facebook

Showing posts with label the lady dabang. Show all posts
Showing posts with label the lady dabang. Show all posts

Thursday, 5 November 2015

vasant narkar

ક્યા વિષય પર ફિલ્મ નથી બની અને બની છે તો તેને થોડી અલગ રીતે કઈ રીતે રજૂ કરી શકાય - વસંત નારકર


    નિર્માતા શૈલેશ શાહ ગુજરાતી સિનેમાનું જાણીતું નામ બની ચુક્યું છે. તેમના પ્રોડક્શનમાં ગુજરાતી દર્શકોએ ઘણી ગુજરાતી ફિલ્મો ટૂંકા ગાળામાં જોઈ. આ તો એવું કહેવાય કે, સિગરેટ બળે ઓછી અને લજ્જત વધુ આપે. તેમની ફિલ્મો આવી અને દર્શકોને પૂરતું મનોરંજન પણ કરાવતી ગઈ. થોડા સમયમાં તેમની લેડી ઇન્સ્પેક્ટર પર આધારિત ફિલ્મ ‘ધ લેડી દબંગ’ આવી રહી છે. જેની તમામ ફિલ્મોના દિગ્દર્શક વસંત નારકર રહ્યા છે. તેમનું દિગ્દર્શન પ્રક્ષકોએ વખાણ્યું છે. દરેક ફિલ્મોમાં ફિલ્મ મેકિંગ જબરદસ્ત રહે છે. શરૂઆતની ફિલ્મોમાં ઓઢણીએ કમાલ કરી હતી. જેમાં તેમણે ભરપુર મનોરંજનનો મસાલો પીરસ્યો હતો. ‘ધ લેડી દબંગ’ પણ ચર્ચામાં એ વાતે છે કે તે હિરોઈન ઓરીએન્ટેડ ફિલ્મ છે તથા તેના ગીતો પણ મજેદાર રહ્યા છે. જેમાં સિંઘમ ટુ ના ટાઈટલ સોંગની બેઠી નકલ કરવામાં આવી છે. જેમાં હિરોઈન હેમાંગીની કાજ, જીત ઉપેન્દ્ર અને હિતેન કુમાર તે ગીતમાં ઠુમકા લગાવતા નજરે પડશે. હવે તેઓ એક નવો જ કોન્સેપ્ટ લઈને આવી રહ્યા છે. જે ફિલ્મનું નામ ‘વ્હાલનો વારસદાર’ રાખવામાં આવ્યું છે. એક પારિવારિક સોશ્યલ ડ્રામા મુવી છે. ફિલ્મમાં બાઉ એટલે જૂની પેઢી અને દીકરો એટલે નવીપેઢી વચ્ચેનો સંઘર્ષ દર્શાવ્યો છે. પોતાના અનુભવથી અને પોતાની મહેનતથી ધનિક બનેલો માણસ જેને એમ છે કે બસ મારા જ અનુભવો સાચા છે. જે એમ.બી.એ. કરેલો દીકરો છે જેનું શિક્ષણ ઊંચું છે એને એમ લાગે કે મારા અનુભવો સાચા છે. જેના લીધે બંને બાપ દીકરા વચ્ચે ઘર્ષણ પેદા થાય છે. બાપ શિસ્તપ્રિય વ્યક્તિ છે જે પોતાના અનુશાસનમાં દીકરાને રાખીને આ કરવું આ ન કરવું તેમ કરીને પોતાને તાબે રાખે છે. જેમાં દીકરો બંધાવા માંગતો નથી. જે બધો બળાપો બળવા સ્વરૂપે બહાર આવે છે. તેઓએ અગાઉ ઘણા ડ્રામા પણ પ્લે કરી ચુક્યા છે, લખી ચુક્યા છે, સીરીયલો પણ ડીરેક્ટ કરી ચુક્યા છે અને ડ્રામામાં પોતે અભિનય પણ આપી ચુક્યા છે. પરંતુ હવે તેઓ દિગ્દર્શનમાં એટલા રચ્યાપચ્યા રહે છે કે એટલો સમય નથી મળતો કે કોઈ ફિલ્મમાં અભિનય કરી શકે. આમ પણ તેઓની પહેલી પસંદ દિગ્દર્શન જ છે. બની શકે કે હું એક્ટિંગ કરૂ તો ડીરેક્શનમાં એટલું ધ્યાન ના આપી શકું અને મારા આર્ટીસ્ટ પર પણ ધ્યાન આપવામાં નિષ્ફળ રહું. તેથી હું અભિનય બાબતે અત્યારે વિચારી ના શકું. આગળ કહે છે કે, મે એકાદ વાર એવી કોશિશ કરેલી પણ મને એવું લાગ્યું કે આના લીધે મેકિંગ પર ખરાબ અસર થાય છે. તેઓ ફિલ્મમાં અભિનય નથી કરતા પણ તેઓ તેની ફિલ્મના કલાકારોને સીન કેવી રીતે ભજવવો તે પોતે અભિનય કરીને શીખવે છે. જેથી તેમનામાં અભિનયનો કીડો તો છે જ પણ તેઓ આવી રીતે તેનાથી સંતોષ માની લે છે. ફિલ્મના દિગ્દર્શક વસંત નારકર સાથે ફિલ્મ વિષે થોડી માહિતી મળી જે તેઓએ સિને મેજિક સાથે શેર કરી.

પ્ર – ફિલ્મ અને કલાકારો વિષે કહેશો.
ઉ – ફિલ્મના તમામ કલાકારોએ પુરેપુરો સહકાર આપ્યો. જેમાં જીત ઉપેન્દ્ર, મેહુલ બુચ, દિશા પટેલ, ચીની રાવલ વગેરે સાથે કામ કરતા ક્યારેય થાક નથી અનુભવ્યો. ચીની રાવલમાં અખૂટ અભિનય પ્રતિભા ભરેલી છે જે તેણે આ ફિલ્મમાં બતાવી છે. બાકી બીજા કલાકારો તો બધામાં બેસ્ટ છે જ.
પ્ર – ડીરેક્શન કરતા પહેલા શું ધ્યાને લો છો?
ઉ – હું પહેલા ફિલ્મનો વિષય જોઉં છું અને થોડું અમારી ટીમ વિચારતી હોય છે કે જૂની કઈ ફિલ્મો દર્શકોએ સ્વીકારી હતી. જે વાર્તાને સારો પ્રતિસાદ મળ્યો હતો. ક્યા વિષય પર ફિલ્મ નથી બની અને બની છે તો તેને થોડી અલગ રીતે કઈ રીતે રજૂ કરી શકાય. એક વખત એક્શન ફિલ્મ બનાવી તો ફરીવાર વિચારીએ કે હવે કંઇક જુદું કરીએ એળે કોમેડી સબ્જેક્ટ પસંદ કરીએ અને તેના પર ફિલ્મ બનાવીએ. આમ અલગ અલગ વિષયો પર ફિલ્મો બનાવીએ તો દર્શકો પણ તે પ્રમાણે મળતા રહે.

પ્ર – બીજા કોઈ બેનરમાં કામ કરશો?
ઉ – લોકોને એક ચર્ચા કરવાનો મોકો જોઈતો હોય છે કે વસંત નારકર ફક્ત શૈલેશ શાહની ફિલ્મો જ દિગ્દર્શિત કરે છે. પણ હું એવા કોઈ કરારથી બંધાયેલો નથી કે આ બેનરમાં જ ફિલ્મો કરૂ. મારે શૈલેશ શાહ સાથે આ વાત થયેલી જ છે કે અને હું પણ કહું છું કે જો કોઈ બીજા બેનરની સારી ફિલ્મ આવશે તો હું ચોક્કસ તેનું દિગ્દર્શન કરીશ. એમાં કોઈ બેમત નથી. શૈલેશ શાહ સાથે કામ સતત ચાલુ હોય છે તેનું એક જ કારણ છે કે તે એક ફિલ્મ શરૂ કરે છે અને તે ફિલ્મ પૂરી થાય એટલે તરત નવી ફિલ્મનો પ્રોજેક્ટ પકડાવી દે છે. મને ત્રણ કે ચાર મહિનાનો ફ્રી સમય મળે તો હું બીજી કોઈ ફિલ્મ કરીશ. હું કંઇ બેસી તો નહિ જ રહું ને.

પ્ર – આપણી ઇન્ડસ્ટ્રીઝના ખ્યાતનામ દિગ્દર્શક ગોવિંદભાઈ પટેલ વિષે?
ઉ – ગોવિંદભાઈ પટેલને લોકો ગુજરાતી ફિલ્મ મેકર તરીકે હંમેશા યાદ રાખશે. તેમણે ફિલ્મોમાં નહિ પણ ગુજરાતી પ્રક્ષકોના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું. મને તેમની સાથે ક્યારેય કામ કરવાનો મોકો મળ્યો નથી. જે મારા માટે દુખની વાત છે. એક લિજેન્ડ વ્યક્તિ જેમણે ગુજરાતી ફિલ્મોને જીવંત બનાવી.



n  ગજ્જર નીલેશ 

Sunday, 11 October 2015

jeet upendra

‘કરમ કિસ્મત અને કુદરત’ એક મસાલેદાર ફિલ્મ છે- જીત ઉપેન્દ્ર


    જીત ઉપેન્દ્ર થોડો અવઢવમાં છે કે તેને એક્શન કિંગ તરીકે ઓળખવામાં આવે તો તેને એ બહુ ગમતું નથી. છતાં લોકોમાં એક આગવી ઓળખ ઉભી થઇ છે એ એક ખુશીની વાત છે. પણ સાથે સાથે એક વાતની સ્પષ્ટતા કરે છે કે તેને કોઈ ચોક્કસ ઈમેજના દાયરામાં કેદ નથી થવું. તે એક કલાકાર છે તેને દરેક પ્રકારની ભૂમિકા કરવામાં વધારે રસ છે. જે પછી ભલે ને ભાવનાત્મક હોય, રોમેન્ટિક હોય, કોમેડી હોય, એક્શન ભૂમિકા હોય કે નેગેટીવ શેડવાળી કેમ ન હોય? મૂળ વાત એમ છે કે ભૂમિકા સારી હોવી જોઈએ. એમાં અભિનય શકિતની વિવિધતા દાખવવાની તક હોય. અત્યારે જીત ઉપેન્દ્ર બે ફિલ્મોને લઈને ઘણી ચર્ચામાં છે. આમ તો જીતની બે કરતા પણ વધુ ફિલ્મો હાલ ફ્લોર પર છે. પરંતુ જીતનો ઉત્સાહ ત્યારે વધે છે જયારે તે તેની આગામી ફિલ્મ ‘કરમ કુદરત અને કિસ્મત’ વિષે વાત કરે છે. જેના ડિરેક્ટર મનોજ નથવાણી છે.

પ્ર – કરમ કિસ્મત અને કુદરત વિષે કહેશો.
ઉ – આ ફિલ્મ ત્રિપલ કે મતલબ ‘કરમ કિસ્મત અને કુદરત’ એકદમ જક્કાસ ફિલ્મ છે. હું ખરેખર ડિરેક્ટરનો ખૂબ ખૂબ આભારી છું કે તેમણે મને આ ફિલ્મ માટે સાઈન કર્યો. આ ફિલ્મ પૂનર્જન્મ પર આધારિત છે. આમ તો પૂનર્જન્મમાં કેવું થાય છે કે યુવક અને યુવતી જયારે પહેલા જન્મ પછી જયારે બીજો જન્મ લે છે ત્યારે બંને એકસરખા જ લગતા હોય છે. પરંતુ આ ફિલ્મમાં યુવક તે જ હોય છે જયારે યુવતીનો ચહેરો બદલાઈ જાય છે. તો આ એક આ ફિલ્મનો પ્લસ પોઈન્ટ છે અને આ ફિલ્મના ગીતો સુપરહિટ બન્યા છે. આ ફિલ્મના ગીતો મને એટલા પસંદ આવ્યા છે કે હું વારંવાર સાંભળવાનું પસંદ કરીશ. પહેલાના જમાનામાં એટલે કે ૭૦ – ૮૦ ના દાયકામાં જેવી ફિલ્મો બનતી હતી કે જેમાં સ્ટોરી પણ આગળ વધે છે સાથે સાથે હીરો – હિરોઈનનો રોમાન્સ પણ પૂરબહારમાં ખીલેલો હોય છે. તેવું ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. તે સમયના જે દર્શકો હશે તેમને તે દિવસો તાજા થઇ જશે.

પ્ર – પાત્રોમાં વિવિધતા લાવીને એવોર્ડઝ જીતવા છે ખરૂ ને?
ઉ – એવોર્ડઝ જો મારી ક્ષમતાને પ્રામાણિકતાથી મૂલવીને અપાતા હોય તો સર આંખો પર. બાકી લોકોનો પ્રેમ આવકાર અને તેમના દ્વારા થતા કામના વખાણ એ મારે મન સાચો – ઉંચો એવોર્ડ છે. એ જરૂર જીતવો છે. બલકે લોકો દ્વારા થતી કદરદાનીનો એવોર્ડ તો મારે દરેકે દરેક ફિલ્મ માટે જીતવો છે. હું શુટિંગ માટે અથવા કોઈક સ્થળે કામ અંગે જાઉં છું ત્યારે સિને રસિકો – પ્રશંસકોના ટોળા જામે છે. એથી વધારે મારે કશું જ નથી જોઈતું.



n  ગજ્જર નીલેશ 

Saturday, 10 October 2015

hemangini kaaj

‘ઘાયલ’ થી ઘાયલ થયેલી હેમાંગીની ‘લેડી દબંગ’ બનીને આવી રહી છે.


    શૈલેશ શાહ નિર્મિત અને વસંત નારકર દિગ્દર્શિત ફિલ્મ ‘ધ લેડી દબંગ’ ફિલ્મે ભારે ચર્ચા જગાવી છે. ખાસ તો તે ફિલ્મની હિરોઈન હેમાંગીની કાજના બે ડીફરન્ટ લૂકને કારણે તે ફિલ્મે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં બીજા ફિલ્મ મેકરોને આવી ફિલ્મ બનાવવા મજબૂર કર્યા હોય તેવું લાગી રહ્યું છે. શૈલેશ શાહનું બેનમુન પ્રોડક્શન અને એથી પણ ચડિયાતું વસંત નારકર જેવા ખેરખા દિગ્દર્શકનું એક એક શોટ પર દિગ્દર્શન ફિલ્મનો પ્લસ પોઈન્ટ છે. ફિલ્મમાં ૨૦૦૭ માં મિસ દુબઈનો ખિતાબ પોતાના નામે કરેલી હેમાંગીની ડબલ રોલ ભજવી રહી છે. એક એ.સી.પી. રોમાં છે તો બીજી તેના એકદમ વિરોધાભાસી લગતી બબલીનું પાત્ર ભજવી રહી છે. આ અગાઉ પણ હેમાંગીનીએ ‘રંગીલા’ નામની એક ગુજરાતી ફિલ્મમાં ડબલ રોલ ભજવી ચુકી છે તથા ફિલ્મ ‘પ્રાણ જાય પણ પ્રીત ના જાય’ માં પણ તે એક સાથે બે જીવન જીવતી યુવતીનું પાત્ર ભજવી ચુકી છે. દરેક વ્યક્તિ પોતાનો એક આઈડલ દુનિયામાં કોઈને પણ માનતો હોય છે. એવું આપણા ગુજરાતી કલાકારોનું પણ છે. તેઓ પણ પોતાના જીવનમાં પોતાનો એક આઈડલ હોય તેવું ઈચ્છતા હોય છે અને જો તે કલાકાર પોતે જ એવું પાત્ર ભજવે જે બીજાનો આઈડલ બની જાય તો તે કલાકારને કેવી ખુશી થાય? બસ, તેવી જ ખુશી હેમાંગીનીને આ પાત્ર ભજવીને થઇ હતી. તે આ પાત્રને એટલું પસંદ કરે છે કે અત્યારે કોઈપણ મોટો કલાકાર હોય તેને પણ જો એક ઈમાનદાર ઇન્સ્પેક્ટરનું પાત્ર મળી જાય તો તે પોતાને ધન્ય સમજે છે. એક ખાસ વાત કે હીરો લોકો તો જાતે જ સ્ટંટ સીન ભજવતા થયા છે પરંતુ આ ફિલ્મમાં હેમાંગીનીએ કોઈપણ બોડી ડબલના ઉપયોગ વગર પોતાના સ્ટંટ સીન જાતે જ ભજવ્યા છે અને આખા યુનીટને રીતસરના દંગ કરી દીધા હતા. હેમાંગીની કહે છે કે હું શૈલેશ શાહ્જીની ખૂબ ખૂબ આભારી છું કે તેમણે મને આ પાત્ર માટે યોગ્ય સમજી. જો કે હું દુબઈ રહું છું અને મને શૈલેશ જીએ જોયા વગર જ આ રોલ માટે સિલેક્ટ કરી અને મને મારો ડ્રીમ રોલ કરવાનો મોકો આ ફિલ્મથી મળ્યો.
    હેમાંગીનીની સાઉથ ઇન્ડીયન ફિલ્મ ‘પરી’ ગોવા ફિલ્મ ફેસ્ટીવલમાં એવોર્ડ માટે નોમીનેટ થઇ હતી જયારે હિન્દીમાં ‘બાપ્પા મોરિયા’ નામની ફિલ્મ ‘કાલાઘોડા ફિલ્મ ફેસ્ટીવલ’ માં બેસ્ટ એક્ટ્રેસ તરીકે નોમીનેટ થઇ ચુકી હતી.

પ્ર – આ પાત્ર એક સશક્ત મહિલાનું પાત્ર છે. તો યુવતીઓએ ઘરે બેસીને કામ જ કરવું જોઈએ કે પછી બીજી કોઈ એક્ટીવિટી પણ કરવી જોઈએ?
ઉ – એવું કંઇ નથી કે તમે ફક્ત એક કામ જ કરો. હું પર્સનલી પણ એક એક્ટ્રેસ છું છતાં પણ ઘરનું કામ કરૂ જ છું જયારે ફિલ્મોમાંથી મને થોડી નવરાશ મળે ત્યારે. અને એવું પણ નથી કે જો તમે ઘર સંભાળતા હો ત્યારે બીજું કોઈ કામ નહિ કરવાનું. મારા ખ્યાલ પ્રમાણે બધી જ મહિલાઓ અને ટીનેજર યુવતીઓ માટે આ મેસેજ છે કે કોઈ પણ મહિલા કમજોર નથી અને એ ધારે તો કંઇ પણ કરી શકે છે. પોતાના પગભર મહિલા રહી શકતી હોય તો તે સૌથી સારી વાત છે. એનાથી એના ગૃહજીવનમાં કોઈ ફરક પડતો નથી. જે ઓલમોસ્ટ ૪૦ થી ૫૦ ટકા મહિલાઓએ સાબિત કરી બતાવ્યું છે. તે પુરુષના કદમથી કદમ મિલાવીને ચાલે છે છતાં પણ તે ઘર પણ સારી રીતે સંભાળી શકે છે. સાથે સાથે એક બીજી વાત કહીશ કે આપણા બધાની ફરજ બને છે ન્યાયની સામે અવાજ ઊંચકવાનો. દરેક મહિલા અંદરથી દબંગ જ હોય છે બસ તેને શરૂઆત કરવાની જ વાર છે.   



n  ગજ્જર નીલેશ 

Thursday, 1 October 2015

hetal suthar

શૈલેશ શાહ નિર્મિત ‘ધ લેડી દબંગ’ ની પી.એસ.આઈ. - હેતલ સુથાર


    અત્યારના આધુનિક જમાના પ્રમાણે ગુજરાતી ફિલ્મોએ પણ તે તરફ કરવટ બદલી છે. જેમ મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે અને પુરુષના કદમ સાથે કદમ મિલાવી ચાલી રહી છે તે વાસ્તવિકતા દેખાઈ આવે છે. આ જ વિસ્તાવિકતા હવે નિર્માતા શૈલેશ શાહ પોતાની ફિલ્મમાં દર્શાવી રહ્યા છે. જેમ પહેલાની ફિલ્મોમાં હિરોઈનોને કેન્દ્રમાં રાખીને ફિલ્મો બનતી હતી. તેવી ફિલ્મો હવે બની રહી છે. નિર્માતા શૈલેશ શાહની એ ફિલ્મ એટલે ‘ધ લેડી દબંગ’ જેના દિગ્દર્શક વસંત નારકર છે. સામાજિક જીવનમાં લુખ્ખા તત્વો સામે મર્દો તો આવે જ ચેહ પણ જો કોઈ સ્ત્રી આવા લોકોને મેથીપાક ચખાડે તો કેવું. જે કલ્પના માત્ર વિચારતા કરી મુકે છે. ‘ધ લેડી દબંગ’ માં આવું જ કંઇક છે. જેમાં હેમાંગી કાજના પોલીસ બેડામાં એક વધુ મહિલા આ અસામાજિક તત્વોનો સામનો કરે છે. તે છે હેતલ સુથાર. વિક્રમ ડોડિયાની ગુજરાતી ફિલ્મ ‘બાગબાન’ થી પોતાની કેરિયરની શરૂઆત કરનારી હેતલ સુથાર મૂળ આણંદ, મોગરીની છે. જે રોલ પણ તેમને ફિલ્મના શુટિંગ જોવા માટે ગયા અને મળી ગયો. જેમાં રાગિણી જી સાથે પ્રથમ ફિલ્મમાં જ કામ કરવા મળ્યું તેથી તેઓ પોતાને નસીબદાર માને છે. તેઓ એકવાર નીતા સોલંકી જે ગુજરાતી ફિલ્મોમાં જાણીતું નામ છે તેમના ભાણી સાથે શુટિંગ જોવા ગયા અને પેલા ભાણી એ હેતલની ભલામણ કરી અને તેઓ ફિલ્મોમાં આવી ગયા. આવી ગયા પછી તેમને એવું લાગ્યું કે આમાં કામ કરીને જો નામ પણ મળે અને કામ પણ મળે તો ખોટું શું છે? તેથી તેઓ અહીં જ ગોઠવાઈ ગયા.
પ્ર – ફિલ્મનું આપનું પાત્ર શું છે?
ઉ – પહેલા તો હું એ કહીશ કે આ ફિલ્મ ગુજરાતી ફિલ્મોથી હટકે ફિલ્મ બની છે. કારણ કે આ ફિલ્મ હીરો પ્રધાન નહિ પણ હિરોઈન પ્રધાન ફિલ્મ છે. જેથી અમારે આ ફિલ્મમાં અભિનય કરવાનો ઘણો બધો અવકાશ મળી રહે છે. કોઈપણ કલાકાર માટે એક ઈચ્છા હોય છે કે એવી કોઈ ફિલ્મ આવે જેમાં પોતાનો અભિનય નીખર બતાવી શકે. આ ફિલ્મ ‘ધ લેડી દબંગ’ માં હું પી.એસ.આઈ. નું પાત્ર ભજવી રહી છું. જે ફિલ્મની મુખ્ય નાયિકા સાથે હંમેશા સાથે રહે છે. કોઈ કમ્પલેંટ આવી હોય તો ત્યાં જવાનું વગેરે.
પ્ર – હિરોઈન પ્રધાન ફિલ્મો બહુ ઓછી બને છે તો?
ઉ – હું એક વાત કહું તમને એ કે એક પુરુષ જે સાહસિક કામ કરી શકે તે કામ સ્ત્રી કેમ ન કરી શકે? ચોક્કસ કરી જ શકે. સ્ત્રી કમજોર નથી પણ તેને શૂન્યાવકાશ કોરી ખાય છે. સમાજના લોકો તેને કોઈ ક્ષેત્રમાં આગળ નથી આવવા દેવા માંગતા. સ્ત્રીની પણ એવી ઈચ્છાઓ હોય છે કે તે પણ કંઇક અલગ કરી દુનિયામાં પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરે. હું શૈલેશજી ને ધન્યવાદ આપું છે કે તેમણે આ ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો અને અમલમાં પણ મુક્યો. તેઓ ફિલ્મથી મેસેજ આપવા માંગે છે કે સ્ત્રી એ નમાલી નથી. તેનામાં પણ એક શક્તિ છુપાયેલી હોય છે જેને બહાર લાવવા માટે તેને કોઈના સપોર્ટની જરૂર છે.
પ્ર – તો આ ફિલ્મ દર્શકો સ્વીકારશે?
ઉ – કેમ નહિ, પહેલાની ગુજરાતી ફિલ્મો જે સ્ત્રીપ્રધાન હતી તે ફિલ્મો દર્શકોએ સ્વીકારી છે જ તો આ કેમ નહિ. મહિલાઓ અત્યારે દરેક ક્ષેત્રમાં પગરણ માંડી રહી છે તો આ ફિલ્મથી હું તો ગુજરાતી મહિલાઓને એમ જ કહીશ કે તમે આ ફિલ ‘ધ લેડી દબંગ’ એકવાર તો થીયેટર સુધી જઈને જુઓ જ. આમાં મહિલાને ચણીયા ચોળીમાં નથી ચિતરવામાં આવી.
પ્ર – ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક સાથે કામ કરી કેવું લાગ્યું?
ઉ – ફિલ્મના નિર્માતા શૈલેશ જી ઘણા જ સારા પ્રોડ્યુસર છે. તેનામાં કામ કરવાની ગજબની હિંમત હ્ચે તેઓ કદી મને લાગે છે કે કામ પ્રત્યે થાકતા નથી. તેમની સાથે કામ કરતા મને એમ થયું કે કામ કરવા માટે મને સારૂ એવું યુનિટ મળ્યું છે. અને ફિલ્મના ડિરેક્ટર વસંત જી પણ સરસ કામ લઇ રહ્યા છે. હજી ફિલ્મનું શૂટ ચાલુ જ છે એટલે આગળ કામ કરતી જઈશ એમ મને આ બધા લોકો સાથે કામ કરવું ગમશે જ.

n  ગજ્જત નીલેશ    

krunal baria

 ‘ધ લેડી દબંગ’ માં જોવા મળશે ગુજરાતનો ખલી – કૃણાલ બારૈયા


    બારૈયા કૃણાલ આ નામ ગુજરાતી ફિલ્મોમાં નવું છે. તેઓ શૈલેશ શાહ નિર્મિત ‘ધ લેડી દબંગ’ ફિલ્મમાં નેગેટીવ શેડ ભજવી રહ્યા છે. ફિરોઝ ઈરાનીના સાગરિત તરીકે. ડાયરેક્ટ ફિરોઝ ઈરાનીના સાગરિત તરીકેનો રોલ? આશ્ચર્ય થયું ને. થાય એવું જ છે. કારણ કે તેમની પર્સનાલીટી જ કંઇક એવી છે. ગુજરાતી ફિલ્મોના હીરો લોગ પણ તેનાથી ઓછી હાઈટ ધરાવે છે. તેઓ મૂળ ગુજરાતના છોટા ઉદેપુરના છે અને ગુજરાતી ફિલ્મોમાં તો આવવાનું કંઇ નક્કી નહોતું પણ એક મિત્રની ભલામણ અને પોતાની પર્સનાલીટીના કારણે આ શક્ય બન્યું. શૈલેશ શાહે પહેલીવાર જયારે તેમને જોયા ત્યારે કહ્યું હતું કે આવી પર્સનાલીટી મે ક્યારેય ગુજરાતી ફિલ્મોમાં જોઈ નથી. કૃણાલનો દેખાવ તમે જુઓ તો ખરેખર તમને કુશ્તી ચેમ્પિયન ખલીની યાદ આવી જાય કારણ કે તેઓ અદ્દલ ખલી જેવો જ લૂક ધરાવે છે. તેથી તેઓ જ્યાં રહે છે ત્યાં અને આજુબાજુના વિસ્તારમાં પણ ખલીના નામે જ પ્રખ્યાત છે.

પ્ર – ફિલ્મોમાં કેવી રીતે આવ્યા?
ઉ – મારા એક મિત્રએ શૈલેશ જીને મારી ભલામણ કરી અને મને શૈલેશ જીએ મળવા બોલાવ્યો અને મારું સિલેકશન થઇ ગયું. તેઓ મને જોતા જ બોલી ઉઠેલા કે આ માણસ ફિરોઝ ભાઈના સાગરિત એટલે કે જમના હાથ તરીકે રહેશે. ત્યાં જ મને મારો રોલ મળી ગયો. આ મારી પ્રથમ ફિલ્મ છે જેમાં હું એવો અભિનય આપવાનો પ્રયત્ન કરીશ કે ગુજરાતી ફિલ્મોમાં હું કંઇક નવું કરી બતાવું. ગુજરાતી ફિલ્મો ગુજરાતમાં બહુ ઓછા લોકો જુએ છે તેમને મારે કહેવું છે કે ગુજરાતી ફિલ્મોમાં આપણી સંસ્કૃતિના દર્શન થાય છે.

પ્ર – ફિલ્મમાં કામ કરીને કેવું લાગ્યું?
ઉ – ફિલ્મના દિગ્દર્શક વસંત જી સાથે મને કામ કરવાની ખૂબ જ મજા આવી. તેઓ મારી આ પ્રથમ ફિલ્મ હતી એટલે મને જરૂરી સલાહ સુચન પૂરું પાડતા હતા. તેમનો સ્વભાવ સરસ છે જે મને ગમ્યો. મને મારી પ્રથમ ફિલ્મ હોવા છતાં એવું નહોતું લાગતું કે હું અહીં કામ કરવા આવ્યો છું. તેમની સાથે રહીને મને ઘણું નવું નવું જાણવા મળ્યું. ફિલ્મના નિર્માતા શૈલેશ જીનો હું ખૂબ ખૂબ આભારી છું કે તેઓએ મને તેમની ફિલ્મમાં પહેલો બ્રેક આપ્યો. તેઓ સીનીયર પ્રોડ્યુસર હોવા છતાં એવું નહોતું લાગતું કે તેઓ કલાકારો પાસેથી વધારે પડતું કામ લઇ રહ્યા છે. તેમની કામ કરવાની રીત જોઇને હું દંગ રહી ગયેલો. જો આવા નિર્માતાઓ ગુજરાતમાં બે – પાંચ આવી જાય તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ન્યાલ થઇ જાય.
પ્ર – તમે ખલી તરીકે વધુ પ્રખ્યાત છો તો તમારા નામે ઓળખાવું પસંદ કરશો કે ખલીના?
ઉ – જુઓ ખલી જેવું હું ફક્ત દેખાવ છું હું જ્યાં જાઉં છું ત્યાં લોકોએ જ મને જોઇને આ નામ આપ્યું છે. એક જોતા આ નામ મારૂ ઉપનામ બની ગયું છે. પરંતુ હું તો મારા નામે જ ઓળખવું પસંદ કરીશ. મારે મારી રીતે મારા કામથી આગળ આવવું છે. બીજાનું નામ વટાવીને આગળ નથી આવવું. અત્યારે મે ગુજરાતી ફિલ્મોમાં આવવાનો નિર્ધાર કર્યો ચેહ જો અહીં મને સાચી દિશા મળી જાય અને સારા રસ્તા તરફ આ ક્ષેત્ર લઇ જશે તો હું અહીં જ સેટ થવા માગું છું. મારૂ નામ કૃણાલ છે એટલે લોકો મને કૃણાલ તરીકે જ ઓળખે એવું હું ઈચ્છું છું.



n  ગજ્જર નીલેશ 

Saturday, 26 September 2015

hetal suthar

શૈલેશ શાહ નિર્મિત ‘ધ લેડી દબંગ’ ની પી.એસ.આઈ. - હેતલ સુથાર


    અત્યારના આધુનિક જમાના પ્રમાણે ગુજરાતી ફિલ્મોએ પણ તે તરફ કરવટ બદલી છે. જેમ મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે અને પુરુષના કદમ સાથે કદમ મિલાવી ચાલી રહી છે તે વાસ્તવિકતા દેખાઈ આવે છે. આ જ વિસ્તાવિકતા હવે નિર્માતા શૈલેશ શાહ પોતાની ફિલ્મમાં દર્શાવી રહ્યા છે. જેમ પહેલાની ફિલ્મોમાં હિરોઈનોને કેન્દ્રમાં રાખીને ફિલ્મો બનતી હતી. તેવી ફિલ્મો હવે બની રહી છે. નિર્માતા શૈલેશ શાહની એ ફિલ્મ એટલે ‘ધ લેડી દબંગ’ જેના દિગ્દર્શક વસંત નારકર છે. સામાજિક જીવનમાં લુખ્ખા તત્વો સામે મર્દો તો આવે જ ચેહ પણ જો કોઈ સ્ત્રી આવા લોકોને મેથીપાક ચખાડે તો કેવું. જે કલ્પના માત્ર વિચારતા કરી મુકે છે. ‘ધ લેડી દબંગ’ માં આવું જ કંઇક છે. જેમાં હેમાંગી કાજના પોલીસ બેડામાં એક વધુ મહિલા આ અસામાજિક તત્વોનો સામનો કરે છે. તે છે હેતલ સુથાર. વિક્રમ ડોડિયાની ગુજરાતી ફિલ્મ ‘બાગબાન’ થી પોતાની કેરિયરની શરૂઆત કરનારી હેતલ સુથાર મૂળ આણંદ, મોગરીની છે. જે રોલ પણ તેમને ફિલ્મના શુટિંગ જોવા માટે ગયા અને મળી ગયો. જેમાં રાગિણી જી સાથે પ્રથમ ફિલ્મમાં જ કામ કરવા મળ્યું તેથી તેઓ પોતાને નસીબદાર માને છે. તેઓ એકવાર નીતા સોલંકી જે ગુજરાતી ફિલ્મોમાં જાણીતું નામ છે તેમના ભાણી સાથે શુટિંગ જોવા ગયા અને પેલા ભાણી એ હેતલની ભલામણ કરી અને તેઓ ફિલ્મોમાં આવી ગયા. આવી ગયા પછી તેમને એવું લાગ્યું કે આમાં કામ કરીને જો નામ પણ મળે અને કામ પણ મળે તો ખોટું શું છે? તેથી તેઓ અહીં જ ગોઠવાઈ ગયા.

પ્ર – ફિલ્મનું આપનું પાત્ર શું છે?
ઉ – પહેલા તો હું એ કહીશ કે આ ફિલ્મ ગુજરાતી ફિલ્મોથી હટકે ફિલ્મ બની છે. કારણ કે આ ફિલ્મ હીરો પ્રધાન નહિ પણ હિરોઈન પ્રધાન ફિલ્મ છે. જેથી અમારે આ ફિલ્મમાં અભિનય કરવાનો ઘણો બધો અવકાશ મળી રહે છે. કોઈપણ કલાકાર માટે એક ઈચ્છા હોય છે કે એવી કોઈ ફિલ્મ આવે જેમાં પોતાનો અભિનય નીખર બતાવી શકે. આ ફિલ્મ ‘ધ લેડી દબંગ’ માં હું પી.એસ.આઈ. નું પાત્ર ભજવી રહી છું. જે ફિલ્મની મુખ્ય નાયિકા સાથે હંમેશા સાથે રહે છે. કોઈ કમ્પલેંટ આવી હોય તો ત્યાં જવાનું વગેરે.
પ્ર – હિરોઈન પ્રધાન ફિલ્મો બહુ ઓછી બને છે તો?
ઉ – હું એક વાત કહું તમને એ કે એક પુરુષ જે સાહસિક કામ કરી શકે તે કામ સ્ત્રી કેમ ન કરી શકે? ચોક્કસ કરી જ શકે. સ્ત્રી કમજોર નથી પણ તેને શૂન્યાવકાશ કોરી ખાય છે. સમાજના લોકો તેને કોઈ ક્ષેત્રમાં આગળ નથી આવવા દેવા માંગતા. સ્ત્રીની પણ એવી ઈચ્છાઓ હોય છે કે તે પણ કંઇક અલગ કરી દુનિયામાં પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરે. હું શૈલેશજી ને ધન્યવાદ આપું છે કે તેમણે આ ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો અને અમલમાં પણ મુક્યો. તેઓ ફિલ્મથી મેસેજ આપવા માંગે છે કે સ્ત્રી એ નમાલી નથી. તેનામાં પણ એક શક્તિ છુપાયેલી હોય છે જેને બહાર લાવવા માટે તેને કોઈના સપોર્ટની જરૂર છે.

પ્ર – તો આ ફિલ્મ દર્શકો સ્વીકારશે?
ઉ – કેમ નહિ, પહેલાની ગુજરાતી ફિલ્મો જે સ્ત્રીપ્રધાન હતી તે ફિલ્મો દર્શકોએ સ્વીકારી છે જ તો આ કેમ નહિ. મહિલાઓ અત્યારે દરેક ક્ષેત્રમાં પગરણ માંડી રહી છે તો આ ફિલ્મથી હું તો ગુજરાતી મહિલાઓને એમ જ કહીશ કે તમે આ ફિલ ‘ધ લેડી દબંગ’ એકવાર તો થીયેટર સુધી જઈને જુઓ જ. આમાં મહિલાને ચણીયા ચોળીમાં નથી ચિતરવામાં આવી.
પ્ર – ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક સાથે કામ કરી કેવું લાગ્યું?
ઉ – ફિલ્મના નિર્માતા શૈલેશ જી ઘણા જ સારા પ્રોડ્યુસર છે. તેનામાં કામ કરવાની ગજબની હિંમત હ્ચે તેઓ કદી મને લાગે છે કે કામ પ્રત્યે થાકતા નથી. તેમની સાથે કામ કરતા મને એમ થયું કે કામ કરવા માટે મને સારૂ એવું યુનિટ મળ્યું છે. અને ફિલ્મના ડિરેક્ટર વસંત જી પણ સરસ કામ લઇ રહ્યા છે. હજી ફિલ્મનું શૂટ ચાલુ જ છે એટલે આગળ કામ કરતી જઈશ એમ મને આ બધા લોકો સાથે કામ કરવું ગમશે જ.

n  ગજ્જત નીલેશ    

Tuesday, 15 September 2015

piyush raj

રાજકારણથી ‘ધ લેડી દબંગ’ દ્વારા ફિલ્મી પડદે પ્રવેશેલા - પીયુષ રાજ


    ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી ફિલ્મી સિતારાઓ રાજકારણમાં પ્રવેશ્યા છે જેમાં નરેશ કનોડિયા અને તેમના પુત્ર હિતુ કનોડિયા તથા પદ્મશ્રી ઉપેન્દ્ર ત્રિવેદી. બીજા પણ ઘણા કલાકારો રાજકારણમાં પ્રવેશેલા છે પરંતુ તેના નામો શોધવા માટે ગુજરાતી ફિલ્મોનો ઈતિહાસ ઉકેલવો પડે. હવે આપણે વાત કરવી છે રાજકારણમાંથી ફિલ્મોમાં પ્રવેશેલા મહાનુભાવોની. જેમાં પહેલા આવે વડોદરાના મધુ શ્રીવાસ્તવ જેમણે ‘ઠાકોરના કોલ જગમાં અનમોલ’ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ કર્યો અને હવે બીજા નંબરે આવે છે આણંદ નજીકના પીયુષ રાજ. જેઓ આમ તો આણંદ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિમાં અધ્યક્ષ છે. તેઓ શૈલેશ શાહ નિર્મિત અને વસંત નારકર દિગ્દર્શિત ‘ધ લેડી દબંગ’ થી ગુજરાતી પડદે પોતાની અભિનય ક્ષમતા પુરવાર કરવા આવી રહ્યા છે.

પ્ર – તમારા પાત્ર વિષે.
ઉ – આ ફિલ્મમાં મારૂ પાત્ર મહારાષ્ટ્રીયન પાટીલ ભાઉનું છે. અમારી એક ગેંગ હોય છે જેઓ મહારાષ્ટ્રમાં વસતા હોય છે. જેમાં એક ગુજરાતની બબલી ગેંગ અમારી સાથે ચીટીંગ કરીને ગુજરાત આવી જાય છે. જેની પાછળ પાછળ અમે પણ ગુજરાત આવીયે છીએ. જ્યાં અમે ત્યાની એક બીજી ગેંગની મદદ લઈને બબલી ગેંગને પાઠ શીખવવા કેવા કાવાદાવા કરીએ છીએ તે બતાવવામાં આવ્યું છે.

