facebook

Showing posts with label jayesh trivedi. Show all posts
Showing posts with label jayesh trivedi. Show all posts

Saturday, 24 October 2015

jayesh trivedi

સ્વતંત્ર દિગ્દર્શક તરીકે તેઓની હિન્દી ફિલ્મ ‘મનીષા’ છે - જયેશ ત્રિવેદી


    અભિનય ક્ષેત્રમાં પાંચ વર્ષથી કોઈ નાણું બાળક અભિનય કરતુ આવતું હોય તો વિચારો કે તે અત્યારે કેટલું ઘડાઈ ચુક્યું હશે? વિચારવા જેવો સવાલ છે. પણ હા, પાંચ વર્ષની ઉંમરથી જયેશ ત્રિવેદી અભિનય કરતા આવ્યા છે. સ્કુલ કોમ્પીટીશનના એક ડ્રામા પ્લે ‘ફૂટપાથના ફૂલ’ માં તેઓએ બેસ્ટ એક્ટરનું સન્માન પણ તે સમયે મેળવેલું. જે દિવસો તેઓ હજી પણ ભૂલી શક્યા નથી. તમને જો ખ્યાલ આવી જાય કે અત્યારે આપનો ગોલ્ડન પીરીયડ ચાલે છે. તો તમે આગળ વધી જ શકો છો. ત્યારબાદ ‘માલવપતિ મુંજ’ નાટકની મોનો એક્ટિંગમાં તેઓ જીલ્લા લેવલથી પણ આગળ ગયા હતા. કલોલ વખારિયા સી. જે. હાઈસ્કુલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પછીના અભ્યાસ માટે તેઓએ અમદાવાદ પસંદ કર્યું. અમદાવાદમાં કોલેજના બી.કોમ. સેકન્ડ યરમાં તેઓએ પોતાની પ્રથમ સીરીયલ ‘ગેબી જાલ’ માં આસીસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાયા. ઘનશ્યામ આચાર્યના ડીરેક્શન હેઠળ તેમણે પોતાની કારકિર્દી દૂરદર્શન પર પ્રસારિત થતી સીરીયલ ‘ગેબી જાલ’ થી શરૂ કરી દીધી હતી. એટલે પોતાના કામના શ્રી ગણેશ કરી દીધા હતા. એ અરસામાં જયેશ ત્રિવેદીના ભાઈ સ્નેહલ ત્રિવેદી પણ દૂરદર્શન પર કાર્યરત હતા. તેથી જયેશ ત્રિવેદીએ તેમના પ્રોડક્શન હાઉસમાં કેટલીક સીરીયલો આસી. ડીરેક્ટ કરી. જેમાં ખડખડાટ, સહિયર, જશ ના માથે જોડા, માં, સંસાર વગેરે. ત્યારબાદ તેઓને લાગ્યું કે હવે આનાથી પણ એક સ્ટેપ આગળ વધી અભિનયમાં પણ હાથ અજમાવું. તો તેઓ ઘણા સમયે ‘મોટી બા’ માં એક આર્ટીસ્ટ તરીકે દર્શકોને જોવા મળ્યા. ‘સંબંધો સાગર પારના’ સીરીયલ આસી. ડીરેક્ટ પણ કરી અને એમાં અભિનય પણ આપ્યો. હાલના તબક્કે દૂરદર્શન પર તેઓની સીરીયલ ‘બકુલનું બખડજંતર’ દર્શકોનો બહોળો પ્રતિસાદ મેળવી રહી છે. વિટીવી પર ‘ક્રાઈમ ટાઈમ’ નામની સસ્પેન્સ અને એક્શન સીરીયલ પણ ચાલુ છે. પછી ધીરે ધીરે અનુભવ વધતો ગયો એમ એમ જયેશ ત્રિવેદી ઘડાતા ગયા અને અત્યારે ફિલ્મો બનાવતા થયા છે. જેમાં તેઓ શરૂઆતથી જ જાણીતા ફિલ્મ મેકર શૈલેશ શાહ સાથે ચીફ આસી. ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. જેમાં ‘ઓઢણી’ માં તેઓ આસી. ડિરેક્ટર તરીકે અને ‘પ્રતિશોધ’ માં એસોસિયેટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. ‘ધ લેડી દબંગ’ માં લીડ ભૂમિકા પણ ભજવી છે અને ચીફ આસી. ડિરેક્ટર પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેમાં લીરીક્સ પણ જયેશ ત્રિવેદીના જ સાંભળવા મળશે. સાથે સાથે તેઓ સ્વતંત્ર દિગ્દર્શક તરીકે પણ એક મુવી બનાવી ચુક્યા છે. જેનું નામ ‘વિચાર ક્રાંતિવીર’ હતું. જે ડો. શ્રીકાંત શર્મા પર આધારિત હતી અને ટૂંક સમયમાં તેઓ એક હિન્દી ફિલ્મ ‘મનીષા’માં પણ કામ કરી ચુક્યા છે ચીફ આસી. ડિરેક્ટર તરીકે.

પ્ર – અભિનય અને દિગ્દર્શન બંનેમાં કેવી રીતે સમય આપો છો?
ઉ – દિગ્દર્શન આવડે છે છતાં પણ હું વધારે મહત્વ અભિનયને આપું છું. કારણ કે, હું જાણું છું કે ડાયરેક્ટરને શું જોઈએ છે. સમય બંનેમાં મળી રહે છે. એના માટે કોઈ એક્સ્ટ્રા સમય ના જોઈએ. હું મારા પાત્રના ગેટઅપમાં હોઉં છું તો પણ ડીરેક્શન કરી શકું છું. મને એમાં કોઈ સમયની મુશ્કેલી નડતી નથી.
પ્ર – ‘લેડી દબંગ’ થી આપને શું અપેક્ષા છે?
ઉ – મારો અને ફિલ્મના દિગ્દર્શક વસંત નારકરનો એ પ્રયાસ રહ્યો છે કે અમે આ ફિલ્મ દરેક વર્ગને ગમે તેવી બનાવવાની કોશિશ કરી છે. હાલ ગુજરાતી ફિલ્મોના પ્રેક્ષકો બે ભાગમાં વહેચાઈ ગયા છે. એક જે ટીપીકલ ફિલ્મો જુએ છે તે અને બીજા અર્બન મુવી બની રહી છે તે. તો અમે બંને વર્ગને ધ્યાને રાખીને ફિલ્મ બનાવી છે. જેના હિસાબે સિંગલ સ્ક્રીનની ફિલ્મો કે અર્બન ટાઈપ ફિલ્મો બંનેમાંથી એકેય નથી ચાલતી. એટલે અમારો પ્રયત્ન એ છે કે બંને ઓડીયન્સને અમે અમારી ફિલ્મમાં જકડી રાખીએ.

પ્ર – કેવા પ્રકારના રોલ કરવા ગમે?
ઉ – મને પ્રેમીઓના રોલ બહુ ઓછા કરવા ગમે છે. જે રોલમાં મને મારી એક્ટિંગ બતાવવાનો મોકો મળે છે તેવા રોલ હું ચોક્કસ કરું છું. મને ઝાડ ફરતે ચકરાવા લેતા કે ફારસ કરતા રોલ નથી ગમતા. મારો રોલ ભલે નાનો હોય પણ મહત્વનો હોય તે જરૂરી છે.



n  ગજ્જર નીલેશ        

Saturday, 26 September 2015

jayesh trivedi

   ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
જયેશ ત્રિવેદી – ચિન્મય મિશન અમદાવાદના નાટક સંભવામિ યુગે યુગેમાં ડબલ રોલમાં જોવા મળેલા. જેમાં એક શ્રી કૃષ્ણનું પાત્ર હતું તો બીજું એડવોકેટનું પાત્ર હતું. જે નાટક જયેશ ત્રિવેદીએ પોતે લખેલું અને દિગ્દર્શક પણ તેઓ જ હતા. જન્માષ્ટમીના દિવસ દરમિયાન તેઓને માખણ મીસરી સાથે ભગવાનની પ્રસાદીરૂપે પંજરી ખૂબ જ ભાવે છે. ભગવાન શ્રીકૃષ્ણને તેઓ હંમેશા સવારમાં યાદ કરીને જ બહાર નીકળવાનું પસંદ કરે છે.  

Friday, 4 September 2015

jayesh trivedi

‘ધ લેડી દબંગ’ ફિલ્મમાં અભિનય ઉપરાંત બે કર્ણપ્રિય ગીતો પણ જયેશ ત્રિવેદીના જ છે.


    શૈલેશ શાહ નિર્મિત અને વસત નારકર દિગ્દર્શિત નારીપ્રધાન ફિલ્મ ‘ધ લેડી દબંગ’ ફિલ્મનું ટૂંક સમય પહેલા જ મુહુર્ત થયું. ગુજરાતી ફિલ્મોમાં હિરોઈનોને કેન્દ્રમાં રાખતી ફિલ્મો બહુ જુજ બને છે. તેમાં પણ શૈલેશ શાહ જેવા નિર્માતાઓ હવે દર્શકોની નાદ પારખવાનો પ્રયાસ કરી રહ્યા છે અને દર્શકોને શું ગમશે? તેવું વિચારીને ફિલ્મો નિર્માણ કરે છે. ફિલ્મનું હાલ શૂટ ચાલુ છે. ફિલ્મમાં દિગ્દાર્શનનું સુકાન વસત જી સંભાળી રહ્યા ચેહ પરંતુ તેઓની સાથે ચીફ આસીસ્ટન્ટ ડિરેક્ટર ફિલ્મના કલાકાર જયેશ ત્રિવેદી કરી રહ્યા છે. અગાઉ તેઓ ગુજરાતી ફિલ્મોમાં વસંત જી સાથે જ તેના સહાયક રહી ચુક્યા છે. આ ફિલ્મમાં ફક્ત એક્શન જ નથી સાથે સાથે આ ફિલ્મમાં એવો તમામ મસાલો ઉમેરવામાં આવ્યો છે જે દર્શકોને થીયેટરમાં જકડી રાખવા માટે વિશેષ છે. ફિલ્મમાં એક્શન ઉપરાંત ચીટીંગ દરમિયાન સર્જાતી કોમેડી, વસંત જી જેવા દિગ્દર્શકનું કાબિલ એ દાદ દિગ્દર્શન એટલે ફિલ્મ સો ટકા ચાલશે તેવું જયેશ ત્રિવેદી ભાર આપીને કહે છે. જયેશ ત્રિવેદીએ ફિલ્મો ઉપરાંત ગુજરાતી ટીવી સીરીયલો ‘મોટી બા’, ‘સંબંધો સાગર પારના’, ‘જશના માથે જોડા’ વગેરે જેમાં અમુક સીરીયલો એવી હતી જેનું થોડું ઘણું દિગ્દર્શન અને બીજું નાની નાની જવાબદારીઓ પણ નિભાવી ચુક્યા છે. ઉપરાંત આ ફિલ્મ ‘ધ લેડી દબંગ’ ફિલ્મના બે સોન્ગ્સના લીરીક્સ પણ જયેશ ત્રિવેદીના જ લખેલા છે જે ગીતોના શબ્દો તેઓએ તરત લોકજીભે ચડી જાય એવા સરળ આપ્યા છે.
પ્ર – ફિલ્મના આપના પાત્ર વિષે.
ઉ – આ ફિલ્મમાં મારું પાત્ર એક ચીટર ગેંગનો સભ્ય છું. જે લોકો બીજા ભલાભોળા લોકો સાથે કોઈપણ રીતે ચીટ કરે છે. જેમાં અમારી ચાર – પાંચ ફ્રેન્ડઝની ટીમ છે જેઓ આવું કરતા હોય છે. જેમાનું એક પાત્ર મારૂ છે.
પ્ર – ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક સાથેના અનુભવો જણાવશો.
ઉ – આ ફિલ્મનું અમારું આખું યુનિટ ખાસ છે કારણ કે અમે લોકો ફિલ્મના નિર્માતાથી માંડીને નાના સભ્યો સુધી તમામ અમે વર્ષોથી એક સાથે જ કામ કરીએ છીએ. એટલે મને એવું લાગતું જ નથી કે કઈ તકલીફ પડે. વસંત જી સાથે તો મારે દરેક ફિલ્મે કંઇક નવું જાણવા મથતો હોઉં છું. તેઓની કામ કરવાની જેવી સ્ટાઈલ છે તેવી મને ધ્યાનમાં છે ત્યાં સુધી કોઈનામાં નથી. એકદમ નરમાશથી કલાકારો પાસેથી કામ લે છે. ફિલ્મના નિર્માતા શૈલેશ શાહ સાથે હું તેઓ જયારે સીરીયલ બનાવતા હતા ત્યારથી છું. તેમની સીરીયલ ‘વ્હાલી બા’, માં પણ હું તેમની સાથે જ હતો. તેઓએ જયારે ‘ઓઢણી’, ‘પ્રતિશોધ’ જેવી ફિલ્મો બનાવવાની યોજના બનાવેલી ત્યારે પણ હું તેમની સાથે જ હતો અને હાલ એમની સાથે આ ફિલ્મ ‘ધ લેડી દબંગ’ પણ કરી રહ્યો છું.  
પ્ર – અત્યારે તમે ચીફ આસીસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા છો તો સ્વતંત્ર દિગ્દર્શન કરશો?
ઉ – સ્વતંત્ર દિગ્દર્શનનો પ્લાન હમણાં તો નથી પણ આગળ ભવિષ્યમાં તક મળશે તો ચોક્કસ સ્વતંત્ર દિગ્દર્શન કરીશ.



n  ગજ્જર નીલેશ 

Thursday, 3 September 2015

jayesh trivedi

‘ઓઢણી’ ફિલ્મમાં આ પાત્ર મને ધ્યાનમાં રાખીને જ લખવામાં આવ્યું છે. - જયેશ ત્રિવેદી




    ફિલ્મની માવજત જો દર્શકોને આકએશી શકે તો ચોક્કસ કોઈપણ ગુજરાતી ફિલ્મ થીયેટરમાં ચાલે ચાલે અને ચાલે જ. ફિલ્મોમાં જેમ હીરો, હિરોઈન, ચરિત્ર અભિનેતા, ખલનાયક વગેરે પાત્રો છે તેના વચ્ચે અમુક એવા કિરદારો પણ હોય છે જે ફિલ્મની વાર્તાને નવો વળાંક આપવા સક્ષમ હોય છે. જેમ કે કોઈ ભિખારી, ફુગ્ગાવાળો, બંગડીવાળો, મંદિરનો પુજારી વગેરે. શૈલેશ શાહ નિર્મિત ફિલ્મ ‘ઓઢણી’ માં પણ એક એવું પાત્ર છે જે કથાને અનુરૂપ ચાલે છે. આ પાત્રને તેની વાર્તા સાથે કોઈ લેવાદેવા નથી છતાં પણ કોઈ નિસ્બત હોય એવું લાગે છે. જ્યાં જ્યાં તે કેરેક્ટરનો અભિનય આવે છે ત્યાં ત્યાં ફિલ્મનો એક ટર્નીંગ પોઈન્ટ આવે છે. દુનિયામાં એવા ઘણા માણસો હોય છે જે સામે વાળી વ્યક્તિને સાચું કહે તો સારો નથી લાગતો અને બધા તેને હડધૂત કરે છે. તેની સમાજમાં ગાંડાની છબી ઉપસાવવામાં આવે છે. આમ જોઈએ તો આ દુનિયા મારા માનવા મુજબ ગાંડાઓએ બનાવી છે. કારણ કે તેને કોઈ સુખ દુખ હોતા નથી. તેને સામે જે દેખાય છે તે બોલી નાખે છે. આવા પાત્રને ન્યાય આપ્યો છે ગુજ્જુ યંગ બોય જયેશ ત્રિવેદીએ. ૫ માં ધોરણથી ડ્રામા પ્લે કરતા આવેલા જયેશને ‘ફૂટપાથના ફૂલ’ માટે ત્યારે બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળેલો. ૧૦ માં ધોરણમાં યુવક મહોત્સવમાં મહેસાણા જીલ્લા તથા ઝોનમાં પ્રથમ ક્રમે ઘણા ઇનામો પણ મેળવ્યા છે. હાલ દૂરદર્શન ગીરનાર પર આવતી સીરીયલ ‘બકુલનું બખડજંતર’ માં દેખાતા જયેશ ઈટીવી પર ‘મોટી બા’ ના અમુક એપિસોડ પણ કરી ચુક્યા છે. જયેશ ત્રિવેદીનું ફેમીલી બેકગ્રાઉન્ડ જ ફિલ્મી છે તો તેમને આ લાઈનમાં આવવા માટે કોઈ મહેનત નહોતી કરવી પડી પણ હા, તેઓ આગળ આવ્યા પોતાની જાત મહેનતથી. જયેશના મોટા ભાઈને એક પ્રોડક્શન હાઉસ હતું તેના અનુસંધાને જયેશની મુલાકાત દિગ્દર્શક વસંત નારકર સાથે થઇ. વસંત નારકર દિગ્દર્શિત ફિલ્મ ‘ઓઢણી’ માં જયેશ અભિનેતા તરીકે તો છે જ સાથે સાથે ચીફ આસીસ્ટન્ટ ડાયરેકટર તરીકે પણ વસંત નારકરના દિગ્દર્શન હેઠળ ફરજ બજાવી રહ્યા છે. અમદાવાદ શૂટ થયેલી હિન્દી ફિલ્મ ‘ડી ડે’ માં આપણે જયેશને પાકિસ્તાનના આઈ.એસ.આઈ. ઓફિસર તરીકે જોઈ શક્યા હોત પણ પરંતુ જયેશના નાટકના શો હોવાથી તેઓ આ ફિલ્મમાં સમય ન ફાળવી શક્યા.

પ્ર – આપના પાત્ર વિષે થોડી જાણકારી આપશો.
ઉ – ખાસ જો આ રોલ મને મળ્યો હોય તો તેનો શ્રેય હું મારા સર વસંત નારકરજીને આપવા માગીશ. કારણ કે આ રોલ મને ધ્યાનમાં રાખીને જ લખવામાં આવેલો છે. આ ફિલ્મ ‘ઓઢણી’ માં સ્પેશ્યલ આ કેરેક્ટર નાખવામાં આવ્યું છે. વસંત ભાઈએ મારી શક્તિનો એક સારો ઉપયોગ કર્યો છે કારણ કે કલાકાર એક રો-મટીરીયલ હોય છે અને વસંતજીએ બહુ જ સારો મારા પાત્રને શેપ આપ્યો અને હું ખૂબ જ સારૂ કામ આપી શક્યો.

પ્ર – આ પાત્ર માટે આપે કોઈ તૈયારી કરી હતી?
ઉ – હા, આ પાત્ર મારે એવું કરવું હતું કે લોકો તેને યાદ રાખે. તેથી મે તૈયારી રૂપે મે ‘ઉપકાર’ ફિલ્મના પ્રાણનું કેરેકટર તથા ‘પ્રતિઘાત’ ફિલ્મના નાના પાટેકરના પાત્ર પર અભ્યાસ કરેલો. તે ફિલ્મો વારંવાર જોઈ. તેથી મારા ‘ઓઢણી’ ફિલ્મના પાત્રમાં તમને વાસ્તવિકતા દેખાશે. 


n  ગજ્જર નીલેશ