facebook

Thursday, 29 October 2015

hiten kumar

છેલ્લા ૧૫ વર્ષ દરમ્યાન થીયેટરોની સંખ્યા જુઓ તો ખ્યાલ આવશે કે એના પર પુષ્કળ દુર્લક્ષ્ય કરવામાં આવ્યું છે - હિતેન કુમાર


    ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કાયાપલટ કરવા માટે સતત એક દાયકાથી વધારે સંઘર્ષ કરી રહેલા હિતેન કુમારના મતે ગુજરાતી ફિલ્મોમાં સુધાર આવે તે માટે 14 વર્ષમાં અનેક ફિલ્મો કરી તેમ છતાં કોઈ ફેર પડ્યો નથી. સારી ગુજરાતી ફિલ્મોની અછતની સામે બહોળા પ્રમાણમાં ગુજરાતી દર્શકો નથી. ગુજરાતી ફિલ્મો માટે શહેરમાં દર્શકવર્ગ ઉભો થશે નહીં ત્યાં સુધી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સોનેરી ભવિષ્ય મળી શકે તેમ નથી તે વાતનો સ્વીકાર કરતા હિતેન કુમાર હજૂ જ્યાં સુધી શરીર અભિનય કરી જાણશે ત્યાં સુધી ગુજરાતી ફિલ્મોમાં કામ કરવા માંગે છે.
    સબસીડી વિષે હિતેન કુમારે કહ્યું કે ગુજરાતી ફિલ્મોને ફક્ત સબસીડીની જરૂર નથી પણ એની સાથે આખા માળખાની જરૂર છે. આજે ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષ દરમ્યાન થીયેટરોની સંખ્યા જુઓ તો ખ્યાલ આવશે કે એના પર પુષ્કળ દુર્લક્ષ્ય કરવામાં આવ્યું છે. થીયેટરના મેઇન્ટેનેન્સ માટે જે ગર્વમેન્ટની પોલીસી પ્રમાણે દરેક પ્રેક્ષક પાસેથી જે પણ ટીકીટનું રેવન્યુ આવે એની અંદરથી ચાર રૂપિયા થીયેટરોને આપવામાં આવે જે ડિરેક્ટરોના ખિસ્સામાંથી કટ થાય છે. જે એ ચાર રૂપિયા મેઇન્ટેનેન્સ કટ કરવા માટે આવતા હતા. એના થકી મેઇન્ટેનેન્સ કેટલું થયું એના પર પણ ક્યારેય કોઈ તરફથી ધ્યાન આપવામાં નથી આવ્યું. જેટલા થીયેટરો આપણી પાસે અવેલેબલ ચેહ એની કન્ડીશન એટલી ખરાબ છે અને જે રીતે સંખ્યાઓ ઘટી રહી છે. હું જયારે ૧૯૯૮ માં આવ્યો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ત્યારે સાડા ત્રણસોની આસપાસ થીયેટરો હતા. આજે એની માંડ પચ્ચીસ ટકા જેટલી રહી ગઈ છે. તો એ માળખાની જરૂર છે તે મારા માટે સબસીડી કરતા એ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરવું વધારે મહત્વનું છે. જેના માટે સરકારનું ધ્યાન દોરવું જરૂરી છે. જયારે એક્ઝીબીશન સેન્ટર નહિ હોય ત્યારે એક્ચ્યુલ પ્રાદેશિક સિનેમા ક્યારેય મલ્ટીપ્લેક્ષના આધાર પર સર્વાઈવ નહિ થઇ શકે. કારણ કે, ગુજરાતમાં સાચું ગુજરાત જે ફિલ્મ જોવાવાળો વર્ગ છે તે છે અને તે લોકો એકદમ નાના ગામડાઓમાં રહે છે. એમની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં ચેહ પણ તેમના માટે આપણી પાસે થીયેટરો નથી. એના પર ખરેખર ગર્વમેન્ટ ધ્યાન આપે તો સારૂ.
    જયારે આપણે થીયેટરોના માલિકોને ચાર રૂપિયાનો બેનીફીટ કરાવીએ છીએ તો તેના પર એક કમિટીનું નિર્માણ થવું બહુ જરૂરી છે કે તેઓ થીયેટરને સાફ રાખીને જોવાલાયક બનાવે છે કે નહિ? અને બીજા રાજ્યોની જેમ જો એક થીયેટર નાબુદ થાય કે પછી એને તોડી નાખવામાં આવે તો ત્યાં ભલે કમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવો પણ સાથે સાથે થીયેટર પણ બનવું જોઈએ એ નિયમ પણ કડક રીતે પળાવો જોઈએ. બીજા રાજ્યોમાં આવું જ છે. એના કારણસર થીયેટરોની સંખ્યા પુષ્કળ ઘટી જવા પામી છે. અત્યારે સુરત કે અમદાવાદમાં જે રીતે થીયેટરો ઓછા થઇ રહ્યા છે તો પ્રેક્ષકો ફિલ્મો જોવા, મનોરંજન મેળવવા જશે ક્યાં? એટલે પછી વળી પાછો પાયરસીનો સવાલ. તે ડીવીડી મંગાવીને ઘરે જોશે. સુરતમાં વરાછા વિસ્તારમાં વૈશાલી કે રાજમહેલમાંથી લાખોનો બીઝનેસ ફિલ્મો કરતી હતી તે થીયેટરો અત્યારે નેસ્તનાબુદ થઇ ગયા છે. તો એ થીયેટરો નાબુદ થયા તે જગ્યાએ નવા રૂપરંગ સાથે બીજા થીયેટરો થવા જોઈએ કે નહિ?
    સબસીડી વિષે કહ્યું કે આપણે ધારાધોરણ મુજબની ફિલ્મો બને તે જોઇને સબસીડીમાં થોડા ઘણા ફેરફાર કરી કરમુક્તિથી લઈને સબસીડીની વ્યવસ્થા આપવામાં આવે. જે મહારાષ્ટ્રમાં નિયમ છે કે ત્યાની પ્રાદેશિક ભાષા માટે એક અલગ જ થીયેટર ત્યાં છે. તો આપણે પણ આ નિયમ માટે લડવું જોઈએ કે જે આપણી રીઝનલ સિનેમા છે તેને મલ્ટીપ્લેક્સમાં પાંચ સિનેમામાંથી એક સિનેમા આપવી જ પડે. તો આપણને અને આપણી ભાષાની ફિલ્મોને બહુ મોટો ફાયદો થઇ શકે એમ છે.



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment