‘કરમ કિસ્મત અને કુદરત’ એક મસાલેદાર ફિલ્મ છે- જીત
ઉપેન્દ્ર
જીત ઉપેન્દ્ર થોડો અવઢવમાં છે કે તેને
એક્શન કિંગ તરીકે ઓળખવામાં આવે તો તેને એ બહુ ગમતું નથી. છતાં લોકોમાં એક આગવી ઓળખ
ઉભી થઇ છે એ એક ખુશીની વાત છે. પણ સાથે સાથે એક વાતની સ્પષ્ટતા કરે છે કે તેને કોઈ
ચોક્કસ ઈમેજના દાયરામાં કેદ નથી થવું. તે એક કલાકાર છે તેને દરેક પ્રકારની ભૂમિકા
કરવામાં વધારે રસ છે. જે પછી ભલે ને ભાવનાત્મક હોય, રોમેન્ટિક હોય, કોમેડી હોય,
એક્શન ભૂમિકા હોય કે નેગેટીવ શેડવાળી કેમ ન હોય? મૂળ વાત એમ છે કે ભૂમિકા સારી
હોવી જોઈએ. એમાં અભિનય શકિતની વિવિધતા દાખવવાની તક હોય. અત્યારે જીત ઉપેન્દ્ર બે
ફિલ્મોને લઈને ઘણી ચર્ચામાં છે. આમ તો જીતની બે કરતા પણ વધુ ફિલ્મો હાલ ફ્લોર પર
છે. પરંતુ જીતનો ઉત્સાહ ત્યારે વધે છે જયારે તે તેની આગામી ફિલ્મ ‘કરમ કુદરત અને
કિસ્મત’ વિષે વાત કરે છે. જેના ડિરેક્ટર મનોજ નથવાણી છે.
પ્ર
– કરમ કિસ્મત અને કુદરત વિષે કહેશો.
ઉ
– આ ફિલ્મ ત્રિપલ કે મતલબ ‘કરમ કિસ્મત અને કુદરત’ એકદમ જક્કાસ ફિલ્મ છે. હું ખરેખર
ડિરેક્ટરનો ખૂબ ખૂબ આભારી છું કે તેમણે મને આ ફિલ્મ માટે સાઈન કર્યો. આ ફિલ્મ
પૂનર્જન્મ પર આધારિત છે. આમ તો પૂનર્જન્મમાં કેવું થાય છે કે યુવક અને યુવતી જયારે
પહેલા જન્મ પછી જયારે બીજો જન્મ લે છે ત્યારે બંને એકસરખા જ લગતા હોય છે. પરંતુ આ
ફિલ્મમાં યુવક તે જ હોય છે જયારે યુવતીનો ચહેરો બદલાઈ જાય છે. તો આ એક આ ફિલ્મનો
પ્લસ પોઈન્ટ છે અને આ ફિલ્મના ગીતો સુપરહિટ બન્યા છે. આ ફિલ્મના ગીતો મને એટલા
પસંદ આવ્યા છે કે હું વારંવાર સાંભળવાનું પસંદ કરીશ. પહેલાના જમાનામાં એટલે કે ૭૦ –
૮૦ ના દાયકામાં જેવી ફિલ્મો બનતી હતી કે જેમાં સ્ટોરી પણ આગળ વધે છે સાથે સાથે
હીરો – હિરોઈનનો રોમાન્સ પણ પૂરબહારમાં ખીલેલો હોય છે. તેવું ફિલ્મમાં બતાવવામાં
આવ્યું છે. તે સમયના જે દર્શકો હશે તેમને તે દિવસો તાજા થઇ જશે.
પ્ર
– પાત્રોમાં વિવિધતા લાવીને એવોર્ડઝ જીતવા છે ખરૂ ને?
ઉ
– એવોર્ડઝ જો મારી ક્ષમતાને પ્રામાણિકતાથી મૂલવીને અપાતા હોય તો સર આંખો પર. બાકી
લોકોનો પ્રેમ આવકાર અને તેમના દ્વારા થતા કામના વખાણ એ મારે મન સાચો – ઉંચો એવોર્ડ
છે. એ જરૂર જીતવો છે. બલકે લોકો દ્વારા થતી કદરદાનીનો એવોર્ડ તો મારે દરેકે દરેક
ફિલ્મ માટે જીતવો છે. હું શુટિંગ માટે અથવા કોઈક સ્થળે કામ અંગે જાઉં છું ત્યારે
સિને રસિકો – પ્રશંસકોના ટોળા જામે છે. એથી વધારે મારે કશું જ નથી જોઈતું.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment