facebook

Thursday, 10 September 2015

kalyan sinh rathod

મારી ફિલ્મનું નામ ‘હીરો ૭૮૬’ મે વિચારીને જ રાખ્યું છે - કલ્યાણસિંહ રાઠોડ


    ગુજરાતી ફિલ્મોમાં કંઇક નવું માટે જાણીતા કલ્યાણસિંહ રાઠોડ પોતાની દરેક ફિલ્મે દર્શકોને કંઇક નવું આપી રહ્યા છે તે દેખાઈ આવે છે. તેમની ફિલ્મ ‘રાધા રહીશું સદા સંગાથે’ જે હમણાં જ રીલીઝ થઇ છે. જેને દર્શકો તરફથી સારો  રિસ્પોન્સ મળી રહ્યો છે. જેને તેમણે ગુજરાતના ૧૮ જેટલા થીયેટરમાં રીલીઝ કરી છે. ટૂંક સમયમાં તેઓ એક નવી ફિલ્મ ફ્લોર પર લઇ જઈ રહ્યા છે. આ ફિલ્મનું નામ લગભગ અત્યાર સુધીની ગુજરાતી ફિલ્મોમાં જાણવા નહિ મળ્યું હોય એવું રાખવામાં આવ્યું છે. જેનું નામ છે ‘હીરો ૭૬૮’. કલ્યાણભાઈના કહેવા મુજબ આ ફિલ્મમાં તેઓ એકદમ નવા લોકેશનોનો ઉપયોગ કરવા માંગે છે. જે બહુ ઓછી ગુજરાતી ફિલ્મોમાં જોવા મળ્યા છે અથવા જોવા મળ્યા જ નથી. હંમેશા નવોદિતોને તક નહિ આપનારા કલ્યાણ સિંહ રાઠોડે એ બાબતે જણાવ્યું કે પ્રોફેશનલ કલાકાર ઈશારોમાં વાતો સમજી જાય છે કે નિર્માતા કે દિગ્દર્શકને શું જોઈએ છે. જયારે નવોદિતો માટે એટલો બધો સમય ફાળવવો પડે છે કે તેમને સમજાવતા જ એકાદ કલાક નીકળી જાય છે. ત્યારે તેમને આઈડિયા આવે છે કે ખરેખર પાત્રમાં શું માંગ છે. એટલા માટે જ તેમણે ગુજરાતના તમામ મોટા કલાકારોને આ ‘હીરો ૭૮૬’ ફિલ્મ માટે અત્યારે સાઈન કર્યા છે. અત્યારની જનરેશનને ધ્યાનમાં રાખીને જ ફિલ્મ નિર્દેશિત કરવાનું તેમને ગમે છે. આપણી પાસે આટલું બધું યુવાધન છે જો એક એક યુવાન કે યુવતી એકવાર ગુજરાતી ફિલ્મ જુએ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને આગળ આવતા કોઈ રોકી શકે તેમ નથી.
પ્ર – ‘હીરો ૭૮૬’ ફિલ્મનું નામ?
ઉ – અમે આ એકદમ નવો જ સબ્જેક્ટ લઈને આવી રહ્યા છીએ. જેના પર અમે પહેલા વિચાર્યું કે ફિલ્મનું નામ કેવું હોય તો સારૂ રહેશે. ફિલ્મ વિષે હું વધારે નહિ કહી શકું પણ બધી ગુજરાતી ફિલ્મો કરતા આમાં તમને નવું જ અભિનય, નવા જ લોકેશનો, નવી વાર્તા અને નવા નવા સંજોગો જોવા મળવાના છે. આ લખાઈ રહ્યું છે અને જયારે છપાઈ ચુક્યું હશે ત્યાં સુધીમાં તો ફિલ્મ ફ્લોર પર જઈ ચુકી હશે. જેનું શુટિંગ પુરજોશમાં કરવાની તેઓની તૈયારી છે.
પ્ર – ફિલ્મના કલાકારોમાં?
ઉ – ફિલ્મના અમુક કલાકારો રીપીટ થયા છે જેમકે, ઈશ્વર ઠાકોર જે મારી છેલ્લી બંને ફિલ્મોમાં હીરો તરીકે હતો. તેની સામે આ ફિલ્મમાં મરજીના દીવાન છે. અન્ય કલાકારોમાં ભરતસિંહ રાણા, ઈશ્વર સમીકર, સંજય ચૌહાણ, જ્યોતિ શર્મા, જાય ચૌધરી, ગુજરાતી ફિલ્મોમાં દર ત્રીજી ફિલ્મે જોવા મળતા અને જેનું કોઈ સાની નથી એવા ફિરોઝ ઈરાની પણ આ ફિલ્મમાં છે. જેઓ પોતાના લાજવાબ અભિનય થાકી ફિલ્મને ચાર ચાંદ લગાવે એવી મારી ઈચ્છા છે.
    આટલી મોટી સ્ટારકાસ્ટ અને ફિલ્મને સારેગામા સ્ટુડીઓ ખાતે થઇ ગયેલું રેકોર્ડીંગ ફિલ્મનું જમા પાસું છે. ફિલ્મનું નિર્માણ તથા દિગ્દર્શનનું જવાબદારી કલ્યાણસિંહ સાથે જીવરાજ ઠાકોર પણ સંભાળવાના છે.



n  ગજ્જર નીલેશ   

No comments:

Post a Comment