facebook

Thursday, 5 November 2015

prinal oberoy

આ ફિલ્મ નિર્માતાઓની પ્રથમ ફિલ્મ છે એવું લાગ્યું જ નથી : પ્રીનલ ઓબેરોય


    નિર્માતા હર્ષદ કંડોલિયા, મનીષ પટેલ અને રીધમ કંડોલીયાની ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ માં લીડ ભૂમિકામાં આવી રહેલી પ્રીનલ ઓબેરોય ગુજરાતના દર્શકો માટે હવે નવું નામ નથી રહ્યું. આમ પણ ગુજરાતી ફિલ્મોમાં બીનગુજરાતી હિરોઈનોનું વર્ચસ્વ પહેલાથી જ રહ્યું છે. જેમાં પહેલું નામ જાણીતી અભિનેત્રી સ્નેહલતાનું આવે. હા, સ્નેહલતા બીનગુજરાતી અને એક ચુસ્ત મહારાષ્ટ્રીયન અભિનેત્રી હતી અને તેનું ખરૂ નામ પણ સ્નેહલતા નહોતું. આ તો ફક્ત ફિલ્મોમાં તેમનું નામ હતું. એવી ઘણી અભિનેત્રીઓ છે જે ગુજરાતી ફિલ્મોમાં ચમકી અને પ્રખ્યાત બની. રોમાં માણેક, આનંદી ત્રિપાઠી વગેરે. પ્રીનલ ઓબેરોય વિષે વાત કરીએ તો તે ઘણી હિન્દી ટીવી સીરીયલો કરી ચુકી છે અને અત્યારે પણ તે અમુક સીરીયલ્સમાં દેખાય છે. છેલ્લા સાત મહિનાથી પ્રીનલ ઓબેરોય કલર્સ ચેનલ પર અશોકા સીરીયલ કરી રહી છે. જેમાં તેને રેડી થવામાં બે બે કલાકનો સમય નીકળી જાય છે છતાં પણ તે પોતાનું પાત્ર બખૂબી નિભાવી રહી છે. તેને હવે થોડો ચેન્જ જોઈતો હતો કે એક જ ગેટઅપમાં અભિનય કરીને તેઓ હવે કંઇ નવું કરવા માગતી હતી જેથી તેઓએ આ ફિલ્મમાં સારૂ પાત્ર લગતા સ્વીકારી. અભિનય તો તેના અંગે અંગમાં છે અને રાકેશ બારોટ સાથે તેની જોડી દર્શકોએ સ્વીકારી પણ છે. જેમાં પ્રેમનું જાદુ મંતર, પ્રીત સાયબા ના ભૂલાય છે એટલે ફરીવાર આ જ જોડી પોતાનો જાદુ ચલાવવા આ ફિલ્મમાં આવી રહી છે. ફિલ્મમાં તેનું પાત્ર મોટા ઘરની દીકરીનું છે જે ખૂબ જ લાડ પ્રેમથી મોટી થઇ હોય છે. ખોટી વસ્તુ અને ખોટા લોકોથી તે નફરત કરે છે. સત્યનો સાથ આપવામાં મને છે. પ્રીનલ કહે છે, ફિલ્મની સ્ટોરી બહુ જ સરસ લખવામાં આવી છે. ફિલ્મમાં ઘણું મનોરંજન છે અને સસ્પેન્સ પણ છે. જે હજી સુધી કલ્પના પણ ના કરી હોય તેવા વળાંકો આ ફિલ્મમાં આવે છે. તો આમાં મને કંઇક જુદો રોલ ભજવવા મળ્યો તેનાથી મને આનંદ છે. આ પહેલા મારી અગ્નિપરીક્ષા રીલીઝ થઇ જેમાં ઘણું અલગ મારૂ પાત્ર હતું અને હવે કંઇક હટકે કરી રહી છું. ડોનનું પાત્ર ભજવવું બહુ જ મુશ્કેલ હતું જયારે આ પાત્રમાં એક સીધી સાદી યુવતીનું પાત્ર ભજવી રહી છું.

પ્ર – ફિલ્મોમાં અને પરિવાર વચ્ચે સમયનો તાલમેલ કેવી રીતે મેળવો છો?
ઉ – આ બધું જ મારા હસબંડને લીધે પોસીબલ છે. એના સપોર્ટ વગર તો મારા માટે અભિનયનું કામ કરવું શક્ય જ નથી. તેઓ મને ઘણી મદદ કરે છે. ક્યારેક શૂટ પર મોડું થઇ જાય છે તો તેઓ સમજે છે કે કામમાં મોડું થઇ ગયું હશે. પરંતુ બંને એકસાથે ઘર પર હોઈએ ત્યારે ઘર પણ સંભાળીએ અને પોતપોતાનું કામ પણ સારી રીતે સંભાળી શકીએ છીએ.

પ્ર – આગળ શું વિચારેલું છે?
ઉ – આ ફિલ્મ અત્યારે કરી રહી છું. આગળનું હજી વિચાર્યું નથી. હું મારા કામને લઈને બહુ જ ચૂઝી છું. મને રોલ પસંદ આવે તો જ હું તે સ્વીકારું છું. મને જે ફિલ્મમાં હીરોઈનનું મહત્વ હોય તેવા રોલ જ વધુ કરવા ગમે છે. મને ઝાડ ફરતે ફરીને નાચવામાં કોઈ રસ નથી.

પ્ર – ફિલ્મના નિર્માતા વિષે.
ઉ – ફિલ્મના નિર્માતાઓ હર્ષદ કંડોલિયા, મનીષ પટેલ અને પ્રેમ કંડોલિયા ત્રણેયનો સ્વભાવ બહુ જ સારો છે. તેઓ અભિનયની બાબતમાં કોઈ દખલગીરી નહોતા કરી રહ્યા. મને લાગતું નહોતું કે હું ફિલ્મના નિર્માતા સાથે વાત કરી રહી છું. એક સામાન્ય અને આપણી સાથે રહીને કામ કરવાની જ જેમનામાં ધગશ છે તેવા વ્યક્તિ સાથે વાત કરી રહી હોઉં એવું લાગતું હતું. એમની પહેલી શરૂઆત છે ફિલ્મોમાં તો તે હિસાબે તેમનું આખું યુનિટ પણ બહુ જ સારૂ છે. ખૂબ જ કોઓપરેટીવ છે. મને લાગતું નહોતું કે તેઓ પ્રથમવાર ફિલ્મ બનાવી રહ્યા છે.



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment