facebook

Wednesday, 25 November 2015

ashish gheshani

આશિષ ઘેશાણી દ્વારા આયોજિત ગુજરાતમાં પ્રથમવાર ‘સ્માર્ટફેસ મોડેલીંગ કોન્ટેસ્ટ’


    ચાર મિત્રો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવીને પહેલો વિચાર એ કરે કે આપણે એક સારી સુઘડ ફિલ્મ બનાવીએ. પરંતુ હું આજે એવા મિત્રોની વાત કરવાનો છું જેઓએ ગુજરાતી ફિલ્મોથી અલગ અને નેશનલ લેવલ પર જઈ શકાય એવો વિચાર કર્યો અને સ્માર્ટફેસ મોડેલીંગ કોન્ટેસ્ટનું આયોજન કરવાનો વિચાર આવ્યો. તે મિત્રો એટલે આશિષ ઘેશાણી, રેહાન શાહ, બળવંત વાલેરા અને દિલીપ તિવારી. જે અન્યો કરતા તેમને જુદા પાડે છે. વિચારીએ કે એક ફિલ્મ બનાવીએ તો તેની પાછળ ફિલ્મ જ્યાં સુધી રીલીઝ થાય ત્યાં સુધી ભરપુર સમય આપવો પડે અને સાથે સાથે તે તમારી ફિલ્મ માટે દરેક શહેરોમાં દોડાદોડી તો કરવી જ પડે. આજના સમયમાં દરેક નિર્માતાએ પોતાના શહેરમાં બેઠા બેઠા જ પોતાની ફિલ્મ રીલીઝ કરવી છે. તો કોઈ મફાભાઈ પણ ફિલ્મ જોવા જતો નથી. આશિષ ઘેશાણી મુજબ આ કોન્ટેસ્ટ પહેલા ગુજરાતમાં અને ત્યારબાદ મુંબઈ તથા દિલ્હી જેવા મહાનગરોમાં યોજાશે. આમ પણ હજી સુધી ગુજરાતમાં આવા કોઈ આયોજનો થયા હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી. દરેક સ્ટેપ જેમકે ફોર્મ માટે શું કરવું તો તેમના એફ્બી પેજ પર કે વોટ્સ એપ ન. પર તમે પોતાના ચાર પાંચ ફોટોગ્રાફ મોકલીને તેમાં નામ નોંધાવી શકો છો. તે ફોટો ત્યાં બેઠેલા જજ જોશે અને નક્કી કરવામાં આવશે કે કોનું સિલેકશન કરવું. ત્યારબાદ નેશનલ લેવલની એક મોડેલ અંકિતા પરમાર સાથે તે ઉમેદવારને ફોટોશૂટનો ચાન્સ આપવામાં આવશે. આ બધી પ્રક્રિયા એકદમ ફ્રીમાં હશે. જેની કોઈપણ જાતની ફી રાખવામાં આવી નથી. જેટલા પણ ઉમેદવાર સિલેક્ટ થયા હશે તેના ફોટો કોન્ટેસ્ટ તરફથી મુંબઈના જેટલા પણ પ્રોડક્શન્સ છે તેને મોકલવામાં આવશે અને ત્યાંથી પણ જો ચાન્સ મળશે તો તેનો યશ સ્માર્ટફેસ કોન્ટેસ્ટને જાય છે.

    આ ઉપરાંત આશિષ ઘેશાણી પોતાની જ એક અર્બન ફિલ્મ ‘લવ હેઝ નો લેન્ગવેજ’ નું મુહુર્ત જાન્યુઆરી મહિનાની ૧ લી તારીખે કરવા જઈ રહ્યા છે જેમાં આ કોન્ટેસ્ટમાં પ્રથમ ત્રણ વિનરને ચાન્સ મળશે. નિર્ણાયકોમાં ગુજરાતી હસ્તી તથા બોલીવૂડમાંથી પણ કોઈ હશે. આ કોન્ટેસ્ટમાં ભારતમાંથી કોઈપણ સામાન્ય વ્યક્તિ પણ ભાગ લઇ શકશે. ખ્યાલ એ રાખવાનો રહેશે કે એમને મોડેલીંગ વિષે થોડી ઘણી માહિતી ખ્યાલ હોય. તેઓ ભલે અગાઉ કોઈ કામ ના કરી શક્યા હોય પણ આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે તમારી કાબેલિયત પુરવાર કરી શકો છો. ભલે મોડેલીંગ વિષે તમને બધો ખ્યાલ ના હોય પરંતુ દસ ટકા માહિતી હોય તે પણ ભાગ લેવા માટે બહુ છે.

    ૨૨ સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં શોનું મુહુર્ત તો થઇ જ ગયું છે. જેમાં ખૂબ જ જાણીતી ગુજરાતની હસ્તીઓ જેઓ અત્યારે રાજકારણમાં સક્રિય છે તેવા નરસિંહ અગ્રવાલ (બીજેપી ઉદ્યોગ સેલ ચેરમેન), હિતેશ સોની (બોટાદ બીજેપી મેમ્બર), કિરણ પ્રજાપતિ (કોંગેસ સમિતિ ઇન્દ્રપુરી વોર્ડ પ્રેસિડેન્ટ), ઉપરાંત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ઘણી નામી હસ્તીઓ તે સમયે હાજર રહી હતી. પ્રથમ દસ સીઝન ગુજરાતમાં થશે અને બીજી દસ સીઝન દિલ્હી ખાતે યોજાય તેવી શક્યતા છે.


    આશિષ ઘેશાણી વિષે વાત કરીએ તો તેઓ આ ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા ચાર વર્ષથી સફળ રીતે સક્રિય કહી શકાય તેમ પોતાનું કામ સંભાળી રહ્યા છે. તેમના નિર્માણ હેઠળ અત્યારે ક્રાઈમ ફોકસ નામની સિરિયલનું શૂટ ચાલુ છે જેને ઇન ડીજીટલ અથવા તો જીટીપીએલ પર બ્રોડકાસ્ટ કરવામાં આવનાર છે. અત્યાર સુધીમાં તે સીરીયલના ૧૨ જેટલા એપિસોડ શૂટ થઇ ગયા છે અને તેના દિગ્દર્શક દશરથ માલી છે. તે પહેલા આશિષ ઘેશાણીએ બાલવીર ફેઈમ દેવ જોશી સાથે એક નેશનલ એડ પણ બનાવી છે. જે ઘણી ચેનલ્સ પર આવી રહી છે. મોડેલીંગ વિષે વધુ જણાવતા નિર્માતા આશિષ ઘેશાણીએ જણાવ્યું કે દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાં મોડેલીંગ માટે યુવક યુવતીઓની પડાપડી થાય છે અને ગુજરાતમાંથી ઘણા એવા યંગસ્ટર્સ ત્યાં જાય છે. જેને અહીં જ આ પ્લેટફોર્મ અમે પૂરું પડીએ એવું અમે વિચાર્યું અને હવે બધાની સામે તે આવવા જઈ રહ્યું છે. અત્યારે જે પ્રકારે ગુજરાતી ફિલ્મો બની રહી છે તેમાં ખરેખર જોઈએ તો જે ટેલેન્ટ છે તે પાછળ રહી જાય છે. અમુક અંશે ભાઈબંધીમાં કે સગપણમાં લોકો કોઈને કોઈ વ્યક્તિને હીરો બનાવી નાખે છે. તે જોતા અમે જે વિનર હશે તેને જ બહુ મોટો ચાન્સ આપવાની યોજના બનાવી છે અને અમને વિશ્વાસ છે કે ગુજરાતના યુવાનો કે યુવતીઓમાં જે ટેલેન્ટ છુપાયેલું છે તે જરા પણ જો બહાર નીકળશે તો અમે અમારો પ્રયાસ સફળ ગણીશું. 


    -- ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment