નેગેટીવ પાત્ર ભજવવાની
ખ્વાહીશ ધરાવતી – ઉષા ભાટિયા
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના ખેરખા દિગ્દર્શકો પૈકીના એક છે.તેવા કેશવ રાઠોડ
દિગ્દર્શિત ફિલ્મ ‘ઘર મારૂ મંદિર’ ની ચુલબુલી અભિનેત્રી ઉષા ભાટિયા વિષે થોડીક
તેમની પાસેથી જાણકારી મેળવીએ એ પહેલા તે ફિલ્મ વિષે જાણીએ. ફિલ્મનું ટાઈટલ જ
કુટુંબ પ્રેમની ભાવના દર્શાવે છે તેથી કહેવાની જરૂર નથી કે આ ફિલ્મ પરિવાર પ્રેમ
પર આધારિત છે. શ્રી સિદ્ધેશ્વરી આર્ટ પ્રસ્તુત આ ફિલ્મ દિગ્દર્શિત છે. આ ફિલ્મના
દિગ્દર્શક, ગીતકાર, પટકથા લેખક, સંવાદ લેખક કેશવ રાઠોડ જ છે. નિર્માતા રંજનબેન
પરમાર છે. છબીકલા હિતેશ બેલદાર તથા લાલજી બેલદારની છે. ફિલ્મના કલાકારોમાં ચંદન
રાઠોડની પેરમાં ઉષા ભાટિયા તથા ચંદન દેસાણીની પેરમાં નિશા સોની છે. અન્ય
કલાકારોમાં ડીમ્પલ ઉપાધ્યાય, સન્ની ખાતરી, હસમુખ ભાવસાર, જયશ્રી પરીખ, જીજ્ઞેશ
મોદી, રત્ના રબારી, અને યોગેશ ઠાકર પોતાના અભિનયથી ફિલ્મને ચાર ચાંદ લગાવશે. પરંતુ
આપણે વાત કરવી છે ઉષા ભાટિયા સાથે તેમના વિષે. મહેસાણામાં ફર્સ્ટ આલ્બમ ‘જોગણીમાની
ઝાંઝર’ કર્યું છે ત્યારબાદ ક્યારેય પણ પાછું વાળીને ઉષા ભાટિયાએ નથી જોયું. તેની
કેરિયર પર એક નજર નાખો તો ૨૫૦ થી પણ વધારે આલ્બમો ૨૦-૨૨ ગુજરાતી ફિલ્મો જેવી કે
‘પ્રાણ જાય પણ પ્રીત ન જાય’, ‘ઘાયલ’, ‘વાગી કાળજે કટારી તારા પ્રેમની’, ‘મેં તો
ઓઢી ચુંદડી તારા નામની’ જે બધી જ ફિલ્મો ટોપ લીસ્ટમાં છે. કલાકારોની વાત કરીએ તો
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટારો સાથે અત્યાર સુધીમાં કામ કરી ચુક્યા છે. જેમકે, ચંદન
રાઠોડ(૩ ફિલ્મ), હિતેન કુમાર(૩ ફિલ્મ), જીત ઉપેન્દ્ર(૨ ફિલ્મ), વિક્રમ ઠાકોર (તેની
સાળીના પાત્રમાં).
તેઓ
આગળ જણાવે છે કે ગુજરાતી ફિલ્મોની સ્ટોરી અત્યારે પ્રેક્ષકોને કંઇક હટકે જોઈએ છે.
ગુજરાતી પ્રજા ગુજરાતી ફિલ્મોને જોવા જ નથી માંગતી. લોકો હિન્દીની પાછળ જ પડેલા છે
અને એક કારણ ગુજરાતી ફિલ્મો ઓછી ચાલવાનું એ પણ છે કે તેને મલ્ટીપ્લેકસ થીયેટરો નથી
મળતા અને લોકો સાદા થીયેટરમાં જોવા જવા માંગતા નથી.
પ્ર – ક્યા પ્રકારના પાત્રો ભજવવા ગમશે ?
ઉ – ગુજરાતી ફિલ્મોમાં મને નેગેટીવ પાત્રો
ભજવવાની ખ્વાહીશ છે. કારણ કે તેવા પાત્રો પ્રેક્ષકો મનમાં યાદ રાખતા હોય છે.
પ્ર – આ ફિલ્મમાં કામ કરી કેવું લાગી રહ્યું છે
?
ઉ – આ ફિલ્મનું આખું યુનિટ જ મારા ફેમીલી જેવું
છે એમ કહું તો પણ ખોટું નથી. કેશુ બાપા સાથે આ મારી ત્રીજી ફિલ્મ છે. અગાઉ પણ હું
તેમની બે ફિલ્મમાં ચંદન રાઠોડ સામે હતી. ચંદન રાઠોડ એક સારા આર્ટીસ્ટ પણ છે અને એક
ઉમદા વ્યક્તિ પણ છે.
પ્ર – સબસીડી વિષે શું કહેશો ?
ઉ – સરકારે સબસીડી આમ તો બંધ જ કરી દેવી જોઈએ
અને જો કોઈ ઉપાય લાવે તો ગુજરાતી ફિલ્મોને સબસીડી કેટેગરી વાઈઝ આપવી જોઈએ. કારણ કે
અમુક લોકો સ્પેશ્યલી સબસીડી માટે જ ફિલ્મો બનાવતા હોય છે. એના લીધે જે સારી ફિલ્મો
બનતી હતી તેને પણ જે સરકાર તરફથી મદદ મળવી જોઈએ તે મળતી બંધ થઇ ગઈ.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment