‘ઓઢણી’ ફિલ્મમાં આ પાત્ર મને ધ્યાનમાં રાખીને જ
લખવામાં આવ્યું છે. - જયેશ ત્રિવેદી
ફિલ્મની માવજત જો દર્શકોને આકએશી શકે તો ચોક્કસ કોઈપણ ગુજરાતી ફિલ્મ
થીયેટરમાં ચાલે ચાલે અને ચાલે જ. ફિલ્મોમાં જેમ હીરો, હિરોઈન, ચરિત્ર અભિનેતા,
ખલનાયક વગેરે પાત્રો છે તેના વચ્ચે અમુક એવા કિરદારો પણ હોય છે જે ફિલ્મની
વાર્તાને નવો વળાંક આપવા સક્ષમ હોય છે. જેમ કે કોઈ ભિખારી, ફુગ્ગાવાળો, બંગડીવાળો,
મંદિરનો પુજારી વગેરે. શૈલેશ શાહ નિર્મિત ફિલ્મ ‘ઓઢણી’ માં પણ એક એવું પાત્ર છે જે
કથાને અનુરૂપ ચાલે છે. આ પાત્રને તેની વાર્તા સાથે કોઈ લેવાદેવા નથી છતાં પણ કોઈ
નિસ્બત હોય એવું લાગે છે. જ્યાં જ્યાં તે કેરેક્ટરનો અભિનય આવે છે ત્યાં ત્યાં
ફિલ્મનો એક ટર્નીંગ પોઈન્ટ આવે છે. દુનિયામાં એવા ઘણા માણસો હોય છે જે સામે વાળી
વ્યક્તિને સાચું કહે તો સારો નથી લાગતો અને બધા તેને હડધૂત કરે છે. તેની સમાજમાં
ગાંડાની છબી ઉપસાવવામાં આવે છે. આમ જોઈએ તો આ દુનિયા મારા માનવા મુજબ ગાંડાઓએ
બનાવી છે. કારણ કે તેને કોઈ સુખ દુખ હોતા નથી. તેને સામે જે દેખાય છે તે બોલી નાખે
છે. આવા પાત્રને ન્યાય આપ્યો છે ગુજ્જુ યંગ બોય જયેશ ત્રિવેદીએ. ૫ માં ધોરણથી
ડ્રામા પ્લે કરતા આવેલા જયેશને ‘ફૂટપાથના ફૂલ’ માટે ત્યારે બેસ્ટ એક્ટરનો એવોર્ડ
પણ મળેલો. ૧૦ માં ધોરણમાં યુવક મહોત્સવમાં મહેસાણા જીલ્લા તથા ઝોનમાં પ્રથમ ક્રમે
ઘણા ઇનામો પણ મેળવ્યા છે. હાલ દૂરદર્શન ગીરનાર પર આવતી સીરીયલ ‘બકુલનું બખડજંતર’
માં દેખાતા જયેશ ઈટીવી પર ‘મોટી બા’ ના અમુક એપિસોડ પણ કરી ચુક્યા છે. જયેશ
ત્રિવેદીનું ફેમીલી બેકગ્રાઉન્ડ જ ફિલ્મી છે તો તેમને આ લાઈનમાં આવવા માટે કોઈ
મહેનત નહોતી કરવી પડી પણ હા, તેઓ આગળ આવ્યા પોતાની જાત મહેનતથી. જયેશના મોટા ભાઈને
એક પ્રોડક્શન હાઉસ હતું તેના અનુસંધાને જયેશની મુલાકાત દિગ્દર્શક વસંત નારકર સાથે
થઇ. વસંત નારકર દિગ્દર્શિત ફિલ્મ ‘ઓઢણી’ માં જયેશ અભિનેતા તરીકે તો છે જ સાથે સાથે
ચીફ આસીસ્ટન્ટ ડાયરેકટર તરીકે પણ વસંત નારકરના દિગ્દર્શન હેઠળ ફરજ બજાવી રહ્યા છે.
અમદાવાદ શૂટ થયેલી હિન્દી ફિલ્મ ‘ડી ડે’ માં આપણે જયેશને પાકિસ્તાનના આઈ.એસ.આઈ.
ઓફિસર તરીકે જોઈ શક્યા હોત પણ પરંતુ જયેશના નાટકના શો હોવાથી તેઓ આ ફિલ્મમાં સમય ન
ફાળવી શક્યા.
પ્ર – આપના પાત્ર વિષે થોડી જાણકારી આપશો.
ઉ – ખાસ જો આ રોલ મને મળ્યો હોય તો તેનો શ્રેય
હું મારા સર વસંત નારકરજીને આપવા માગીશ. કારણ કે આ રોલ મને ધ્યાનમાં રાખીને જ
લખવામાં આવેલો છે. આ ફિલ્મ ‘ઓઢણી’ માં સ્પેશ્યલ આ કેરેક્ટર નાખવામાં આવ્યું છે. વસંત
ભાઈએ મારી શક્તિનો એક સારો ઉપયોગ કર્યો છે કારણ કે કલાકાર એક રો-મટીરીયલ હોય છે
અને વસંતજીએ બહુ જ સારો મારા પાત્રને શેપ આપ્યો અને હું ખૂબ જ સારૂ કામ આપી શક્યો.
પ્ર – આ પાત્ર માટે આપે કોઈ તૈયારી કરી હતી?
ઉ – હા, આ પાત્ર મારે એવું કરવું હતું કે લોકો
તેને યાદ રાખે. તેથી મે તૈયારી રૂપે મે ‘ઉપકાર’ ફિલ્મના પ્રાણનું કેરેકટર તથા
‘પ્રતિઘાત’ ફિલ્મના નાના પાટેકરના પાત્ર પર અભ્યાસ કરેલો. તે ફિલ્મો વારંવાર જોઈ.
તેથી મારા ‘ઓઢણી’ ફિલ્મના પાત્રમાં તમને વાસ્તવિકતા દેખાશે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment