ગુજરાતી ફિલ્મોની હાલત અત્યારે થોડીક સુધારા
પર આવી રહી હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. ગુજરાતી ફિલ્મોમાં અત્યારે નવા
ટેલેન્ટેડ કલાકારોનો નવો ફાળ આવી રહ્યો હોય એમ લાગી રહ્યું છે. આ વર્ષે ઘણા નવા
ચેહરા ગુજરાતી ફિલ્મોના રૂપેરી પડદે ચમકતા જોવા મળશે. ગુજરાતી ફિલ્મોના રૂપેરી
પડદે યૂંક સમયમાં એક ન્યુકમર તારિકા પોતાની અભિનયક્ષમતા પૂરવાર કરવા આવી રહી જે
‘ચેહર કરે મહેર તો થાય લીલાલહેર’ ફિલ્મમાં દર્શકોને જોવા મળશે. સૂર્યકિરણ રાવત અને
ચાંદની ચોપરા અભિનીત આ ફિલ્મમાં તે અભિનેત્રીનું પાત્ર પણ દમદાર છે. તે ગ્લેમરસ
તારિકા એટલે ફોરમ પટેલ. બી.કોમ, એમ.કોમ કમ્પ્લીટ કર્યા બાદ
ડીપ્લોમા ઇન લાઈબ્રેરી
સાયન્સનું શિક્ષણ મેળવેલ (જો કે હાલમાં પણ તેઓ સ્ટડી કરી જ રહ્યા છે.) ફોરમ પટેલને
કોલેજકાળથી જ એક દિલથી ઈચ્છા હતી કે મોડેલીંગ કરવું છે. કોલેજના બીજા વરસથી એટલે
કે ૨૦૦૩ થી ૨૦૦૫ સુધી અલગ અલગ એડ શૂટ કરી. જેમાં સાડીની એક એડ પણ કરેલી. મોડેલીંગ
કર્યું. સૂર્યકિરણ રાવતની ફિલ્મ ‘ચેહર કરે મહેર તો થાય લીલાલહેર’ તેમની પ્રથમ
ફિલ્મ છે. શરૂઆતમાં તેઓ તેમના માસી શોભના પટેલ જેઓ પણ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે
ઘણા વરસોથી જોડાયેલા છે તેઓની સાથે નાની ઉંમરે શુટિંગ જોવા જતા. શોભના પટેલ સાથે
મલ્લિકા સારાભાઇની એક ફિલ્મના શુટિંગ દરમ્યાન ફોરમને લાગ્યું કે મારે પણ ગુજરાતી
ફિલ્મોમાં કંઇક કરી બતાવવું છે. તેથી તેઓ પણ આ લાલચ રોકી ન શક્યા. સૂર્યકિરણ રાતને
તેઓ પોતાના ગુરુ માને છે. ફિલ્મોમાં આવીને કેવું અનુભવો છો ના ઉત્તરમાં તેઓ
જણાવ્યું કે ફિલ્મોમાં આવીને ડેફીનેટલી આઈ એમ પ્રાઉડ ઓફ માય સેલ્ફ કે યેસ હું પોતે
ગુજરાતી છું અને ગુજરાતી મૂવીઝમાં વર્ક કરું છું. ગુજરાતી ફિલ્મ
નિર્માતા-દિગ્દર્શકોની વાત કરું તો સૂર્યકિરણજીની કામ કરવાની રીત જોઇને હું દંગ જ
રહી ગઈ.તેઓ એટલું સારી રીતે કામ કરે છે અને કલાકારો પાસે સારું કામ લઇ શકે છે અને
મને પ્રથમ તક આ ફિલ્મથી મળી તે માટે મને ગર્વ છે.
ગુજરાતી ફિલ્મોમાં ઝીરો ફિગર ચાલી શકે ના
ઉત્તરમાં તેઓએ જણાવ્યું કે હું નથી માનતી કે ગુજરાતી ફિલ્મોમાં ઝીરો ફિગર ચાલી
શકે. હિન્દી મુવીમાં જોકે લારા દત્તા છે વિદ્યા બાલન છે સમીરા રેડ્ડી છે તો આપણે એ
લોકોને એક્સેપ્ટ કરીએ છીએ તો ગુજરાતી ફિલ્મો કેમ ન કરી શકીએ?
પ્ર – ક્યાં પ્રકારના
પાત્રોની ખ્વાહીશ છે?
ઉ – મારું ડ્રીમ કેરેક્ટર
કહી શકાય ને કે બહુ જુની મેં એક ફિલ્મ જોઈ હતી ‘લખતરની લાડીને વિલાયતનો વર’ જે
ફિલ્મમાં સ્નેહલતા મેડમનું જે કેરેક્ટર હતું . આઈ લાઈક ધેટ.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment