facebook

Monday, 12 October 2015

jeet upendra

હું અધ્યાત્મ તરફ વળ્યો હતો. મારી જિંદગીમાં સ્થિરતા આવી - જીત ઉપેન્દ્ર


    ત્રણ દાયકા જેટલો સમય થયો જીત ઉપેન્દ્રને ફિલ્મ ઈંડસ્ટ્રીમાં. હિન્દી અને ગુજરાતી ઉપરાંત એણે રાજસ્થાની, બંગાળી, ભોજપુરી, તમિળ અને મલયાલમ ભાષાની ફિલ્મોમાં કામ કર્યું. એકશન અભિનેતાની ઈમેજ ધરાવનાર જીત તેની ગુજરાતી ફિલ્મ શિખંડીમાં નવા અવતારમાં જોવા મળ્યા હતા. અહીં એ ફિલ્મ ઉપરાંત જિંદગી વિશે દિલથી વાત કરે છે. હિન્દી ફિલ્મો વ્યંઢળના પાત્ર પર ઘણી ફિલ્મો બની ચૂકી છે, પણ ગુજરાતીમાં વ્યંઢળની જિંદગી પર આ પ્રથમ ફિલ્મ બની હતી. ગુજરાતી ફિલ્મોમાં તો કામ કર્યું જ છે પરંતુ તેઓને જયારે બીજી ભાષાની ફિલ્મો વિષે પૂછવામાં આવ્યું કે તે ફિલ્મો કરતી વખતે ભાષા નથી નડતી? તો તેમણે કહેલું કે, મલયાલમ મારી માતૃભાષા એટલે એ સહેલું જ હતું. બીજી ભાષાઓમાં ફિલ્મો કરવી એ કંઈ તકલીફવાળું નથી હોતું. તેમાં કઈ મોટી વાત કે રોકેટ સાયન્સ નથી. મને નસીરુદ્દિન શાહની વાત યાદ છે. એ કહેતા કે કલાકારને કોઈ ભાષા નથી હોતી.
પ્ર – તમે મરાઠી ફિલ્મ હજી નથી કરી?
ઉ - ઘણાં વર્ષો પહેલાં અરૂણ કર્ણાટકીની દીકરી પ્રિયા અભિનેત્રી હતી ત્યારે એમની મરાઠી ફિલ્મ કરવાનો હતો. કમનસીબે એમનું મૃત્યું થતા એ પ્રોજેક્ટ શરૂ ન થયો. મને મરાઠી ફિલ્મો કરવી છે. સારી ઓફર હશે તો ચોક્કસ સ્વીકારીશ.

પ્ર – ‘શિખંડી’ જેવી ફિલ્મ કેમ સ્વીકારેલી?
ઉ - વેલ, મારા મનમાં બે વાત હતી. આ પાત્ર કરી શકીશ કે નહીં. બીજી વાત મારી ઈમેજ એકશન હીરોની હોવાથી આ પાત્ર ભજવવાનું જોખમ લઉં કે નહીં. ઘણા લોકોએ સલાહ આપી કે આ ફિલ્મ ન કર. મને પડકાર ઝીલવા ગમતા હોવાથી આ ફિલ્મ મેં સ્વીકારી. આવું પડકારરૂપ પાત્ર ખબર નહીં ક્યારે ભજવવા મળે. પાત્રની નસ પકડવા બે દિવસ લાગ્યા હતા. દિગ્દર્શક અને એમની ટીમે ડિટેઈલમાં રિસર્ચ કરી રાખ્યું હતું. એનાથી કામ સહેલું બન્યું. ડાન્સ માસ્ટર અશ્ર્વિનનો ઉલ્લેખ કરવા ઈચ્છીશ. એમણે ગેટઅપથી વસ્ત્રો સુધી, તમામ મુદ્દે ખૂબ મદદ કરી હતી. શરૂઆતમાં મેકઅપ કરતા દસેક કલાક લાગતા પછી ચારેક કલાક. મારે વેક્સિગં પણ કરાવવું પડ્યું હતું.
પ્ર - અત્યાર સુધીનો કોઈ યાદગાર રોલ?
ઉ - દરિયાપુરમાં ભજવેલો લતીફનો રોલ. ઘાયલના ઈન્સ્પેક્ટરનું પાત્ર પણ યાદગાર હતું.
પ્ર - જીવનના વેદનામય તબક્કામાં તમે પોતાને કેવી રીતે સંભાળ્યા?
ઉ - એ સમયે મારા જીવનમાં વાસુદેવ મહારાજ ગુરુના રૂપમાં આવ્યા. હું અધ્યાત્મ તરફ વળ્યો હતો. મારી જિંદગીમાં સ્થિરતા આવી. અધ્યાત્મ થકી મારી જિંદગી બદલાઈ.
પ્ર - ઓલમોસ્ટ ત્રણ દાયકાની કારકિર્દી. પાછું વળીને જોતાં કેવું લાગે છે?

ઉ - હું મારું કામ એન્જોય કરું છું. સેટ પર હોવું મને ગમે છે. પહેલાં કારકિર્દી માટે સિરિયસ નહોતો, હવે થયો છું. મારા માટે આ સફર પિકનીક જેવી રહી છે.

No comments:

Post a Comment