facebook

Showing posts with label janmashtami. Show all posts
Showing posts with label janmashtami. Show all posts

Monday, 5 October 2015

mahendra panchal

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ

મહેન્દ્ર પંચાલ – જેમ જન્માષ્ટમી પર કૃષ્ણનું મહત્વ છે તેમાં દરેક ધાર્મિક પર્વ પર દેવોના દેવ મહાદેવ ખાસ છે. અહીં ફિલ્મી હીરો મહેન્દ્ર પંચાલ મહાદેવના અવતારમાં તેમની આગામી ફિલ્મ ‘શંકર પાર્વતી’ માં મહાદેવના પાત્રમાં જોવા મળવાના છે. જન્માષ્ટમી પર મહેન્દ્ર પંચાલ સવારે મંદિરે જવું પસંદ કરે છે તથા કૃષ્ણ જન્મનો પ્રસાદ જેમાં પંજરી, મીસરી વગેરે તેમને બહુ ભાવે છે. સાંજે મટકીફોડ કાર્યક્રમમાં હાજર રહી સૌનો ઉત્સાહ પૂરો પાડે છે. 

p. c. don


ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ




પી.સી.ડોન – કલયુગની દેવી દશામાં ટેલી ફિલ્મમાં એમણે શ્રી કૃષ્ણની ભૂમિકા સાકાર કરી હતી. તેઓને અહીની મટકી ફોડ કરતી ટોળીઓ કરતા મુંબઈ જઈને ત્યાં મટકી ફોડતા ખેલૈયાઓ જોવા વધુ ગમે છે. કારણ કે અહીની મટકીઓ એટલી ઉંચાઈ પર નથી હોતી જેટલી ત્યાં હોય છે. સાથે સાથે જન્માષ્ટમીના દિવસે તેઓ પરિવાર સાથે કોઈ ધાર્મિક જગ્યા પર જવાનું પસંદ કરે છે. 

dipti gondal

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ


દીપ્તિ ગોંડલ – થોડા સમય પહેલા આવેલી સફળ ફિલ્મ ‘હરપાલદે શક્તિના અમર અજવાળા’ ફિલ્મની અભિનેત્રી દીપ્તિ ગોંડલને શ્રી કૃષ્ણમાં અતુટ શ્રદ્ધા છે. તે નિયમિત શ્રી કૃષ્ણના પોતાના ઘરે આશીર્વાદ લીધા વિના બહાર નીકળવાનું પસંદ નથી કરતી. જન્માષ્ટમી પર તે બહાર જવાનું વધુ પસંદ કરે છે. જેમકે કોઈ મંદિર હોય તો તેને તેની આસપાસ ફરવું વધુ ગમે છે.

dimple upadhyay

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ

ડીમ્પલ ઉપાધ્યાય – મને જન્માષ્ટમીના પર્વ પર શ્રી કૃષ્ણના મંદિરે જઈને તેમના દર્શન કરવા ખૂબ જ પ્રિય છે. આમ તો હું મંદિરે જાઉં જ છું પણ તે દિવસે દર્શનઓ લહાવો કંઇક અલગ જ હોય છે. જન્માષ્ટમી પર અવનવા થાળ ધરવામાં આવે છે જેમાં મને કૃષ્ણને ભાવતું માખણ બહુ પ્રિય છે. આ ઉપરાંત ડીમ્પલ ઉપાધ્યાય વિષે જાણવા મળ્યું છે કે તેઓને જીલ્લા પંચાયત ગાંધીનગર આયોજિત ‘મહિલા શક્તિ’ એવોર્ડથી ટૂંક સમય પહેલા જ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા જીલ્લા પંચાયત પ્રમુખ હીનાબેન પટેલ વતી સન્માનિત કરવામાં આવી છે. જેના માટે તે ગર્વની લાગણી અનુભવે છે. 

aarti parmar

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ

આરતી પરમાર – એમને હજી સુધી એવી કોઈ ભૂમિકા નથી મળી જે કૃષ્ણની નજીક હોય. રાધાનું પાત્ર ભજવવાની ઈચ્છા તો ચેહ પણ હજી સુધી નથી મળ્યું. જન્માષ્ટમી પર તેઓએ કહ્યું કે, અમે ઘરના સૌ સવારના વહેલા તૈયાર થઈને એક આનંદ સાથે ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરીએ છીએ. ત્યારબાદ હું અને મારી સહેલીઓ અબીલ ગુલાલ રમવા મંદિરે જઈએ છીએ. જ્યાં મટકી ફોડનું આયોજન હોય ત્યાં જઈને હું પણ એમાં ભાગ લઉં છું. મારા તરફથી સિને મેજિકના તમામ વાચકોને જાય શ્રી કૃષ્ણ.


ravina tilavat

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ

રવિના ટીલાવત – મને જન્માષ્ટમી બહુ જ પસંદ છે. જેમ આપણે બધા ઘરના લોકો સાથે આપણો જન્મદિન સેલીબ્રેટ કરતા હોઈએ છીએ તેવી રીતે આપણને દુનિયાનું ભાન કરાવનાર અથવા દુનિયા બતાવનાર ભગવાન શ્રી કૃષ્ણણો જન્મદિન પૂરા હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવો જોઈએ. મારા તરફથી મારા જેટલા પણ ચાહકો છે તેને અને ફિલ્મોના નાના મોટા તમામ ટેકનીશીયનોને કૃષ્ણ જન્મની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.   



mahesh kalavadiya

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ

મહેશ કાલાવડીયા – અગાઉ સ્કુલમાં અને કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન અનેકવાર કૃષ્ણનું પાત્ર ભજવી ચુક્યા છે. છેલ્લા ૮ વર્ષથી તેઓ જન્માષ્ટમી ધામધૂમ પૂર્વક મટકી ફોડ કાર્યક્રમ ઉજવી રહ્યા છે. તેના શરૂઆતના બે દિવસ પહેલેથી જ તેઓ અવનવા શણગાર અને અવનવી સ્ટાઈલથી મટકી ફોડી શકાય તે પધ્ધતિ બનાવે છે અને મટકી ફોડે છે. તેમના તરફથી સૌને જાય શ્રી કૃષ્ણ.  



rani sharma

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ

રાની શર્મા – ગુજરાતનો લાલ ફિલ્મમાં હિતુ કનોડિયા સાથે ઢોલીડા ઢોલ રે વગાડ રાસડાનો રંગ મને લાગ્યો ગીતમાં રાધાના લૂકમાં જોવા મળી હતી. આમ પણ તે વ્રજવાસી જ ગણાય છે અને બોલી પણ તેઓ વ્રજવાસી જેવી જ બોલે છે એટલે તેમના પરિવારમાં શ્રી કૃષ્ણ ભગવાનને ખૂબ માનવામાં આવે છે. જન્માષ્ટમી પર ઘરના સર્વે લોકો નિર્જળા ઉપવાસ કરે છે અને રાત્રે કૃષ્ણ જન્મ બાદ જ પાણી ગ્રહણ કરે છે. કહે ચેહ કે, કૃષ્ણએ જેટલી પણ વાતો કહી છે તે આપણે જીવનમાં જરૂર ઉતારવી જોઈએ. જેનાથી આપણું જીવન સુખમય બને છે.


shashi parekh

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ

શશી પારેખ – સુર્યા ટીવી પર હરે ક્રિશ્ના નામની સીરીયલમાં તેઓ કૃષ્ણ બન્યા હતા અને તેમના પત્ની રાધાના કિરદારમાં જોવા મળ્યા હતા. હાલ પણ તેઓ દરેક જન્માષ્ટમી વખતે અલગ અલગ ગામડાઓ પર જઈને મટકી ફોડે છે અને ત્યાના લોકોને કૃષ્ણ રૂપી દર્શન આપે છે. તેઓ ભગવાન કૃષ્ણ પાસે હમેશા કલાકાર તરીકે જ મારૂ જીવન વ્યતીત થાય તેવા આશિષ માંગે છે.


janak zala

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ

જનક ઝાલા – સૌ પહેલા મારી સવાર મારા માતાપિતાના આશીર્વાદ લેવાથી શરૂ થાય છે અને ત્યારબાદ હું મંદિરે જઈ મારા શ્રી કૃષ્ણને મળું છું અને તેમના આશીર્વાદ લઉં છું. પછી મિત્રો સાથે મટકી ફોડનું આયોજન કર્યું હોય તેમાં ભાગ લઈએ છીએ અને સાંજના વૃધ્ધો સાથે ભજન સંધ્યામાં તેમનો સાથ આપીએ છીએ. જે રાતના કૃષ્ણ જન્મ સુધી ચાલે છે અને ભગવાનના દર્શન કરી છુટા પડીએ છીએ.


pallavi patel

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ

પલ્લવી પટેલ – અંબા આરાધના નામના આલ્બામમાં પલ્લવી પટેલ રાધાના રૂપમાં નજરે પડી હતી. મજાની વાત એ કહી કે, જન્માષ્ટમીના આગળના બે દિવસ પહેલા તેને સપનામાં ભગવાન શ્રી કૃષ્ણના પારણાના દર્શન કરી લે છે. જેને વર્ષોથી આવું થાય છે. બાકી તે દિવસે ઉપવાસ રાખે છે અને શ્રી કૃષ્ણને ઝુલાવીને જ સુવે છે. મારા તરફથી ફિલ્મોમાં કામ કરતા તમામ નાણા મોટા કલાકારોને જાય શ્રી કૃષ્ણ.

marjina diwan

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ

મરજીના દિવાન – કીટ્ટુડો બોલે નદીના રેતમાં નામના આલ્બમમાં તેણે રાધાનું પાત્ર ભજવ્યું હતું. જન્માષ્ટમી પર તે પોતાના મિત્રો સાથે વાત કરીને તેમને શુભકામના પાઠવે છે અને નજીકમાં જ ભરાતા મેળામાં જઈ ખૂબ જ મોજ મસ્તી કરે છે.


priyanka chadda

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ

પ્રિયંકા ચડ્ડા – જન્માષ્ટમી પર તે ઉપવાસ વગેરે તો નથી કરતી પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ જન્મ બહુ હર્ષ અને ઉત્સાહથી ઉજવે છે. દરેક જન્માષ્ટમી પર તે કૃષ્ણને ઝુલાવવાનું લગભગ ચૂકતી નથી. પોતાની મિત્રો સાતે તે દિવસે બહાર મંદિરોમાં અને અન્ય કહે સ્થળો પર રાજા માણવી ગમે છે. હજી સુધી એવું કોઈ રાધાણો લૂક ધરાવતું પાત્ર મળ્યું નથી. પણ આગળ જતા મળશે તેવું કહી શકાય.   

ravi kumar

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ

રવિ કુમાર – થોડા સમયમાં એક સીરીયલમાં તેઓ ટીવીના નાના પડદે નારદના પાત્રમાં જોવા મળશે. જન્માષ્ટમી વિષે કહ્યું કે, અહીં અમે મિત્રવર્તુળમાં એક અઓખી મટકી ફોડનું આયોજન કરીએ છીએ અને નાના બાળકો તેમાં કૃષ્ણ બનીને મટકીઓ ફોડે છે. સૌ લોકો તેમાં ઉમંગભેર ભાગ લે છે. રાત્રે પછી કોઈ સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન હોય છે જેમાં વિવિધ નાટકો ભજવાય છે. ખૂબ સારો દિવસ ત્યારે પસાર થાય છે. સૌને મારા તરફથી કૃષ્ણ જન્મ પર દિલથી શુભેચ્છા.

karishma khoja

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ

કરિશ્મા ખોજા – અમારા સમાજમાં દરેક તહેવાર શાંતિથી ઉજવીએ છીએ. ભલે તે ઈદ હોય તો પણ અને જન્માષ્ટમી હોય તો પણ. જન્માષ્ટમીના દિવસે હું કૃષ્ણ મંદિરમાં જઈને ભગવાનના આશીર્વાદ લઉં છું. અમારે અહીં નજદીક હમીરસર તળાવ પાસે જન્માષ્ટમીનો મેળો ભરાય છે. જ્યાં અમે બહેનાનીઓ સાથે જઈને ખૂબ મોજ મસ્તી કરીએ છીએ. અને મને ભગવાનનો પ્રસાદ જે કંઈ પણ હોય તે બહુ જ પસંદ છે. સૌને મારા તરફથી જાય શ્રી કૃષ્ણ. 

jeet upendra

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ

જીત ઉપેન્દ્ર – મને હજી સુધી કોઈ ફિલ્મમાં કૃષ્ણ ભગવાનનું પાત્ર ભજવવા નથી મળ્યું હા, પણ મેં સંત શ્રી સવાભાગતમાં એક ધાર્મિક પાત્ર ભજવ્યું હતું. આમ તો હું પ્યોર હનુમાનજીનો ભક્ત છું. પણ દરેક ભગવાન એક હોય છે એટલે હું હનુમાન સ્વરૂપે મારા ભગવાનને જોઉં છું. 

satyen varma

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ

સત્યેન વર્મા – રામાનંદ સાગરની સીરીયલ શ્રી ક્રિશ્નામાં ગણેશજીના મોટા ભાઈ કાર્તિકેયના અવતારમાં જોવા મળ્યા હતા. કહ્યું કે, કૃષ્ણ અને રાધાનો પ્રેમ નિસ્વાર્થ હતો. એટલે આપણે પણ તે દિવસથી એક નિશ્ચય કરવો કે દરેક લોકોને પ્રેમ આપતો રહેવો. તે સવારથી રાતના બાર વાગ્યા સુધી મારો દિવસ સારો જ રહેશે જેનો મને વિશ્વાસ છે. સાંજે અમે પરિવાર સાથે અહીં નજીક હરે કૃષ્ણ મંદિરે દર્શન કરીએ છીએ અને આમ મારો દિવસ પસાર થાય છે. 

nishant pandya

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ

નિશાંત પંડ્યા – ધરતી પરના ખેલ નામની આવનારી ફિલ્મમાં કિશનના નામે એક પાત્ર કરી રહ્યા છે. જે ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરતા હોય છે કે તું મને તારા જેવી વાંસળી વગાડતા શીખવી દે. વધુમાં કહ્યું કે, જેમ આપણે પોતાનો જન્મદિન એકદમ મિત્રો અને પરિવાર સાથે હર્ષોલ્લાસ ભેર ઉજવતા હોઈએ છીએ. તેમ જ આપણા ભગવાનનો પણ જન્મ થયો તે દિવસે આપણે ડબલ ખુશી સાથે ઉજવવો જોઈએ. હું મટકી ફોડમાં જાઉં છું અને મને તે બહુ ગમે છે. મેં એકવાર એક પ્રોગ્રામ દરમિયાન મટકી ફોડી હતી જેની મને ખુશી છે. સૌને મારા તરફથી જન્માષ્ટમીની શુભ કામનાઓ.   

krishna bez


ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ

ક્રિશ્ના બેઝ – શ્રીનાથજીની ઝાંખી કાર્યક્રમ દરમિયાન અભિનેત્રી ક્રિશ્ના બેઝ તેમાં રાધાનું પાત્ર ભજવે છે જયારે તેની નાની બહેન કૃષ્ણના પાત્રમાં મનમોહિત કરે છે. જન્માષ્ટમી વિષે કહ્યું કે, તેમાં મને માખણ અને મીસરી તે દિવસે ખાવાની ખૂબ મજા પડે છે. ટીવી પર બતાવાતા અલગ અલગ કૃષ્ણ મંદિરો જોઇને મને ત્યાં જઈને દર્શન કરવાનું મન થાય છે.


shreya dave

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ

શ્રેયા દવે – દિલનો રાજા, દિલનું કબૂતર, રોહિત ધ ટાઈગર વગેરે આલ્બમોમાં રાધા તરીકે જોવા મળી હતી. શ્રેય દવે જન્માષ્ટમીના દિવસે સવારથી જ તૈયાર થઈને પોતાના ઘરે પૂજા કરે છે જેમાં સૌ વડીલો અને નાણા બાળકો સાથે હોય છે. જેને ગરબે ઘુમવું અને રાત્રે ઘરે ભજન હોય ત્યારે તેમાં આનંદ લેવો ગમે છે. જન્માષ્ટમી એટલે આપણને જન્મ આપનારનો જન્મ એમ તેઓ કહે છે. સૌને તેમના તરફથી જન્માષ્ટમીની શુભ કામનાઓ.