પ્ર – ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક સાથે કામ કરવાનો અનુભવ?
ઉ – એક તો ફિલ્મના નિર્માતા શૈલેશ શાહ મારા સારા મિત્ર છે જેનાથી મને આ ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો. જેમને હું ઘણા સમયથી પર્સનલી ઓળખું છું. એકદમ સરળ સ્વભાવના અને નિખાલસ વ્યક્તિ છે તેઓ. તેમની સાથે દરેક કલાકારને કામ કરવું ગમે છે. દિગ્દર્શક વસંતજીનો સ્વભાવ પણ કાબિલ એ દાદ છે. તેઓ એવી રીતે નાની નાની વાતોનું ધ્યાન રાખીને કામ કરી રહ્યા હતા જે જોઇને મને પણ લાગ્યું કે કામ તો ખરેખર આ લોકો જે થાકવામાં માનતા ન હોય તે જ કરી શકે. મારૂ નાનપણથી એક સપનું હતું કે ફિલ્મના પડદે ચમકવું જે મને આ ફિલ્મ દ્વારા પૂર્ણ થયું હોય એવું મને લાગે છે. આ ફિલ્મ ચોક્કસ ચાલશે કારણ કે બી કે સી ગ્રેડની ફિલ્મો જોવાવાળો વર્ગ આ એ ગ્રેડની ફિલ્મ જોઇને એમ જ કહેશે કે ખૂબ સરસ ફિલ્મ બની છે. આખી ફિલ્મ એક્શન પેક ફિલ્મ છે. ફિલ્મ ગુજરાતી છે પરંતુ તેનું મેકિંગ હિન્દી ટાઈપથી કરવામાં આવ્યું છે.
    હું એક સમાજ સેવક પણ છું તેથી ગુજરાતી ફિલ્મોનું સ્તર ઊંચું આવે તેના માટે અમે જરૂરી પગલાઓ પણ લઇ રહ્યા છીએ. અમે ઉપર પણ આ મુદ્દાને લઈને રજૂઆત કરી જ છે. આપણી માતૃભાષા અને માતૃભાષાની ફિલ્મો પ્રત્યે આપણે લાગણી હોવી જ જોઈએ.




n  ગજ્જર નીલેશ 

Thursday, 10 September 2015

vasant narkar

‘ધ લેડી દબંગ’ માથા ફરેલ વ્યક્તિની વાત છે. વસંત નારકર


    મહારાષ્ટ્ર મૂળ વતન એટલે મરાઠી માનુષ પણ જન્મ અમદાવાદમાં એટલે પાક્કા અમદાવાદી વસંત નારકર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં છેલ્લા ઘણા વર્ષોથી પોતાનું યોગદાન આપી રહ્યા છે. ૧૯૮૩ ની સાલમાં ઇકોનોમિકસ વિષય સાથે બી.કોમ. ગ્રેજ્યુએટ થયેલા વસંત નારકરનું ભણતર ઊંચું છે. છતાં પણ તેઓ ફક્ત ને ફક્ત ગુજરાતની પ્રજાને મનોરંજન પૂરું પાડવા અને પોતાનું સેવેલું સપનું સાકાર કરવા આ ક્ષેત્રમાં આવ્યા. ભણતર દરમિયાન નાટકોમાં ભાગ લેવાથી તેમને ઘણા ઇનામો અને પ્રોત્સાહનો મળ્યા. જેથી તેઓએ હજી આગળ વધવાનું વિચાર્યું. બસ ત્યારથી અત્યાર સુધીમાં લગભગ ૨૦ જેટલા નાટકોના ૪૦૦૦ થી પણ વધુ શો વસંત નારકર દિગ્દર્શિત કરી ચુક્યા છે. ૧૯૯૭ થી ૨૦૦૫ સુધી તેઓ મલ્લિકા સારાભાઇની દર્પણ કોમ્યુનિકેશનમાં સંકળાયેલા રહ્યા. દૂરદર્શન પર સામાજિક અને સંસ્કૃતિક કાર્યક્રમોનું જવાબદારીપૂર્ણ સંચાલન કર્યું. ૨૦૦૬ માં ‘વિનાયક કોમ્યુનિકેશન’ નામે અમદાવાદના ગુરુકુળ ખાતે પોતાના સ્ટુડીઓની સ્થાપના કરી. ઘણા આલ્બમો અને ટેલી ફિલ્મો બનાવી. ગુજરાતી ફિલ્મોમાં તેમણે ૨૦૧૦ ની સાલમાં ફિલ્મ ‘શિવ વિવાહ’ થી દિગ્દર્શનની શરૂઆત કરી જે યાત્રા અવિરત ચાલુ જ છે. હાલ તેઓ શૈલેશ શાહ નિર્મિત ફિલ્મ ‘ધ લેડી દબંગ’ નું દિગ્દર્શન કરી રહ્યા છે.

પ્ર – ફિલ્મ વિષે કહેશો.
ઉ – ગુજરાતમાં લગભગ હિરોઈન ઓરીએન્ટેડ ફિલ્મો નથી બનતી અને બની હશે તો પણ સોશિયલ અને એવી કંઇક બની હશે પરંતુ એક્શન ફિલ્મો હિરોઈનને લઈને તો જવલ્લે જ બનતી હોય છે. એટલે અમારો એક થ્રોટ હતો કે હિરોઈનપ્રધાન એકાદ ફિલ્મ બનાવીએ. જેમાં એક્શન હોય અને હિરોઈન પોતે હીરોની જેમ એક્શન કરતી હોય. એટલે અમે ખૂબ વિચાર કાર્ય પછી એ નિર્ણય પર આવ્યા કે દબંગ હોય પણ તે કોઈ લેડી હોય તો એવું કંઇક કરીએ. ટાઈટલ પણ મનમાં ત્યારે જ મળી ગયેલું કે ‘ધ લેડી દબંગ’ રાખીએ. જેના પરથી અમે સ્ક્રીપ્ટ તૈયાર કરી અને જેને અમે પરિણામ સુધી લઇ જવા મહેનત કરી રહ્યા છીએ. દબંગ શબ્દ જે વ્યક્તિ અન્યાય સાથે લડતો હોય અને માથા ફરેલ હોય તેના માટે વપરાતો બિહારી શબ્દ છે અને મારી ફિલ્મની હિરોઈન પણ આ ફિલ્મમાં માથા ફરેલ ઇન્સ્પેક્ટર જ બતાવવામાં આવી છે.
પ્ર – તમે પહેલા નાટકોમાં અભિનય પણ કરી ચુક્યા છો તો ફિલ્મોમાં?
ઉ – હા, હું પહેલા નાટકોમાં અભિનય પણ કરી ચુક્યો છું પણ હવે રાઈટર અને દિગ્દર્શક રહેવા માગું છું. કારણ કે હવે એટલો સમય પણ નથી મળતો કે અભિનયને સમય આપી શકું. અને હવે થોડું મારા માટે અભિનય કરવો શક્ય પણ મને નથી લાગતો. જેટલી મને લખવામાં અને દિગ્દર્શનમાં મજા આવે છે એટલી હવે અભિનય કરવામાં મજા નથી આવતી.
પ્ર – શૈલેશ શાહ સાથેનો આપનો અભિપ્રાય જણાવશો.
ઉ – શૈલેશ શાહ એક ઉમદા પ્રોડ્યુસર છે જે દિગ્દર્શકને દરેક પ્રકારની છૂટ આપે છે અને વચ્ચે કોઈ દખલગીરી નથી કરતા. ડિરેક્ટરને ફિલ્મ દરમિયાન એમની અરજીથી જેટલા પણ નાણા ખર્ચાય જેટલું પણ પ્રોડક્શનનું કામ થાય એની માહિતી તેમને હોય જ છે. જેથી તેઓને અમે જણાવીએ કે આ રીતનું છે આ વસ્તુ જોઈએ છે તો તેઓ સો ટકા અમને પ્રોવાઈડ કરે છે. જે લાઈફમાં એકદમ બિન્દાસ માણસ છે. આવા પ્રોડ્યુસરો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ખરેખર બહુ ઓછા છે.
પ્ર – દર્શકોને કોઈ સંદેશ?
ઉ – હા હું ચોક્કસ દર્શકોને કહીશ કે એક મનોરંજક ફિલ્મ બની રહી છે. ફિલ્મમાં લેડી દબંગની ડબલ રોલની વાર્તા છે અને ગુજરાતની જનતાને એક અલગ પ્રકારનું મનોરંજન મળી રહે અને તે દર્શક પણ કહી શકે કે હા યાર આ ગુજરાતી ફિલ્મમાં ઘણો ચેન્જ આવી ગયો છે.


n  ગજ્જર નીલેશ


nishith parekh

આ ક્ષેત્ર સારા માટે સારૂ અને ખોટા માટે ખોટું જ છે - નિશીથ પારેખ


    જેમ દરેક ફિલ્મોમાં એક ખલનાયક હોવો જોઈએ તો જ ફિલ્મના માપદંડ જળવાતા હોય છે એમ ગુજરાતી ફિલ્મોમાં પણ ખલનાયકોનો તોટો નથી. દરેક ફિલ્મમાં એક તો ગુંડા ટાઈપ વ્યક્તિ મળી જ જાય. કારણ કે તો જ હીરોનો ભાર પડે. જો રામાયણમાં રાવણ ન હોત તો રામને કોણ ઓળખાતું હોત? એમ જ જો સમાજમાં બધા સારા માણસો હશે તો સમાજનું તંત્ર ખોરવાઈ જશે. એવી રીતે જ આપણી ગુજરાતી ફિલ્મોમાં પણ જો ખલનાયક ન હોય તો હીરોનો કોઈ ભાવ પણ ન પૂછે. શૈલેશ શાહ નિર્મિત અને વસંત નારકર દિગ્દર્શિત ફિલ્મ ‘ધ લેડી દબંગ’ માં પણ ખલનાયકોનો મસમોટો કાફલો હોય તેવું લાગી રહ્યું છે. જેમાં ફિરોઝ ઈરાની તો છે જ પણ સાથે સાથે નિશીથ પારેખ નામના કલાકાર પણ હવે દર્શકોને પોતાનો નેગેટીવ શેડ બતાવવા આવી રહ્યા છે. ફિલ્મમાં નિશીથ પારેખનું પાત્ર ફિરોઝ ઈરાનીના માણસ તરીકે બતાવવામાં આવ્યું છે. જે તેમના બે નંબરના ધંધામાં અથવા દાદાગીરીમાં તેમની સાથે રહીને કામ કરે છે. અગાઉ એક ટેલી ફિલ્મ ‘ભવના દુખ ભાંગે ભાથીજી મહારાજ’ માં તેઓ કામ કરી ચુક્યા હ્ચે જે તેમની પહેલી મુવી હતી. ત્યારબાદ શૈલેશ શાહની જ ફિલ્મ ‘જિંદગીના જમા ઉધાર’ માં એક નાનકડી વિલનની ભૂમિકા ભજવેલી. જે ફિલ્મને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળેલો. બાદમાં સુપરહિટ ફિલ્મ ‘ઓઢણી’ માં પણ કામ કર્યું અને હાલ તેઓ ‘ધ લેડી દબંગ’ માં જોવા દાદાગીરી કરતા જોવા મળવાના છે. સન્ની કહે છે કે હું શૈલેશ જીના જ સપોર્ટથી આટલો મારા કામમાં સધ્ધર છું અને તેમની જ મુવી કરી રહ્યો છું. છ વર્ષથી સન્ની પારેખ નિર્માતા શૈલેશ શાહ સાથે કામ કરી રહ્યા છે અને તેમને સહાયક તરીકે પણ ઘણી મદદ કરે છે. મૂળ વ્યવસાય નડિયાદ ખાતે ગુજરાત બુલેટીનમાં પત્રકારત્વનો છે પરંતુ ફિલ્મોનો શોખ તો મનમાં પહેલેથી હતો જ તેથી તેઓને આ લાઈનમાં પ્રવેશતા વાત નથી લાગી. સન્ની પારેખ અભિનય તો કરી જ જાણે છે સાથે સાથે નડિયાદ ખાતે પ્રોડક્શનનું કામ પણ તેઓ બખૂબી સંભાળી રહ્યા છે. પ્રોડક્શનનું કામ ઘણી મહેનત માગી લે તેવું હોય છે તેથી તેઓ એવી બીજી કોઈ ગડમથલમાં ન પડતા પોતાના કામ પ્રત્યે જ પોતાનો પૂરો સમય આપે છે.
પ્ર – ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય કેવું છે?
ઉ - ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય સારૂ જ છે પણ લોકો ખોટું લઈને ચાલી નીકળ્યા છે કે ગુજરાતી ફિલ્મોમાં કંઇ લેવાનું હોતું નથી. એક આ લાઈન જ એવી છે કે અહી સારા માણસોનો લાભ પણ ખોટા માણસો ઉઠાવી જાય છે. જે વારેઘડીએ બનતું આવ્યું છે પણ નવા નવા લોકો આમાં આવીને ફસાઈ જાય છે. આ ક્ષેત્ર સારા લોકો માટે સારૂ છે અને ખોટા માણસો માટે ખોટું જ છે. એટલે નવા નિશાળીયાઓએ અહીં ચેતીને ચાલવાની જરૂર છે. આ લાઈનના ઘણા લોકો કહેતા ફરે છે કે આ લાઈન ખરાબ છે તેઓને ખરાબ દેખાય છે અને જે લોકોને કામ કરવું જ છે તેઓ માટે આ લાઈન સારી જ છે.
પ્ર – વસંત જી વિષે કહેશો.
ઉ – વસંત જી સાથે કામ કરવાનો અનુભવ લાજવાબ છે. મને દિલથી આનંદ થાય હ્ચે કે હું વસંત જી સાથે કામ કરી રહ્યો છું. મને તેમની સાથે અને શૈલેશ શાહ સાથે જ કામ કરવાની વધુ ઈચ્છા છે બીજા પ્રોડક્શન વિષે મે હજુ સુધી વિચાર્યું પણ નથી. આ ફિલ્મ ‘ધ લેડી દબંગ’ બાદ બીજા એક નવા પ્રોજેક્ટમાં પણ હું તેમની સાથે છું જ.
પ્ર – દીપાવલી કેવી રીતે મનાવશો?
ઉ – દીપાવલી આપણો સહુનો મનગમતો તહેવાર છે. મારી ફિલ્મના દર્શકોને અને સિને મેજીકના વાચકોને હું દીપાવલીની અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું કે નવું વર્ષ સૌ માટે શુભ રહે. હેપ્પી દિવાળી અને નુતન વર્ષાભિનંદન.


n  ગજ્જર નીલેશ 

pankaj patel

‘ધ લેડી દબંગ’ ના સેકન્ડ લીડ વિલન - પંકજ પટેલ


    ‘ધ લેડી દબંગ’ આ ફિલ્મની ચર્ચા અત્યારે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં તેની સ્ટાર કાસ્ટ અને તેના નિર્માણને લઈને અને બીજી ઘણી બધી વાતોને લઈને થઇ રહી છે કે ફિલ્મ ક્યારે કમ્પ્લીટ થાય અને થીયેટરમાં રીલીઝ થાય. દર્શકોનો શોખનો વિષય બની ગયો છે કે એક એવી ફિલ્મ બની રહી છે કે જેમાં એક લેડી દબંગ સ્ટાઈલ પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી રહી છે. જેમાં મસમોટો પ્રોફેશનલ કલાકારોનો કાફલો તો છે જ સાથે સાથે નવોદિતો પણ એટલા જ છે. ફિલ્મમાં પંકજ પટેલ નામના કલાકાર પણ અભિનય આપી રહ્યા છે. મૂળ તેઓ એડવર્ટાઈઝિંગનો બીઝનેસ કરે છે પ્રિયા એડવર્ટાઈઝિંગના નામે. સમસ્ત ગુજરાતમાં તેઓ પબ્લિસીટીનું કામ કરી રહ્યા છે. હોર્ડિંગ બનાવવા, પ્રિન્ટીંગ વગેરેનું કામ હતું તેથી ઘણી ફિલ્મી હસ્તીઓ ત્યાં આવતી જેથી તેઓનું મિત્ર વર્તુળ વિસ્તર્યું અને તેઓની મિત્રતાને કારણે તેઓ અભિનય ક્ષેત્રે આવી ગયા.
પ્ર – આપના પાત્ર વિષે કહેશો.
ઉ – શૈલેશ જીની ફિલ્મ ‘ધ લેડી દબંગ’ માં હું પાટીલ ભાઉની ભૂમિકા ભજવી રહ્યો છું. જે નેગેટીવ પાત્ર છે. ફિરોઝ ઈરાની મેઈન વિલન તરીકે છે જયારે હું સેકન્ડ વિલન છું. અમારી બંનેની ટુકડી અલગ અલગ છે અમે બંને લેડી દબંગની ગેમ રમવા માટે અવનવા ખાતાનક દાવપેચ કરતા હોઈએ છીએ.
પ્ર – ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક સાથે કામ કરી કેવું લાગ્યું?
ઉ – શૈલેશ જીનું નેચર એકદમ ફ્રી છે જેના લીધે જ ઘણા બધા કલાકારો અને આ ક્ષેત્રના નાના મોટા તમામ કસબીઓ તેમના વખાણ કરતા થાકતા નથી. તેમના સ્વભાવને લીધે જ અમે પોતાનું કામ છોડીને તેમના માટે હાજર થઇ જતા હતા. કારણ કે તેઓ જો આપણને આટલો સપોર્ટ કરતા હોય તો આપણી ફરજ બને છે કે તેમના કામ માટે અમારૂ કામ છોડીને પણ અમે ટાઈમસર હાજર થઇ જશું. ફિલ્મના દિગ્દર્શક વસંત જી સાથે પણ કામ કરવાની મજા આવી રહી છે. તેઓ પણ સ્વભાવના ખૂબ જ સરળ છે. તેમની પાસે આ ક્ષેત્રનો ખાસ્સો અનુભવ છે જેથી ઘણું જાણવા મળે છે.
પ્ર – તમે નિર્માતા પણ બનવાના હતા?
ઉ – હા, એ અમારૂ કામકાજ બધું હાલ ચાલી રહ્યું છે. હજી પાકા પાયે થાય પછી જ અમે ફ્લોર પર (માર્કેટમાં મુકીશું) લઇ જશું.
    ફિલ્મના નિર્માતા શૈલેશ શાહ છે જયારે દિગ્દર્શક વસંત નારકર છે. ફિલ્મનું શુટિંગ હાલ ચાલુ છે.



n  ગજ્જર નીલેશ

Friday, 4 September 2015

jayesh trivedi

‘ધ લેડી દબંગ’ ફિલ્મમાં અભિનય ઉપરાંત બે કર્ણપ્રિય ગીતો પણ જયેશ ત્રિવેદીના જ છે.


    શૈલેશ શાહ નિર્મિત અને વસત નારકર દિગ્દર્શિત નારીપ્રધાન ફિલ્મ ‘ધ લેડી દબંગ’ ફિલ્મનું ટૂંક સમય પહેલા જ મુહુર્ત થયું. ગુજરાતી ફિલ્મોમાં હિરોઈનોને કેન્દ્રમાં રાખતી ફિલ્મો બહુ જુજ બને છે. તેમાં પણ શૈલેશ શાહ જેવા નિર્માતાઓ હવે દર્શકોની નાદ પારખવાનો પ્રયાસ કરી રહ્યા છે અને દર્શકોને શું ગમશે? તેવું વિચારીને ફિલ્મો નિર્માણ કરે છે. ફિલ્મનું હાલ શૂટ ચાલુ છે. ફિલ્મમાં દિગ્દાર્શનનું સુકાન વસત જી સંભાળી રહ્યા ચેહ પરંતુ તેઓની સાથે ચીફ આસીસ્ટન્ટ ડિરેક્ટર ફિલ્મના કલાકાર જયેશ ત્રિવેદી કરી રહ્યા છે. અગાઉ તેઓ ગુજરાતી ફિલ્મોમાં વસંત જી સાથે જ તેના સહાયક રહી ચુક્યા છે. આ ફિલ્મમાં ફક્ત એક્શન જ નથી સાથે સાથે આ ફિલ્મમાં એવો તમામ મસાલો ઉમેરવામાં આવ્યો છે જે દર્શકોને થીયેટરમાં જકડી રાખવા માટે વિશેષ છે. ફિલ્મમાં એક્શન ઉપરાંત ચીટીંગ દરમિયાન સર્જાતી કોમેડી, વસંત જી જેવા દિગ્દર્શકનું કાબિલ એ દાદ દિગ્દર્શન એટલે ફિલ્મ સો ટકા ચાલશે તેવું જયેશ ત્રિવેદી ભાર આપીને કહે છે. જયેશ ત્રિવેદીએ ફિલ્મો ઉપરાંત ગુજરાતી ટીવી સીરીયલો ‘મોટી બા’, ‘સંબંધો સાગર પારના’, ‘જશના માથે જોડા’ વગેરે જેમાં અમુક સીરીયલો એવી હતી જેનું થોડું ઘણું દિગ્દર્શન અને બીજું નાની નાની જવાબદારીઓ પણ નિભાવી ચુક્યા છે. ઉપરાંત આ ફિલ્મ ‘ધ લેડી દબંગ’ ફિલ્મના બે સોન્ગ્સના લીરીક્સ પણ જયેશ ત્રિવેદીના જ લખેલા છે જે ગીતોના શબ્દો તેઓએ તરત લોકજીભે ચડી જાય એવા સરળ આપ્યા છે.
પ્ર – ફિલ્મના આપના પાત્ર વિષે.
ઉ – આ ફિલ્મમાં મારું પાત્ર એક ચીટર ગેંગનો સભ્ય છું. જે લોકો બીજા ભલાભોળા લોકો સાથે કોઈપણ રીતે ચીટ કરે છે. જેમાં અમારી ચાર – પાંચ ફ્રેન્ડઝની ટીમ છે જેઓ આવું કરતા હોય છે. જેમાનું એક પાત્ર મારૂ છે.
પ્ર – ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક સાથેના અનુભવો જણાવશો.
ઉ – આ ફિલ્મનું અમારું આખું યુનિટ ખાસ છે કારણ કે અમે લોકો ફિલ્મના નિર્માતાથી માંડીને નાના સભ્યો સુધી તમામ અમે વર્ષોથી એક સાથે જ કામ કરીએ છીએ. એટલે મને એવું લાગતું જ નથી કે કઈ તકલીફ પડે. વસંત જી સાથે તો મારે દરેક ફિલ્મે કંઇક નવું જાણવા મથતો હોઉં છું. તેઓની કામ કરવાની જેવી સ્ટાઈલ છે તેવી મને ધ્યાનમાં છે ત્યાં સુધી કોઈનામાં નથી. એકદમ નરમાશથી કલાકારો પાસેથી કામ લે છે. ફિલ્મના નિર્માતા શૈલેશ શાહ સાથે હું તેઓ જયારે સીરીયલ બનાવતા હતા ત્યારથી છું. તેમની સીરીયલ ‘વ્હાલી બા’, માં પણ હું તેમની સાથે જ હતો. તેઓએ જયારે ‘ઓઢણી’, ‘પ્રતિશોધ’ જેવી ફિલ્મો બનાવવાની યોજના બનાવેલી ત્યારે પણ હું તેમની સાથે જ હતો અને હાલ એમની સાથે આ ફિલ્મ ‘ધ લેડી દબંગ’ પણ કરી રહ્યો છું.  
પ્ર – અત્યારે તમે ચીફ આસીસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા છો તો સ્વતંત્ર દિગ્દર્શન કરશો?
ઉ – સ્વતંત્ર દિગ્દર્શનનો પ્લાન હમણાં તો નથી પણ આગળ ભવિષ્યમાં તક મળશે તો ચોક્કસ સ્વતંત્ર દિગ્દર્શન કરીશ.



n  ગજ્જર નીલેશ