facebook

Wednesday, 23 March 2016

lakhdhir sinh jadeja

કોલેજ લાઈફમાં થતા રેગીંગ પરની અનોખી ફિલ્મ લઈને આવી રહ્યા છે લખધીર સિંહ જાડેજા


    ગુજરાતી ફિલ્મો અત્યારે જે પ્રકારે બની રહી છે તે જોતા હવે કહેવાની જરૂર નથી કે અચ્છે દિન આનેવાલે હૈ, બલ્કી અચ્છે દિન આ ગયે હૈ. એવું કહેવામાં કંઈ જ અતિશયોક્તિ નથી. કારણ કે ટૂંક સમયમાં લખધીરસિંહ જાડેજા જેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એલ.એન.જાડેજા તરીકે પ્રખ્યાત છે. તેઓ પણ આ પ્રવાહમાં પોતાની એક અલગ જ વિષય સાથેની યંગ જનરેશનને પસંદ આવે તેવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મનો વિષય તેના શીર્ષક ‘16 ફાઈટ અગૈન્સ્ટ રેગીંગ’ પર આધારિત છે. પરંતુ તેઓએ ઈન્ટરવ્યું દરમિયાન તે વાત કહેવાની હમણાં ના કહી. જેના વિષે કહ્યું કે જો હું અત્યારે એ વાત જણાવી દઈશ તો મારી ફિલ્મમાં જે સસ્પેન્સ છે તે જળવાશે નહિ. અમે પણ તે યોગ્ય સમજી અન્ય સવાલો પર તીર છોડવાનું શરૂ કર્યું. એલ.એન.જાડેજા દિગ્દર્શિત ‘16 ફાઈટ અગૈન્સ્ટ રેગીંગ’ એક કોમેડી, સસ્પેન્સ સાથે એટલું થ્રીલર પણ તેમાં જોવા મળશે. એટલે કહી શકાય કે તેઓ દર્શકોને ઘણા લાંબા સમયે ગુજરાતી ફિલ્મોમાં ડરાવવા આવી રહ્યા છે.
    ગુલાલ પ્રોડક્શનમાં બની રહેલી નિર્માતા નવીન હડિયા અને વિજય બલદાણીયાની ‘16 ફાઈટ અગૈન્સ્ટ રેગીંગ’ ફિલ્મમાં કોલેજ લાઈફમાં યંગ યુવાનો યુવતીઓ પોતાની ફેમીલી લાઈફ છોડીને અહીં આવીને એન્જીનીયરીંગ લાઈફ જીવતા હોય છે ત્યારે તેમની મનોવ્યથા કેવી હોય અને આગળ જતા તેમની સાથે શું શું બની શકે અને જે બન્યા પછી તે કઈ હદ સુધી જઈ શકે એના પર ફિલ્મનો પ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે. એલ.એન.જાડેજા આ ફિલ્મ પહેલી જ વાર દિગ્દર્શિત કરી રહ્યા છે. જાણીએ તેમના અનુભવ વિષે.

પ્ર આપની શરૂઆત કેવી રહી?
મારી શરૂઆત બહુ જ સારી રહી છે. મેં જેમ વિચારેલું કે મારે આવી એક ફિલ્મ દિગ્દર્શિત કરવી છે જેની હું ઘણા સમયથી રાહ જોતો હતો. આમ પણ શરૂઆતમાં કેવું હોય કે આપણે જે કરવા માંગીએ છીએ તે મળી જાય એટલે મનમાં ખુશી તો થાય જ. ગુલાલ પ્રોડક્શન હાઉસ સાથે હું ઘણા સમયથી છું અને આ ફિલ્મ જયારે લખાઈ રહી હતી ત્યારથી મારો તેને જોવાનો દ્રષ્ટિકોણ એક દિગ્દર્શક તરીકે જ હતો.
પ્ર હાલ જે અર્બન ફિલ્મો આવી રહી છે તેનાથી તમારી ફિલ્મ અલગ છે?
અત્યારે તમે જોશો તો લગભગ દસેક જેટલી શહેરી વાતાવરણવાળી ફિલ્મો આવી છે. પાંચથી સાત જેટલી ફિલ્મો આવવાની છે. તે દરેક ફિલ્મોમાં એક સિક્વન્સ છે જે ફિલ્મમાં શરૂઆતથી અંત સુધી જળવાઈ રહે. જયારે મારી ફિલ્મમાં એવી કોઈ ફોર્મ્યુલા અમે નથી વાપરી કે જે શરૂઆતથી અંત સુધી જાળવી હોય. અપ ડાઉન થતું રહે છે જેને ગ્રાફિંગ રેશીઓ કહેવાય. જેની સાથે મુવમેન્ટ બનતી હોય. જેમકે, યુથ ફેસ્ટીવલ, કોલેજ લાઈફના કિસ્સા, યંગ જનરેશનને આકર્ષે તે બધું જ.

પ્ર ફિલ્મનો વિષય ભૂત પ્રેત પર આધારિત છે?
હા, તે વિષય મારો મનગમતો વિષય છે. આ વસ્તુ એવી છે જેને દરેક લોકો નથી માનતા. જ્યાં વિજ્ઞાન પૂરું થાય છે ત્યાં આવી અફવા ચાલુ થાય છે. મારી ફિલ્મના સ્ટોરી રાઈટર જયદીપસિંહ ઝાલા સાથે મારે પહેલા આ વિષય પર ઘણી ચર્ચા થઇ અને અમે એ નિર્ણય પર આવ્યા કે હવે આના પર ફિલ્મનું કામ શરૂ કરીએ.
ફિલ્મમાં લીડ ભૂમિકા ગુજરાતી ફિલ્મોના મસલ્સ મેન સંજય મૌર્ય ભજવી રહ્યા છે. જે પાત્ર ફકતને ફક્ત તેમને જ અમારા મગજમાં લાવતું હતું. આ પાત્ર જયારે દર્શકો પડદા પર જોશે ત્યારે ખ્યાલ આવશે કે એની રજૂઆત કેટલી જબરદસ્ત થઇ છે. સાયલેન્ટ કેરેક્ટર છે પરંતુ તેની બોડી લેન્ગવેજથી તે પાત્રને તેમણે ઘણો જ સુંદર ન્યાય આપ્યો છે. અમારી ફિલ્મની બંને હિરોઈનો ચીની મુછડિયા અને નિકિતા સોની ગુજરાતી ફિલ્મોમાં પોતાનું એક આગવું નામ ધરાવે છે તેઓનું કામ પણ વખાણવાલાયક રહ્યું છે. અન્ય કલાકારોમાં જે નવા ચેહરો તમે આ ફિલ્મમાં જોશો તે અમારા ગુજરાતમાં થયેલા ઓડીશન દ્વારા સીલેક્ટ થયેલા કલાકારો છે. અમારો પહેલેથી જ એક ધ્યેય હતો કે ગુજરાતમાં જે કલા છે તેને શોધીને અમે એક પ્લેટફોર્મ આપીએ. જેમાં તેની આવડત નિખરે.
પ્ર – ફિલ્મના પાત્રો વિષે કઈ વિચારેલું?
ઉ – મેં મારી ફિલ્મમાં જે લીડ રોલ રુદ્ર છે તે સંજય મૌર્યને ધ્યાનમાં રાખીને જ લખેલું. રુદ્ર નામથી જેમ ભાર પડે છે એ રીતે તે પાત્ર પણ કંઇક મજબુત બાંધાવાળી વ્યક્તિ જ ભજવી શકે. જે મને સંજય મૌર્યમાં દેખાયું અને અમે તેમને સાઈન કર્યા. એમને મેં કથા લખતી વખતે વિઝ્યુલાઈઝ કરેલા કે મારી ફિલ્મમાં રુદ્રનું પાત્ર સંજય મૌર્ય જ ભજવશે.
પ્ર – ફિલ્મ ક્યારે રજૂ કરશો?
ઉ – અમારી ફિલ્મ અમે જેમ બને એમ વહેલી રીલીઝ માટે તૈયારી કરીશું. છતાં પણ લગભગ આવતા વર્ષ ૨૦૧૬ સુધી ગાળો લંબાય તેવું લાગી રહ્યું છે.


n  ગજ્જર નીલેશ  


jaydeep sinh zala



16 ફાઈટ અગૈન્સ્ટ રેગીંગ’ ટૂંક સમયમાં રીલીઝ થશે - જયદીપસિંહ ઝાલા

હાલ ગુજરાતી ફિલ્મોમાં જેમ શહેરી વાતાવરણવાળી અર્બન ફિલ્મોનો જાણે રાફડો ફાટ્યો હોય એમ નવા નવા અને નવયુવાન ફિલ્મ મેકર્સ પોતાની તદ્દન અલગ સુઝબુઝથી ગુજરાતી ફિલ્મોને નવા ફલક પર બેસાડવા તૈયાર છે. તેમાં પણ આજે વાત કરવી છે જયદીપસિંહ ઝાલા લિખિત ફિલ્મ ‘16 ફાઈટ અગૈન્સ્ટ રેગીંગ’ ની. જેમાં તેમણે પોતાની કલમ વડે ફિલ્મને એક અલગ આયામ આપ્યો છે. ફિલ્મ જોતા દર્શકોને કેવી રોતે જકડી રાખવા તે વાત તેમના મનમાં હતી. જેથી વિચારેલું કે એવી મજબુત કથા તૈયાર થાય કે જેમાં દર્શકો શરૂઆતથી અંત સુધી ખુરશી છોડવાનું મન ના કરે. જેથી ફિલ્મના દિગ્દર્શક એલ. એન. જાડેજાએ ત્રણ ફિલ્મોની કથા લખી રાખી હતી. જેમાંથી પ્રથમ અત્યારે જે બની રહી છે તે 16 ફાઈટ અગૈન્સ્ટ રેગીંગ પર પસંદગી ઉતારી. અત્યારે જમાનો પણ એવી ફિલ્મો જોવાનો જ છે કે જેમાં સસ્પેન્સ હોય, થ્રીલર હોય. આ સાથે સાથે ગુજરાતના શહેરી અને નાના ટાઉનમાં વસતા ગુજરાતીઓને જે મસાલો હિન્દી ફિલ્મોમાં મળે છે તેવો જ પણ અલગ રીતે દર્શાવાતો મસાલો ‘ગુલાલ પ્રોડક્શન હાઉસ’ માં બની રહેલી ફિલ્મ ‘16 ફાઈટ અગૈન્સ્ટ રેગીંગ’ માં મળશે. ફિલ્મના સ્ટોરી રાઈટર જયદીપ સિંહ ઝાલાએ ફિલ્મમાં સંવાદો પણ લખ્યા છે જે હાલ આવી રહેલી ગુજરાતી ફિલ્મોથી કંઇક અંશે હટકે બનાવવાનો પ્રયાસ કરાયો છે. ઉપરાંત વિશેષ વાત એ છે કે આ ફિલ્મ ‘16 ફાઈટ અગૈન્સ્ટ રેગીંગ’ થી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ત્રણ નવા કોમેડિયન મળશે.

પ્ર – આપની ફિલ્મ વિષે ?
ઉ – મારી ફિલ્મ ‘16 ફાઈટ અગૈન્સ્ટ રેગીંગ’ ની કથા મેં એન્જીનીયરીંગ ભણતા વિદ્યાર્થીઓ પર ફોકસ કરીને લખી છે. તેઓ ક્યારેક ને ક્યારેક આમાંથી અમુક સંજોગોમાંથી પસાર થઇ ચુક્યા હશે એવું મને લાગે છે. ખાસ તો આ કારણ જ મને સ્પર્શી ગયેલું અને મેં આ વિષય પર જ ફિલ્મ લખવાની શરૂઆત કરી. મને ખ્યાલ હતો કે એક એન્જીનીયરીંગના વિદ્યાર્થી કોલેજ લાઈફ દરમિયાન કેવા કેવા અનુભવ કરતા હોય છે એ એટલા માટે કે હું પોતે એક મીકેનીકલ એન્જીનીયરીંગનો સ્ટુડન્ટ હતો. જે યંગસ્ટર્સ છે તે મારી ફિલ્મની કથાથી ચોક્કસ આકર્ષાય તેવું હું કહીશ.

પ્ર – ફિલ્મના ટાઈટલ વિષે?
ઉ – ફિલ્મમાં મેં કોલેજ જીવનનો મોટો મુદ્દો રેગીંગ પર નિશાન સાધ્યું છે. કોલેજમાં જુનિયરના આવવાથી તેમને તેનાથી સીનીયર સ્ટુડન્ટ હેરાન કરે છે. ભણવા નથી દેતા. આવતા જતા વારંવાર જુનિયરને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેના લીધે મોટા શહેરોમાં આત્મહત્યાઓના બનાવો પણ બહુ બને છે. હાલ જોકે ઘણાય એન્ટી રેગીંગ કેમ્પ ચાલુ છે છતાં પણ આવા બનાવો અટકવાનું નામ નથી લેતા. 

Wednesday, 25 November 2015

ashish gheshani

આશિષ ઘેશાણી દ્વારા આયોજિત ગુજરાતમાં પ્રથમવાર ‘સ્માર્ટફેસ મોડેલીંગ કોન્ટેસ્ટ’


    ચાર મિત્રો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવીને પહેલો વિચાર એ કરે કે આપણે એક સારી સુઘડ ફિલ્મ બનાવીએ. પરંતુ હું આજે એવા મિત્રોની વાત કરવાનો છું જેઓએ ગુજરાતી ફિલ્મોથી અલગ અને નેશનલ લેવલ પર જઈ શકાય એવો વિચાર કર્યો અને સ્માર્ટફેસ મોડેલીંગ કોન્ટેસ્ટનું આયોજન કરવાનો વિચાર આવ્યો. તે મિત્રો એટલે આશિષ ઘેશાણી, રેહાન શાહ, બળવંત વાલેરા અને દિલીપ તિવારી. જે અન્યો કરતા તેમને જુદા પાડે છે. વિચારીએ કે એક ફિલ્મ બનાવીએ તો તેની પાછળ ફિલ્મ જ્યાં સુધી રીલીઝ થાય ત્યાં સુધી ભરપુર સમય આપવો પડે અને સાથે સાથે તે તમારી ફિલ્મ માટે દરેક શહેરોમાં દોડાદોડી તો કરવી જ પડે. આજના સમયમાં દરેક નિર્માતાએ પોતાના શહેરમાં બેઠા બેઠા જ પોતાની ફિલ્મ રીલીઝ કરવી છે. તો કોઈ મફાભાઈ પણ ફિલ્મ જોવા જતો નથી. આશિષ ઘેશાણી મુજબ આ કોન્ટેસ્ટ પહેલા ગુજરાતમાં અને ત્યારબાદ મુંબઈ તથા દિલ્હી જેવા મહાનગરોમાં યોજાશે. આમ પણ હજી સુધી ગુજરાતમાં આવા કોઈ આયોજનો થયા હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી. દરેક સ્ટેપ જેમકે ફોર્મ માટે શું કરવું તો તેમના એફ્બી પેજ પર કે વોટ્સ એપ ન. પર તમે પોતાના ચાર પાંચ ફોટોગ્રાફ મોકલીને તેમાં નામ નોંધાવી શકો છો. તે ફોટો ત્યાં બેઠેલા જજ જોશે અને નક્કી કરવામાં આવશે કે કોનું સિલેકશન કરવું. ત્યારબાદ નેશનલ લેવલની એક મોડેલ અંકિતા પરમાર સાથે તે ઉમેદવારને ફોટોશૂટનો ચાન્સ આપવામાં આવશે. આ બધી પ્રક્રિયા એકદમ ફ્રીમાં હશે. જેની કોઈપણ જાતની ફી રાખવામાં આવી નથી. જેટલા પણ ઉમેદવાર સિલેક્ટ થયા હશે તેના ફોટો કોન્ટેસ્ટ તરફથી મુંબઈના જેટલા પણ પ્રોડક્શન્સ છે તેને મોકલવામાં આવશે અને ત્યાંથી પણ જો ચાન્સ મળશે તો તેનો યશ સ્માર્ટફેસ કોન્ટેસ્ટને જાય છે.

    આ ઉપરાંત આશિષ ઘેશાણી પોતાની જ એક અર્બન ફિલ્મ ‘લવ હેઝ નો લેન્ગવેજ’ નું મુહુર્ત જાન્યુઆરી મહિનાની ૧ લી તારીખે કરવા જઈ રહ્યા છે જેમાં આ કોન્ટેસ્ટમાં પ્રથમ ત્રણ વિનરને ચાન્સ મળશે. નિર્ણાયકોમાં ગુજરાતી હસ્તી તથા બોલીવૂડમાંથી પણ કોઈ હશે. આ કોન્ટેસ્ટમાં ભારતમાંથી કોઈપણ સામાન્ય વ્યક્તિ પણ ભાગ લઇ શકશે. ખ્યાલ એ રાખવાનો રહેશે કે એમને મોડેલીંગ વિષે થોડી ઘણી માહિતી ખ્યાલ હોય. તેઓ ભલે અગાઉ કોઈ કામ ના કરી શક્યા હોય પણ આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે તમારી કાબેલિયત પુરવાર કરી શકો છો. ભલે મોડેલીંગ વિષે તમને બધો ખ્યાલ ના હોય પરંતુ દસ ટકા માહિતી હોય તે પણ ભાગ લેવા માટે બહુ છે.

    ૨૨ સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં શોનું મુહુર્ત તો થઇ જ ગયું છે. જેમાં ખૂબ જ જાણીતી ગુજરાતની હસ્તીઓ જેઓ અત્યારે રાજકારણમાં સક્રિય છે તેવા નરસિંહ અગ્રવાલ (બીજેપી ઉદ્યોગ સેલ ચેરમેન), હિતેશ સોની (બોટાદ બીજેપી મેમ્બર), કિરણ પ્રજાપતિ (કોંગેસ સમિતિ ઇન્દ્રપુરી વોર્ડ પ્રેસિડેન્ટ), ઉપરાંત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ઘણી નામી હસ્તીઓ તે સમયે હાજર રહી હતી. પ્રથમ દસ સીઝન ગુજરાતમાં થશે અને બીજી દસ સીઝન દિલ્હી ખાતે યોજાય તેવી શક્યતા છે.


    આશિષ ઘેશાણી વિષે વાત કરીએ તો તેઓ આ ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા ચાર વર્ષથી સફળ રીતે સક્રિય કહી શકાય તેમ પોતાનું કામ સંભાળી રહ્યા છે. તેમના નિર્માણ હેઠળ અત્યારે ક્રાઈમ ફોકસ નામની સિરિયલનું શૂટ ચાલુ છે જેને ઇન ડીજીટલ અથવા તો જીટીપીએલ પર બ્રોડકાસ્ટ કરવામાં આવનાર છે. અત્યાર સુધીમાં તે સીરીયલના ૧૨ જેટલા એપિસોડ શૂટ થઇ ગયા છે અને તેના દિગ્દર્શક દશરથ માલી છે. તે પહેલા આશિષ ઘેશાણીએ બાલવીર ફેઈમ દેવ જોશી સાથે એક નેશનલ એડ પણ બનાવી છે. જે ઘણી ચેનલ્સ પર આવી રહી છે. મોડેલીંગ વિષે વધુ જણાવતા નિર્માતા આશિષ ઘેશાણીએ જણાવ્યું કે દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાં મોડેલીંગ માટે યુવક યુવતીઓની પડાપડી થાય છે અને ગુજરાતમાંથી ઘણા એવા યંગસ્ટર્સ ત્યાં જાય છે. જેને અહીં જ આ પ્લેટફોર્મ અમે પૂરું પડીએ એવું અમે વિચાર્યું અને હવે બધાની સામે તે આવવા જઈ રહ્યું છે. અત્યારે જે પ્રકારે ગુજરાતી ફિલ્મો બની રહી છે તેમાં ખરેખર જોઈએ તો જે ટેલેન્ટ છે તે પાછળ રહી જાય છે. અમુક અંશે ભાઈબંધીમાં કે સગપણમાં લોકો કોઈને કોઈ વ્યક્તિને હીરો બનાવી નાખે છે. તે જોતા અમે જે વિનર હશે તેને જ બહુ મોટો ચાન્સ આપવાની યોજના બનાવી છે અને અમને વિશ્વાસ છે કે ગુજરાતના યુવાનો કે યુવતીઓમાં જે ટેલેન્ટ છુપાયેલું છે તે જરા પણ જો બહાર નીકળશે તો અમે અમારો પ્રયાસ સફળ ગણીશું. 


    -- ગજ્જર નીલેશ 

Sunday, 8 November 2015

deepshikha naagpaal

'બિગ બોસ'ની પૂર્વ સ્પર્ધક દિપશીખા નાગપાલે કર્યું દિવાળી શોપિંગ


દર વર્ષની જેમ આ વર્ષે પણ નાના પડદે દિવાળીની ધૂમ જોવા મળી છે. હાલમાં જ ટીવી અભિનેત્રી અને 'બિગ બોસ'ની પૂર્વ સ્પર્ધક દિપશીખા નાગપાલે પોતાના પરિવાર માટે શોપિંગ કર્યું હતું. દિપશીખાએ લોખંડવાલા માર્કેટમાંથી ખરીદી કરી હતી. તેની સાથે સિંગલ પલક મુચ્છાલ પણ હતી. 


આ સમયે દિપશીખાએ વાત કરી હતી અને કહ્યું હતું કે દિવાળી તો લોખંડવાલામાં જ હોય તેમ લાગે છે. અહીંયા ખૂબ જ રોશની હોય છે. અહીંયા સાંજે બહુ ભીડ હોવાથી તે સવારે શોપિંગ માટે આવી હતી. 


ઉલ્લેખનીય છે કે આ વખતે લોખંડવાલામાં આવેલી સોસાયટી મેમ્બર્સે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ કેમ્પેઈન શરૂ કર્યું છે. જેમાં દિપશીખા પણ સામેલ છે. તેણે કહ્યું હતું કે પ્લીઝ, ફટાકડાં ના ફોડો. તેને બદલે કોઈ ગરીબની મદદ કરો. જેને કારણે તે ગરીબ પણ દિવાળી સારી રીતે મનાવી શકશે. દિવા પ્રગટાવો, મિઠાઈઓ વહેંચો પરંતુ પોલ્યુશન ના કરો. 
દિપશીખાએ આ પોઝિટિવ મેસેજ સાથે વાચકોને દિવાળીની શુભકામના પાઠવી હતી. 



anil kapoor in baroda

અનિલ કપૂર બન્યો વડોદરાનો મહેમાન: ભીડ વચ્ચે કારમાં કર્યો ડાન્સ


'રામ લખન', 'નાયકસ્લમ ડૉગ મિલિયોનયર' જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં અભિનયથી લોકોના હ્રદય પર આજે પણ રાજ કરતા બોલીવુડ સ્ટાર અનિલ કપુર આજે વડોદરાના મહેમાન બન્યા હતા. અનિલ કપૂરે એક ઝલક મેળવવા માટે હોટલ અને જ્વેલર્સના શોરૂમ પાસે ઉમટી પડેલા ચાહકો સમક્ષ 'એક દમ ઝકાસ...' ડાયલોગ બોલીને ખુશ કરી દીધા હતા. આ સાથે વડોદરાવાસીઓને નમસ્કાર, આદાબ અને સતશ્રીઆકાલ બોલીને અભિવાદન કર્યું હતું. ઉપરાંત તેઓએ વન ટુ કા ફોરના ગીત કારની છતની બહાર નિકળી ડાન્સ પણ કર્યો હતો.


શહેરના રેસકોર્સ સર્કલ નજીક એક જ્વેલરીના શોરૂમના ઉદ્ઘાઘટન પ્રસંગે આવેલા અનિલ કપુરની ઝલક મેળવવા માટે અલકાપુરી ખાતેની ફોર સ્ટાર હોટલ પાસે મોટી સંખ્યામાં તેમના ચાહકો ઉમટી પડ્યા હતા. હોટલમાંથી બંધ લાલ કારમાં ઉદઘાટન માટે જવા નીકળેલા અનિલ કપુરે ચાહકોને ઝલક ન આપતા લોકો નિરાશ થઇ ગયા હતા. જોકે, શો રૂમ બહાર બનાવવામાં આવેલા ભવ્ય સ્ટેજ પરથી અનિલ કપુરે તેમના ચાહકોને ભરપૂર મનોરંજન પુરું પાડ્યું હતું. અનિલ કપુર શોરૂમ પર આવતા જ તેમની સુપર હિટ ફિલ્મોના ગીતોથી આવકારવામાં આવ્યા હતા. બાદમાં અનિલ કપુરે વડોદરાવાસીઓ કો મેરા ઝકાસના ડાયલોગ સાથે સંબોધતા જણાવ્યું હતું કે, આજ મજનુભાઇ માઇક ઉઠાતા હૈ ગન નહીં ઉઠાતા. મેં આપકા લખન, મુન્ના, મિ. ઇન્ડિયા, ઔર જયસિંહ રાઠોડ એક હી હૈ વોહે અનિલ કપુર. વધુમાં અનિલ કપુરે જણાવ્યું કે, મેં મારા કરીયરમાં મનોરંજન પુરું પાડ્યું છે. વડોદરામાં વેલકમ થયો છું. નો એન્ટ્રીમાં એન્ટ્રી ભલે એન્ટ્રી લીધી હતી. પરંતુ વડોદરામાં એન્ટર થયો છું. આ શો રૂમમાં એન્ટ્રી કરીને જાઉં છું તમે પણ ચાલુ રાખજો.



મોટી સંખ્યામાં ઝલક લેવા માટે ઉમટી પડેલા લોકોને જોઇ મુડમાં આવી ગયેલા અનિલ કપુરે જણાવ્યું કે, મેરા આઇ લવ યુ. મૈ બહુત ખુશ હું. ૪૩ વર્ષથી હું લોકોને 'વો સાત દિન', 'સાહેબ', 'વેલકમ', 'વેલકમ-2', 'પરીન્દા', 'રેસ', 'રેસ-2' જેવી ફિલ્મોથી મનોરંજન પુરું પાડતો આવ્યો છું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કેટલાય આવ્યા અને કેટલાય ગયા. પરંતુ હજુ હું છું. સાથે મારા પરિવારના સભ્યો પણ ફિલ્મો સાથે મનોરંજન પુરું પાડી રહ્યા છે. તેમણે પોતાની દીકરી સોનમ કપુરની સલમાન ખાન સાથે આવી રહેલી ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો'નું પણ પ્રમોશન કરી દીધું હતું.




સુપર હિટ ફિલ્મ 'રામ-લખન' નું વન ટુ કા ફોર ગીત પર ચાહકોને ઝલક આપતા અનિલ કપુરે જણાવ્યું કે, હમ રહે યા ન રહે. હમારે નિશાન રહેંગે હંમેશા કે લીએ. સફેદ શર્ટ ઉપર કોફી કલરની કોટી અને કાળા ગોગલ્સમાં આવેલા અનિલ કપુરે શો રૂમ પાસે યુવાધન ઉપર પુષ્પવૃષ્ટી કરી હતી. અને 'વેલકમ-2' ફિલ્મનો ડાયલોગ મજનું કંટ્રોલ..કંટ્રોલ બોલીને પોતાની વાણીને વિરામ આપી શો રૂમનું ઉદઘાટન કરવા માટે રવાના થઇ ગયા હતા.

swara bhaskar

''ગોંડલ શહેર છે એકદમ હર્યુંભર્યું, સલમાનસર સેટ પર કહેતાં જોક્સ ને વાર્તાઓ''
સલમાન ખાનની ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો' દિવાળી પર રીલિઝ થવાની છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ઘણી જ ઉત્સુકતા જોવા મળી રહી છે. આ ફિલ્મમાં સોનમ કપૂર, સ્વરા ભાસ્કર, નીલ નીતિન મુકેશ, અરમાન કોહલી તથા અનુપમ ખેર મુખ્ય ભૂમિકામાં છે. તાજેતરમાં જ ફિલ્મમાં સલમાનની બહેન બનતી સ્વરા ભાસ્કર સાથે ખાસ વાત કરી હતી. સ્વરાએ ફિલ્મ કેવી રીતે મળી, ગુજરાતમાં શૂટિંગ કરવાના અનુભવ અંગે વિગતે વાતે કરી હતી. સ્વરાને ગોંડલ શહેર અને તેમાં આવેલા મહેલો ઘણાં જ ગમ્યાં હતાં. 


સ્વરા ભાસ્કર સાથે થયેલી વાતચીતના મુખ્ય અંશોઃ
સવાલઃ 'પ્રેમ રતન ધન પાયો' ફિલ્મ કેવી રીતે મળી?
જવાબઃ સૂરજસરનો ફોન આવ્યો હતો. તેને સ્ક્રિપ્ટ આપવામાં આવી હતી અને તેને આ સ્ક્રિપ્ટ ગમી ગઈ હતી. આ પહેલાં આ રોલ ઘણી અભિનેત્રીઓને ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ પણ સલમાનની બહેન બનવા તૈયાર નહોતી. જ્યારે તેને ફોન કરવામાં આવ્યો ત્યારે પણ એમ જ હતું કે હું પણ આ રોલ કરવાની ના જ પાડીશ. સલમાન અને સૂરજ સરે મારી 'રાંઝણા' જોઈ હતી અને તેમાં મારો અભિનય ઘણો જ પસંદ આવ્યો હતો. તેથી જ મારો ઓડિશન ટેસ્ટ પણ લેવામાં આવ્યો નહોતો.


સવાલઃ ફિલ્મમાં સોનમ તથા સલમાન સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
જવાબઃ સોનમ સાથે 'રાંઝણા'થી મિત્રતા છે. સોનમ સાથે કામ કરવાની મજા જ આવે. અમારી વચ્ચે ક્યારેય સ્પર્ધા હોતી નથી. સોનમનું નેચર ઘણું જ સારું છે. તે ક્યારેય પીઠ પાછળ નિંદા કરતી નથી. તે ક્યારેય ગંદા રાજકારણમાં પડતી નથી. આ જ કારણથી સોનમ સાથે કામ કરવાનો ક્યારેય ડર લાગતો નથી. 
સલમાનસર સાથે સૌ પહેલાં ક્લાઈમેક્સનો સીન શૂટ કરવાનો હતો. મને તો ઘણો જ ડર લાગ્યો હતો. સલમાનસર બૅક શોટમાં હતાં અને બોડીગાર્ડ્સ પણ સાથે હતાં. મને તો સીન આપતા ડર લાગ્યો હતો. જોકે, આ સમયે સલમાનસરે એન્કરેજ કરી હતી. પછી સીન આપ્યો હતો. તે ઘણાં જ સપોર્ટિવ છે. બહુ જ સ્વીટ છે. તે ઘણી જ સારી સલાહ આપતા હોય છે. તે સારા મૂડમાં જ રહેતા હોય છે અને સેટ પર ક્યારેય કલાકારોને કંટાળો આવવા દેતા નથી. 


સવાલઃ સૂરજ બરજાત્યા સાથે આ પહેલી ફિલ્મ છે, તો તેમની સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
જવાબઃ સૂરજસર તો એટલા સારા માણસ છે કે તે તેમની સચ્ચાઈ જોઈને આપણે નાનમ અનુભવવા લાગીએ. પોતાના વિચારોને લઈને એકદમ ક્લિયર છે. સ્વીટ છે. ડાઉન ટુ અર્થ વર્ડ તેમના માટે ઘણો જ નાનો છે. આટલા ભવ્ય સેટ બનાવે, આટલા રૂપિયા ખર્ચે પરંતુ તેમના ચહેરા પર આનું અભિમાન ક્યારેય જોવા મળે નહીં. તેઓ ક્યારેય કામનું પ્રેશર લેતા નથી અને સામે કલાકારોને કામનું પ્રેશર આપતાં નથી. 

સવાલઃ ફિલ્મનો સીન ના હોય ત્યારે સલમાન સેટ પર શું કરતો હોય છે?
જવાબઃ જ્યારે ફાજલ સમય હોય ત્યારે સલમાનસર જોક્સ અને વાર્તાઓ કહેતા હોય છે. તે ઘણું જ હસાવતા હોય છે. સેટ પર ક્યારેય કંટાળો આવે નહીં. હંમેશા મજાક-મસ્તી કરતાં હોય છે. ક્યારેક તો સલમાનસર એટલી મસ્તી કરતાં હોય છે કે કોઈ ઈમોશનલ સીન ચાલતો હોય ત્યારે તે હસાવી દેતા હોય છે. જોકે, સલમાનસર ક્યારેય કામ બગાડીને મસ્તી કરતાં નથી. 


સવાલઃ સોનમ સાથે સેટ પર શું કરે?
જવાબઃ સોનમ સાથે તો સ્કૂલમાં ભણતી નાની બાળકીઓ જેવો સંબંધ રહી ચૂક્યો છે. ફિલ્મના બાકીના કલાકારોની વાત કરવામાં આવે તો નીલ નીતિન મુકેશ, દિપક ડોબરિયા, અનુપમ ખેર સાથે કામ કરવાનું ઘણું જ સારું રહ્યું. આ તમામ પાસેથી કંઈને કંઈ શીખવા મળ્યું હતું.

સવાલઃ ગોંડલમાં ગાંઠિયા, ભજીયા અને કાઠિયાવાડી ફૂડની લિજ્જત માણી કે નહીં?
જવાબઃ શૂટિંગમાં ટાઈમ જ મળ્યો નહોતો અને તેથી જ આ રીતનું ફૂડ માણ્યું નહીં પરંતુ હા સેટ પર જે ફૂડ આવતું તે ઘમું જ સારું હતું. 

સવાલઃ ફિલ્મમાં ગોંડલના નવલખા મહેલ, રિવર સાઈડ પેલેસ અને ઓર્ચિડ પેલેસની કઈ વાતો પસંદ આવી?
જવાબઃ આ મહેલમાં આવેલા મ્યૂઝિયમમાં ઘણાં જ સારા છે. તે બધા જ ફરી-ફરીને જોયા હતાં. આમાંથી એક મહેલમાં મારું ઘર છે. ફિલ્મમાં આ ત્રણેય મહેલો સતત આવતા હોય છે. ગોંડલની વાત કરવામાં આવે તો તે ઘણું જ સારું શહેર છે. આ શહેર હર્યુ-ભર્યું છે અને સુંદર છે. ગુજરાતના લોકો સારા છે અને અહીંયા કામ કરવાની ઘણી જ મજા આવી હતી. 

સવાલઃ ફિલ્મમાં તારા આઉટફિટ કોણે ડિઝાઈન કર્યાં હતાં અને તે કોઈ ઈનપુટ્સ આપ્યાં હતાં?
જવાબઃ સલમાનસરની બહેન અલવિરાએ મારા આઉટફિટ ડિઝાઈન કર્યાં હતાં. કપડાંની બાબતમાં મને ઝાઝી ખબર પડતી નથી અને મેં કોઈ જાતના ઈન-પુટ્સ આપ્યાં નહોતાં.

સવાલઃ દિવાળી પર કઈ ખરીદી કરવાની છે?
જવાબઃ આ વર્ષે મારી દિવાળી વર્કિંગ દિવાળી રહેવાની છે. હું મારી આગામી ફિલ્મના શૂટિંગમાં બિઝી છું. એટલે મારું શોપિંગ તો એરપોર્ટ પર જ થશે તે નક્કી છે. થોડી ઘણી શોપિંગ ઓનલાઈન કરી છે. 


સવાલઃ તારા ઘરમાં મોટી લાઈબ્રેરી છે અને ઘરમાં એન્ટિક પોસ્ટર બહુ જ છે, તો ઘર માટે કોઈ નવી ખરીદી કરી?
જવાબઃ મને સાહિત્યનો ઘણો જ શોખ છે. મને બુક્સ વાંચવી ગમે છે. અત્યારે તો મારું ઘર એન્ટિક પોસ્ટરથી જ ભરાઈ ગયું છે એટલે નવા પોસ્ટર મૂકવાની જગ્યા જ રહી નથી. હવે તો મારે મોટું ઘર ખરીદવું પડે એમ લાગે છે. મેં ક્યારેય ગુજરાતી સાહિત્ય વાંચ્યું નથી. 

Thursday, 5 November 2015

prinal oberoy

આ ફિલ્મ નિર્માતાઓની પ્રથમ ફિલ્મ છે એવું લાગ્યું જ નથી : પ્રીનલ ઓબેરોય


    નિર્માતા હર્ષદ કંડોલિયા, મનીષ પટેલ અને રીધમ કંડોલીયાની ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ માં લીડ ભૂમિકામાં આવી રહેલી પ્રીનલ ઓબેરોય ગુજરાતના દર્શકો માટે હવે નવું નામ નથી રહ્યું. આમ પણ ગુજરાતી ફિલ્મોમાં બીનગુજરાતી હિરોઈનોનું વર્ચસ્વ પહેલાથી જ રહ્યું છે. જેમાં પહેલું નામ જાણીતી અભિનેત્રી સ્નેહલતાનું આવે. હા, સ્નેહલતા બીનગુજરાતી અને એક ચુસ્ત મહારાષ્ટ્રીયન અભિનેત્રી હતી અને તેનું ખરૂ નામ પણ સ્નેહલતા નહોતું. આ તો ફક્ત ફિલ્મોમાં તેમનું નામ હતું. એવી ઘણી અભિનેત્રીઓ છે જે ગુજરાતી ફિલ્મોમાં ચમકી અને પ્રખ્યાત બની. રોમાં માણેક, આનંદી ત્રિપાઠી વગેરે. પ્રીનલ ઓબેરોય વિષે વાત કરીએ તો તે ઘણી હિન્દી ટીવી સીરીયલો કરી ચુકી છે અને અત્યારે પણ તે અમુક સીરીયલ્સમાં દેખાય છે. છેલ્લા સાત મહિનાથી પ્રીનલ ઓબેરોય કલર્સ ચેનલ પર અશોકા સીરીયલ કરી રહી છે. જેમાં તેને રેડી થવામાં બે બે કલાકનો સમય નીકળી જાય છે છતાં પણ તે પોતાનું પાત્ર બખૂબી નિભાવી રહી છે. તેને હવે થોડો ચેન્જ જોઈતો હતો કે એક જ ગેટઅપમાં અભિનય કરીને તેઓ હવે કંઇ નવું કરવા માગતી હતી જેથી તેઓએ આ ફિલ્મમાં સારૂ પાત્ર લગતા સ્વીકારી. અભિનય તો તેના અંગે અંગમાં છે અને રાકેશ બારોટ સાથે તેની જોડી દર્શકોએ સ્વીકારી પણ છે. જેમાં પ્રેમનું જાદુ મંતર, પ્રીત સાયબા ના ભૂલાય છે એટલે ફરીવાર આ જ જોડી પોતાનો જાદુ ચલાવવા આ ફિલ્મમાં આવી રહી છે. ફિલ્મમાં તેનું પાત્ર મોટા ઘરની દીકરીનું છે જે ખૂબ જ લાડ પ્રેમથી મોટી થઇ હોય છે. ખોટી વસ્તુ અને ખોટા લોકોથી તે નફરત કરે છે. સત્યનો સાથ આપવામાં મને છે. પ્રીનલ કહે છે, ફિલ્મની સ્ટોરી બહુ જ સરસ લખવામાં આવી છે. ફિલ્મમાં ઘણું મનોરંજન છે અને સસ્પેન્સ પણ છે. જે હજી સુધી કલ્પના પણ ના કરી હોય તેવા વળાંકો આ ફિલ્મમાં આવે છે. તો આમાં મને કંઇક જુદો રોલ ભજવવા મળ્યો તેનાથી મને આનંદ છે. આ પહેલા મારી અગ્નિપરીક્ષા રીલીઝ થઇ જેમાં ઘણું અલગ મારૂ પાત્ર હતું અને હવે કંઇક હટકે કરી રહી છું. ડોનનું પાત્ર ભજવવું બહુ જ મુશ્કેલ હતું જયારે આ પાત્રમાં એક સીધી સાદી યુવતીનું પાત્ર ભજવી રહી છું.

પ્ર – ફિલ્મોમાં અને પરિવાર વચ્ચે સમયનો તાલમેલ કેવી રીતે મેળવો છો?
ઉ – આ બધું જ મારા હસબંડને લીધે પોસીબલ છે. એના સપોર્ટ વગર તો મારા માટે અભિનયનું કામ કરવું શક્ય જ નથી. તેઓ મને ઘણી મદદ કરે છે. ક્યારેક શૂટ પર મોડું થઇ જાય છે તો તેઓ સમજે છે કે કામમાં મોડું થઇ ગયું હશે. પરંતુ બંને એકસાથે ઘર પર હોઈએ ત્યારે ઘર પણ સંભાળીએ અને પોતપોતાનું કામ પણ સારી રીતે સંભાળી શકીએ છીએ.

પ્ર – આગળ શું વિચારેલું છે?
ઉ – આ ફિલ્મ અત્યારે કરી રહી છું. આગળનું હજી વિચાર્યું નથી. હું મારા કામને લઈને બહુ જ ચૂઝી છું. મને રોલ પસંદ આવે તો જ હું તે સ્વીકારું છું. મને જે ફિલ્મમાં હીરોઈનનું મહત્વ હોય તેવા રોલ જ વધુ કરવા ગમે છે. મને ઝાડ ફરતે ફરીને નાચવામાં કોઈ રસ નથી.

પ્ર – ફિલ્મના નિર્માતા વિષે.
ઉ – ફિલ્મના નિર્માતાઓ હર્ષદ કંડોલિયા, મનીષ પટેલ અને પ્રેમ કંડોલિયા ત્રણેયનો સ્વભાવ બહુ જ સારો છે. તેઓ અભિનયની બાબતમાં કોઈ દખલગીરી નહોતા કરી રહ્યા. મને લાગતું નહોતું કે હું ફિલ્મના નિર્માતા સાથે વાત કરી રહી છું. એક સામાન્ય અને આપણી સાથે રહીને કામ કરવાની જ જેમનામાં ધગશ છે તેવા વ્યક્તિ સાથે વાત કરી રહી હોઉં એવું લાગતું હતું. એમની પહેલી શરૂઆત છે ફિલ્મોમાં તો તે હિસાબે તેમનું આખું યુનિટ પણ બહુ જ સારૂ છે. ખૂબ જ કોઓપરેટીવ છે. મને લાગતું નહોતું કે તેઓ પ્રથમવાર ફિલ્મ બનાવી રહ્યા છે.



n  ગજ્જર નીલેશ