથી માનતી કે ગુજરાતી ફિલ્મોમાં ઝીરો ફિગર ચાલી શકે. હિન્દી મુવીમાં જોકે લારા દત્તા છે વિદ્યા બાલન છે સમીરા રેડ્ડી છે તો આપણે એ લોકોને એક્સેપ્ટ કરીએ છીએ તો ગુજરાતી ફિલ્મો કેમ ન કરી શકીએ?
પ્ર – ક્યાં પ્રકારના પાત્રોની ખ્વાહીશ છે?
ઉ – મારું ડ્રીમ કેરેક્ટર કહી શકાય ને કે બહુ જુની મેં એક ફિલ્મ જોઈ હતી ‘લખતરની લાડીને વિલાયતનો વર’ જે ફિલ્મમાં સ્નેહલતા મેડમનું જે કેરેક્ટર હતું . આઈ લાઈક ધેટ.

n  ગજ્જર નીલેશ 

disha vakani

દિશા વાકાણી ( દયાભાભી ) નાનપણમાં પોતાના પિતાની સમયસૂચકતાથી ઘાતમાંથી બચી ગયા


    ટચુકડા પડદે અત્યારે દયાબેનને કોણ નથી ઓળખાતું ? ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ થી અપ્રતિમ લોકપ્રીયતા હાંસલ કરનાર દયાબેન. ખરું નામ દિશા વાકાણી અત્યારે દરેક ગૃહિણીઓનું પ્રિય પાત્ર બની ગઈ છે. અમદાવાદની વતની દિશા વાકાણીએ શરૂઆત ગુજરાતી નાટકોથી કરી. ઘણાય નાટકોમાં અભિનય કર્યા બાદ હિન્દી સીરીયલોમાં પણ પોતાના અભિનયના ડંકા વગાડ્યા. પરંતુ મારે તમને તેમની અભિનય કારકિર્દી વિષે અત્યારે વાત નથી કરવી. વાત કરવી છે તો તેમના બાળપણની.

    એક દિવસે સવારે જયારે દિશા પોતાના ઘરે કાગળ પર પેન્સિલ વડે ઘડાનું ચિત્ર દોરી રહી હતી. ચિત્ર દોરતા દોરતા દિશા પોતાના ગળામાં કંઈ આડું આવી ગયું હોય એમ ઉધરસ ખાતી હતી. ગળામાં કંઇક ફસાઈ ગયેલું લાગતું હતું. દિશાના પિતા શ્રી ભીમભાઈ વાકાણીની નજર તેના પર પડી. પિતાએ કહ્યું અહીં આવ બેટા અને દિશાના મોંમાં જોતા માંસનો લોચો બરાબર દેખાતો હતો. દિશાને ડીપ્થેરીયા નામનો રોગ હતો. ભીમભાઈએ ઘડી ભરની પણ વાર ન લગાવતા તાબડતોબ પોતાની દીકરી દિશાને પોતાના સ્કુટર પર આગળના ભાગે ઊભી રાખી દીધી. ત્યારે દિશાની ઉંમર માંડ આઠ વર્ષની હશે. પોતાની દીકરીની આવી હાલત જોઇને કોઈપણ બાપનું હદય કંપી જાય અને શું કરવું શું ન કરવુંની મૂંઝવણમાં પડી જાય. પરંતુ ભીમભાઈએ કોઈ મૂંઝવણમાં ન પડતા સ્કુટર હોસ્પિટલ તરફ હંકારી મુક્યું. દિશાની માતાએ આજુબાજુ પડોશમાં રહેતા પોતાના સ્નેહીજનને બનાવની જાણ કરી. તે ભાઈ પણ હોસ્પીટલનું એડ્રેસ લઇ હોસ્પિટલ જવા તૈયાર થઇ ઉપડી ગયા. મુશ્કેલી હવે શરૂ થવાની હતી.

    ભીમભાઈ પોતાની દીકરીને સ્કુટર પર લઈને નીકળ્યા. તો ખરા પરંતુ તે સમયે અમદાવાદમાં કોમી રમખાણો નાની – નાની વાતે થતી રહેતી. વી. એસ. હોસ્પિટલ જવાનો રસ્તો તેમના ઘરથી ફક્ત એક જ હતો. અધૂરામાં પૂરું તે સમયે આ રોગનું નિદાન આખા ગુજરાતમાં ફક્ત એક જ દવાખાને થતું હતું. જે રસ્તો જમાલપુર મુસ્લિમ એરિયામાં થઈને નીકળતો હતો. ભીમભાઈએ તેમના સ્નેહીજન નટુભાઈને કહ્યું તમે બેંકમાં જઈને પૈસા લઈને હોસ્પિટલ પહોંચો. હું દિશાને લઈને જાઉં છું કારણકે જો વાર લાગશે તો મને ડર છે કે કંઇક અજુગતું ન બની જાય. ત્યાંથી નીકળી આગળ જતા ભીમભાઈને પોલીસે રોક્યા અને કહ્યું અહીંથી ના ચાલશો. કોમી રમખાણ ફાટી નીકળી છે અને જીવનું જોખમ છે. ભીમભાઈએ કહ્યું જઈશ તો જીવનું જોખમ છે નહિ જઉંને સાહેબ તો પણ મારી દીકરીના જીવનું જોખમ છે. પોલીસે કહ્યું તમારે તમારી જવાબદારી પર જવું હોય તો જઈ શકો છો અને ભીમભાઈ ગયા પણ ખરા કારણકે તે ત્યારે એક બાપ હતા. જે પોતાની દીકરીને રોગમાં સપડાતી નહોતી જોઈ શકતા. તે ગયા અને આગળના રસ્તે એકબીજા પર લોકો પથ્થરમારો કરી રહ્યા હતા. ભીમભાઈએ સ્કુટર ઝડપથી ચલાવવા માંડ્યું. આગળ ઉભેલી નાની દિશા પર પોતાને ઢાલ  બનાવીને રાખી જેથી દિશાને કોઈ પથ્થર ન લાગી જાય. જેમ તેમ કરીને હોસ્પિટલ તો પંહોચી ગયા. હોસ્પિટલ પંહોચીને જોયું તો ડોક્ટર સાહેબ કોઈ મેડીકલ સેલ્સમેન સાથે દવા બાબતે ચર્ચા કરી રહ્યા હતા. ભીમભાઈએ જઈને હાંફળાફાંફળા થતા કહ્યું ડોક્ટર સાહેબ મારી દીકરીને તપાસોને. ડોકટરે કહ્યું એક તો તમે વગર પૂછે રજા લીધા વગર અંદર આવી ગયા તમે છો કોણ ? ભીમભાઈએ કહ્યું અત્યારે તો હું એક દીકરીનો બાપ છું. ડોકટરે જલ્દી જલ્દીમાં દિશાનું ચેકઅપ કરીને કહ્યું આ છોકરીને કંઈ નથી. ભીમભાઈને આઘાત લાગ્યો કે દિશાના મોંમાં દેખાય છે તો પણ ડોક્ટર કહે છે કંઈ નથી ? તેમણે ડોક્ટર પાસે લખાણ લીધું કે દિશાને કોઈ બીમારી નથી. ભીમભાઇએ ડોક્ટરને કહ્યું આવડી મોટી હોસ્પિટલમાં તમારી પાસે ફક્ત બેટરી જ છે જેને તમે દિશાના મોંમાં રાખીને કહી દીધું કે કંઈ નથી. ત્યારબાદ કોઈએ ડોકટરોને જાણ કરી કે આ છોકરી તો ટીવી પર સીરીયલોમાં આવે છે. ત્યારે નાનકડી દિશા હિરોઈનના બાળપણના રોલ કરતી હતી. ત્યારબાદ ડોક્ટરોએ ખરું નિદાન શરૂ કર્યું અને દિશાની સાચી દવા કરી. આ જોખમ તે સમયે દિશા માટે જો તેના માતા – પિતાએ ન ઉઠાવ્યું હોત તો દિશાબેન દયાભાભી તરીકે પ્રખ્યાત ન હોત અને આપણી સમક્ષ પણ ન હોત. કહેવાનું એ કે માં – બાપ પોતાના સંતાનો માટે જીવનું જોખમ લઈને પણ ઉછેરે છે. જો એક પિતા પોતાના દીકરા કે દીકરીને તેની જિંદગીના પહેલા પાંચ વર્ષ આંગળી પકડીને ચલાવી શકે તો તે સંતાન પોતાના માં – બાપને  છેલ્લા પાંચ વર્ષ લાકડી પકડીને ના ચલાવી શકે ? બદલામાં દિશા વાકાણી ( દયાભાભી ) આટલા મોટા સ્ટાર હોવા છતાં જો તેમના પપ્પાના પગના તળિયા રાત્રી સુતી વખતે મેલા અને માટીવાળા જુએ તો સાબુવાળા ગરમ પાણીમાં પગ ધોઈ લૂછી અને પગમાં ક્રીમ લગાડી પછી મોજા પહેરાવીને સુવાડી અને ઓઢાડી ખુશ થાય છે. આટલા જમીન પર છે.

   

sanjay leela bhansali

સંજય લીલા ભણશાલીની ‘રામલીલા’
‘મન મોર બની થનગાટ કરે’ કે મન મોર બની વિવાદ કરે કે પછી રબારી સમાજની વાત હોય કે પછી ક્ષત્રીય સમાજની વાત હોય અને અરવિંદ વેગડાના ગીત ‘ભાઈ ભાઈ’ ની ઉઠાંતરીલીલા પણ કેમ ના હોય સંજય હંમેશા વિવાદના વમળમાં જ અટવાયેલા રહ્યા છે.

  
    બોલીવુડમાં ગુજરાતી દિગ્દર્શકોમાં હાલના તબક્કે કોઈ દિગ્દર્શક જો વિવાદમાં હોય તો તે છે સંજય લીલા ભણશાલી. તેમની હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી થઇ અને અમુક અંશે ફિલ્મ બનાવવાનો પ્રવાહ પણ એમણે બદલ્યો. ઘણા ગુજરાતી દિગ્દર્શકોએ હિન્દી ફિલ્મો બનાવી. જેઓએ તમામે સુપરહીટ, હીટ તથા ફ્લોપ ફિલ્મો આપી. તે સૌની ફિલ્મોના દિગ્દર્શનની પધ્ધતિ અલગ અલગ હતી. ફિલ્મ ઉદ્યોગમાં સૌથી વધુ મહત્વ દિગ્દર્શકનું જ હોય છે તે તેઓએ પોતપોતાની રીતે સાબિત કર્યું. અમુક એવા દિગ્દર્શકો પણ આવ્યા જેઓએ પાયાનું જ્ઞાન ઓછું મેળવેલું હોવા છતાં હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સારૂ એવું કાઠું કાઢી શક્યા.
    સંજય લીલા ભણશાલીની ફિલ્મો બનાવવાની શૈલીમાં પણ વિવિધતા જોવા મળી. તેમની ફિલ્મોમાં મનોરંજન, કલાત્મકતા તથા ગુજરાતીપણાનો ત્રિવેણી સંગમ સાધ્યો. અત્યારે અમુક દિગ્દર્શકો પોતાનું એક યુનિટ બનાવીને જ ફિલ્મો બનાવવામાં માને છે જેમાં યુનિટ સાથે જોડાયેલા અભિનેતા, અભિનેત્રી, સાથી કલાકારો, સંગીતકાર, કેમેરામેન હોય છે. પણ સંજયે કદી એવો મોહ નથી રાખ્યો. તેમની ફિલ્મોના કલાકારો બદલાતા રહેતા. તેમની ફિલ્મોના કલાકારોની યાદી વાંચશો તો ખબર પડશે કે તેઓએ અલગ અલગ દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું. ૧૯૯૬માં રજૂ થયેલી તેમની પ્રથમ ફિલ્મ હતી ‘ખામોશી – ધ મ્યુઝીકલ’. મૌનમાં પણ સંગીત છુપાયેલું છે તેવું કહેવા માગતી આ ફિલ્મમાં નાના પાટેકર, સલમાન ખાન, મનીષા કોઈરાલા, સીમા વિશ્વાસ, હેલન, હિમાની શિવપૂરી તથા રઘુવીર યાદવ જેવા કલાકારો હતા. આ ફિલ્મના લેખક પણ તેઓ પોતે જ હતા. ક્યારેય કોઈ ફિલ્મ ઉતાવળથી ન બનાવતા સંજયની બીજી ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ આવી ત્રણ વર્ષ પછી ૧૯૯૯માં. જયારે એક દિગ્દર્શક ફિલ્મમાં કોઈ કચાશ ના રહે તે માટે ધીરજથી ઝીણવટભરી તપાસ કરી ફિલ્મના કોઈ સીનમાં કઈ ખૂટતું નથી તે વિચારીને આગળ વધતો હોય ત્યારે તે ફિલ્મના કલાકારોએ જ નહિ બલકે આર્ટ ડાયરેક્ટર, સિનેમેટોગ્રાફર, પટકથાકાર, સંગીતકાર, કોસ્ચ્યુંમ ડીઝાઈનર સૌ કોઈએ ધીરજ રાખવી પડતી હોય છે. ‘હમ દિલ દે ચુકે સનમ’ ફિલ્મ એક કલાત્મક ફિલ્મ છે જેમાં સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને અજય દેવગણનો પ્રણય ત્રિકોણ બતાવવામાં આવ્યો છે. સહકલાકારોમાં ગુજરાતીઓનો રાફડો ફાટ્યો છે. કલાકારો હતા કેન્ની દેસાઈ, વિનય પાઠક, ઘનશ્યામ નાયક વગેરે. આ ફિલ્મમાં કરસન સગઠીયા, દમયંતી બરડાઈ જેવા ગુજરાતની લોકચાહના ધરાવતા ગાયકોએ પણ પોતાના કંઠનો જાદુ પાથર્યો છે. દરેક વિભાગને સંપૂર્ણ રીતે તૈયાર કરીને ફિલ્મ બનાવવાની શરૂઆત કરતા.
    ૨૪ ફેબ્રુઆરી ૧૯૬૩ના રોજ મુંબઇમાં જ જન્મેલા માતા લીલાબહેન ભણશાલી તથા પિતા નવીનભાઈ ભણશાલીના આ પુત્રે ફિલ્મ સર્જનની અનેક શૈલીનો ય ઊંડો અભ્યાસ કર્યો છે તથા સંજય જૂના કલાકારોનો ચાહક હોવાથી તેણે ઝોહરા સાયગલ, હેલન, બેગમ પારા જેવી તેમના પોતાના સમયની ધરખમ અભિનેત્રીઓને પણ પોતાની ફિલ્મોમાં કેમેરા સામે ખડી કરી દીધી હતી. અજય દેવગણ, ઐશ્વર્યા રાય જેવાને સાવ નવી જ ઓળખ આપી. ઈસ્માઈલ દરબાર, મોન્ટી શર્મા અને ટૂંક સમય પહેલા જ ઓસમાણ મીર જેવા સંગીતકારને તેમણે હિન્દી ફિલ્મોમાં પહેલી તક આપી છતાં તે ત્રણેય સંગીતકારો પાસે ઉત્તમ અને લોકપ્રિય સંગીત મેળવી શક્યો. સંજયના પિતા નવીનભાઈ ભણશાલી પણ એક સમયે ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા હતા. ૧૯૫૭મા તેમણે જયરાજ અને શશીકલાની જોડીને લઈને ‘જહાજી લુટેરા’ નામની ‘સી’ ગ્રેડની કહેવાય તેવી ફિલ્મ બનાવેલી પરંતુ તેઓ ફિલ્મક્ષેત્રે ખાસ કશું ઉકાળ્યા વગર સરેરાશ જીવન જીવવા મજબૂર બનેલા. મુંબઈના સી. પી. ટેન્કના એક ઓરડામાં તેમનું જીવન વીટી ગયેલું. પરંતુ સંજયની માતા લીલાબહેન કલાદ્રષ્ટિ ધરવતા, દ્રઢ નિશ્ચયી મહિલા હતા. તેમણે સંજય અને દીકરી બેલનો ઉછેર એ રીતે કર્યો હતો કે બંનેનો જીવન અને કળા પ્રત્યેનો અભિગમ ઊંડો, નિસ્બત અને અભ્યાસદ્રષ્ટિભર્યો બની ગયો. સંજયે પૂણે ફિલ્મ ઇન્સ્ટિટ્યુટમાં ફિલ્મ સર્જનની તાલીમ લીધી અને તે વેળા ‘અગ્નિકામ’ ફિલ્મ બનાવી. તેને જોઇનેય ઘણાને તેની પ્રતિભા વિશેનો પરિચય મળી ગયો. વિધુ વિનોદ ચોપરા પણ પૂણે ફિલ્મ ઇન્સ્ટિટ્યુટના જ વિદ્યાર્થી હતા અને તે વેળા તેમણે ય જે ‘મર્ડર ઓન ધ મંકી હિલ’ બનાવેલી તે સર્જક્તાસભર હતી. આ કારણે જ બેઉની મૈત્રી થઇ. વિધુએ જયારે ‘પરિંદા’ બનાવવા માંડી ત્યારે સંજય તેનો સહાયક દિગ્દર્શક બન્યો અને પછી ‘૧૯૪૨ – અ લવસ્ટોરી’ માં પણ સંજયે આ ભૂમિકા ભજવી. એ ફિલ્મમાં જ ‘કુછ ના કહો..... કુછ ભી ના કહો,’ ગીતની કોરિયોગ્રાફી સંજયે કરી અને ફિલ્મ રજૂ થતા જ સંજયની કલાદ્રષ્ટિની ચર્ચા શરૂ થઇ ગઈ.
    ઘણીવાર ફિલ્મોમાં એવું બનતું હોય છે કે કોઈ એક નવોદિત કલાકારના અભિનયવાળી ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર તો સફળતાના ઝંડા લહેરાવી દેતી હોય છે, પરંતુ ત્યારબાદ તે કલાકાર ફિલ્મ ઉદ્યોગમાં ચમકવો જોઈએ તેટલો ચમકતો નથી. પરિણામે આવા કલાકારે પોતાની નેક્સ્ટ ફિલ્મ મેળવવા રાહ જોવી પડતી હોય છે. તમને તાજેતરની જ વાત કરું તો અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ માં પોતાની અભિનય કલાનો પરિચય આપી દેનારી અભિનેત્રી રિયા ચડ્ડાને તો ફિલ્મની સફળતાની સાથે જ બોલીવૂડમાંથી ફિલ્મોની ઓફરોનો ધોધ શરૂ થઇ ગયો છે. પરિણામે રિયા ચડ્ડા આ બાબતે પોતાને નસીબવંતી ગણાવી રહી છે ! આજકાલ સંજય લીલા ભણશાલી પોતાના આગામી પ્રોજેક્ટ માટે રિયા ચડ્ડા સાથે આજકાલ વાતચીત કરી રહ્યા છે. ‘અંદર ખાને’ એવું જાણવા મળ્યું છે કે સંજય લીલા ભણશાલી પોતાની આગામી ગુજરાતી ફિલ્મ ‘ રોમીયો જુલિયેટ’ માટે રિયા ચડ્ડાનો સંપર્ક સાધ્યો છે. જો કે આ ફિલ્મમાં રિયા ચડ્ડાનું નામ જ ફાઈનલ નથી થયું અને ફિલ્મમાં રિયાને મુખ્ય અભિનેત્રી લેવાની છે કે પછી કોઈ અન્ય મહત્વનો રોલ તેને આપવાનો છે તે વાત પણ ફાઈનલ થઇ નથી. પરંતુ એવું જાણવા જરૂર મળ્યું છે કે સંજય લીલા ભણશાલીએ પોતાના આ પ્રોજેક્ટ માટે મુખ્ય અભિનેત્રી તરીકે કરીના કપૂરનું નામ નક્કી કર્યું હતું. પરંતુ આજકાલ કરીનાએ તે ફિલ્મ નહિ કરવાનું નક્કી કર્યું છે. પરિણામે સંજય લીલા ભણશાલી મુખ્ય અભિનેત્રીની શોધ પણ ચલાવી રહ્યો છે. કહેવાય છે કે ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ પછી રિયા ચડ્ડા પાસે અગિયાર પ્રસ્તાવો આવ્યા છે. રિયા ચડ્ડા ‘ઓયે લક્કી લક્કી ઓયે’ ફિલ્મમાં જોવા મળી હતી. પરંતુ તે ઝાઝી ક્લિક થઇ નહોતી. હવે જોઈએ સંજય લીલા ભણશાલીના આ નવા ગુજરાતી પ્રોજેક્ટમાં રિયા ચડ્ડા મેઈન હિરોઈન તરીકે ચમકે છે કે પછી કોઈ મહત્વની ભૂમિકામાં તેને લેવામાં આવે છે.

    સંજય એક નિર્માતા, અમુક સ્ટાર્સ, અમુક સંગીતકારને લઈને બેસી રહે તેવા સર્જક નથી. ફિલ્મ વ્યવસાયમાં જરૂર છે પરંતુ એવી વ્યવસાયિકતા તેણે નથી પોષી કે જે તેને સ્વમાનહીણો બનાવી દે. ઓડીસી નૃત્ય શીખેલા સંજય લીલા ભણશાલી નૃત્ય કોરિયોગ્રાફીમાં તો પહેલેથી જ સક્રિય છે.

    ૧પ નવેમ્બરના રિલીઝ થયેલી  બહુચર્ચિ‌ત રામલીલા ફિલ્મ રામાયણ સર્જતી હોય, તેમ ક્ષત્રિય અને રબારી સમાજે વિરોધના સૂર વ્યક્ત કર્યા હતા, જેના પડઘમ શાંત પડયા બાદ નવો વિવાદ સપાટી પર આવ્યો હતો. માંડવીના પ્રસિદ્ધ ગાયક કલાકાર અસોમાણ મીરના કંઠે ગવાયેલાં લોકગીત માટે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને શ્રેય મળે તેવી મેઘાણીના પરિવારે ફિલ્મ દિગ્દર્શક પાસે માંગ કરી છે. ‘હમ દિલ દે ચૂકે સનમ’ નું શૂટિંગ કચ્છમાં કર્યા બાદ રામલીલા ફિલ્મમાં કચ્છની બે જ્ઞાતિના ટ્રેડિશનલ પરિધાનના દૃશ્યો કંડારવા સાથે માંડવીના ગાયક ઓસમાણ મીરના સ્વરમાં 'મન મોર બની થનગાટ કરે’ લોકગીત ગવડાવ્યું છે.આ ગીતની રચના ગુજરાતી સાહિ‌ત્ય માટે અથાગ જહેમત ઉઠાવનારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ૧૯૪૪માં કરી હતી. રવીન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં 'હૃદય અમારો નાચે’ની રચના કરી હતી, જેના પરથી ગુજરાતીમાં 'મન મોર બની ગનગાટ કરે’ લોકગીત મેઘાણીએ રચ્યું હતું, જેથી બન્ને મોટા ગજાના સાહિ‌ત્યકારને શ્રેય મળવો જોઇએ તે અંગે

સંજય લીલા ભણશાલીનું રૂબરૂ ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. કચ્છી ફિલ્મ સર્જકે ‘હમ દિલ દે ચૂકે સનમ’ માં 'મન મોર બની થનગાટ કરે’ ગીતની પસંદગી કરી હતી, પણ ફિલ્મની સ્ટોરીમાં તે લયબધ ન થતું હોવાથી એ સમયની મનની વાત મનમાં રહી ગઇ હોવાથી રામલીલા ફિલ્મમાં પ૦ ગાયક કલાકારના ઓડિશનલ લેવાયા બાદ કચ્છના નામાંકિત ગાયક ઓસમાણ મીરના કંઠે ગીતનું મુંબઇના સ્ટુડિયોમાં રેકોડિગ કરાયું હતું. અત્રે એ ઉલ્લખનીય છે કે, આજે ફિલ્મમાં કે ઓસમાણ મીરે ‘નગારે સંગ ઢોલ બાજે’ ગીતમાં પરફોર્મન્સ આપ્યું છે, જે ૩૬ લાખ દર્શક યુ ટયૂબ પર નિહાળી ચૂક્યા છે. હવે છેવટે આ વિવાદનો પણ અંત આવી ગયો છે
    ‘ગોલીયોકી રાસલીલા – રામલીલા’ માટે હજુ પણ વિવાદોનો અંત નથી આવ્યો. આ ફિલ્મમાં સુપ્રસિદ્ધ ગુજરાતી ગીત ‘ભાઈ ભાઈ’ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગાયક અરવિંદ વેગડાએ ફિલ્મના ડીરેક્ટર સંજય લીલા ભણશાલી પર તેમના દ્વારા લખાયેલું અને ભારે પ્રખ્યાત થયેલું ગીત ‘ભાઈ ભાઈ’ કોઈ પણ મંજુરી વગર ફિલ્મમાં ઉપયોગમાં લેવાનો આરોપ મુક્યો છે. આ આરોપના સંદર્ભે અરવિંદ વેગડા દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ૨૦૧૦ની સાલથી ગુજરાતી ગરબામાં અલગ જ સ્થાન મેળવનાર ‘ભાઈ ભાઈ’ પર અરવિંદ વેગડા લગભગ દોઢ વર્ષથી મહેનત કરતા હતા પરંતુ તેમની કોઈ પણ મંજુરી વિના ફિલ્મમાં ગીત દર્શાવવામાં આવ્યું છે જેના વિષે તેઓએ નારાજગી દર્શાવી છે.
    અત્યાર સુધીમાં ‘હમ દિલ દે ચુકે સનમ’, ‘દેવદાસ’ અને ‘બ્લેક’ માટે શ્રેષ્ઠ દિગ્દર્શનની એવોર્ડ મેળવનાર સંજયની ‘બ્લેક’ ફિલ્મને ટાઈમ્સ જેવા વિશ્વપ્રસિદ્ધ મેગેઝીને વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મોમાં એક ગણાવી હતી. સંજયને એવોર્ડસની કમી નથી. તેની ફિલ્મના કલાકારો પણ જાણતા હોય છે કે તેમની કારકીર્દીની તેઓ યાદગાર ફિલ્મ કરી રહ્યા છે. ઐશ્વર્યા રાય, સલમાન ખાન, અજય દેવગણ, નાના પાટેકર, અમિતાભ બચ્ચન, રાણી મુખર્જીએ તેમની કારકીર્દીની શ્રેષ્ઠ ભૂમિકાઓ પૈકીની એક સંજયની ફિલ્મમાં કરી છે. હવે દીપિકા પદુકોણે પણ તેમાં ઉમેરાઈ છે તેનો દીપિકાને પણ ગર્વ છે અને સંજય લીલા ભણશાલી ગુજરાતી છે તેનો આપણને ગર્વ હોવો જોઈએ.  

n  ગજ્જર નીલેશ 

geeta dutt

ગીતા રોય ( દત્ત ) એ ગયેલા ગુજરાતી ગીતો


વર્ષ
ફિલ્મનું નામ
ગીત
સહગાયક
૧
૧૯૪૮
ગુણસુંદરી
આજ મારી નણદીએ મ્હેણું માર્યું

૨
૧૯૪૮
ગુણસુંદરી
ઓ માઝમરાતની તારલી

૩
૧૯૪૮
ગુણસુંદરી
હવે થોડા થોડા થાઓ વરણાગી

૪
૧૯૪૮
ગુણસુંદરી
ખોવાયા ને ખોળવા પ્રભુ

૫
૧૯૪૮
કરિયાવર
ગોકુળીયું ગામ નાનું, શાને આવો શ્યામ રે

૬
૧૯૪૮
કરિયાવર
મને માર્યા નૈણાના બાણ રે, વાલમજી વાતુંમાં

૭
૧૯૪૮
કરિયાવર
મારે સપનાને માંડવડે દીઠા નંદલાલ જી રે

૮
૧૯૪૮
કરિયાવર
ચાચરચોકમાં રમવા સાથે, માં તૂ હાલી આવ

૯
૧૯૪૮
કરિયાવર
ભોળીને ભરમાવી, મને ભોળીને ભરમાવી

૧૦
૧૯૪૮
કરિયાવર
ગોરી ઝાઝા ન રહીએ ગુમાનમાં,
મુકેશ
૧૧
૧૯૪૮
નણંદ ભોજાઈ
જીંદગી છે દિલ્લગી, દિલ્લગી છે જીંદગી
એ. આર. ઓઝા
૧૨
૧૯૪૮
નણંદ ભોજાઈ
ઓ અલકમલકની અલબેલી

૧૩
૧૯૪૮
નણંદ ભોજાઈ
સજી સોળે શણગાર, જાશું સાસરને દ્વાર

૧૪
૧૯૪૮
નણંદ ભોજાઈ
એલ ગગનગોખનું પંખેરું, આ દુનિયાને દ્વારે આવ્યું

૧૫
૧૯૪૮
નણંદ ભોજાઈ
આ નયનમાં ફાગણીયોને

૧૬
૧૯૪૮
નણંદ ભોજાઈ
તે જે કહ્યું તે ક્યાં ગયું
એ. આર. ઓઝા
૧૭
૧૯૪૯ 
ભક્ત પુંડલિક
જરા ધીમેથી માર પિચકારી

૧૮
૧૯૪૯
ભક્ત પુંડલિક
હું તો અજબ ફિકરમાં પડી, એક આંખ આંખમાં પડી

૧૯
૧૯૪૯
ભક્ત પુંડલિક
હો જરા એકવાર ઘૂંઘટ હટાવો
એ. આર. ઓઝા
૨૦
૧૯૪૯
ગોરખધંધા
હું તો નદીએ ન્હાવા ગઈ તી, અંબો અંબો વિછુડો

૨૧
૧૯૪૯
ગોરખધંધા
રોગોના પારખા કરજો મારા વૈધરાજ

૨૨
૧૯૪૯
ગોરખધંધા
પરદેશીની પ્રીત એવી

૨૩
૧૯૪૯
ગોરખધંધા
રાખું રાખું ને ઉડી જાય રે ઘૂંઘટડો

૨૪
૧૯૪૯
મંગલફેરા
તાળીઓના તાલે ગોરી

૨૫
૧૯૪૯
મંગલફેરા
રાખના રમકડા
એ. આર. ઓઝા
૨૬
૧૯૪૯
મંગલફેરા
ગોઝારી ધરતીની ધારે, આ પગથારે ક્યાં જવું મારે

૨૭
૧૯૪૯
મંગલફેરા
અમે મુંબઈના રહેવાસી
એ. આર. ઓઝા, ચુનીલાલ
૨૮
૧૯૪૯
મંગલફેરા
ભૂલું ભૂતકાળ તોયે, કાળ જેવો યાદ આવે છે

૨૯
૧૯૪૯
સતી સુકન્યા
કોઈ આવે કોઈ જાય

૩૦
૧૯૪૯
સતી સુકન્યા
કોઈ કહેજો સમીરને, કે ધીરે ધીરે વાય

૩૧
૧૯૪૯
સતી સુકન્યા
એ સાથીના સથવારે, હાલી જશે જીવનનૈયા

૩૨
૧૯૪૯
સતી સુકન્યા
નિર્માણ થયા છે, નારી કેરા નિજસ્વામીને શરણે

૩૩
૧૯૪૯
સતી સુકન્યા
મન ને તનના, જીવનવનમાં ક્યાંથી વસંત
એ. આર. ઓઝા
૩૪
૧૯૪૯
શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી
કહી દે કહી દે રસની રાણી

૩૫
૧૯૪૯
શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી
સાચા પડ્યા આજ મારા સોણલા

૩૬
૧૯૪૯
શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી
બોલો મારા નણદલબા

૩૭
૧૯૪૯
શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી
પારેવડા રે તું જાજે પ્રીતમને દેશ

૩૮
૧૯૪૯
વેવિશાળ
મનની મેના મીઠું બોલી, બેથી આશા ડાળ રે

૩૯
૧૯૫૦
અખંડ સૌભાગ્ય
નિત નવું નવું કરનારી છે, હું નવા યુગની નારી

૪૦
૧૯૫૦
અખંડ સૌભાગ્ય
ઓલ્યા કાળુડા કાનુડાનો, જમનાને કાંઠે પાણી

૪૧
૧૯૫૦
અખંડ સૌભાગ્ય
રાખણહારે રાખ્યું રે, એક આભ ઝરુખે કોડિયું

૪૨
૧૯૫૦
અખંડ સૌભાગ્ય
બીડાયા નયનોની છીપોમાં

૪૩
૧૯૫૦
ગાડાનો બેલ
નાથ તમારે સાંજ સવારે, થોડું લડતા રહેવું

૪૪
૧૯૫૦
ગાડાનો બેલ
ગંજીફાનું છે ઘર, જગત આ

૪૫
૧૯૫૦
ગાડાનો બેલ
વાયુ તારા વીંઝણલાને કહેજે ધીરે વાય

૪૬
૧૯૫૦
ગાડાનો બેલ
એને જીવવા દયો ને જરી

૪૭
૧૯૫૦
કહ્યાગરો કંથ
માનવની ભોમકાને દીધો શણગાર

૪૮
૧૯૫૦
કહ્યાગરો કંથ
ઓ રે મારા દિલની વાતો, કેમ કીધી જાય રે

૪૯
૧૯૫૦
કહ્યાગરો કંથ
આવા તે વાયદા ન થાય સાજન

૫૦
૧૯૫૦
કહ્યાગરો કંથ
મન ચાલ પિયાની પાસ, રાતો ગાળી કૈંક અજંપે

૫૧
૧૯૫૦
કહ્યાગરો કંથ
મુજથી કેમ રિસાય સાજન

૫૨
૧૯૫૦
કહ્યાગરો કંથ
જગમાં કોઈ નહિ તારું રે જગમાં
ઇન્દુકુમાર