facebook

Showing posts with label jeet upendra. Show all posts
Showing posts with label jeet upendra. Show all posts

Saturday, 31 October 2015

jeet upendra

‘વ્હાલનો વારસદાર’ નો વ્હાલસોયો પુત્ર જીત ઉપેન્દ્ર, અભિનય તેની રગેરગમાં છે

    ત્રણ દાયકા જેટલો સમય થયો જીત ઉપેન્દ્રને ફિલ્મ ઈંડસ્ટ્રીમાં. હિન્દી અને ગુજરાતી ઉપરાંત એણે રાજસ્થાની, બંગાળી, ભોજપુરી, તમિળ અને મલયાલમ ભાષાની ફિલ્મોમાં કામ કર્યું. એકશન અભિનેતાની ઈમેજ ધરાવનાર જીત તેની ગુજરાતી ફિલ્મ શિખંડીમાં નવા અવતારમાં જોવા મળ્યા હતા. અહીં એ ફિલ્મ ઉપરાંત જિંદગી વિશે દિલથી વાત કરે છે. હિન્દી ફિલ્મો વ્યંઢળના પાત્ર પર ઘણી ફિલ્મો બની ચૂકી છે, પણ ગુજરાતીમાં વ્યંઢળની જિંદગી પર આ પ્રથમ ફિલ્મ બની હતી. ગુજરાતી ફિલ્મોમાં તો કામ કર્યું જ છે પરંતુ તેઓને જયારે બીજી ભાષાની ફિલ્મો વિષે પૂછવામાં આવ્યું કે તે ફિલ્મો કરતી વખતે ભાષા નથી નડતી? તો તેમણે કહેલું કે, મલયાલમ મારી માતૃભાષા એટલે એ સહેલું જ હતું. બીજી ભાષાઓમાં ફિલ્મો કરવી એ કંઈ તકલીફવાળું નથી હોતું. તેમાં કઈ મોટી વાત કે રોકેટ સાયન્સ નથી. મને નસીરુદ્દિન શાહની વાત યાદ છે. એ કહેતા કે કલાકારને કોઈ ભાષા નથી હોતી. હાલ જીત ઉપેન્દ્ર નિર્માતા શૈલેશ શાહની ફિલ્મ ‘વ્હાલનો વારસદાર’ માં આવી રહ્યા છે. જે ફિલ્મ બાપ દીકરાના સંબંધ અને સંજોગો પર આધારિત છે. ફિલ્મની વાર્તા ખૂબ સ્ટ્રોંગ લખવામાં આવી છે અને આમેય જીત પાસે જેવા તેવા પત્રોની અપેક્ષા તો તેના ચાહકો પણ નથી રાખતા.

પ્ર – ફિલ્મના આપના પાત્ર વિષે?
ઉ – ફિલ્મનો રોલ કહીશ પણ વધુ નહિ કહું. આમાં દર્શકો મને નેગેટીવ પાત્રમાં જોશે કે પોઝીટીવ પાત્ર હશે તે હું અત્યારે નહિ કહું. ફિલ્મમાં એક વ્યક્તિની જીવન સફર બતાવવામાં આવી છે. ફિલ્મના નિર્માતા શૈલેશ શાહ અને દિગ્દર્શક વસંત નારકર સાથે હું બીજી ફિલ્મ કરી રહ્યો છું. તેમની સાથે કામ કરવાની મજા જ કંઇક અલગ હોય છે. બહુ ઓછા દિગ્દર્શકો હોય છે જે અભિનેતા બનીને કામ કરી જાણે છે. જેમાના વસંત નારકર છે. મારી પાસે તેમણે લેડી દબંગમાં કોમેડી કરાવી અને આ ફિલ્મમાં તેઓએ મારી પાસે સરસ કામ લીધું છે. તેમને અભિનયમાં જે જોઈએ છે તે તેઓ લીધા સિવાય ઝંખતા નથી. તેનામાં એ કાબેલિયત છે જે મે બીજામાં બહુ ઓછી જોઈ છે.

પ્ર – તમારા બીજા કલાકારો સાથેના અનુભવો જણાવશો.
ઉ – દિશા પટેલ સાથે આ મારી બીજી ફિલ્મ છે. તેની સાથે પણ કામ કરવાની મજા આવી. મેહુલ બુચ સાથે પણ આ મારી બીજી જ ફિલ્મ છે. (હશે છે) તેમની સાથે અગાઉ ‘હરપાલદે શક્તિના અમર અજવાળા’ માં મે કામ કરેલું છે. મારા ખાસ મિત્ર છે. સાથે સાથે ચીની રાવલ નામની અભિનેત્રી આ ફિલ્મમાં મારી પત્નીનું પાત્ર ભજવી રહી છે. શી ઈઝ માઈન્ડ બ્લોઇંગ એક્ટ્રેસ. ખૂબ જ સમજુ અને બધાથી અલગ સ્વભાવ છે તેનો. તેમની સાથે પણ કામ કરવાનું મને ગમ્યું.

પ્ર – તમે મરાઠી ફિલ્મ હજી નથી કરી?
ઉ - ઘણાં વર્ષો પહેલાં અરૂણ કર્ણાટકીની દીકરી પ્રિયા અભિનેત્રી હતી ત્યારે એમની મરાઠી ફિલ્મ કરવાનો હતો. કમનસીબે એમનું મૃત્યું થતા એ પ્રોજેક્ટ શરૂ ન થયો. મને મરાઠી ફિલ્મો કરવી છે. સારી ઓફર હશે તો ચોક્કસ સ્વીકારીશ.
પ્ર – શુટિંગ પત્યા પછી ફ્રેશ થવા શું કરો છો?
ઉ – શુટિંગ પૂરું કર્યા બાદ હું એકદમ હળવાશ અનુભવું છું. કોઈ સારા પુસ્તકો વાંચું છું. ટીવી પર જે નવા નવા પ્રોગ્રામો કે કોઈ ફિલ્મ જોઈ લઉં છું.
પ્ર – તમે તમારી કઈ ફિલ્મ આખી જોઈ છે?
ઉ – હું મારી દરેક ફિલ્મો જોવાનું ક્યારેય ચૂકતો નથી અને તે પણ થીયેટરમાં જ બેસીને જોઉં છું. કારણ કે, ત્યાં દર્શકોનો રિસ્પોન્સ જોઇને અને તેઓ મારી કઈ અભિનય અદા પર ફિદા છે તે જોઇને હું જાણું છું કે મારા ચાહકોને મારી પાસેથી શેની અપેક્ષા છે.
પ્ર – ગોવિંદભાઈ પટેલ વિષે?
ઉ – મે એમની સાથે કોઈ ફિલ્મ નથી કરી તેનું મને દુખ છે. મારા છૂટાછેડા પછી લગભગ મે છ – સાત વર્ષ સુધી કામ નહોતું કર્યું. તે દરમિયાન એક ફિલ્મ બની હતી ‘સંત શ્રી સવાભગત’. તે ફિલ્મનું કાસ્ટિંગ જયારે ચાલુ હતું ત્યારે ગોવિંદભાઈએ તેના ડિરેક્ટરને કહ્યું હતું કે, જીત ઉપેન્દ્ર નામે એક એક્ટર છે જે ઘણા સમયથી જોવા નથી મળી રહ્યો. તેમના હિસાબે હું તે રોલમાં પરફેક્ટ હતો. તેમણે મારો કોન્ટેક્ટ કર્યો ત્યારે હું તેમની સાથે જોડાયેલો. આજે જે મારા ગુરુ છે વાસુદેવજી મહારાજ જેમણે જ ફિલ્મ બનાવી હતી. તે ફિલ્મ મે ગોવિંદભાઈની ભલામણથી કરી હતી. સંત શ્રી સવાભગત.

n  ગજ્જર નીલેશ 

Monday, 12 October 2015

jeet upendra

હું અધ્યાત્મ તરફ વળ્યો હતો. મારી જિંદગીમાં સ્થિરતા આવી - જીત ઉપેન્દ્ર

    ત્રણ દાયકા જેટલો સમય થયો જીત ઉપેન્દ્રને ફિલ્મ ઈંડસ્ટ્રીમાં. હિન્દી અને ગુજરાતી ઉપરાંત એણે રાજસ્થાની, બંગાળી, ભોજપુરી, તમિળ અને મલયાલમ ભાષાની ફિલ્મોમાં કામ કર્યું. એકશન અભિનેતાની ઈમેજ ધરાવનાર જીત તેની ગુજરાતી ફિલ્મ શિખંડીમાં નવા અવતારમાં જોવા મળ્યા હતા. અહીં એ ફિલ્મ ઉપરાંત જિંદગી વિશે દિલથી વાત કરે છે. હિન્દી ફિલ્મો વ્યંઢળના પાત્ર પર ઘણી ફિલ્મો બની ચૂકી છે, પણ ગુજરાતીમાં વ્યંઢળની જિંદગી પર આ પ્રથમ ફિલ્મ બની હતી. ગુજરાતી ફિલ્મોમાં તો કામ કર્યું જ છે પરંતુ તેઓને જયારે બીજી ભાષાની ફિલ્મો વિષે પૂછવામાં આવ્યું કે તે ફિલ્મો કરતી વખતે ભાષા નથી નડતી? તો તેમણે કહેલું કે, મલયાલમ મારી માતૃભાષા એટલે એ સહેલું જ હતું. બીજી ભાષાઓમાં ફિલ્મો કરવી એ કંઈ તકલીફવાળું નથી હોતું. તેમાં કઈ મોટી વાત કે રોકેટ સાયન્સ નથી. મને નસીરુદ્દિન શાહની વાત યાદ છે. એ કહેતા કે કલાકારને કોઈ ભાષા નથી હોતી.
પ્ર – તમે મરાઠી ફિલ્મ હજી નથી કરી?
ઉ - ઘણાં વર્ષો પહેલાં અરૂણ કર્ણાટકીની દીકરી પ્રિયા અભિનેત્રી હતી ત્યારે એમની મરાઠી ફિલ્મ કરવાનો હતો. કમનસીબે એમનું મૃત્યું થતા એ પ્રોજેક્ટ શરૂ ન થયો. મને મરાઠી ફિલ્મો કરવી છે. સારી ઓફર હશે તો ચોક્કસ સ્વીકારીશ.

પ્ર – ‘શિખંડી’ જેવી ફિલ્મ કેમ સ્વીકારેલી?
ઉ - વેલ, મારા મનમાં બે વાત હતી. આ પાત્ર કરી શકીશ કે નહીં. બીજી વાત મારી ઈમેજ એકશન હીરોની હોવાથી આ પાત્ર ભજવવાનું જોખમ લઉં કે નહીં. ઘણા લોકોએ સલાહ આપી કે આ ફિલ્મ ન કર. મને પડકાર ઝીલવા ગમતા હોવાથી આ ફિલ્મ મેં સ્વીકારી. આવું પડકારરૂપ પાત્ર ખબર નહીં ક્યારે ભજવવા મળે. પાત્રની નસ પકડવા બે દિવસ લાગ્યા હતા. દિગ્દર્શક અને એમની ટીમે ડિટેઈલમાં રિસર્ચ કરી રાખ્યું હતું. એનાથી કામ સહેલું બન્યું. ડાન્સ માસ્ટર અશ્ર્વિનનો ઉલ્લેખ કરવા ઈચ્છીશ. એમણે ગેટઅપથી વસ્ત્રો સુધી, તમામ મુદ્દે ખૂબ મદદ કરી હતી. શરૂઆતમાં મેકઅપ કરતા દસેક કલાક લાગતા પછી ચારેક કલાક. મારે વેક્સિગં પણ કરાવવું પડ્યું હતું.
પ્ર - અત્યાર સુધીનો કોઈ યાદગાર રોલ?
ઉ - દરિયાપુરમાં ભજવેલો લતીફનો રોલ. ઘાયલના ઈન્સ્પેક્ટરનું પાત્ર પણ યાદગાર હતું.
પ્ર - જીવનના વેદનામય તબક્કામાં તમે પોતાને કેવી રીતે સંભાળ્યા?
ઉ - એ સમયે મારા જીવનમાં વાસુદેવ મહારાજ ગુરુના રૂપમાં આવ્યા. હું અધ્યાત્મ તરફ વળ્યો હતો. મારી જિંદગીમાં સ્થિરતા આવી. અધ્યાત્મ થકી મારી જિંદગી બદલાઈ.
પ્ર - ઓલમોસ્ટ ત્રણ દાયકાની કારકિર્દી. પાછું વળીને જોતાં કેવું લાગે છે?

ઉ - હું મારું કામ એન્જોય કરું છું. સેટ પર હોવું મને ગમે છે. પહેલાં કારકિર્દી માટે સિરિયસ નહોતો, હવે થયો છું. મારા માટે આ સફર પિકનીક જેવી રહી છે.

Sunday, 11 October 2015

jeet upendra

‘કરમ કિસ્મત અને કુદરત’ એક મસાલેદાર ફિલ્મ છે- જીત ઉપેન્દ્ર

    જીત ઉપેન્દ્ર થોડો અવઢવમાં છે કે તેને એક્શન કિંગ તરીકે ઓળખવામાં આવે તો તેને એ બહુ ગમતું નથી. છતાં લોકોમાં એક આગવી ઓળખ ઉભી થઇ છે એ એક ખુશીની વાત છે. પણ સાથે સાથે એક વાતની સ્પષ્ટતા કરે છે કે તેને કોઈ ચોક્કસ ઈમેજના દાયરામાં કેદ નથી થવું. તે એક કલાકાર છે તેને દરેક પ્રકારની ભૂમિકા કરવામાં વધારે રસ છે. જે પછી ભલે ને ભાવનાત્મક હોય, રોમેન્ટિક હોય, કોમેડી હોય, એક્શન ભૂમિકા હોય કે નેગેટીવ શેડવાળી કેમ ન હોય? મૂળ વાત એમ છે કે ભૂમિકા સારી હોવી જોઈએ. એમાં અભિનય શકિતની વિવિધતા દાખવવાની તક હોય. અત્યારે જીત ઉપેન્દ્ર બે ફિલ્મોને લઈને ઘણી ચર્ચામાં છે. આમ તો જીતની બે કરતા પણ વધુ ફિલ્મો હાલ ફ્લોર પર છે. પરંતુ જીતનો ઉત્સાહ ત્યારે વધે છે જયારે તે તેની આગામી ફિલ્મ ‘કરમ કુદરત અને કિસ્મત’ વિષે વાત કરે છે. જેના ડિરેક્ટર મનોજ નથવાણી છે.

પ્ર – કરમ કિસ્મત અને કુદરત વિષે કહેશો.
ઉ – આ ફિલ્મ ત્રિપલ કે મતલબ ‘કરમ કિસ્મત અને કુદરત’ એકદમ જક્કાસ ફિલ્મ છે. હું ખરેખર ડિરેક્ટરનો ખૂબ ખૂબ આભારી છું કે તેમણે મને આ ફિલ્મ માટે સાઈન કર્યો. આ ફિલ્મ પૂનર્જન્મ પર આધારિત છે. આમ તો પૂનર્જન્મમાં કેવું થાય છે કે યુવક અને યુવતી જયારે પહેલા જન્મ પછી જયારે બીજો જન્મ લે છે ત્યારે બંને એકસરખા જ લગતા હોય છે. પરંતુ આ ફિલ્મમાં યુવક તે જ હોય છે જયારે યુવતીનો ચહેરો બદલાઈ જાય છે. તો આ એક આ ફિલ્મનો પ્લસ પોઈન્ટ છે અને આ ફિલ્મના ગીતો સુપરહિટ બન્યા છે. આ ફિલ્મના ગીતો મને એટલા પસંદ આવ્યા છે કે હું વારંવાર સાંભળવાનું પસંદ કરીશ. પહેલાના જમાનામાં એટલે કે ૭૦ – ૮૦ ના દાયકામાં જેવી ફિલ્મો બનતી હતી કે જેમાં સ્ટોરી પણ આગળ વધે છે સાથે સાથે હીરો – હિરોઈનનો રોમાન્સ પણ પૂરબહારમાં ખીલેલો હોય છે. તેવું ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. તે સમયના જે દર્શકો હશે તેમને તે દિવસો તાજા થઇ જશે.

પ્ર – પાત્રોમાં વિવિધતા લાવીને એવોર્ડઝ જીતવા છે ખરૂ ને?
ઉ – એવોર્ડઝ જો મારી ક્ષમતાને પ્રામાણિકતાથી મૂલવીને અપાતા હોય તો સર આંખો પર. બાકી લોકોનો પ્રેમ આવકાર અને તેમના દ્વારા થતા કામના વખાણ એ મારે મન સાચો – ઉંચો એવોર્ડ છે. એ જરૂર જીતવો છે. બલકે લોકો દ્વારા થતી કદરદાનીનો એવોર્ડ તો મારે દરેકે દરેક ફિલ્મ માટે જીતવો છે. હું શુટિંગ માટે અથવા કોઈક સ્થળે કામ અંગે જાઉં છું ત્યારે સિને રસિકો – પ્રશંસકોના ટોળા જામે છે. એથી વધારે મારે કશું જ નથી જોઈતું.