facebook

Showing posts with label kem re bhulay sajan tari preet. Show all posts
Showing posts with label kem re bhulay sajan tari preet. Show all posts

Thursday, 5 November 2015

prinal oberoy

આ ફિલ્મ નિર્માતાઓની પ્રથમ ફિલ્મ છે એવું લાગ્યું જ નથી : પ્રીનલ ઓબેરોય


    નિર્માતા હર્ષદ કંડોલિયા, મનીષ પટેલ અને રીધમ કંડોલીયાની ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ માં લીડ ભૂમિકામાં આવી રહેલી પ્રીનલ ઓબેરોય ગુજરાતના દર્શકો માટે હવે નવું નામ નથી રહ્યું. આમ પણ ગુજરાતી ફિલ્મોમાં બીનગુજરાતી હિરોઈનોનું વર્ચસ્વ પહેલાથી જ રહ્યું છે. જેમાં પહેલું નામ જાણીતી અભિનેત્રી સ્નેહલતાનું આવે. હા, સ્નેહલતા બીનગુજરાતી અને એક ચુસ્ત મહારાષ્ટ્રીયન અભિનેત્રી હતી અને તેનું ખરૂ નામ પણ સ્નેહલતા નહોતું. આ તો ફક્ત ફિલ્મોમાં તેમનું નામ હતું. એવી ઘણી અભિનેત્રીઓ છે જે ગુજરાતી ફિલ્મોમાં ચમકી અને પ્રખ્યાત બની. રોમાં માણેક, આનંદી ત્રિપાઠી વગેરે. પ્રીનલ ઓબેરોય વિષે વાત કરીએ તો તે ઘણી હિન્દી ટીવી સીરીયલો કરી ચુકી છે અને અત્યારે પણ તે અમુક સીરીયલ્સમાં દેખાય છે. છેલ્લા સાત મહિનાથી પ્રીનલ ઓબેરોય કલર્સ ચેનલ પર અશોકા સીરીયલ કરી રહી છે. જેમાં તેને રેડી થવામાં બે બે કલાકનો સમય નીકળી જાય છે છતાં પણ તે પોતાનું પાત્ર બખૂબી નિભાવી રહી છે. તેને હવે થોડો ચેન્જ જોઈતો હતો કે એક જ ગેટઅપમાં અભિનય કરીને તેઓ હવે કંઇ નવું કરવા માગતી હતી જેથી તેઓએ આ ફિલ્મમાં સારૂ પાત્ર લગતા સ્વીકારી. અભિનય તો તેના અંગે અંગમાં છે અને રાકેશ બારોટ સાથે તેની જોડી દર્શકોએ સ્વીકારી પણ છે. જેમાં પ્રેમનું જાદુ મંતર, પ્રીત સાયબા ના ભૂલાય છે એટલે ફરીવાર આ જ જોડી પોતાનો જાદુ ચલાવવા આ ફિલ્મમાં આવી રહી છે. ફિલ્મમાં તેનું પાત્ર મોટા ઘરની દીકરીનું છે જે ખૂબ જ લાડ પ્રેમથી મોટી થઇ હોય છે. ખોટી વસ્તુ અને ખોટા લોકોથી તે નફરત કરે છે. સત્યનો સાથ આપવામાં મને છે. પ્રીનલ કહે છે, ફિલ્મની સ્ટોરી બહુ જ સરસ લખવામાં આવી છે. ફિલ્મમાં ઘણું મનોરંજન છે અને સસ્પેન્સ પણ છે. જે હજી સુધી કલ્પના પણ ના કરી હોય તેવા વળાંકો આ ફિલ્મમાં આવે છે. તો આમાં મને કંઇક જુદો રોલ ભજવવા મળ્યો તેનાથી મને આનંદ છે. આ પહેલા મારી અગ્નિપરીક્ષા રીલીઝ થઇ જેમાં ઘણું અલગ મારૂ પાત્ર હતું અને હવે કંઇક હટકે કરી રહી છું. ડોનનું પાત્ર ભજવવું બહુ જ મુશ્કેલ હતું જયારે આ પાત્રમાં એક સીધી સાદી યુવતીનું પાત્ર ભજવી રહી છું.

પ્ર – ફિલ્મોમાં અને પરિવાર વચ્ચે સમયનો તાલમેલ કેવી રીતે મેળવો છો?
ઉ – આ બધું જ મારા હસબંડને લીધે પોસીબલ છે. એના સપોર્ટ વગર તો મારા માટે અભિનયનું કામ કરવું શક્ય જ નથી. તેઓ મને ઘણી મદદ કરે છે. ક્યારેક શૂટ પર મોડું થઇ જાય છે તો તેઓ સમજે છે કે કામમાં મોડું થઇ ગયું હશે. પરંતુ બંને એકસાથે ઘર પર હોઈએ ત્યારે ઘર પણ સંભાળીએ અને પોતપોતાનું કામ પણ સારી રીતે સંભાળી શકીએ છીએ.

પ્ર – આગળ શું વિચારેલું છે?
ઉ – આ ફિલ્મ અત્યારે કરી રહી છું. આગળનું હજી વિચાર્યું નથી. હું મારા કામને લઈને બહુ જ ચૂઝી છું. મને રોલ પસંદ આવે તો જ હું તે સ્વીકારું છું. મને જે ફિલ્મમાં હીરોઈનનું મહત્વ હોય તેવા રોલ જ વધુ કરવા ગમે છે. મને ઝાડ ફરતે ફરીને નાચવામાં કોઈ રસ નથી.

પ્ર – ફિલ્મના નિર્માતા વિષે.
ઉ – ફિલ્મના નિર્માતાઓ હર્ષદ કંડોલિયા, મનીષ પટેલ અને પ્રેમ કંડોલિયા ત્રણેયનો સ્વભાવ બહુ જ સારો છે. તેઓ અભિનયની બાબતમાં કોઈ દખલગીરી નહોતા કરી રહ્યા. મને લાગતું નહોતું કે હું ફિલ્મના નિર્માતા સાથે વાત કરી રહી છું. એક સામાન્ય અને આપણી સાથે રહીને કામ કરવાની જ જેમનામાં ધગશ છે તેવા વ્યક્તિ સાથે વાત કરી રહી હોઉં એવું લાગતું હતું. એમની પહેલી શરૂઆત છે ફિલ્મોમાં તો તે હિસાબે તેમનું આખું યુનિટ પણ બહુ જ સારૂ છે. ખૂબ જ કોઓપરેટીવ છે. મને લાગતું નહોતું કે તેઓ પ્રથમવાર ફિલ્મ બનાવી રહ્યા છે.



n  ગજ્જર નીલેશ 

rajdeep barot

ફિલ્મના નિર્માતા મારા ભાઈ છે એટલે આ ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ મારી જ છે : રાજદીપ બારોટ


    ગુજરાતનો લોકલાડીલો ગાયક રાજદીપ બારોટ જેટલો ફિલ્મોમાં નામના ધરાવે છે તેનાથી કંઇ વધુ પ્રખ્યાત ડાયરાકિંગ તરીકે જાણીતું નામ છે. તેઓએ અત્યાર સુધીમાં ઘણા આલ્બમો અને ડાયરાઔથી લોકોને મન મુકીને નચાવ્યા છે. જે લોકો ડાયરામાં જમાવટ કરી જાણતા હોય તેઓ અભિનય પણ સારો કરી શકે તે રાજદીપ બારોટને જોઇને અહેસાસ થાય છે. તેમનું આલ્બમ ‘કોટર પીધું’ તો ખૂબ લોકપ્રિય થયેલું અને હજી પણ તેમના ચાહકો તે ગીત લલકારતા જાય છે. નિર્માતા હર્ષદ કંડોલિયા, મનીષ પટેલ અને રીધમ કંડોલિયાની ‘કંડોલિયા ફિલ્મ્સ’ ના બેનરમાં બની રહેલી ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ માં તેઓ ફરીવાર રૂપ રૂપનો અંબર સમી અભિનેત્રી રીના સોની સાથે પ્રણયના ફાગ ખેલતા નજરે પડશે. ફિલ્મમાં બે ભાઈઓની વાત છે જેમાં રાજદીપ બારોટે ખૂબ સરસ અભિનય આપીને લોકોની વાહ વાહ મેળવી હતી. અગાઉ રાજદીપ બારોટ અને રીના સોનીની જોડી ફિલ્મ ‘પ્રેમ કરે તો ગોરી તું હાચો કરજે’ માં હતી. આ ફિલ્મ રાજદીપની બીજી છે અને આ જોડીની પણ બીજી ફિલ્મ છે. પ્રથમ ફિલ્મમાં આ જોડીને સારો આવકાર મળ્યો જેથી તેમની કેમેસ્ટ્રી પડદા પર સારી જામે છે.

પ્ર – ફિલ્મનું પાત્ર પસંદ કઈ રીતે પડ્યું?
ઉ – મારી પહેલી ફિલ્મ જે હતી તેનાથી બહુ જ હટકે આ પાત્ર છે. પ્રથમ ફિલ્મમાં મને પ્રેમી દર્શાવવામાં આવ્યો હતો. જયારે આ ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ માં હું પ્રેમી છું પણ દિલથી ઘાયલ પ્રેમી છે. જે બેવફાઈનો શિકાર બન્યો છે. ગુજરાતના ગાયક તરીકે હું આ ફિલ્મમાં જોવા મળીશ. જેને પ્રેમ થઇ જાય છે. જેમાં તેને સફળતા નથી મળતી તેથી તેની સીધી અસર તેના મન પર થાય છે અને તેના ગાયકીના સુર પર પણ થાય છે. જે ગાયક પ્રેમના ગીતો ગાતો હતો તે જ હવે દર્દભર્યા ગાયનો સંભળાવતો થઇ જાય છે.
પ્ર – પ્રથમ ફિલ્મ સોલો હીરો હતી જયારે આ ફિલ્મમાં બે હીરો છે. તો તમને વિશ્વાસ છે તે દર્શકોમાં તમારી છાપ છોડી શકશો?
ઉ – હું મારી પ્રથમ ફિલ્મમાં સોલો હતો પરંતુ મને આ ફિલ્મમાં સફળતાના ઘણા અવકાશ દેખાય છે. કારણ કે, ગુજરાતના ટોપ લેવલના બબ્બે સુપર સિંગરો હું અને રાકેશ બારોટ એક સાથે આવી રહ્યા છે. એટલે પબ્લીકને આ ફિલ્મમાં ડાયરાનો ડબલ ડોઝ મળવાનો છે. ચોક્કસ અને સો ટકા આ ફિલ્મને સફળતા મળે તેવું અત્યારથી જ દેખાઈ રહ્યું છે.

પ્ર – તમારા ચાહકો નિરાશ તો નહિ થાય ને?
ઉ – ૧૯ વર્ષથી હું ગાયકીની લાઈનમાં છું અને ઘણા આલ્બમો આપ્યા છે એટલે મારા ચાહકોને હું નિરાશ તો નહિ જ કરું. એક ગાયકની સરખામણી બીજા ગાયક સાથે થાય એમાં ડર ન હોય. વસ્તુ એક જ છે કે અત્યાર સુધી કોઈપણ ફિલ્મમાં બે પ્રતિષ્ઠિત ગાયકો નથી આવ્યા અને ફિલ્મના નિર્માતા હર્ષદ કંડોલિયા મારા મિત્ર છે તેથી મે તેમની આ ફિલ્મમાં અભિનય કરવાની મંજુરી આપી. અત્યાર સુધી ઘણા પ્રોડ્યુસરોએ મને આવી ઓફર આપેલી પણ મે ના કહી દીધેલી છે.  
પ્ર – તમે વાસ્તવિક રીતે પણ સિંગર છો અને પાત્ર પણ તેવું જ મળ્યું. તો ખુશી થાય છે?
ઉ – મારી આગળની ફિલ્મમાં ગાયક તરીકે હું હતો પણ બહુ ખાસ નહિ. આ ફિલ્મમાં મારી એન્ટ્રી જ ગુજરાતના સુપરસ્ટાર સિંગર રાજદીપ બારોટ તરીકે થશે. જે હકીકત છે જ તેવા રોલ તમને મળી જાય તો દિલથી ખૂબ જ ખુશી થાય છે.

પ્ર – રીના સોની સાથે બીજી ફિલ્મ મળી તો હેટ્રિક મારવાની છે?
ઉ – MAરિ પ્રથમ ફિલ્મને પબ્લિકે સારો આવકાર આપેલો. દરેક થીયેટર પર હાઉસફુલ જોવા મળતું હતું. ગૌરી સિનેમામાં એ ફિલ્મની ૧૫૦ રૂપિયા બ્લેક બોલાયેલી. એ સિવાય ગુજરાતના જેટલા પણ સિંગરોની ફિલ્મો આવી છે. એમાં સૌરાષ્ટ્રના કોઈપણ સિંગર સફળ ગયો નથી. ફક્ત એક મારી જ ફિલ્મો સફળતા પામી છે. એટલા માટે મને ખ્યાલ છે કે આ ફિલ્મમાં પણ રીના સોની સાથે દર્શકો મારી જોડી સ્વીકારશે.
પ્ર – ફિલ્મના નિર્માતા દિગ્દર્શક વિષે?
ઉ – ફિલ્મના નિર્માતા હર્ષદ કંડોલિયા મારા ભાઈ જ છે એવું સમજો. એટલે આનાથી વધારે કંઇ શબ્દો જ નથી મારી પાસે અને આ ફિલ્મ મારી જ છે એમ કહીશ તો પણ કંઇ ખોટું નથી. મનીષ પટેલ છે કે પ્રેમ કંડોલિયા છે તે ત્રણેય મારા જીગરજાન મિત્રો છે. હું આ ફિલ્મમાં હીરો તરીકે તો છું જ સાથે સાથે તેમના ભાઈ તરીકે પણ તેમની સાથે છું. અહીં આ યુનિટમાં કામ કરવાની મને બહુ જ મજા આવી. મને કોઈએ ફરિયાદનો એક પણ મોકો નથી આપવા દીધો. ફિલ્મના દિગ્દર્શક રાહુલ વેગડના ગીતો ફિલ્મ રીલીઝ થાય ત્યારથી જ ધૂમ મચાવવાના છે અને એમની દિગ્દર્શન તેઓ જે રીતે કરી રહ્યા છે તે વખાણવાલાયક છે. તેઓ પોતે એક સારા લેખક છે એટલે એમને મનમાં સ્ક્રીપ્ટ હોય એટલે તેઓ કામ સારૂ કરી જાણે છે. વિજય દલવાડી આ ઇન્ડસ્ટ્રીઝમાં ૧૯ – ૨૦ વર્ષથી સક્રિય છે. એની જે શોટ લેવાની સેન્સ છે તે મને ખૂબ જ ગમી. તે કોઈપણ કલાકારને ઉજળો બનાવી જાણે છે.



n  ગજ્જર નીલેશ 

manish patel

એકદમ નમ્ર અને સાલસ સ્વભાવના નિર્માતા મનીષ પટેલનું ફિલ્મ નિર્માણક્ષેત્રે આગમન


    નિર્માતા હર્ષદ કંડોલિયા, રીધમ કંડોલિયા અને મનીષ પટેલ કંડોલિયા ફિલ્મ્સના બેનર હેઠળ એક ફિલ્મનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. ફિલ્મનું નામ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ છે. જેના નિર્માતા મનીષ પટેલની વાત કરીએ તો એકદમ નમ્ર અને સાલસ વ્યક્તિત્વ ધરાવે છે. બહુ શાંતિથી કામ પાર પાડવામાં માને છે. ઉતાવળાપણું કે કોઈ કામ જલ્દી કરી નાખવું તેવું નથી કરતા. બહુ સમજી વિચારીને જ આગળ વધાય તેવો તેમનો જીવનમંત્ર છે.ફિલ્મમાં ગુજરાતના લોકપ્રિય લોકગાયકો અને એ પણ બબ્બે રાજદીપ બારોટ અને રાકેશ બારોટને લેવાનું સાહસ કર્યું છે. એટલે પ્રથમ ફાયદો નિર્માતાઓને એ થશે કે તે બંને ગાયકોના ચાહકો તો ફિલ્મને પ્રેક્ષક રૂપે મળી જ રહેવાના છે. એ ઉપરાંત તેઓએ અત્યાર સુધી સાથે પણ હજી સુધી એક પણ ડાયરો નથી કર્યો. આ ફિલ્મમાં તેઓને બંનેને એક ડાયરામાં રમઝટ મચાવતા પણ જોવા મળવાના છે. ફિલ્મ સામાજિક છે અને સાથે તેમાં લવસ્ટોરી પણ છે અને એ પણ બબ્બે લવસ્ટોરી. ફિલ્મનું જમા પાસું એ છે કે અત્યારે સમાજમાં ફેલાયેલું એક દુષણ એટલે વ્યાજનું વિષચક્ર. જે વ્યક્તિ આ વિષચક્રમાં ફસાય છે તે અંદર ને અંદર ખુપતો જ ચાલ્યો જાય છે. આ દુષણ અત્યારે દરેક ગામ અને મોટા મોટા મહાનગરોમાં પણ ફેલાયેલું છે. તે બાબત પર થોડો પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વ્યાજખોરોની ચુંગાલમાંથી ફસાય ગયા પછી કેવી રીતે મહા મુસીબતે માણસ બહાર આવે તે હદયદ્રાવક કથા છે જેનું સરસ નિરૂપણ આ ફિલ્મમાં કરવામાં આવ્યું છે.

પ્ર – એક જ ક્ષેત્રના બે સિંગર એકસાથે લીધા તો તકલીફ થયેલી?
ઉ – ના, અમને એવી કોઈ તકલીફ નથી પડી જેના લીધે અમારી ફિલ્મ પર અસર થાય. બંનેએ ખૂબ જ સરસ અને એકબીજાને મદદરૂપ થઇ શકે તે રીતે અમારી આખી ફિલ્મનું શુટિંગ પાર પાડ્યું હતું. આ અમારી એવી પ્રથમ ફિલ્મ છે જેમાં અમે બે મોટા ગજાના ગાયકોને સાથે લાવી રહ્યા છીએ. ફિલ્મ દરમિયાન એવા ઘણા પ્રસંગો બન્યા છે જે મને જીવનભર યાદ રહેશે. આ મારી પ્રથમ ફિલ્મ છે છતાં પણ મને એમ નથી લાગ્યું કે હું પહેલીવાર ફિલ્મ બનાવી રહ્યો છું. દરેક નાના મોટા કલાકારો તથા ટેકનીશીયનોએ પૂરેપૂરો સપોર્ટ આપ્યો. દરેક મોટા કલાકારોને જોઇને પહેલા મને એમ થતું હતું કે તેઓ બહુ જાહેરમાં નહિ આવતા હોય. પરંતુ મને એમની સાથે કામ કરીને એવું લાગ્યું કે તેઓ પણ આખરે આપણી જેમ એક વ્યક્તિ જ છે ને. તેઓ હમેશા લોકોની ટચમાં રહેવા માંગતા હોય છે. એકદમ સાલસ સ્વભાવના કલાકારો મને મારી ફિલ્મ માટે મળ્યા જેનાથી મને આનંદ છે. તેઓ પણ ખૂબ જ ખુશ હતા કે એક નવો કન્સેપ્ટ આવી રહ્યો છે જેમાં બે ટોચની હિરોઈનો અને બે ગાયકો સાથે આવી રહ્યા છે.

પ્ર – તમારી પ્રથમ ફિલ્મનો અનુભવ કેવો રહ્યો?
ઉ – ખૂબ સરસ અનુભવ રહ્યો. આનો સંપૂર્ણ શ્રેય હું મારા મિત્ર અને મારા પાર્ટનર હર્ષદ કંડોલિયાને આપું છું. મને નાનપણથી ફિલ્મો પ્રત્યે લગાવ હતો પણ મને એવું કોઈ પ્લેટફોર્મ કે એવું કોઈ માધ્યમ મને નહોતું મળ્યું કે જેના દ્વારા હું આ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશી શકું. હર્ષદ કંડોલિયા મારા બાળપણના મિત્ર હૂવાથી જુનો પરિચય અને મારો ફિલ્મો જોવાનો શોખ એમને ખબર હતો. તેમણે મારી સામે પ્રસ્તાવ મુક્યો કે આપણે પણ એક સારી અને સામાજિક ફિલ્મ બનાવીએ. મને પણ એમની વાતમાં રસ પડ્યો, સ્ક્રીપ્ટ વાંચી અને આગળ વધ્યા.
પ્ર – યુનિટમાં કેવું વાતાવરણ રાખવાનો પ્રયાસ કર્યો?
ઉ – અમે દરેક કલાકારને સારી સુવિધાઓ આપી જેનાથી તેઓ શુટિંગ પૂર્ણ કરીને જયારે પાછા ફરે ત્યારે એકદમ તરોતાજા ફ્રેશ થઇ શકે અને દરેક માટે કોઈ ખામી ના આવે. જે પણ વસ્તુની જરૂર પડે તે હાજર કરી આપવી. યુનિટમાં નોનવેજ કે દારૂ જેવા નશીલા પદાર્થો લાવવાની સખત મનાઈ કરી દેવામાં આવી હતી.

પ્ર – ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વિષે.
ઉ – ગુજરાતી ફિલ્મો અત્યારે મધ્યમ વર્ગના લોકો જ માણે છે. ખરૂ જોતા આપણી પોતાની માતૃભાષાની ફિલ્મો માટે દરેક વર્ગના લોકોએ એટલે કે મધ્યમ અને જે ભણેલા ઉચ્ચ વર્ગના અને આગળ પડતા છે તેમણે પણ માણવી જોઈએ. અત્યારે જે દર્શક છે તે મધ્યમ વર્ગ જ છે. તેને આગળ લાવવા માટે દરેક નાગરિકે ફિલ્મ જોવી જોઈએ. ગુજરાતી ફિલ્મોમાં આપણી સંસ્કૃતિ દેખાય છે. તેને વળગી રહેવા માટે જ નિર્માતાઓ ફિલ્મો બનાવે છે. તેને સાથ આપશો તો તે કંઇક નવું કરવા પ્રેરાશે.
પ્ર – ફિલ્મના દિગ્દર્શક ?
ઉ – ફિલ્મના દિગ્દર્શકો રાહુલ વેગડ અને વિજય દલવાડી પાસેથી અમને બહુ જ સારૂ કામ મળ્યું છે. રાહુલ વેગડે ફિલ્મના સોન્ગ્સ પણ લખ્યા છે. જે કાનને ગમે તેવા બન્યા છે. વિજય દલવાડી તરફથી ખૂબ સહકાર મળ્યો. તેમનું દિગ્દર્શન કરવાની પધ્ધતિ બહુ જ સારી હતી. તેઓ બધા કલાકારોને સમજાવટથી કામ લેતા હતા.


n  ગજ્જર નીલેશ 

vijay dalwadi

ફિલ્મ એ દિગ્દર્શક તેને એક પોતાના સંતાનની જેમ માવજતથી ઉછેરતો હોય છે - વિજય દલવાડી


    સૌથી પહેલા સિને મેજિક ટીમને તથા તેના ઓનરને ધન્યવાદ આપું છું કે, આવી ભયંકર મંદીની વચ્ચે પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપીને જીવંત રાખી રહ્યા છે તે બદલ લાખ લાખ ધન્યવાદ સાથે સાથે એવા કાબેલ નિર્માતાઓ કે જેને બિલકુલ રેવન્યુ ના મળતું હોવા છતાં ને ટેકનીશ્યનોને જીવંત રાખવા તેમની રોજીરોટી મળે રહે અને તેમનું ઘર ચાલે તેવા નિર્માતાઓને સલામ કે, સખત મંદીના માહોલમાં પણ તેમનું નિર્માણ ચાલુ રાખે છે તેવા નિર્માતાઓને દંડવત પ્રણામ કરવાનું દિલથી મન થાય છે. સાથે સાથે ગુજરાત સરકાર તાત્કાલિક એવી કોઈ પ્રોત્સાહિત સ્કીમ અમલમાં લાવે જેથી લાખો લોકો કે જે ફક્ત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સિવાય બીજો કોઈ ધંધો કામકાજ નથી કરતા તેવા લોકોનું ઘર ચાલે.
    આ શબ્દરૂપી જુવાળ કાઢી રહેલા દિગ્દર્શક વિજય દલવાડી છે. જેઓએ હમણાં જ નિર્માતા હર્ષદ કંડોલિયાની ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ નું જબરદસ્ત દિગ્દર્શન કર્યું. તેઓ ફિલ્મ દરમિયાનના અનુભવો જણાવતા કહે છે કે, ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ ના નિર્માણ દરમિયાન તેમને મળવાનું થયેલું ત્યારે અમારા સવાલોના દિગ્દર્શક વિજય દલવાડીએ સાચા અને કડક શબ્દોમાં ઉત્તર આપેલા. તેમણે કહેલું, આ ફિલ્મ વિષે કંઇક કહેવાનું થાય છે તો એટલું જ કે અમો કોઈ હટકે કરી રહ્યા છીએ એવું કશું જ નથી. પરંતુ આજ કાલ ડ્રામા – લોકડાયરા વગેરે વગેરે ફરીથી પોપ્યુલર થવા લાગ્યા છે. લાખો લોકો લોકડાયરા સાંભળવા આવે છે. લોકો પોતપોતાના ઘેરથી હોંશે હોંશે મનોરંજન મેળવે છે. તેવું જ મનોરંજન આ ફિલ્મમાં જોવા મળશે. ડાયરો, પ્રેમ, ઈમોશન, થ્રીલર જે ફિલ્મમાં હોય જ છે. જે અમોએ શક્ય છે તેટલું ગુજરાતી સંસ્કૃતિને લઈને કર્યું છે અને રહી વાત સફળતાની કે અમો સફળ થશું. આ ફિલ્મ ધાંસુ છે. હકીકતે સક્સેસની કોઈ ફોર્મ્યુલા જ નથી બની. નહિ તો કોઈ ફ્લોપ ફિલ્મ શાને બનાવે. ફિલ્મ એ દિગ્દર્શક તેને એક પોતાના સંતાનની જેમ માવજતથી ઉછેરતો હોય છે. પરંતુ જ્યાં સુધી ગલીવાળા, મહોલ્લાવાળા એમ ન કે ભાઈ તમારા સંતાન દેશનું નામ રોશન કરશે તેમ દર્શકો જો કહે કે ભાઈ આ ફિલ્મમાં મજા પડી ગઈ તો સમજવું કે આપણું નિર્માણ માવજત બરાબર થયું છે તેવું માનવું.
    ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ ના પ્રોડ્યુસર વિષે કહેતા ખૂબ જ માસૂમ પ્રેમભાવ. ક્યારેય ગુસ્સા જેવી ચીઝ નહિ. ગમે તેટલું નુકસાન, વેડફાટ સમજી – વિચારીને જોઈ – જાણીને તેમના તરફ કોઈ પણ પ્રકારની વાત તે બહુ જ સુઝબુઝથી ઉકેલી શકવાની ક્ષમતા તેમનામાં છે. નો એક્સાઈટમેન્ટ અને રહી આ ફિલ્મના કલાકારોની વાત તો બધા જ કલાકાર કો-ઓપરેટીવ પેશનથી કામ કરવાવાળા. લગનથી તેમની સુઝબુઝથી ફિલ્મની વાર્તા પ્રમાણે કામ કર્યું છે.

પ્ર – ફિલ્મ દરમિયાન એવી કોઈ ઘટના જે કલાકોરને નદી હોય?
ઉ – હા, એક વખત અમો ફાઈટ કરી રહ્યા હતા ત્યારે ફાઈટર એસોસીએશનના મેમ્બર આવ્યા અને અમારી ફાઈટને રોકી દીધી. અમે કહ્યું કે, સાહેબ શા કારણે એક્શન રોકી? તો તેમણે કહ્યુ કે, તમારા ફાઈટ માસ્ટરે અમારા એસોસીએશનમાં કાર્ડ હોલ્ડરને રકમ ભરવાની હોય છે. કાર્ડ વગરના ફાઈટરોથી એવું બધું અમોને ખબર ના જ હોય. આ બધા ફૂલ-રેગ્યુલેશન માસ્ટરજીને ફોલો કરવાનું હોય છે. એટલે મે તેમને વિનંતી કરી કે, અમારૂ એક કલાકનું કામ છે જે થવા દો. પરંતુ એસોસીએશનના મેમ્બરે આ કામ રોક્યું. કોઈ વિનંતી તેણે ન સંભાળી. મે કહ્યું કે, તમારા નિયમ પ્રમાણે ગેરકાયદેસર હશે પરંતુ તમારે એક્શન જ લેવાની હતી તો તે એક કલાક પછી યે એક્શન લઇ શકતા હતા. પરંતુ તેમ ન કર્યું ને ફાઈટ માસ્ટરની ફાઈટ રોકી. અમારા કલાકારની તારીખ પૂરી થતી હતી. તે પણ જતી રહી અને અમારા નિર્માતાને બહુ જ નુકસાન થયું. જે અમારા નિર્માતા અમારા એસોસીએશનમાં રજૂઆત કરશે કે અમારા નુકસાનનું શું? આવી નાની નાની બાબતથી નિર્માતાને થતું નુકસાન અને એ ય પણ જયારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ મુસીબતના સમયમાંથી પસાર થઇ રહી છે ત્યારે જ.
    ગુજરાત સરકાર એવી સ્કીમ લાવે કે લોકેશનની પરમીશન, તેનું ચાર્જ અને રજામંદી તુરંત આપે તેવી તજવીજ થાય તો ગુજરાતી ફિલ્મના નિર્માણમાં લગતી કોઈપણ પ્રકારની રૂકાવટ વગર પતે તેવી આશા રાખીએ છીએ.  



n  ગજ્જર નીલેશ 

Thursday, 29 October 2015

harshad kandoliya

હર્ષદ કંડોલિયા નિર્મિત ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ ની કથા મુહુર્ત સમયે દરેક કલાકારે વખાણી



    તા. ૪ એપ્રિલના રોજ ગુજરાતી મલ્ટી સ્ટારર ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ નું શુભ મુહુર્ત યોજાઈ ગયું. હર્ષદ કંડોલિયા, મનીષ પટેલ અને રીધમ કંડોલિયા ત્રણેય નિર્માતાઓ કંડોલિયા ફિલ્મ્સના બેનર હેઠળ એક રોમેન્ટિક લવસ્ટોરી પર આધારિત વિષય પસંદ કરી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. મુહુર્ત પહેલા ફિલ્મ માટે ફ્લોર પર તડામાર તૈયારીઓ થઇ રહી હતી. એક તરફ સવારના ૫ વાગ્યાથી યુનિટના દરેક સભ્યો એટલા ઉત્સાહિત હતા કે ગુજરાતી ફિલ્મોના દર્શકોને એક નવી જ વાર્તા સાથે કંઇક નવું નજરાણું પીરસીએ. તો બીજી તરફ રાજપીપળાના કાલાઘોડા ખાતે સેટ લગાવવાની તૈયારીઓ પુરજોશમાં ચાલુ હતી. સવારે ૭ વાગ્યે સૌ સેટ પર હાજર હતા. મુહુર્ત સમય થતા ફિલ્મના નિર્માતા મનીષ પટેલે શ્રીફળ વિધિ કરી તથા કેમેરાની સ્વીચ ઓન કરી શુભ શરૂઆત કરી. જૈમીની ત્રિવેદી અને યામિની જોશી પર પ્રથમ શોટ લેવામાં આવ્યો. સેટ પર હાજર ફિલ્મના તમામ કલાકારો અને આમંત્રિત મહેમાનોએ ફિલ્મના નિર્માતાઓને તેમની બીગ બજેટ ફિલ્મ માટે શુભેચ્છા પાઠવી.
    ત્યારબાદ સૌને નિર્માતા તરફથી મીઠું મોં કરાવીને ફિલ્મના બીજા સીન્સનું શુટિંગ શરૂ કરવામાં આવ્યું. સેટનું લાઈવ ચિત્રણ કરવામાં આવે તો ફિલ્મના દિગ્દર્શક રાહુલ વેગડ અને વિજય દલવાડી બીજા સીન માટે ફિલ્મના હીરો રાજદીપ બારોટ અને ફિલ્મની હિરોઈન રીના સોનીને સીન સમજાવી રહ્યા હતા. જે સીનમાં રાજદીપ બારોટે બાઈક પર સીન ભજવવાનો હતો. સેટ પર બાઈક હાજર કરવામાં આવ્યું. તેના પર રાજદીપ બારોટે પરફેક્ટ સીન ભજવ્યો. ચીફ આસી. ડિરેક્ટર વિનોદ મેવાડા તરફથી ફિલ્મના દરેક દ્રશ્યો જોરદાર બની રહ્યા. તેઓ પોતાના કામને જ વધુ મહત્વ આપે છે. જૈમીની ત્રિવેદી સ્ક્રીપ્ટ વાંચી રહ્યા હતા. તેઓના અમુક સીન્સ પત્યા પછી તેઓએ સંવાદોના ખૂબ જ વખાણ કરેલા અને કહેલું કે, આવા સંવાદો મે મારી આજ સુધીની એક પણ ફિલ્મમાં નથી બોલ્યા. ખૂબ જ સરસ સંવાદો લખાયા છે. ઉનાળાના ધોમધખતા તાપમાં પણ ફિલ્મના કલાકારો અભિનય આપી રહ્યા હતા. એ.સી. થીયેટરમાં બેઠા બેઠા ફિલ્મ જોતા પ્રેક્ષકોને એ વાતનો ખ્યાલ પણ નથી હોતો કે કલાકારો ધોમધખતો તાપ હોય, ઠંડી હોય કે વરસાદમાં પલળીને પણ સેટ પર હાજર થઇ જતા હોય છે. જે ફક્ત ગુજરાતી ફિલ્મોના પ્રેક્ષકોના મનોરંજન માટે જ.


    પ્રોડક્શન મેનેજર પરેશ વ્યાસ અને તેમની ટીમનું કામ ખૂબ જ વખાણવાલાયક રહ્યું. સવારે વહેલા ચાર – પાંચ વાગ્યે જાગીને ફિલ્મના દૂરના લોકેશન પર જરૂરી વ્યવસ્થા થઇ જતી હતી. ફિલ્મના પૂરા યુનીટને અત્યારે એક સપ્તાહ કરતા પણ વધુ સમય થઇ ગયો છતાં પણ દરેક મેમ્બર પોતપોતાનું કામ બખૂબી નિભાવે છે. હાલ રાજપીપળાના નયનરમ્ય લોકેશનો પર બે કેમેરા યુનિટ સાથે અલગ અલગ જગ્યાઓ પર ફિલ્મનું શૂટ ચાલુ છે.
    ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ ફિલ્મમાં બબ્બે ડાયરાના કિંગ રાજદીપ બારોટ અને રાકેશ બારોટને લઈને નિર્માતાએ તેમની ફિલ્મને અત્યારથી જ નંબર વન બનાવી દીધી છે સાથે જ બિનગુજરાતી હિરોઈન અને અત્યારે ગુજરાતી ફિલ્મોમાં સર્વોચ્ચ શિખર પર બિરાજમાન પ્રીનલ ઓબેરોય છે સાથે સાથે પોતાનો એક અલગ જ ચાહક વર્ગ ધરાવતી અને ખૂબસૂરત રીના સોની છે. ફિલ્મના અન્ય કલાકારોમાં જૈમીની ત્રિવેદી, યામિની જોશી, જીતુ પંડ્યા, રોહિત મહેતા, ક્રિષ્ના ઝાલા, રાજેશ ઝવેરી, પરેશ વ્યાસ, મિતલ પટેલ, આરતી ઠક્કર, ખ્યાતી વાઘેલા વગેરે છે. આ ઉપરાંત દર ત્રીજી ફિલ્મે જોવા મળતા ખલનાયક ફિરોઝ ઈરાની અને ભાવનગરનો નવો ચેહરો પ્રેમ કંડોલિયા વિલનની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની કથા ભાવનગરના જ યુવાન રાહુલ વેગડે લખી છે. જેને ફિલ્મના કલાકારોએ પણ વખાણી છે. પટકથા – સંવાદો પણ તેમના જ છે. ફિલ્મનું કર્ણપ્રિય સંગીત આપ્યું છે ગુજરાતની બેલડી મનોજ વિમલે. રાજપીપળાના રમણીય લોકેશનો જેમકે, નદી કિનારો, પ્રમોદવિલા પેલેસ, ગાર્ડન વગેરેને કેમેરે કંડારશે અનુ પટેલ અને રાજુ જામ. ડાન્સ માસ્ટર જુના અને જાણીતા જેમનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આદરથી નામ લેવાય છે તે માધવ કિશન અને મહેશ બલરાજ. સ્ટીલ ફોટોગ્રાફી નટવરસિંહ ગોહિલ કરી રહ્યા છે. ફિલ્મનું શુટિંગ હાલ પુરજોશમાં રાજપીપળા ખાતે ચાલુ છે.



n  ગજ્જર નીલેશ 

Sunday, 25 October 2015

kem re bhulay sajan tari preet

બીગ બજેટ મલ્ટી સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ નું સોંગ રેકોર્ડીંગ થયું 


    વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત ગુજરાતી ફિલ્મોના જાણીતા પી.આર.ઔ. અને સીને રિપોર્ટર હર્ષદ કંડોલિયા હવે ટૂંક સમયમાં એક મલ્ટી સ્ટારર ફિલ્મનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે વર્ષોથી પોતાની કલમનો જાદુ ચલાવી રહેલા હર્ષદ કંડોલિયાને ઘણા સમયથી એક ફિલ્મ બનાવવાનો વિચાર હતો પણ તેઓ સારી સ્ક્રિપ્ટની શોધમાં હતા. સારી સ્ક્રીપ્ટ તેમને મળતા તેઓએ તુરંત સ્ક્રીપ્ટ પર કામ શરૂ કરી દીધું. ફિલ્મનું ટાઈટલ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ છે અને ટૂંક સમય પહેલા જ ફિલ્મના ગીતોનું રેકોર્ડીંગ સંગીતકાર મનોજ વિમલે યશ સ્ટુડીઓ ખાતે કર્યું. જેમાં ઉપસ્થિત મહેમાનોમાં હર્ષદ કંડોલિયા, મનીશ પટેલ, રાહુલ વેગડ વગેરે ફિલ્મ સાથે સંકળાયેલા લોકો હાજર રહ્યા હતા. ગીતો વિષે હર્ષદ કંડોલિયાએ જણાવ્યું કે ફિલ્મ જે રીતે આગળ વધે તે રીતે તેમાં ગીતો પણ મહત્વનો ભાગ ભજવે છે. એકથી એક ચડીયાતા સુમધુર અને કર્ણપ્રિય ગીતોની સાથે પ્રેમ અને વિરહના ગીતોનો રસથાળ છે. આ ગીતો ગુજરાતના યુવા હૈયાઓને ઘેલું લગાડશે. હવે જયારે ગુજરાતી ફિલ્મોનો ઉદય નક્કી જ છે ત્યારે આપણે પણ ગર્વ લેવા જેવી બાબત છે કે એક પત્રકાર જે આખી દુનિયાને એક નજરે જોવે છે અને હર્ષદ કંડોલિયાએ દુનિયાને જે રીતે જોઈ છે તેનો આખો ચિતાર ફિલ્મમાં વર્ણવવાનો સફળ પયત્ન કરશે.

    કંડોલિયા ફિલ્મ્સના બેનરમાં બની રહેલી ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ ના નિર્માતા હર્ષદ કંડોલિયા, પ્રેમ કંડોલિયા અને મનીષ પટેલ છે. ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ ના દિગ્દર્શક, લેખક અને ગીતકારની ત્રેવડી ભૂમિકા રાહુલ વેગડ નિભાવી રહ્યા છે. જેને તમે આ પહેલા દર્શકોએ જેના ગીતો પર તાળીઓનો વરસાદ વરસાવેલો તે ફિલ્મ ‘રસિયા તારી રાધા રોકાણી રણમાં’ ફિલ્મના ગીતો પણ તેમણે જ લખેલા. આ ફિલ્મના ગીતોને ચાર ચાંદ લગાવનાર ગુજરાતના ખ્યાતનામ ગાયક રાજદીપ બારોટ, રાકેશ બારોટ, દિપાલી સોમૈયા, વનિતા બારોટ, તેજલ ઠાકોર, કવિતા દાસ, કાળું ચૌહાણે પોતાના સુમધુર કઠથી સજાવ્યા છે. સંવાદ પરેશ વ્યાસના છે. ફિલ્મના કલાકારોમાં રાજદીપ બારોટ, રાકેશ બારોટ, રીના સોની, જીતું પંડ્યા, રોહિત મહેતા, પરેશ વ્યાસ, યામિની જોશી, દેવેન્દ્ર પંડિત વગેરે અભિનયના ઓજસ પાથરશે. ફાઈટ માસ્ટર ઇલીયાસ શેખ છે. આ ઉપરાંત આ ફિલ્મથી યુવા ખલનાયક પ્રેમ કંડોલિયા ફિલ્મ ક્ષેત્રે ધમાકેદાર એન્ટ્રી મારી રહ્યા છે.
    વધુમાં ફિલ્મના નિર્માતા હર્ષદ કંડોલિયાએ જણાવ્યું કે ગુજરાતી સિનેમા અત્યારે જે કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે જેવી કે સિનેમાહોલની સમસ્યા, ફિલ્મના રીલીઝની સમસ્યા વગેરે તો તેને જોઇને એક સારો પ્રયાસ છે કે તેઓ ગુજરાતી દર્શકોને કંઇક સારૂ આપે અને આવી રીતે જો સતત ફિલ્મો બનતી રહેશે તો સરકાર પણ સાથ આપશે તે વાત ચોક્કસ છે. હાલની જનરેશનને શું ગમે છે તેનું સચોટ અવલોકન કરી તેઓએ ફિલ્મની સ્ક્રીપ્ટ પર હાથ અજમાવ્યો. ઉત્તર ગુજરાતના લોકોને શું પસંદ છે, સૌરાષ્ટ્રના લોકોનો ટેસ્ટ ફિલ્મો બાબતે કેવો છે તે તમામ બાબતો તેઓએ ખાસ નોંધી હતી. પૂર્વ તૈયારી પછી જે કામ તમે કરો તેમાં ચોક્કસ સ્સાફલતા મળે છે તેવું તેમનું માનવું છે બાકી પ્રેક્ષકોના હાથમાં છે કે કોને આસમાન પર બેસાડે છે. ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ માં સ્ટીલ ફોટોગ્રાફી કેતન જોશી અને નટવરસિંહ ગોહિલની છે તથા પીઆરઔ યુવા પત્રકાર ગજ્જર નીલેશ છે.

n  ગજ્જર નીલેશ 

Friday, 25 September 2015

vinod mewada

થીયેટરની લાંબી લાઈનોમાં ઉભા રહીને ફિલ્મ જોવી તેમનો શોખ હતો - વિનોદ મેવાડા


    જેમ અમુક લોકોને લક્ષ્મી વરેલી હોય છે તેમ જે નસીબદાર લોકો હોય છે તેને પોતાનું ભાગ્ય વરેલું હોય છે. પોતાની પાસે અખૂટ લક્ષ્મી હોવા છતાં તે ભાગ્ય નથી કમાય શકતો પરંતુ જો તમારી પાસે ભાગ્ય હશે તો તમે ગમે ત્યાંથી લક્ષ્મી મેળવી શકશો. આ વાત લાગુ પડે છે ગુજરાતી ફિલ્મોમાં બહુ થોડા સમયમાં વધુ પ્રમાણમાં નામ કમાનાર આસી. દિગ્દર્શક વિનોદ મેવાડાને. કચ્છના રાપર તાલુકાના કીડીયાનગર ગામના સાવ મધ્યમ વર્ગ પરિવારમાંથી આવતા વિનોદ મેવાડાને ફિલ્મો જોવાનો ગાંડો શોખ હતો. ધોરણ ૮ સુધી ભણેલા વિનોદને સ્કુલમાંથી ગાપચી મારીને ફિલ્મો જોઈજોઈને મોટા થયા. મિત્રો સાથે હરવું ફરવું અને મોજ કરવી સાથે સાથે થીયેટરની લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહીને ફિલ્મ તો જોઈ જ નાખવાની. થોડા સમયમાં જ વચ્ચે અભ્યાસ છોડવો પડ્યો અને કામની તલાશમાં વિનોદ મેવાડાએ મુંબઈની ટ્રેન પકડી. જ્યાં આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં થોડો સમય નોકરી કરી ત્યાં સુધીમાં ઘણા એવા મિત્રો બનાવ્યા જે ફિલ્મ લાઈન સાથે સંકળાયેલા હોય. છેલ્લે જીવ તો એક કલાકારનો હતો ને. તેમની સાથે વિનોદ હિન્દી ફિલ્મોના કે અન્ય કોઈ શુટિંગ જોવા જતા હતા. જેમાં રસ તો પહેલેથી જ હતો અને મનમાં એક દ્રઢ નિશ્ચય કરી લીધેલો કે જો કારકિર્દી બનાવવી તો ફિલ્મોમાં જ. બીજા કશા ધંધામાં આમ પણ મન નહોતું લાગતું. ખરી મુસીબત એ હતી કે વિનોદ મેવાડા કોઈ પાસે કામ માંગે પણ કેવી રીતે? આવી રીતે અનુભવ વગર કામ માંગે તો પણ શું કરી શકે? શરૂઆતમાં કેમેરામેન હિતેશ બેલદાર સાથે પરિચય વધ્યો અને એમના આસી. તરીકે કામની શરૂઆત થઇ અને મજાની વાત એ છે કે તે ફિલ્મ એટલે ‘પરદેશી મને ભોળવી ગ્યો’ જેનું શુટિંગ ભાવનગર નજીક ચાલતું હતું. દુખની વાત એ છે કે વિનોદ મેવાડાની આ ફિલ્મ વચ્ચેથી જ અટકી પડી અને હવે એના કોઈ સમાચાર મળતા નથી. હજી વધુ કંઇક કરવાની આશામાં વિનોદે હીરાલાલ ખત્રી સાથે આસી. ડીરેક્ટર તરીકે જીંદગી લખી મેં તો પિયુ તારે નામ’ જેમાં પણ પહેલા જેવા જ હાલ થયા. કામ જોઇને સુભાષ જે. શાહ જેવા મોટા ગજાના દિગ્દર્શક સાથે કામ કરવાનો મોકો મળ્યો. પરેશ પટેલ નારોલના પ્રોડક્શનની ફિલ્મ ‘પ્રીત સાયબા ના ભૂલાય’ કરી. જેમાં નરેશ કનોડિયા, રાકેશ બારોટ, પ્રીનલ ઓબેરોય, ફિરોઝ ઈરાની વગેરે સાથે કામ કર્યું. જે ફિલ્મે ખાસ્સી ધૂમ મચાવી હતી. જેમ જેમ કામ મળતું જાય એમ એમ તમારી ઈચ્છાઓ પણ વધતી જાય છે. એમ જ વિનોદ મેવાડાને હવે આત્મારામ ઠાકોર સાથે કામ કરવાની ઈચ્છા હતી. આત્મારામ ઠાકોરની ફિલ્મ ‘પ્રેમી ઝૂક્યા નથી ને ઝુકશે નહિ’ ના શુટિંગ સમયથી વિનોદ મેવાડા તેમના પરિચયમાં હતો. પછી જયારે આત્મારામ ઠાકોરે સુપરહિટ ફિલ્મ ‘માબાપના આશીર્વાદ’ ફિલ્મના શુટિંગની શરૂઆત કરી ત્યારે તેમને વિનોદ યાદ આવ્યો અને ફોન કરીને બોલાવી લીધો. જે વિનોદ મેવાડા માટે એક સરપ્રાઈઝ સમાન હતી. રોહિત રાજ સાથે ‘પ્રતિશોધ’ કરી જેના ૭૦ ટકા શુટિંગ પત્યા બાદ તેમાં સાથે નિર્માતા શૈલેશ શાહ જોડાયા હતા. હમણાં જ નિર્માતા દિગ્દર્શક જશવંત ગાંગાણી સાથે હિન્દી ફિલ્મ ‘બેઝુબન ઈશ્ક’ કરી. જેમાં સ્નેહા ઉલ્લાલ, મુગ્ધા ગોડસે અને નવો ચેહરો નિશાંત મલકાણી, ફરીદા જલાલ, સચિન ખેડેકર, સ્મિતા જયકર, મુની ઝા, દર્શન જરીવાલા વગેરે તમામ મોટા કલાકારો સાથે કામ કર્યું જેના માટે તે ખુશી અનુભવે છે અને કહે છે કે બોલીવૂડમાં પગદંડો તો જમાવી દીધો. જેના માટે તે જશવંત ગાંગાણીણો ખૂબ ખૂબ આભાર મને છે કે તેમને કામ કરવાની તેમાં તક આપી.

    એક સારો પ્રસંગ યાદ કરતા વિનોદ મેવાડા જણાવે છે કે મને જયારે ઇન્ડસ્ટ્રીઝના ખૂબ જ સારા અનુભવી વ્યક્તિનો પરિચય થયો વિજય દલવાડી. જેમની સાથે મેં સંજય મૌર્ય, કિરણ આચાર્ય અને રીના સોનીના અભિનયમાં આસી. દિગ્દર્શક તરીકે ‘કેસર કેશવ ને કંકુ’ ફિલ્મ કરી. જે ફિલ્મ હજી અમુક કારણોસર રજૂ નથી થઇ શકી. જેના શુટિંગ દરમિયાન મને એક ગ્રેટ રિપોર્ટર કહી શકાય એવા અને મને સારા એવા મિત્ર મળ્યા હર્ષદ કંડોલિયા. જેમણે તે સમયે મારો ફર્સ્ટ રીવ્યુ પણ છાપ્યો હતો. તે સમયે તેમણે મને કહેલું કે હું જયારે ફિલ્મ નિર્માણ કરીશ ત્યારે તમારે જ આસી. દિગ્દર્શન કરવાનું છે અને હમણાં જ મેં તેમની ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ આસી. દિગ્દર્શક તરીકે કરી. જેમાં સારા રાઈટર કહી શકાય એવા રાહુલ વેગડ અને વિજય દલવાડીએ દિગ્દર્શનની જવાબદારી નિભાવી છે અને નિર્માતા હર્ષદ કંડોલિયા, મનીષ પટેલ અને રીધમ કંડોલિયા હતા. નિર્માતાઓ વિષે કહું તો જયારે અમારી પૂરી ટીમ શુટિંગ કરતી હતી તે દરમિયાન અમુક પ્રોબ્લેમ દરેક ફિલ્મોમાં ક્રિએટ થતા હોય છે એમ અહીં પણ એવું બનેલું. પરંતુ દરેક નિર્માતાઓના ચહેરાઓ પર હંમેશા રોનક જ રહેતી હતી. ખુશખુશાલ જ રહેતા હતા જેથી અમને એમની પાસેથી એ શીખવા મળ્યું કે ભલે મુસીબત ગમે તેટલી મોટી હોય પણ તમે તેનો સામનો કરો તો તેને પાછી વાળી શકો છો. મનીષ પટેલ વિષે કહું તો તેઓએ આ ઇન્ડસ્ટ્રીઝમાં પગ મુક્યો છે એટલે બહુ સરસ રીતે તેઓ બધાને મળતા હતા. સ્વાભાવિક છે કે તમારી શરૂઆત હોય ત્યારે ખૂબ મજા આવે. એવું મેં તેમનામાં જોયું. ખૂબ જ સમજુ વ્યક્તિ છે. બીજા એક ગુડ પર્સન એટલે પ્રેમ કંડોલિયા જેમણે ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ માં અભિનય દ્વારા પડદા પર એન્ટ્રી મારી છે. જેમની સાથે કામ કરવાની મજા આવતી હતી. જેઓ એક સારા પ્રેસ રિપોર્ટર પણ છે. ત્રણેય નિર્માતાઓને પોતાના યુનિટ પર સારો એવો પ્રેમ છે. વધુમાં આ સાથે સાથે થોડા સમય પહેલા જ કચ્છની બાજુના પ્રદેશ જે વાગડ તરીકે ઓળખાય છે ત્યાં મનમોહક અને રમણીય લોકેશન્સ પર વિનોદ મેવાડા દિગ્દર્શિત આલ્બમ ‘વાગડ મને વાલો લાગે’ નું શૂટ કરવામાં આવ્યું. તેમાં જે લોકેશન્સ લેવામાં આવ્યા છે તેવા હજી સુધી કોઈ ગુજરાતી વિડીઓ આલ્બમમાં લેવામાં આવ્યા નથી. જેમાં ઉમેશ બારોટ અને કિરણ પ્રજાપતિના મીઠડા સ્વર સાંભળવા મળશે. અભિનયમાં ઉમેશ બારોટ, આયુષ જાડેજા, રૂબીના બેલીમ, ક્રિશ્ના ઝાલા, મોહન મેવાડા વગેરે છે. નિર્માતાઓ જયસુખ વી. કરણીયા, હિતેશ ટી. ખાંભલ્યા અને નવીન કે. મેવાડા જેઓએ આટલું અતિ ખર્ચાળ આલ્બમ લઈને આવી રહ્યા છે જે હજી સુધી બન્યું નથી.      



n  ગજ્જર નીલેશ