facebook

Sunday, 8 November 2015

swara bhaskar

''ગોંડલ શહેર છે એકદમ હર્યુંભર્યું, સલમાનસર સેટ પર કહેતાં જોક્સ ને વાર્તાઓ''
સલમાન ખાનની ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો' દિવાળી પર રીલિઝ થવાની છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ઘણી જ ઉત્સુકતા જોવા મળી રહી છે. આ ફિલ્મમાં સોનમ કપૂર, સ્વરા ભાસ્કર, નીલ નીતિન મુકેશ, અરમાન કોહલી તથા અનુપમ ખેર મુખ્ય ભૂમિકામાં છે. તાજેતરમાં જ ફિલ્મમાં સલમાનની બહેન બનતી સ્વરા ભાસ્કર સાથે ખાસ વાત કરી હતી. સ્વરાએ ફિલ્મ કેવી રીતે મળી, ગુજરાતમાં શૂટિંગ કરવાના અનુભવ અંગે વિગતે વાતે કરી હતી. સ્વરાને ગોંડલ શહેર અને તેમાં આવેલા મહેલો ઘણાં જ ગમ્યાં હતાં. 


સ્વરા ભાસ્કર સાથે થયેલી વાતચીતના મુખ્ય અંશોઃ
સવાલઃ 'પ્રેમ રતન ધન પાયો' ફિલ્મ કેવી રીતે મળી?
જવાબઃ સૂરજસરનો ફોન આવ્યો હતો. તેને સ્ક્રિપ્ટ આપવામાં આવી હતી અને તેને આ સ્ક્રિપ્ટ ગમી ગઈ હતી. આ પહેલાં આ રોલ ઘણી અભિનેત્રીઓને ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ પણ સલમાનની બહેન બનવા તૈયાર નહોતી. જ્યારે તેને ફોન કરવામાં આવ્યો ત્યારે પણ એમ જ હતું કે હું પણ આ રોલ કરવાની ના જ પાડીશ. સલમાન અને સૂરજ સરે મારી 'રાંઝણા' જોઈ હતી અને તેમાં મારો અભિનય ઘણો જ પસંદ આવ્યો હતો. તેથી જ મારો ઓડિશન ટેસ્ટ પણ લેવામાં આવ્યો નહોતો.


સવાલઃ ફિલ્મમાં સોનમ તથા સલમાન સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
જવાબઃ સોનમ સાથે 'રાંઝણા'થી મિત્રતા છે. સોનમ સાથે કામ કરવાની મજા જ આવે. અમારી વચ્ચે ક્યારેય સ્પર્ધા હોતી નથી. સોનમનું નેચર ઘણું જ સારું છે. તે ક્યારેય પીઠ પાછળ નિંદા કરતી નથી. તે ક્યારેય ગંદા રાજકારણમાં પડતી નથી. આ જ કારણથી સોનમ સાથે કામ કરવાનો ક્યારેય ડર લાગતો નથી. 
સલમાનસર સાથે સૌ પહેલાં ક્લાઈમેક્સનો સીન શૂટ કરવાનો હતો. મને તો ઘણો જ ડર લાગ્યો હતો. સલમાનસર બૅક શોટમાં હતાં અને બોડીગાર્ડ્સ પણ સાથે હતાં. મને તો સીન આપતા ડર લાગ્યો હતો. જોકે, આ સમયે સલમાનસરે એન્કરેજ કરી હતી. પછી સીન આપ્યો હતો. તે ઘણાં જ સપોર્ટિવ છે. બહુ જ સ્વીટ છે. તે ઘણી જ સારી સલાહ આપતા હોય છે. તે સારા મૂડમાં જ રહેતા હોય છે અને સેટ પર ક્યારેય કલાકારોને કંટાળો આવવા દેતા નથી. 


સવાલઃ સૂરજ બરજાત્યા સાથે આ પહેલી ફિલ્મ છે, તો તેમની સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
જવાબઃ સૂરજસર તો એટલા સારા માણસ છે કે તે તેમની સચ્ચાઈ જોઈને આપણે નાનમ અનુભવવા લાગીએ. પોતાના વિચારોને લઈને એકદમ ક્લિયર છે. સ્વીટ છે. ડાઉન ટુ અર્થ વર્ડ તેમના માટે ઘણો જ નાનો છે. આટલા ભવ્ય સેટ બનાવે, આટલા રૂપિયા ખર્ચે પરંતુ તેમના ચહેરા પર આનું અભિમાન ક્યારેય જોવા મળે નહીં. તેઓ ક્યારેય કામનું પ્રેશર લેતા નથી અને સામે કલાકારોને કામનું પ્રેશર આપતાં નથી. 

સવાલઃ ફિલ્મનો સીન ના હોય ત્યારે સલમાન સેટ પર શું કરતો હોય છે?
જવાબઃ જ્યારે ફાજલ સમય હોય ત્યારે સલમાનસર જોક્સ અને વાર્તાઓ કહેતા હોય છે. તે ઘણું જ હસાવતા હોય છે. સેટ પર ક્યારેય કંટાળો આવે નહીં. હંમેશા મજાક-મસ્તી કરતાં હોય છે. ક્યારેક તો સલમાનસર એટલી મસ્તી કરતાં હોય છે કે કોઈ ઈમોશનલ સીન ચાલતો હોય ત્યારે તે હસાવી દેતા હોય છે. જોકે, સલમાનસર ક્યારેય કામ બગાડીને મસ્તી કરતાં નથી. 


સવાલઃ સોનમ સાથે સેટ પર શું કરે?
જવાબઃ સોનમ સાથે તો સ્કૂલમાં ભણતી નાની બાળકીઓ જેવો સંબંધ રહી ચૂક્યો છે. ફિલ્મના બાકીના કલાકારોની વાત કરવામાં આવે તો નીલ નીતિન મુકેશ, દિપક ડોબરિયા, અનુપમ ખેર સાથે કામ કરવાનું ઘણું જ સારું રહ્યું. આ તમામ પાસેથી કંઈને કંઈ શીખવા મળ્યું હતું.

સવાલઃ ગોંડલમાં ગાંઠિયા, ભજીયા અને કાઠિયાવાડી ફૂડની લિજ્જત માણી કે નહીં?
જવાબઃ શૂટિંગમાં ટાઈમ જ મળ્યો નહોતો અને તેથી જ આ રીતનું ફૂડ માણ્યું નહીં પરંતુ હા સેટ પર જે ફૂડ આવતું તે ઘમું જ સારું હતું. 

સવાલઃ ફિલ્મમાં ગોંડલના નવલખા મહેલ, રિવર સાઈડ પેલેસ અને ઓર્ચિડ પેલેસની કઈ વાતો પસંદ આવી?
જવાબઃ આ મહેલમાં આવેલા મ્યૂઝિયમમાં ઘણાં જ સારા છે. તે બધા જ ફરી-ફરીને જોયા હતાં. આમાંથી એક મહેલમાં મારું ઘર છે. ફિલ્મમાં આ ત્રણેય મહેલો સતત આવતા હોય છે. ગોંડલની વાત કરવામાં આવે તો તે ઘણું જ સારું શહેર છે. આ શહેર હર્યુ-ભર્યું છે અને સુંદર છે. ગુજરાતના લોકો સારા છે અને અહીંયા કામ કરવાની ઘણી જ મજા આવી હતી. 

સવાલઃ ફિલ્મમાં તારા આઉટફિટ કોણે ડિઝાઈન કર્યાં હતાં અને તે કોઈ ઈનપુટ્સ આપ્યાં હતાં?
જવાબઃ સલમાનસરની બહેન અલવિરાએ મારા આઉટફિટ ડિઝાઈન કર્યાં હતાં. કપડાંની બાબતમાં મને ઝાઝી ખબર પડતી નથી અને મેં કોઈ જાતના ઈન-પુટ્સ આપ્યાં નહોતાં.

સવાલઃ દિવાળી પર કઈ ખરીદી કરવાની છે?
જવાબઃ આ વર્ષે મારી દિવાળી વર્કિંગ દિવાળી રહેવાની છે. હું મારી આગામી ફિલ્મના શૂટિંગમાં બિઝી છું. એટલે મારું શોપિંગ તો એરપોર્ટ પર જ થશે તે નક્કી છે. થોડી ઘણી શોપિંગ ઓનલાઈન કરી છે. 


સવાલઃ તારા ઘરમાં મોટી લાઈબ્રેરી છે અને ઘરમાં એન્ટિક પોસ્ટર બહુ જ છે, તો ઘર માટે કોઈ નવી ખરીદી કરી?
જવાબઃ મને સાહિત્યનો ઘણો જ શોખ છે. મને બુક્સ વાંચવી ગમે છે. અત્યારે તો મારું ઘર એન્ટિક પોસ્ટરથી જ ભરાઈ ગયું છે એટલે નવા પોસ્ટર મૂકવાની જગ્યા જ રહી નથી. હવે તો મારે મોટું ઘર ખરીદવું પડે એમ લાગે છે. મેં ક્યારેય ગુજરાતી સાહિત્ય વાંચ્યું નથી. 

No comments:

Post a Comment