અનિલ કપૂર બન્યો વડોદરાનો મહેમાન: ભીડ વચ્ચે કારમાં
કર્યો ડાન્સ
'રામ લખન', 'નાયક' સ્લમ ડૉગ મિલિયોનયર' જેવી અનેક સુપરહિટ
ફિલ્મોમાં અભિનયથી લોકોના હ્રદય પર આજે પણ રાજ કરતા બોલીવુડ સ્ટાર અનિલ કપુર આજે
વડોદરાના મહેમાન બન્યા હતા. અનિલ કપૂરે એક ઝલક મેળવવા માટે હોટલ અને જ્વેલર્સના
શોરૂમ પાસે ઉમટી પડેલા ચાહકો સમક્ષ 'એક દમ ઝકાસ...'
ડાયલોગ બોલીને ખુશ કરી
દીધા હતા. આ સાથે વડોદરાવાસીઓને નમસ્કાર, આદાબ અને સતશ્રીઆકાલ બોલીને અભિવાદન કર્યું હતું.
ઉપરાંત તેઓએ વન ટુ કા ફોરના ગીત કારની છતની બહાર નિકળી ડાન્સ પણ કર્યો હતો.
શહેરના રેસકોર્સ સર્કલ
નજીક એક જ્વેલરીના શોરૂમના ઉદ્ઘાઘટન પ્રસંગે આવેલા અનિલ કપુરની ઝલક મેળવવા માટે
અલકાપુરી ખાતેની ફોર સ્ટાર હોટલ પાસે મોટી સંખ્યામાં તેમના ચાહકો ઉમટી પડ્યા હતા.
હોટલમાંથી બંધ લાલ કારમાં ઉદઘાટન માટે જવા નીકળેલા અનિલ કપુરે ચાહકોને ઝલક ન આપતા
લોકો નિરાશ થઇ ગયા હતા. જોકે, શો રૂમ બહાર બનાવવામાં આવેલા ભવ્ય સ્ટેજ પરથી અનિલ
કપુરે તેમના ચાહકોને ભરપૂર મનોરંજન પુરું પાડ્યું હતું. અનિલ કપુર શોરૂમ પર આવતા જ
તેમની સુપર હિટ ફિલ્મોના ગીતોથી આવકારવામાં આવ્યા હતા. બાદમાં અનિલ કપુરે વડોદરાવાસીઓ
કો મેરા ઝકાસના ડાયલોગ સાથે સંબોધતા જણાવ્યું હતું કે, આજ
મજનુભાઇ માઇક ઉઠાતા હૈ ગન નહીં ઉઠાતા. મેં આપકા લખન, મુન્ના, મિ.
ઇન્ડિયા, ઔર જયસિંહ રાઠોડ એક હી હૈ વોહે અનિલ કપુર. વધુમાં અનિલ કપુરે
જણાવ્યું કે, મેં મારા કરીયરમાં મનોરંજન પુરું પાડ્યું છે. વડોદરામાં વેલકમ
થયો છું. નો એન્ટ્રીમાં એન્ટ્રી ભલે એન્ટ્રી લીધી હતી. પરંતુ વડોદરામાં એન્ટર થયો
છું. આ શો રૂમમાં એન્ટ્રી કરીને જાઉં છું તમે પણ ચાલુ રાખજો.
મોટી સંખ્યામાં ઝલક લેવા
માટે ઉમટી પડેલા લોકોને જોઇ મુડમાં આવી ગયેલા અનિલ કપુરે જણાવ્યું કે, મેરા
આઇ લવ યુ. મૈ બહુત ખુશ હું. ૪૩ વર્ષથી હું લોકોને 'વો સાત દિન', 'સાહેબ', 'વેલકમ', 'વેલકમ-2', 'પરીન્દા', 'રેસ', 'રેસ-2' જેવી ફિલ્મોથી મનોરંજન પુરું પાડતો આવ્યો છું. ફિલ્મ
ઇન્ડસ્ટ્રીઝમાં કેટલાય આવ્યા અને કેટલાય ગયા. પરંતુ હજુ હું છું. સાથે મારા
પરિવારના સભ્યો પણ ફિલ્મો સાથે મનોરંજન પુરું પાડી રહ્યા છે. તેમણે પોતાની દીકરી
સોનમ કપુરની સલમાન ખાન સાથે આવી રહેલી ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો'નું પણ પ્રમોશન કરી
દીધું હતું.
સુપર હિટ ફિલ્મ 'રામ-લખન' નું
વન ટુ કા ફોર ગીત પર ચાહકોને ઝલક આપતા અનિલ કપુરે જણાવ્યું કે, હમ
રહે યા ન રહે. હમારે નિશાન રહેંગે હંમેશા કે લીએ. સફેદ શર્ટ ઉપર કોફી કલરની કોટી
અને કાળા ગોગલ્સમાં આવેલા અનિલ કપુરે શો રૂમ પાસે યુવાધન ઉપર પુષ્પવૃષ્ટી કરી હતી.
અને 'વેલકમ-2' ફિલ્મનો ડાયલોગ મજનું કંટ્રોલ..કંટ્રોલ બોલીને
પોતાની વાણીને વિરામ આપી શો રૂમનું ઉદઘાટન કરવા માટે રવાના થઇ ગયા હતા.
No comments:
Post a Comment