‘હીરો
૭૬૮’ નામની મારી ફિલ્મ મે હટકે બનાવવાનો પ્રયાસ કર્યો છે - જીવરાજ ઠાકોર
ગઈ કાલે એક
ચેનલ માં ગુજરાતી ફિલ્મ આવતું જોયું. મને આશ્ચર્ય લાગ્યું કારણ કે એક તો હવે ગુજરાતી ફિલ્મો કોઈ બનાવતું
નથી, અને જો ભૂલે ચુકે કોઈ જોખમ લઇ ને બનાવે છે તો કોઈ જોતું નથી. આવું શા
માટે થાય છે ? શા માટે ગુજરાતી લોકો જ પોતાની માત્રુ ભાષાની ફિલ્મો નથી જોવા માંગતા ? આજે સમય આવ્યો છે કે જયારે ગુજરાત બધીજ દિશાઓ માં પોતાની પ્રગતિ નોંધાવી રહ્યું છે ત્યારે
શા માટે ફિલ્મ
ઇન્ડસ્ટ્રી માં પાછળ રહી જાય ? આજે ૨૦૧૪ માં શું ફિલ્મો બને છે ? એવું નથી કે ગુજરાતી ફિલ્મો સારી નથી હોતી. માત્ર એક
જ કારણસર ગુજરાતી ફિલ્મો ના ચાલી અને એ છે પુરતા દર્શકો નો અભાવ. ગુજરાત માં જ તેના ગુજરાતી ફિલ્મો જોવા
કોઈ તૈયાર નથી. શા માટે આપણે લોકો ગુજરાતી ફિલ્મો જોતા નથી. ઠીક છે કે પહેલા ની
ફિલ્મોની પ્રિન્ટો બહુજ ખરાબ હતી, પણ હવે જમાનો બદલાઈ ચુક્યો છે. મેં બે થી ત્રણ
અત્યારના જમાનાની ફિલ્મો જોઈ છે, જેવી કે ‘બે યાર’ વગેરે. આ બધી ફિલ્મો તમે જુઓ ત્યારે એમ ના લાગે કે
તમે ગુજરાતી ફિલ્મ જુઓ છો. એક ગુજરાતી વન વિભાગ ની ડોક્યુમેન્ટરી પણ જોઈ છે, મને તો એમજ લાગતું હતું કે હું ડીસ્કવરી ચેનલની
ડોક્યુમેન્ટરી જોઉં છું. સારું ત્યારે, ઘણા પ્રયત્નો થઇ રહ્યા છે….
‘રાધા રહીશું સદા સંગાથે’ જેવી રોમાંચક અને
રહસ્યભરી ફિલ્મ કે જેમાં ત્રણ ભાઈઓ જીવરાજ ઠાકોર, વિક્રમ ઠાકોર અને ઈશ્વર ઠાકોરે
અભિનય આપ્યો. જેથી આજકાલ તે ફિલ્મ ચર્ચામાં છે. જેની વાર્તા રોમાંચથી ભરપુર છે. ફિલ્મનું
સરસ રીતે ફિલ્માંકન કરવામાં આવ્યું છે કે જેથી થીયેટરમાં બેઠેલો પ્રેક્ષક પોતાની
ખુરશી છોડે જ નહિ. આના પછી જીવરાજ ઠાકોર એક એવી ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું
ટાઈટલ અંગ્રેજી રાખવામાં આવ્યું છે. કેમ લાગ્યો બીજો આંચકો? પહેલો આંચકો ગયા
અંકમાં આપ્યો હતો જીવરાજ ભાઈએ. ફિલ્મનું નામ ‘હીરો ૭૮૬’ એવું છે. તો આવો એમની
પાસેથી જ જાણીએ કે ફિલ્મમાં શું નવું તેઓ લાવી રહ્યા છે.
પ્ર
– આપની ફિલ્મ વિષે કહેશો.
ઉ
– જેમ હમણાં એક ફિલ્મ આવી ‘બે યાર’ જે એકદમ હિન્દી ટાઈપની ફિલ્મ હતી ફક્ત ભાષા જ
ગુજરાતી હતી. તેના પરથી મે પ્રેરણા લઈને મારી આ ફિલ્મ ‘હીરો ૭૮૬’ ફિલ્મ બનાવવાનો
વિચાર કર્યો. કે જો તે ફિલ્મ ગુજરાતી ફિલ્મોમાં કંઇક નવું કરી શકી તો મારી ફિલ્મ
કેમ ના કરી શકે. એટલે મે આ વખતે દર્શકોને નવું આપવા માટે આ બીડું ઝડપ્યું છે. ફિલ્મમાં
ઈશ્વર ઠાકોર મેઈન લીડ ભૂમિકા ભજવી રહ્યા છે અને જેની સમાઈ મરજીના દિવાન છે. આ
ફિલ્મની સ્ટોરી આધુનિક જમાના પ્રમાણે લખવામાં અવી છે જેમાં પાંચ મિત્રો પર મારી
ફિલ્મ આકાર લે છે. ફિલ્મના પાંચ પાત્રો આવારાગર્દી કરતા હોત છે અને તેમના જીવનમાં
કેવા કેવા સ્ટ્રગલ થાય છે અને તેઓ કેવી રીતે આવારા હોવા છતા જીવનમાં આગળ વધે છે તે
દર્શાવવામાં આવ્યું છે.
પ્ર
– શહેરી જીવન પર આવતી ગુજરાતી ફિલ્મો શું ગુજરાતી દર્શકો સ્વીકારશે?
ઉ
– હા, સ્વીકારશે જ કારણ કે હવે દર્શક ઘણો સમજુ થઇ ગયો છે. તેને હવે ખબર પાડવા લાગી
છે કે પડદા પર તો હવે ઘણું નવું નવું આવે છે તો જુનું શામાટે જોવું પડે. આપણી
ગુજરાતી ફિલ્મોની દશા એ માટે જ બગડી છે કે કોઈને ગામડામાંથી બહાર આવવું જ નથી.
ગામડાની વાર્તા હોય તો તે ગામડાની વ્યક્તિ અથવા તો કોઈ વૃદ્ધ જ ફિલ્મ જોશે. પરંતુ શહેરી
વાતાવરણવાળી ફિલ્મ હશે તો પ્રેક્ષકને એમ થશે કે શહેરની વાત છે તો જોઈએ કે કેવું
શહેર બતાવવામાં આવ્યું છે કે કેવા શહેરમાં અનુભવો થાય તે પ્રેક્ષક ફિલ્મ જોઇને
વિચારે છે. પ્રેક્ષકને તમે જેવું બતાવશો તે તેવું અનુભવશે. તમે તેને સારૂ શહેર કે
સારી સ્ટોરી બતાવશો તો તે એમ જ વિચારશે કે શહેરમાં લોકો સારા હોય છે. પણ તમે ગંદુ
ગામડું જ બતાવો તો તે પ્રેક્ષક એક તો શહેરમાં રહેતો હોય તેની સામે તમે ગામડાને
ગંદુ ચિતરો તો તેને એમ જ લાગે કે ગામડું આવું જ હોય. ફિલ્મ ટૂંક સમયમાં ફ્લોર પર જઈ
રહી છે અને આપણે ઈચ્છીએ કે આ ફિલ્મ ગામડામાંથી બહાર આવે અને દર્શકોને કંઇક નવું
ફિલ્મમાં જોવા મળે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment