facebook

Showing posts with label hiten kumar. Show all posts
Showing posts with label hiten kumar. Show all posts

Thursday, 29 October 2015

hiten kumar

છેલ્લા ૧૫ વર્ષ દરમ્યાન થીયેટરોની સંખ્યા જુઓ તો ખ્યાલ આવશે કે એના પર પુષ્કળ દુર્લક્ષ્ય કરવામાં આવ્યું છે - હિતેન કુમાર


    ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કાયાપલટ કરવા માટે સતત એક દાયકાથી વધારે સંઘર્ષ કરી રહેલા હિતેન કુમારના મતે ગુજરાતી ફિલ્મોમાં સુધાર આવે તે માટે 14 વર્ષમાં અનેક ફિલ્મો કરી તેમ છતાં કોઈ ફેર પડ્યો નથી. સારી ગુજરાતી ફિલ્મોની અછતની સામે બહોળા પ્રમાણમાં ગુજરાતી દર્શકો નથી. ગુજરાતી ફિલ્મો માટે શહેરમાં દર્શકવર્ગ ઉભો થશે નહીં ત્યાં સુધી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સોનેરી ભવિષ્ય મળી શકે તેમ નથી તે વાતનો સ્વીકાર કરતા હિતેન કુમાર હજૂ જ્યાં સુધી શરીર અભિનય કરી જાણશે ત્યાં સુધી ગુજરાતી ફિલ્મોમાં કામ કરવા માંગે છે.
    સબસીડી વિષે હિતેન કુમારે કહ્યું કે ગુજરાતી ફિલ્મોને ફક્ત સબસીડીની જરૂર નથી પણ એની સાથે આખા માળખાની જરૂર છે. આજે ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષ દરમ્યાન થીયેટરોની સંખ્યા જુઓ તો ખ્યાલ આવશે કે એના પર પુષ્કળ દુર્લક્ષ્ય કરવામાં આવ્યું છે. થીયેટરના મેઇન્ટેનેન્સ માટે જે ગર્વમેન્ટની પોલીસી પ્રમાણે દરેક પ્રેક્ષક પાસેથી જે પણ ટીકીટનું રેવન્યુ આવે એની અંદરથી ચાર રૂપિયા થીયેટરોને આપવામાં આવે જે ડિરેક્ટરોના ખિસ્સામાંથી કટ થાય છે. જે એ ચાર રૂપિયા મેઇન્ટેનેન્સ કટ કરવા માટે આવતા હતા. એના થકી મેઇન્ટેનેન્સ કેટલું થયું એના પર પણ ક્યારેય કોઈ તરફથી ધ્યાન આપવામાં નથી આવ્યું. જેટલા થીયેટરો આપણી પાસે અવેલેબલ ચેહ એની કન્ડીશન એટલી ખરાબ છે અને જે રીતે સંખ્યાઓ ઘટી રહી છે. હું જયારે ૧૯૯૮ માં આવ્યો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ત્યારે સાડા ત્રણસોની આસપાસ થીયેટરો હતા. આજે એની માંડ પચ્ચીસ ટકા જેટલી રહી ગઈ છે. તો એ માળખાની જરૂર છે તે મારા માટે સબસીડી કરતા એ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરવું વધારે મહત્વનું છે. જેના માટે સરકારનું ધ્યાન દોરવું જરૂરી છે. જયારે એક્ઝીબીશન સેન્ટર નહિ હોય ત્યારે એક્ચ્યુલ પ્રાદેશિક સિનેમા ક્યારેય મલ્ટીપ્લેક્ષના આધાર પર સર્વાઈવ નહિ થઇ શકે. કારણ કે, ગુજરાતમાં સાચું ગુજરાત જે ફિલ્મ જોવાવાળો વર્ગ છે તે છે અને તે લોકો એકદમ નાના ગામડાઓમાં રહે છે. એમની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં ચેહ પણ તેમના માટે આપણી પાસે થીયેટરો નથી. એના પર ખરેખર ગર્વમેન્ટ ધ્યાન આપે તો સારૂ.
    જયારે આપણે થીયેટરોના માલિકોને ચાર રૂપિયાનો બેનીફીટ કરાવીએ છીએ તો તેના પર એક કમિટીનું નિર્માણ થવું બહુ જરૂરી છે કે તેઓ થીયેટરને સાફ રાખીને જોવાલાયક બનાવે છે કે નહિ? અને બીજા રાજ્યોની જેમ જો એક થીયેટર નાબુદ થાય કે પછી એને તોડી નાખવામાં આવે તો ત્યાં ભલે કમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવો પણ સાથે સાથે થીયેટર પણ બનવું જોઈએ એ નિયમ પણ કડક રીતે પળાવો જોઈએ. બીજા રાજ્યોમાં આવું જ છે. એના કારણસર થીયેટરોની સંખ્યા પુષ્કળ ઘટી જવા પામી છે. અત્યારે સુરત કે અમદાવાદમાં જે રીતે થીયેટરો ઓછા થઇ રહ્યા છે તો પ્રેક્ષકો ફિલ્મો જોવા, મનોરંજન મેળવવા જશે ક્યાં? એટલે પછી વળી પાછો પાયરસીનો સવાલ. તે ડીવીડી મંગાવીને ઘરે જોશે. સુરતમાં વરાછા વિસ્તારમાં વૈશાલી કે રાજમહેલમાંથી લાખોનો બીઝનેસ ફિલ્મો કરતી હતી તે થીયેટરો અત્યારે નેસ્તનાબુદ થઇ ગયા છે. તો એ થીયેટરો નાબુદ થયા તે જગ્યાએ નવા રૂપરંગ સાથે બીજા થીયેટરો થવા જોઈએ કે નહિ?
    સબસીડી વિષે કહ્યું કે આપણે ધારાધોરણ મુજબની ફિલ્મો બને તે જોઇને સબસીડીમાં થોડા ઘણા ફેરફાર કરી કરમુક્તિથી લઈને સબસીડીની વ્યવસ્થા આપવામાં આવે. જે મહારાષ્ટ્રમાં નિયમ છે કે ત્યાની પ્રાદેશિક ભાષા માટે એક અલગ જ થીયેટર ત્યાં છે. તો આપણે પણ આ નિયમ માટે લડવું જોઈએ કે જે આપણી રીઝનલ સિનેમા છે તેને મલ્ટીપ્લેક્સમાં પાંચ સિનેમામાંથી એક સિનેમા આપવી જ પડે. તો આપણને અને આપણી ભાષાની ફિલ્મોને બહુ મોટો ફાયદો થઇ શકે એમ છે.



n  ગજ્જર નીલેશ 

Saturday, 24 October 2015

hiten kumar

ગુજરાતી ફિલ્મોમાં સુધાર જરૂરી- હિતેન કુમાર


   
    સ્વર્ણિમ ગુજરાતની સોનેરી ઉજવણી થઇ. બધું સોનેરી સોનેરી દેખાયું. પણ સવાલ એ છે કે બતાવવામાં આવેલી ગુજરાતની આ ચમક દમકનું એકાદું સોનેરી કિરણ ગુજરાતી સિને જગત પર  દેખાય છે ખરું ? ગુજરાતી સિને જગત કઈ દિશા અને દશામાંથી પસાર થઇ રહ્યું છે એ ચર્ચાનો વિષય છે. આ વિશે ક્યારેક ચર્ચા થાય છે.. બસ એટલું જ..બાકી બધું ત્યાનું ત્યાં જ. "પરિવર્તન સંસારનો નિયમ છે" આ વાક્ય કદાચ ગુજરાતી સિને જગત સાથે સંકળાયેલા મોટાભાગના લોકો સ્વીકારવા તૈયાર નથી.. હા થોડો વર્ગ એવો છે કે જે ઈચ્છે છે કે, પરિવર્તન જરૂરી છે. ગુજરાતી ફિલ્મને નવારૂપ રંગ સાથે નવી તરાહથી રજુ કરવા કેટલાક કલાકાર કસબીઓ મથામણ કરી રહ્યા છે, પણ આવા લોકોના નામ ગણવા આંગળીના વેઢા પૂરતા છે. શું આટલા લોકોના પ્રયત્નો પૂરતા છે ગુજરાતી સિને જગતને સધિયારો આપવા ? આ સવાલનો જવાબ છે 'ના'.  
    ગુજરાતી સિને જગતનો સુવર્ણકાળ હવે ભૂતકાળ બની ગયો છે એવું કહીને કંઈક બોલ્યાનો સંતોષ મેળવી લેવો પુરતો નથી. જરૂર છે ગુજરાતી સિને જગત માટે કંઈક કરવાની.. અને સ્વર્ણિમ ગુજરાતનું આ પાસું ૨૪ કેરેટ સોનાનું ના હોય એ સમજ્યા.. પણ સોનાનાં ઢોળાવવાળું તો જોઈએ ને ? સ્વર્ણિમ સિને જગત માટે જોઈએ છે બદલાયેલું સિને જગત. જેને જોઈ દરેક ગુજરાતી વટથી કહે, આ છે અમારું સિને જગત.  જોકે, આ માટે સિને જગતને જોઈએ છે આ બાબતો : 

પ્રદેશની નહિ ગુજરાત માટેની ગુજરાતી ફિલ્મ
    અમુક ફિલ્મ સૌરાષ્ટ્રમાં ચાલે છે તો અમુક ફિલ્મ ઉત્તર ગુજરાતમાં ધૂમ મચાવે છે. તો વળી અમુક ફિલ્મ માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાતમાં જ ચાલે છે. આમાં ગુજરાતની ફિલ્મ ક્યાં ? ગુજરાતી ફિલ્મ બને છે તે ગુજરાત માટે બને છે કે કોઈ વિસ્તાર માટે તે સમજવું જ અઘરું થઇ ગયું છે. 


નવી વાર્તા
    ગુજરાતી ફિલ્મ જોયાં બાદ એમ થાય કે ગામ, જમીનદાર, ગરીબનો છોકરો-અમીરની છોકરી, વિખુટા પડેલા પ્રેમીઓ નો મેળાપ, ચુંદડી-ચૂડલો-પાલવ-માંડવો-બાળપણની પ્રીત અને બીબાઢાળ વાર્તા સિવાયની કોઈ વાત  જ નહિ હોય ? ક્યાંક પ્રયત્ન થયા છે પણ એ ફિલ્મ લોકો સુધી પહોચી નથી. 

મજબુત સંવાદ
    " મારા રુદિયાની રાણી તને જોઈ હૈયામાં પ્રીતની પહેલી મોસમનો સાદ સંભળાય છે", "તારી પ્રીતના પાલવથી... " " તારી આંખોમાં પ્રીતનું પુર દેખાય છે" આવા ટીપીકલ ડાયલોગ આજે કયો ગુજરાતી પોતાની પ્રેમિકા સામે જઈને બોલે છે ? કોઈ જ નહિ. તો પછી ગુજરાતી દર્શકોની માથે કેમ આવા જ ડાયલોગ મારવામાં આવે છે ?

જોરશોરથી પ્રચાર
    કેટલીયે ફિલ્મ્સ આવીને જતી રહે છે, જોવાની તો દુર રહ્યું નામ પણ સંભાળવા નથી મળતું. તો કેટલાક લોકો ફિલ્મ સારી હોવાનો દાવો કરે છે પણ એ સારી છે એ વાત લોકો સુધી નહિ પહોચાડાય તો લોકો ફિલ્મ સુધી જશે કઈ રીતે. ગુજરાતી સિને જગતનું સૌથી નબળું પાસું તેના પ્રચારનો અભાવ છે.

ગાડરિયા પ્રવાહમાં નહિ તણાવાનું પસંદ કરતા સિને નિર્માણકારો
    "આવું તો ના જ કરાય", "આવું તો ના જ ચાલે.." "દર્શકો આવી જ ફિલ્મ જુએ છે", "દર્શકો ફલાણો હીરો કે ફલાણી હિરોઈન હોય તો જ ફિલ્મ જોવા જાય..", " ફિલ્મનું ટાઈટલ  લાંબુ લચક જ ચાલે", "બીજા જે કરે તેવું કરો તો જ સફળ થવાય" એવું માનનારાઓનો અતિરેક છે. એટલે બદલાવ આવવાની આશ દેખાતી જ નથી.

સબસીડીને કમાણીની સીડી ન બનાવનારા સિને નિર્માણકારો
    સરકાર ગુજરાતી ફિલ્મ્સની સ્થિતિને લઇ ગંભીર બની અને ગુજરાતી ફિલ્મના નિર્માતાઓને ટેકો કરવા માટે રૂપિયા પાંચ લાખની સબસીડી જાહેર કરી. ઘણા નિર્માતાઓ આ ટેકાને જ આધાર બનાવીને ઉભા રહી ગયા. તેમણે સબસીડીનો ઉપયોગ કમાણીની સીડી તરીકે કર્યો. સબસીડીના ઉપયોગને બદલે દુરુપયોગની નીતિએ સિને જગતની ઘોર ખોદી. અહી સુપરસ્ટાર હિતેન કુમારનું એક નિવેદન ટાંકવાનું મન થાય કે, " સબસીડી વધારો.... સબસીડી વધારો.... એમ એક યાચક બનીને જતા પહેલા એ સાબિત કરીને બતાવો કે સરકારે તમને આજ સુધી જે આપ્યું તેનું તમે વળતર આપ્યું છે "

સરકારની નીતિમાં બદલાવ
    સરકાર શુભાશયથી ગુજરાતી સિને નિર્માણકારને રૂપિયા પાંચ લાખની સહાય આપે છે. સરકારનો આશય સારો છે.. પણ અહી 'સબ સમાન'  વાજબી થોડું ગણાય ? ઘોડા અને ગધેડા બેઉને સરખા એ ક્યાંનો ન્યાય ? સબસીડીની સરકારની નીતિમાં જરાક ફેરફાર કરાય અને જેવી ફિલ્મ એ પ્રમાણે સબસીડી આપવામાં આવે તો ન્યાય તોળાશે. ગ્રેડ સિસ્ટમને આધારે સબસીડીની નીતિ ઘડી શકાય. 

૩ કલાક બેસી શકાય તેવા સિનેમાગૃહ
    આ વાંચનારાને એક સવાલ, તમે છેલ્લે કઈ ગુજરાતી ફિલ્મ થીયેટરમાં બેસીને જોઈ ? રહેવા દો. જવાબ માટે ના મથશો કારણ કે એ માટે પહેલા તમારે એ યાદ કરવું પડશે કે છેલ્લે તમે કઈ ગુજરાતી ફિલ્મ જોઈ. 'મોટાભા'  ફિલ્મના ફસ્ટ ડે લાસ્ટ શોમાં જોવા હું મારા મિત્રને લઇ ગયો. ફિલ્મ જોઇને તેમણે જે કોમેન્ટ હળવા મૂડમાં કરી તે ઘણી ગંભીર લાગી.. મેં પૂછ્યું કે, ''બાપુ, ફિલ્મ કેવી લાગી ?'' તેણે જવાબ આપ્યો, "ફિલ્મ છોડ પહેલા મન ભરીને ખુલ્લી હવામાં શ્વાસ લેવા દે ! તને સંશોધન બાદ એમ.ફીલની ડીગ્રી આપવાની જગ્યાએ આવા થિયેટરમાં બેસીને ફિલ્મ જોવા બદલ એમ જ ડીગ્રી આપી દેવી જોઈએ" અમારી ચર્ચામાં ફિલ્મની 'કથા'ને બદલે થિયેટરની 'વ્યથા'  મુખ્ય બની ગઈ !

ફિલ્મ બનાવનારનું સાચું સંગીત સંભળાય તેવી સાઉન્ડ સિસ્ટમ
    ફિલ્મની અર્ધી સફળતા તેના સંગીતમાં છે. પણ જો સાઉન્ડ સિસ્ટમ સારી ના હોય તો સારું સંગીત પણ શા કામનું ? ફિલ્મની  સારા સંગીતની 'પથારી' ફરતા મેં સાંભળી છે ફિલ્મ 'મોટાભા'નું સરસ સંગીત હોવા છતાં સરસ ન સંભળાયું ! કારણ માત્ર ખરાબ સાઉન્ડ સિસ્ટમ. 

હીરો-હિરોઈન અને વિલનનું એક જ ઘર !
    મોટાભાગની ગુજરાતી ફિલ્મ જુઓ, એક જ લોકેશન પરદા પર ડોકિયા કરતુ દેખાશે. દરેક ફિલ્મમાં એક હોય તે સમજ્યા.. પણ એક જ ફિલ્મમાં હીરો-હિરોઈન અને વિલનનું ઘર એક જ હોય એ કઈ રીતે ગળે ઉતરે ? ચાલો બજેટના કરને એક જ ઘરમાં શુટિંગ કરવાનું હોય એ સ્વીકાર્ય..પણ બેક ગ્રાઉન્ડ પણ બદલવાની તસ્દી નહિ લેવાની ? 

શોખવાળા છેટા રહેજો રાજ !
    વાર્તા-લેખક-કથા-પટકથા-ગીત-સંગીત-અભિનેતા-દિગ્દર્શક અને નિર્માતા.... આ દરેક પાછળ એક જ નામ વાચવા મળે એટલે સમજવું કે કોઈ શોખીન જીવડો છે. આવા શોખીન જીવડાઓએ ભેગા મળીને સિને ઉદ્યોગને જીવવા નથી દીધો.. તમારા શોખને પોસવામાં તમે સિને ઉદ્યોગને કેટલું નુકસાન પહોચાડો છો એ ક્યારેય વિચાર્યું છે ખરું ? આવા શોખ અને 'ઈતર પ્રવુતિ' માટે ફિલ્મ બનાવનારાઓ ફિલ્મ બનાવવાનું માંડી વાળીને સિને જગતની મોટી સેવા કરી શકે. આજ મામલે હવે હિતેન કુમારે ઝુંબેશ ઉપાડી છે અને તેઓ સિનિયર કલાકારોને અપીલ કરી રહ્યા છે કે, "સારી ફિલ્મ બનાવનારને પરખો અને તેને જ સાથ આપો. માત્ર થોડાક રૂપિયા માટે કલાને ધંધો બનાવનારને સાથ આપી પ્રોત્સાહન આપવાનું ટાળો." 
    આ મુદ્દા તો માત્ર નમુના છે. આ સિવાય પણ કેટલીયે એવી બાબતો છે જેના પરત્વે નજર નાખવાની હજુ બાકી છે.. કોઈ એકલપંડે કે થોડાકનો સમૂહ જો બદલાવ ઈચ્છે તો નહિ આવે.. બધા સાથે મળશે અને સહ્પ્રયત્ન કરશે તો ગુજરાતી સિને ઉદ્યોગકારો પણ સ્વર્ણિમ ગુજરાતની ગાથામાં પોતાનું પ્રકરણ આબરૂભેર ઉમેરાવી શકશે. 



Friday, 4 September 2015

hiten kumar

હીરો, ખલનાયક, કોમેડિયન અને હવે એક સુત્રધાર તરીકે આવશે - હિતેન કુમાર


    ગુજરાતી ફિલ્મોને અનેક કલાકારોએ પોતાના બેમિસાલ અભિનયથી ઉજળી કરી બતાવી, અનેક કલાકારોએ આ ગુજરાતી સિને ઉદ્યોગને કૈક અનોખું જ આપ્યું...હિતેન કુમાર આવા અદભુત કલાકારોમાં ના એક છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા ૧૫ વર્ષથી અભિનયના અજવાળા પાથરીને સફળતાના શિખર ઉપર બિરાજમાન એવા સુપરસ્ટાર હિતેન કુમારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને અસખ્ય સુપર ડુપર હીટ ફિલ્મો આપી છે. દેશ રે જોયા દાદા પરદેશ જોયા, મહિયરમાં મનડું નથી લાગતું, પાલવડે બાંધી પ્રિત, મને લઇ દે ને નવરંગ ચુંદડી, દીકરી વહાલનો દરિયો, જન્મ દાતા, ઉંચી મેડીના ઊંચા મોલ, ગગો કે દાડાનો પેણું પેણું કરતો તો, તારો મલક મારે જોવો છે જેવી ૧૦૭ ગુજરાતી ફિલ્મો જેવી અનેક ફિલ્મો થીયેટરોમાં દર્શકોએ સહર્ષ સ્વીકારી છે. શરૂઆત તો તેમણે નાટકોથી કરી હતી જેમાં તેમણે પોતાના અભિનયને નીખાર્યો. તેમના લોકપ્રિય નાટકોમાં કોરી આંખે ભીના સપના, સ્વપ્ન કિનારે જેવી ઉલેખનીય ટીવી સીરીઅલો અને રમત શુન્ય ચોકડીની, કાપુરુષ મહા પુરુષ, નોંધપોથી, આખેટ, ચિત્કાર, ત્રિશંકુ, ઝનુન જેવા નાટકો તથા સીરીયલો ગણો તો આંકડો ક્યાંનો ક્યાંય પહોચે. અત્યારે હિતેન કુમારને લોકોએ દિલથી સ્વીકારીને પોતાના દિલમાં એક સ્થાન આપ્યું છે. એવું પણ કહી શકાય કે ગુજરાતના લોકોને હિતેન કુમારની દરેક ફિલ્મે દર્શકોને કંઇક ને કંઇક અપેક્ષા રહેલી હોય છે. શરૂઆત કરી ખલનાયક તરીકે અને પછી તેઓએ હીરોગીરી કરી, ગુંડાગીરી કરી, દબંગગીરી કરી અને અમુક ફિલ્મોમાં દર્શકોને હસાવ્યા પણ ખરા. આટલું ઓછું હોય તેમ હવે તેઓ એક એવી ફિલ્મમાં કામ કરી રહ્યા છે જે ફિલ્મના તેઓ સુત્રધાર છે. અત્યાર સુધી તેઓ પોતાના અંગોનો અભિનય દર્શકોને બતાવી મનોરંજન પૂરું પાડતા હતા હવે તેઓ ફક્ત પોતાના અવાજથી દર્શકોને અભિભૂત કરી દેશે. હિતેન કુમાર ગુજરાતી ફિલ્મોના પ્રથમ એવા હીરો હશે જેઓએ પોતાનો સ્વર એક ધાર્મિક ફિલ્મ માટે આપ્યો હોય. વધુ માહિતી માટે આપણે હિતેન કુમારને જ પૂછી લઈએ તો કેવું રહેશે?

પ્ર – તમારા સ્વરાભિનયથી તમે એક ફિલ્મ કરી રહ્યા છો તો તેના વિષે જણાવશો.
ઉ – આ ફિલ્મનું નામ ‘જાય અંબે જગદંબે’ છે જે એક દસ્તાવેજી ચિત્ર છે. આ ફિલ્મ લોકોના મનોરંજન માટે નથી બનાવવામાં આવી પરંતુ લોકોની જે માં અંબા માં આસ્થા છે કે દૂર દૂરથી લોકો ચાલીને પગપાળા માતાના દર્શનાર્થે આવે છે. અથવા તો અનેક શ્રદ્ધાળુઓ વિદેશથી પણ અહીં દર્શન માટે આવે છે તેના માટે આ ફિલ્મ સમર્પિત છે. ભાદરવી પૂનમના દિવસે તો અહીં હજારો – લાખો લોકોનો માનવ મહેરામણ ઉમટી પડે છે. તેના માટે અમે તો આ ફિલ્મ બનાવીને એક નાનું એવું જ કામ કરી રહ્યા છીએ. અમે આ ફિલ્મ માટે પાંચ વરસથી તૈયારીઓ કરી રહ્યા હતા. માતાના જેટલા પણ ભક્તો હોય અહિયાં કે વિદેશમાં અમે આ ફિલ્મ તેમના સુધી પહોચાડવાનો પ્રયાસ કરીશું. અમે આ ફિલ્મમાં અત્યાર સુધીની યાદગાર ઘટનાઓ આવરી લીધી છે જે લોકોને માટે આ ફિલ્મ ધાર્મિક વિષય સાથે બની છે તો લોકો આ ફિલ્મથી ઘણી એવી યાદો તાજી કરશે અથવા નવી વાતો જાણશે અને લોકોની આસ્થામાં પણ વધારો થશે.
પ્ર – એવું પણ સાંભળવા મળ્યું છે કે આપે આ ફિલ્મ માટે એક રૂપિયો પણ નથી લીધો?
ઉ – હા, એ વાત સાચી છે કે આ ફિલ્મ ફક્ત મે મિત્ર ભાવે કરી છે. આ ફિલ્મના નિર્માતા પ્રદીપ પટેલ મારા સારા મિત્ર છે જેઓ એક ફિલ્મ બનાવી રહ્યા હતા. તેમણે મને વાત કરી અને મે કંઇ પણ વિચાર્યા વગર હા કહી દીધી. તેઓ એક ધર્મ ભાવના પ્રેમી વ્યક્તિ છે સાથે સાથે શૈલેશ શાહ નામના નિર્માતા પણ આ ફિલ્મમાં અમારી સાથે જોડાયા છે જેમના કારણે જ આ પ્રોજેક્ટ શક્ય બન્યો છે.
પ્ર – હમણાં જ સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં ઉજવણી થઇ તો તમે ક્યાં વીરથી પ્રભાવિત છો?
ઉ – એક નથી ઘણા છે. જેમાં આપણા ગુજરાતના નાના નાના કસબાઓમાં બનેલી ઘટનાઓ માટે મને હંમેશા વીર વિહળ યાદ આવે છે. નોર્મલી દેશ આખો મંગલ પાંડેને જાણે છે પણ વીર વિહળ જેમણે પોતાના સ્વાભિમાન ખાતર અગિયાર મિત્રો સાથે મળીને મોગલ સૈનિકની સામે જેહાદ જગાવી હતી અને પોતાના પ્રાણના ભોગે યુદ્ધ આચર્યું હતું.    
પ્ર – આપ ફ્રી સમયમાં શું કરો છો?
ઉ – મને નવું નવું વાંચવાનો ગંદો શોખ છે. જૂની હિન્દી, ગુજરાતી કે અંગ્રેજી કોઇપણ ભાષાની ફિલ્મ જોવું છું અને ફક્ત મનોરંજન માટે નથી જોતો. તેમાંથી કંઇ શીખવા માટે પણ તે ફિલ્મો જોઈ લઉં છું. સાથે સાથે લખવાનો પણ શોખ છે અને ક્યારેક ક્યારેક કોઈ નાની વાર્તા લખી નાખું કે કોઈ બે લાઈન બનાવી નાખું.
પ્ર – તમે મહિનાના ૨૦ થી ૨૨ દિવસ ગુજરાતમાં જ રહો છો તો સોનલજી તથા બાળકોને સમય કેવી રીતે આપો છો?
ઉ – ૩૦ નવેમ્બર ૧૯૮૯ના રોજ હું સોનલ સાથે મે મારા લગ્નજીવનની શરૂઆત કરી. લગ્નજીવનના આ ૨૫ વર્ષોમાં મને મારી પત્નીએ ખૂબ જ સપોર્ટ આપ્યો. હું જયારે પણ ગુજરાત હોઉં છું ત્યારે તે મને ઘરથી દૂર રહીને પણ હિંમત આપે છે અને ઘરની પૂરી જવાબદારી તે એકલા રહીને પણ નિભાવે છે. જો તમને તમારી લાઈફમાં સાચો પાર્ટનર મળી જાય જે તમને સમજી શકે તમારા કામને સમજી શકે તો તમે આખું જગ જીતી ગયા હો એવો અહેસાસ થાય છે. હું મારા પરિવારથી ખૂબ જ ખુશ છું. હું એમ કહું કે મારી લાઈફના સૌથી મોટા એન્કર મારી પત્ની સોનલ મહેતા છે.
પ્ર – તમારી સૌથી દુખદ ક્ષણ કઈ?
ઉ – મારી પહેલી ફિલ્મ ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ ના મારા સહકલાકાર નારાયણ રાજગોર હતા. જે મારા સારા મિત્ર હતા. જેઓનું એક અકસ્માતે દેહાંત થયું. તેના વિષે મને જયારે પણ વિચાર આવી જાય છે ત્યારે મને ઘણું દુખ થાય છે.
tyle='mso-list:Ignore'>n  ગજ્જર નીલેશ 

3 star

કોણ છે ઢોલીવૂડના સલમાન , શાહરૂખ અને આમીર ?


વર્ષોથી બોલીવુડના ત્રણ ખાન સલમાન , શાહરૂખ અને આમીર બોક્સ ઓફીસ પર રોકડી કરાવતા આવ્યા છે. દર્શકોમાં લોકપ્રિય બન્યા છે અને આજે નવા ચહેરાઓ અને નવા સ્ટાર્સ ની વચ્ચે પણ તે એટલા જ લોકપ્રિય રહ્યા છે. આ ત્રણ સ્ટાર ની તિકડમ માત્ર બોલીવૂડ માં જ છે એવું નથી , આપણા ગુજરાતી સિનેમામાં પણ ત્રણ એવા સ્ટાર છે, જેમની સરખામણી બોલીવૂડના સલમાન, શાહરૂખ અને આમીર સાથે થઇ શકે! તો કોણ છે આજની તારીખમાં ઢોલીવૂડ ના સલમાન, શાહરૂખ અને આમીર ? ચાલો જોઈએ..

    "
વોન્ટેડ" ફિલ્મથી સલમાને સાઉથ ટાઈપ એક્શન ફિલ્મોનો ક્રેઝ ઊભો કર્યો અને પછી તો સતત એની ચાહના દર્શકો માં વધતી જ ગઈ. સલમાન નું નામ પડે એટલે દર્શકો થીયેટરો સુધી આંધળી દોડ મુકે છે , એમના માટે ફિલ્મ કયા પ્રકારની છે , એનો દિગ્દર્શક કોણ છે, આ બધી બાબતો બીજા ક્રમે આવે છે , એમના પૈસા તો સલમાન ખાનની એકdશનમાં અને તેના ડાઈલોગ્સ તથા ગીતોમાં જ વસૂલ થઇ જાય છે. બિલકૂલ એ જ રીતે ઢોલીવૂડમાં વિક્રમ ઠાકોર આજના સમયમાં દર્શકોનો લાડીલો છે. ફિલ્મ વિક્રમ ઠાકોરની હોય એટલે ટીકીટબારી પર હાઉસફૂલના પાટિયા પાક્કા . સાથે જ સિલ્વર જુબિલી કે ગોલ્ડન જુબિલી પણ પાક્કી.

   
વિક્રમ ઠાકોરની ફિલ્મ સંપૂર્ણ મનોરંજક અને સાથે મોટા બજેટની હોય છે , જેમાં એક્શન દ્રશ્યો પર અને ગીતો પર મોટા ખર્ચે કામ થયું હોય છે , વળી વિક્રમ પોતે જ જાણીતા સિંગર છે , સાથે તેઓ ગીતના લેખનમાં અને સંગીતમાં પણ સારી સૂઝ ધરાવે છે. સલમાનની જેમ વિક્રમના ડાઈલોગ્સ પણ લોક જીભે ચઢી જાય છે. સલમાનની ફિલ્મના ગીતો મસ્તી ભર્યા હોય છે, ત્યારે વિક્રમની ફિલ્મો પણ મસ્તીભર્યા ગીતોથી અને સુપરહિટ સંગીતથી સજ્જ હોય છે. સલમાનની જેમ વિક્રમની ફિલ્મો પણ "લાર્જર ધેન લાઈફ" એક્શનથી ભરપૂર હોય છે. આ બધા કારણો જ બનાવે છે વિક્રમ ઠાકોર ને ઢોલીવૂડનો લાડીલો સલમાન.
   
બોલીવૂડનો સિતારો શાહરૂખ ખાન એક રોમેન્ટિક ઈમેજ ધરાવતો હતો. શાહરૂખે એકથી એક ચડિયાતી લોકપ્રિય રોમેન્ટિક ફિલ્મો આપી . પણ છેલ્લા કેટલાક વર્ષોમાં શાહરૂખ ખાને માત્ર ટીપીકલ રોમેન્ટિક ફિલ્મો કરવાનું કે દર્શકો એ તેને જે પાત્રો માં વધાવ્યો છે, એ પ્રકારના પાત્ર કરવાનું છોડી ને એક્સપરીમેન્ટસ કરવાનું શરુ કર્યું , "ચક દે ઇન્ડિયા" , "સ્વદેશ " , "રા.વન" જેવી ફિલ્મો માં અલગ અલગ પ્રકારની ભૂમિકાઓ કરીને પોતાની જાતને એક એકટર તરીકે વધુ ને વધુ પૂરવાર કરવાના પ્રયત્નો કર્યા. અને આવું કરવામાં તેમણે બહુ મોટા જોખમનો વિચાર ન કર્યો કે, દર્શકો તેમના સ્ટારને આવી ભૂમિકાઓ માં સ્વીકારશે કે કેમ ? આવું જ જોખમ ઢોલીવૂડના સ્ટાર હિતેન કુમારને પણ હતું, જયારે તેઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં નિર્ણય કર્યો , માત્ર સારી અને વૈવિધ્યપૂર્ણ ભૂમિકાઓ સ્વીકારવાનો.

   
ગુજરાતી ફિલ્મના પડદે અપાર સફળતા મેળવનાર હિતેન કુમાર માટે ચોક્કસ અઘરું રહ્યું હશે આવું નક્કી કરવું કારણ કે, દર્શકો પોતાના સ્ટારને એક ઈમેજમાં બાંધીને ચાલતા હોય છે અને તેઓ સિનેમાહોલમાં જયારે પોતાના ફેવરીટ સ્ટારની ફિલ્મ જોવા જાય ત્યારે તેમના માઈન્ડ માં અમુક ચોક્કસ પ્રકારની અપેક્ષાઓ હોય છે કે, એ સ્ટાર તેમને ડાન્સ આપશે , રોમેન્સ આપશે , પણ તેમ ન થતા તેમને પોતાનો ગમતો સ્ટાર એક ચેલેન્જીંગ ભૂમિકામાં જોવા મળે છે. હિતેન કુમાર માત્ર પાત્રને મહત્વ આપે છે , પછી તેમના માટે એ જરૂરી નથી હોતું કે એ પાત્ર હીરોનું જ હોય. પાત્ર વિલનનું હોય પણ દમદાર હોય તો પણ તે એ પાત્ર કરવાનું સ્વીકારે છે , અને એ પાત્ર પૂરેપૂરી નિષ્ઠાથી નિભાવીને દર્શકોની વાહવાહી મેળવે છે. હિતેનકુમારનો ચેલેન્જીંગ રોલ કરવાનો અને અલગ અલગ ભૂમિકાઓમાં પોતાને એક કાબિલ એક્ટર તરીકે મૂલવવાનો કે સાબિત કરવાનો આ અંદાજ તેમને બનાવે છે , ઢોલીવૂડના શાહરૂખ ખાન.
   
આમીરખાનને બોલીવૂડ માં બધા પરફેક્શનિસ્ટ તરીકે ઓળખે છે , તેમની ફિલ્મોની સંખ્યા ઓછી હોય છે પણ ગુણવત્તા ગગનચુંબી હોય છે , એજ રીતે ઢોલીવૂડમાં ચોક્કસ અને નક્કર કામના આગ્રહી છે હિતુ કનોડિયા. યસ , મીલેનીયમ મેગા સ્ટાર નરેશ કનોડિયા ના સુપુત્ર હિતુ કનોડિયા ઢોલીવૂડમાં પોતાના પિતાનું નામ વધુ ઊજળું કરી રહ્યા છે. ફિલ્મના સેટ પર દરેક બાબતમાં પરફેક્શન જળવાય એવો એમનો ખાસ આગ્રહ હોય છે. પોતાના કોશ્ચ્યુમથી લઇને મેકઅપમાં ગુણવત્તા જળવાઈ છે કે કેમ એ બાબત પર પણ તેમનું ખાસ ધ્યાન હોય છે . ઓછા બજેટમાં બનતી ઢોલીવૂડની ફિલ્મો માં દિગ્દર્શકોથી માંડીને કલાકારોને ઘણું બધું "ચલાવી લેવું" પડતું હોય છે , કામ નીખારવાની જગ્યાએ માત્ર કામ પતાવવાની જ જ્યાં વાત ચાલતી હોય ત્યાં પરફેક્શનનો આગ્રહ રાખો તો મોટે ભાગે લોકોએ વ્યક્તિનો દ્રષ્ટિકોણ સમજવાને બદલે તેને ખરાબ જ ચીતરે છે . પણ જેને પરફેક્ટ કામ સિવાય ચાલતું જ નથી , એ માણસ આવી નાની મોટી બાબતોની પરવાહ કરતો નથી. અને એટલે જ હિતુ કનોડિયાનું પોતાના કામમાં રહેલું પરફેક્શન પડદા પર દેખાઈ આવે છે. પોતાના પાત્રમાય તેઓ પૂરેપૂરો જીવ રેડી દે છે , અને એટલે જ હંમેશા શ્રેષ્ઠ કામ આપવાના આગ્રહી કલાકાર હિતુ કનોડિયા ને આપણે બોલીવૂડ ના આમીરખાન સાથે સરખાવીશું .
n  ગજ્જર નીલેશ