હીરો, ખલનાયક, કોમેડિયન અને હવે એક સુત્રધાર
તરીકે આવશે - હિતેન કુમાર
ગુજરાતી
ફિલ્મોને અનેક કલાકારોએ પોતાના બેમિસાલ અભિનયથી ઉજળી કરી બતાવી, અનેક કલાકારોએ આ ગુજરાતી સિને ઉદ્યોગને કૈક
અનોખું જ આપ્યું...હિતેન કુમાર આવા અદભુત કલાકારોમાં ના એક છે. ગુજરાતી ફિલ્મ
ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા ૧૫ વર્ષથી અભિનયના અજવાળા પાથરીને સફળતાના શિખર ઉપર
બિરાજમાન એવા સુપરસ્ટાર હિતેન કુમારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને અસખ્ય સુપર ડુપર
હીટ ફિલ્મો આપી છે. દેશ રે જોયા દાદા પરદેશ જોયા, મહિયરમાં મનડું નથી લાગતું, પાલવડે બાંધી પ્રિત, મને લઇ દે ને નવરંગ ચુંદડી, દીકરી વહાલનો દરિયો, જન્મ દાતા, ઉંચી મેડીના ઊંચા મોલ, ગગો કે દાડાનો પેણું પેણું કરતો તો, તારો મલક મારે જોવો છે જેવી ૧૦૭ ગુજરાતી ફિલ્મો જેવી
અનેક ફિલ્મો થીયેટરોમાં દર્શકોએ સહર્ષ સ્વીકારી છે. શરૂઆત તો તેમણે નાટકોથી કરી
હતી જેમાં તેમણે પોતાના અભિનયને નીખાર્યો. તેમના લોકપ્રિય નાટકોમાં કોરી આંખે ભીના
સપના, સ્વપ્ન કિનારે જેવી
ઉલેખનીય ટીવી સીરીઅલો અને રમત શુન્ય ચોકડીની, કાપુરુષ મહા પુરુષ, નોંધપોથી, આખેટ, ચિત્કાર, ત્રિશંકુ,
ઝનુન જેવા નાટકો તથા સીરીયલો ગણો
તો આંકડો ક્યાંનો ક્યાંય પહોચે. અત્યારે હિતેન કુમારને લોકોએ દિલથી સ્વીકારીને
પોતાના દિલમાં એક સ્થાન આપ્યું છે. એવું પણ કહી શકાય કે ગુજરાતના લોકોને હિતેન
કુમારની દરેક ફિલ્મે દર્શકોને કંઇક ને કંઇક અપેક્ષા રહેલી હોય છે. શરૂઆત કરી
ખલનાયક તરીકે અને પછી તેઓએ હીરોગીરી કરી, ગુંડાગીરી કરી, દબંગગીરી કરી અને અમુક
ફિલ્મોમાં દર્શકોને હસાવ્યા પણ ખરા. આટલું ઓછું હોય તેમ હવે તેઓ એક એવી ફિલ્મમાં
કામ કરી રહ્યા છે જે ફિલ્મના તેઓ સુત્રધાર છે. અત્યાર સુધી તેઓ પોતાના અંગોનો
અભિનય દર્શકોને બતાવી મનોરંજન પૂરું પાડતા હતા હવે તેઓ ફક્ત પોતાના અવાજથી
દર્શકોને અભિભૂત કરી દેશે. હિતેન કુમાર ગુજરાતી ફિલ્મોના પ્રથમ એવા હીરો હશે જેઓએ
પોતાનો સ્વર એક ધાર્મિક ફિલ્મ માટે આપ્યો હોય. વધુ માહિતી માટે આપણે હિતેન કુમારને
જ પૂછી લઈએ તો કેવું રહેશે?
પ્ર – તમારા સ્વરાભિનયથી તમે એક ફિલ્મ કરી રહ્યા છો તો
તેના વિષે જણાવશો.
ઉ – આ ફિલ્મનું નામ ‘જાય અંબે જગદંબે’ છે જે એક
દસ્તાવેજી ચિત્ર છે. આ ફિલ્મ લોકોના મનોરંજન માટે નથી બનાવવામાં આવી પરંતુ લોકોની
જે માં અંબા માં આસ્થા છે કે દૂર દૂરથી લોકો ચાલીને પગપાળા માતાના દર્શનાર્થે આવે
છે. અથવા તો અનેક શ્રદ્ધાળુઓ વિદેશથી પણ અહીં દર્શન માટે આવે છે તેના માટે આ ફિલ્મ
સમર્પિત છે. ભાદરવી પૂનમના દિવસે તો અહીં હજારો – લાખો લોકોનો માનવ મહેરામણ ઉમટી
પડે છે. તેના માટે અમે તો આ ફિલ્મ બનાવીને એક નાનું એવું જ કામ કરી રહ્યા છીએ. અમે
આ ફિલ્મ માટે પાંચ વરસથી તૈયારીઓ કરી રહ્યા હતા. માતાના જેટલા પણ ભક્તો હોય અહિયાં
કે વિદેશમાં અમે આ ફિલ્મ તેમના સુધી પહોચાડવાનો પ્રયાસ કરીશું. અમે આ ફિલ્મમાં
અત્યાર સુધીની યાદગાર ઘટનાઓ આવરી લીધી છે જે લોકોને માટે આ ફિલ્મ ધાર્મિક વિષય સાથે
બની છે તો લોકો આ ફિલ્મથી ઘણી એવી યાદો તાજી કરશે અથવા નવી વાતો જાણશે અને લોકોની
આસ્થામાં પણ વધારો થશે.
પ્ર – એવું પણ સાંભળવા મળ્યું છે કે આપે આ ફિલ્મ માટે
એક રૂપિયો પણ નથી લીધો?
ઉ – હા, એ વાત સાચી છે કે આ ફિલ્મ ફક્ત મે મિત્ર ભાવે
કરી છે. આ ફિલ્મના નિર્માતા પ્રદીપ પટેલ મારા સારા મિત્ર છે જેઓ એક ફિલ્મ બનાવી
રહ્યા હતા. તેમણે મને વાત કરી અને મે કંઇ પણ વિચાર્યા વગર હા કહી દીધી. તેઓ એક
ધર્મ ભાવના પ્રેમી વ્યક્તિ છે સાથે સાથે શૈલેશ શાહ નામના નિર્માતા પણ આ ફિલ્મમાં
અમારી સાથે જોડાયા છે જેમના કારણે જ આ પ્રોજેક્ટ શક્ય બન્યો છે.
પ્ર – હમણાં જ સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં ઉજવણી થઇ
તો તમે ક્યાં વીરથી પ્રભાવિત છો?
ઉ – એક નથી ઘણા છે. જેમાં આપણા ગુજરાતના નાના નાના
કસબાઓમાં બનેલી ઘટનાઓ માટે મને હંમેશા વીર વિહળ યાદ આવે છે. નોર્મલી દેશ આખો મંગલ
પાંડેને જાણે છે પણ વીર વિહળ જેમણે પોતાના સ્વાભિમાન ખાતર અગિયાર મિત્રો સાથે
મળીને મોગલ સૈનિકની સામે જેહાદ જગાવી હતી અને પોતાના પ્રાણના ભોગે યુદ્ધ આચર્યું
હતું.
પ્ર – આપ ફ્રી સમયમાં શું કરો છો?
ઉ – મને નવું નવું વાંચવાનો ગંદો શોખ છે. જૂની હિન્દી,
ગુજરાતી કે અંગ્રેજી કોઇપણ ભાષાની ફિલ્મ જોવું છું અને ફક્ત મનોરંજન માટે નથી
જોતો. તેમાંથી કંઇ શીખવા માટે પણ તે ફિલ્મો જોઈ લઉં છું. સાથે સાથે લખવાનો પણ શોખ
છે અને ક્યારેક ક્યારેક કોઈ નાની વાર્તા લખી નાખું કે કોઈ બે લાઈન બનાવી નાખું.
પ્ર – તમે મહિનાના ૨૦ થી ૨૨ દિવસ ગુજરાતમાં જ રહો છો
તો સોનલજી તથા બાળકોને સમય કેવી રીતે આપો છો?
ઉ – ૩૦ નવેમ્બર ૧૯૮૯ના રોજ હું સોનલ સાથે મે મારા
લગ્નજીવનની શરૂઆત કરી. લગ્નજીવનના આ ૨૫ વર્ષોમાં મને મારી પત્નીએ ખૂબ જ સપોર્ટ
આપ્યો. હું જયારે પણ ગુજરાત હોઉં છું ત્યારે તે મને ઘરથી દૂર રહીને પણ હિંમત આપે
છે અને ઘરની પૂરી જવાબદારી તે એકલા રહીને પણ નિભાવે છે. જો તમને તમારી લાઈફમાં
સાચો પાર્ટનર મળી જાય જે તમને સમજી શકે તમારા કામને સમજી શકે તો તમે આખું જગ જીતી
ગયા હો એવો અહેસાસ થાય છે. હું મારા પરિવારથી ખૂબ જ ખુશ છું. હું એમ કહું કે મારી
લાઈફના સૌથી મોટા એન્કર મારી પત્ની સોનલ મહેતા છે.
પ્ર – તમારી સૌથી દુખદ ક્ષણ કઈ?
ઉ – મારી પહેલી ફિલ્મ ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’
ના મારા સહકલાકાર નારાયણ રાજગોર હતા. જે મારા સારા મિત્ર હતા. જેઓનું એક અકસ્માતે
દેહાંત થયું. તેના વિષે મને જયારે પણ વિચાર આવી જાય છે ત્યારે મને ઘણું દુખ થાય
છે.
tyle='mso-list:Ignore'>n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment