facebook

Showing posts with label komal thakkar. Show all posts
Showing posts with label komal thakkar. Show all posts

Thursday, 5 November 2015

yoga day

ગુજરાતી ફિલ્મોની અભિનેત્રીઓએ કર્યા યોગા







ગુજરાતી ફિલ્મોની ખ્યાતનામ અભિનેત્રીઓ કોમલ ઠક્કર અને નિકિતા સોનીએ ગઈ ૨૧ જુન વર્લ્ડ યોગ ડે ની ઉજવણીના અનુસંધાને પોતાના કમનીય કાયાને સુડોળ રાખવા યોગા કર્યા હતા. જેમાં કોમલ ઠક્કરનું ઇન્ડસ્ટ્રીઝમાં એક આગવું નામ તેણે પોતાની પ્રતિભાને પારખીને કમાયું છે. તેણી અચૂક કોઈને કોઈ ફંકશનમાં હાજરી આપતી રહે છે અથવા તો કોઈ સામાજિક પ્રોગ્રામો થતા હોય તો કચ્છની આ રાણી તેમાં અચૂક જોવા મળે જ છે. તેની આગામી ફિલ્મ ‘આ તો પ્રેમ છે’ ટૂંક સમયમાં રીલીઝ થવાની છે. તે સિવાય કોમલ ઠક્કર અડધો ડઝન જેટલી ફિલ્મોમાં અભિનય આપી રહી છે. કોમલ ઠક્કર આમ પણ યોગાના ક્લાસ ચલાવી રહી છે. અન્ય એક હિરોઈન અને ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની બોલ્ડ ઈમેજ ધરાવતી નિકિતા સોની પણ દરરોજ નિયમિત યોગા કરે છે. તે પણ રીક્ષાવાળીના જીવન પર આધારિત ફિલ્મ ‘રમલી રીક્ષાવાળી’ માં સેક્સી લૂકમાં જોવા મળવાની છે.



































Saturday, 26 September 2015

komal thakkar

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ

કોમલ ઠક્કર – કોમલ ઠક્કરે અત્યાર સુધીમાં ઘણી ફિલ્મોમાં એવા પાત્રો ભજવ્યા છે જે રાધા જેવી લગતી હોય. તેના પર કૃષ્ણ કાંકરી ચાળો કરતો હોય અને રાધા ખિજાયેલી હોય તેવા સોંગ પણ શૂટ થયા છે. તે કહે છે મારા તરફથી સૌને જન્માષ્ટમીની શુભકામનાઓ. 

Thursday, 3 September 2015

komal thakkar

આગળ આવવા માટે કોઈ શોર્ટકટ નથી - કોમલ ઠક્કર
ટૂંક સમયમાં કોમલની પાંચ ફિલ્મો એક સાથે આવી રહી છે. જેમાં ‘ધર્માત્મા – એક દાનવીર’, અશોક પટેલની ફિલ્મ ‘વાવ’, શ્રીદત્ત વ્યાસની ફિલ્મ ‘બજરંગ લીલા’. ‘આતંક’, અને છેલ્લે લેટેસ્ટ ફિલ્મ ‘આ તો પ્રેમ છે’. તો કોમલની આ ફિલ્મોથી દર્શકોને ભરપૂર મનોરંજન મળી રહેશે એ વાત તો ચોક્કસ છે.

    પોતાની અભિનય પ્રતિભાના કારણે કોમલ ઠક્કરને થોડા સમય પહેલા જ કચ્છમાં યોજાયેલા એક એવોર્ડ સમારંભ દરમિયાન તેમને નવાજવામાં આવી હતી. કોમલ ઠક્કરનું નામ આજે ખૂબ જાણીતું બન્યું છે. ગુજરાતી ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ આબાદ ભજવીને કોમલે પોતાની અભિનય પ્રતિભા ખૂબ જ સરસ રીતે સાબિત કરી બતાવી છે. મૂળ કચ્છની અભિનેત્રી કોમલ ઠક્કરે ૨૦૦૪ માં મિસ કચ્છનો ખિતાબ જીત્યો હતો. બી.એ. સુધી અભ્યાસ કરનાર કોમલ ઠક્કરે ‘હનુમાન ચાલીસા’ નામના કોમેડી નાટકમાં પણ અભિનય કર્યો છે. કોમલ ઠક્કર પોતે ધાર્મિક છે અને ગણપતિ બાપામાં ખૂબ જ શ્રધ્ધા ધરાવે છે. અભિનય અંગે કોમલે જણાવ્યું હતું કે તમામ પ્રકારની ભૂમિકા અદા કરવાની મારી ઈચ્છા છે. ગ્લેમરસ, સામાન્ય, નટખટ અને ગંભીર જેવી તમામ પ્રકારની ભૂમિકા ભજવવાનું મને પસંદ છે. ગુજરાતી ફિલ્મોમાં અત્યારે ખૂબ જ હોટ મનાંતી કોમલ ઠક્કર પોતે ખૂબ જ નિખાલસ અને હસમુખું વ્યક્તિત્વ ધરાવે છે. મક્કમ મનોબળ અને સુંદર દેખાવ તથા ઉચ્ચ અભિનય પ્રતિભા ધરાવતી કોમલ ઠક્કર ગુજરાતી ફિલ્મોનું ઘરેણું છે એમ જરૂર કહી શકાય. ટૂંક સમયમાં કોમલ ઠક્કર એક ડોન પર આધારિત ફિલ્મ ‘ધર્માત્મા – એક દાનવીર’ માં જીત ઉપેન્દ્ર સાથે નજરે પડશે. ફિલ્મના પાત્ર વિષે કોમલે જણાવ્યું હતું કે જીત ઉપેન્દ્રની પત્નીનું પાત્ર ભજવી રહી છું. જે એક સયુંકત પરિવારમાં રહે છે અને તેને જીત ઉપેન્દ્રના કામ વિષે કે તે શું કામ કરે છે. કોની સાથે કામ કરે છે. તેવી કઈ જ ખબર નથી હોતી. તે એક ડોન છે પણ તે બહારના લોકો માટે અને ઘર માં તો તે એક સારો પતિ જ છે. તેના માટે ઘરે ઘણા લોકો મદદ લેવા આવે છે ત્યારે તે ના નથી કહી શકતો. તેની પત્નીનું પાત્ર ખૂબ જ સારૂ બન્યું છે. જે પાત્ર ભજવવામાં મને અતિ આનંદ થયો હતો. આ પહેલા મે આવું પાત્ર ક્યારેય ભજવ્યું નથી પણ હા, એક ફિલ્મ કરી હતી ‘આતંક’ જેમાં હું એક માફિયાની પ્રેમિકા બની હતી જે આનાથી તો તદ્દન અલગ જ હતી. કારણ કે તે પ્રેમિકા તેના પ્રેમને સુધારવા માગતી હતી. જયારે આ ફિલ્મમાં જીત ઉપેન્દ્ર પોતાની ઘર ગૃહસ્થી સંભાળે છે તે બહાર શું કરે છે તેની સાથે તેની પત્નીને કોઈ મતલબ નથી.

પ્ર – ડોન પર આધારિત ફિલ્મમાં કામ કરીને કેવું લાગ્યું?
ઉ – આ પ્રકારની ફિલ્મ મે કહ્યું ને અગાઉ નથી આવી. આતંક હતી પણ તે અલગ હતી. આ ફિલ્મમાં મે ઘણી મહેનત કરી છે. આ ફિલ્મ માટે મે પોતાનો ઘણો સમય આપ્યો છે. જેથી ફિલ્મ સારામાં સારી શૂટ થઇ શકે. મારી તરફથી કોઈ કચાશ ના રહે તેનું ધ્યાન મે ખૂબ રાખ્યું છે. હું મારા દર્શકોને નિરાશ કરવા નથી માગતી. કારણ કે દર્શકને એક ફિલ્મમાં તમારું પર્ફોમન્સ પસંદ નથી પડતું તો તે ફરીવાર બહુ લાંબા સમયે તમારી ફિલ્મ જોવા જાય છે. ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક સાથે પણ કામ કરવાની મજા આવી. મને ગીતો એટલા સુંદર બન્યા છે કે મને પણ તે પસંદ પડ્યા હતા.

પ્ર – આપના પ્રિય કલાકારો?
ઉ – મારા પસંદગીના કલાકારો મીના કુમારી, કંગના રાણાવત, રિતિક રોશન અને રણવીર કપૂર છે. જેની ફિલ્મો જોવાની હું ક્યારેય ચૂકતી નથી. અને હું સાથે સાથે જૂની હિન્દી ફિલ્મો પણ સમય મળે જોઈ લઉં છું. જેમાં મે હમણાં જ જોઈ ગુરુદત્તની ‘સાહબ બીબી ઔર ગુલામ’ અને ‘કાગઝ કે ફૂલ’ જે મારી મનપસંદ ફિલ્મો છે.

પ્ર – ક્યારેય ફિલ્મોમાં કોમેડી પાત્ર ભજવતા નજરે પડશો?
ઉ – મને ઈચ્છા તો છે જ કે કોઈ કોમેડી પાત્ર ભજવું કારણ કે મે તેવું પાત્ર લગભગ ક્યારેય નથી ભજવ્યું. કોમેડીનું મેકિંગ એ ટાઈપનું હોય છે કે કોમેડી એક એવી વસ્તુ હોય છે તે પાત્રની એક્શન પર તરત રીએક્શન આવવું જોઈએ. એક સેકન્ડનો પણ ફેરફાર થઇ જાય તો કોમેડીની મજા મરી જાય છે. સામે એવો કોઈ કલાકાર હોય જે કોમેડી કરવામાં પારંગત હોય તો તેવી કોઈ ગુજરાતી ફિલ્મ હું ચોક્કસ કરીશ.

પ્ર – ગુજરાતી ફિલ્મોમાં જે નવી યંગ જનરેશન આવી રહી છે તેને કોઈ સંદેશ?
ઉ – તેને માટે હું કહીશ કે તમે મહેનત કરો તો ફળ આગળ મળવાનું જ છે. મહેનત વગરનો કોઈ શોર્ટકટ રસ્તો છે જ નહિ અને તમે શોર્ટકટ અપનાવશો તો થોડુક આગળ આવશો અને તમારા બધા રસ્તા બંધ થઇ જશે. તમારે લાંબુ ચાલવું છે, આગળ આવવું છે તો મહેનત કરો તો જ તમને સારૂ પરિણામ મળશે.

પ્ર – એક દિવસ માટે તમને કોઈ જોઈ ના શકે અને તમે ગાયબ જ રહો તો શું કરો?
ઉ – જો હું ગાયબ થઇ જાઉં તો અત્યાર સુધીમાં જેટલા પણ ગોટાળા થયા છે. જેમકે પૈસા ના જેવાકે કાળું નાણું તો હું તેને પાછું લઇ આવું અને તે બધું જ કાળું નાણું ગરીબોમાં વહેચી દઉં. જે લોકો પાસે જમવાના પણ પૈસા નથી હોતા તો હું તેને જ મદદ કરું.


    ટૂંક સમયમાં કોમલની પાંચ ફિલ્મો એક સાથે આવી રહી છે. જેમાં ‘ધર્માત્મા – એક દાનવીર’, અશોક પટેલની ફિલ્મ ‘વાવ’, શ્રીદત્ત વ્યાસની ફિલ્મ ‘બજરંગ લીલા’. ‘આતંક’, અને છેલ્લે લેટેસ્ટ ફિલ્મ ‘આ તો પ્રેમ છે’. તો કોમલનો આ પંચ દર્શકોને માટે ઘણો બધો મસાલો પૂરો પાડશે તેમાં કોઈ શંકા નથી.   

komal thakkar

ગુજ્જુ અભીનેત્રીની ૮ હોટ અદા,કોમલનો લેટેસ્ટ ફોટો શુટ








પોતાની અભિનય પ્રતિભાને કારણે ગુજરાતી ફિલ્મ જગતમાં જાણીતી બનેલી અભિનેત્રી કોમલ ઠક્કરે તાજેતરમાં નાઇટ ડ્રેસની એક જાણીતા બ્રાન્ડ માટે ફોટો શુટ કરાવ્યું છે. આ લેટેસ્ટ શુટમાં કોમલ નવા અંદાજમાં જોવા મળી છે.  અભિનેત્રી કોમલ ઠક્કરનું નામ આજે ખૂબ જાણીતું બન્યું છે. ગુજરાતી ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ આબાદ ભજવીને કોમલે પોતાની અભિનય પ્રતિભા ખૂબ જ સરસ રીતે સાબિત કરી બતાવી છે. મૂળ કચ્છની અભિનેત્રી કોમલ ઠક્કરે ૨૦૦૪માં મીસ કચ્છનો ખિતાબ જીત્યો હતો.

     બી.એ. સુધી અભ્યાસ કરનાર કોમલ ઠક્કરે હનુમાન ચાલીસા નામનાકોમેડી નાટકમાં પણ અભિનય કર્યો છે. કોમલ ઠક્કર પોતે ધાર્મિક છે અને ગણપતિ બાપામાં ખૂબ જ શ્રદ્ઘા ધરાવે છેઅભિનય અંગે કોમલે જણાવ્યું હતું કેતમામ પ્રકારની ભૂમિકા અદા કરવાની મારી ઇચ્છા છે. ગ્લેમરસ,સામાન્યનટખટ અને ગંભીર જેવી તમામ પ્રકારની ભૂમિકા ભજવવાનું મને પસંદ છે. ગુજરાતી ફિલ્મોમાં અત્યારે ખૂબ જ હોટ મનાતી કોમલ ઠક્કર પોતે ખૂબ જ નિખાલસ અને હસમુખુ વ્યક્તિત્વ ધરાવે છે. મક્કમ મનોબળ અને સુંદર દેખાવ તથા ઉચ્ચ અભિનય પ્રતિભા ધરાવતી કોમલ ઠક્કર ગુજરાતી ફિલ્મોનું ઘરેણું છે તેમ જરૂર કહી શકાય.

Wednesday, 2 September 2015

komal thakkar

મારા ચહેરાથી કોઈ વખાણ કરે એના કરતા મારા સ્વભાવથી વખાણ કરે તેવું હું ઈચ્છું છું. - કોમલ ઠક્કર



હંમેશા હંસતી રહું છું. ટેન્શન ફ્રી જીવન જીવું છું. રોજ યોગ કરું છું.              
સારા સ્વાસ્થ માટે તીખું, તળેલું, મસાલાવાળું ખાવાનું ઓછું પસંદ કરું છું.
ફ્રુટ અને ફ્રુટ જ્યુસ વધારે પ્રમાણમાં લઉં છું. બહારનું જમવાનું તાળું છું.            
સવારે નાસ્તામાં ખાખરા, કેલોક્સ, રોસ્ટેડ કાજુ ખૂબ ખાઉં છું. બપોરનું ભોજન હળવું જ લઉં છું.                  
શુટિંગમાંથી ઘરે આવીને ફ્રેશનેસ માટે બોડી મસાજ કરવું છું.                     
બજારની કોઈ ક્રીમ વાપરતી નથી. હું માનું છું કે તે પૈસાનો વ્યય છે. હંમેશા નેચરલ જ રહેવું જોઈએ.                 
સમયની કદર કરું છું. સકારાત્મક વલણ રાખું છું.                                   
સ્વયંને મહત્વ આપું છું. સ્વભાવ મિલનસાર રાખું છું. કોઈની પાસે વધુ આશા રાખતી નથી. ખુશીઓની ઉજવણી કરું છું.
    ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કોમલ ઠક્કરની ગણના ખૂબસૂરત અને ચૂઝી અભિનેત્રીઓમાં થાય છે. ખૂબસૂરત હોવા છતાય પોતાના કામથી જ પોતાની અલગ ઓળખ બનાવવા માંગે છે. અભિનય બાબતે જરાય બાંધછોડ કરવામાં કોમલ માનતી નથી. જેના કારણે ગુજરાતી ફિલ્મો ઉપરાંત
રાજસ્થાનમાં પણ તેની જબરદસ્ત માંગ છે. સાથે ગુજરાતમાં તેમનું એક આખું ફેન વર્તુળ છે. કોમલ ઠક્કર ફિલ્મોમાં જાણે કોઈ હિન્દી ફિલ્મોની હિરોઈનોને ટક્કર આપે તેવા અભિનયથી પ્રેક્ષકોને પ્રભાવિત કરી જાણે છે. કોમલને રૂપનું જરાય અભિમાન નથી. તે કહે છે કે તનના રૂપ કરતા મનનું રૂપ વધુ અગત્યનું છે, જેનું મન સાફ છે તે જ ખરા અર્થમાં ખૂબસૂરત છે. કચ્છના આદીપુરમાં કોલેજનો અભ્યાસ પૂર્ણ કાર્ય બાદ અને સાથે સાથે ૨૦૦૪માં મિસ કચ્છનો ખિતાબ જીત્ય બાદ અભિનય માટે સારી સારી ઓફરો આવવા માંડેલી પણ છતાય કોમલે તે ઓફરોનો અસ્વીકાર કરેલો. તે અરસામાં દેવ આનંદની ફિલ્મ ‘મી. પ્રાઈમ મીનીસ્ટર’ નું શુટિંગ કચ્છમાં થવાનું હતું જેમાં કોમલ ઠક્કરને અભિનયની તક મળી. જેમાં કોમલે નાનકડી ભૂમિકા ભજવી. ત્યારબાદ રેમ્પ શોનો આરંભ કર્યો અને ત્યાંથી શરૂ થઇ કોમલની ફિલ્મી સફર. હાલ કોમલ ‘વાવ’ નામની એક ગુજરાતી ફિલ્મમાં આવી રહી છે. તો આવો જાણીએ કોમલ પાસેથી તેની ફિલ્મ વિષે.

પ્ર–‘વાવ’ ફિલ્મના આપના પાત્ર વિષે ?
ઉ – મારા પાત્ર વિષે તો હું અત્યારે તો કઈ જ નહિ કહી શકું પણ હા એ ચોક્કસ કહીશ કે ફિલ્મમાં ચાર પાત્રો છે જેમાં હું, હિમાંશુ તુરી, જગદીશ ઠાકોર અને આનંદી ત્રિપાઠી અભિનય કરી રહ્યા છીએ. મને આ ફિલ્મથી ખૂબ જ ઉત્સાહ છે કારણ કે આ ફિલ્મની વાર્તા જ કંઇક અલગ પ્રકારની છે.

પ્ર – આપની શરૂઆત વિષે જણાવશો.
ઉ – મારી પ્રથમ ફિલ્મ હતી ‘હાલો માનવીયુના મેળે’ પરંતુ લીડ રોલ કરેલી પ્રથમ ફિલ્મ હતી ચંદન રાઠોડ સાથે ‘મહીસાગરના સોગંધ’. ત્યારબાદ ૭-૮ ગુજરાતી ફિલ્મો અને ૩-૪ રાજસ્થાની ફિલ્મો કરી છે જેમાં ‘સતરંગી ચુંદડી’, ‘બાબા રામદેવ’, ‘રાજા હરિશ્ચન્દ્ર’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

પ્ર – ગુજરાતી ફિલ્મોમાં ગુજરાત રાજ્ય બહારની હિરોઇનોનું વર્ચસ્વ કેમ છે ?
ઉ – હું નથી માનતી કે ગુજરાતી હિરોઈનો નથી ચાલતી, અગાઉ એવું હતું કે હિરોઈનો મળતી ન હતી અને બહારની હિરોઈનો માટે હિરોઈનબેઝ ફિલ્મો બનતી હતી. જયારે આજે હીરોબેઝ ફિલ્મો ચાલે છે ચતાય અસંખ્ય ગુજરાતી હિરોઈનો ફિલ્મોમાં કામ કરે છે.

પ્ર – ગુજરાતી ફિલ્મો ઓછી ચાલવાનું કારણ શું છે ?
ઉ – કોઈ એક કારણ નથી ઘણા બધા છે. પહેલું કારણ તો ફિલ્મોને સમજી શકે તેવા મેકર્સનો અભાવ, જેઓ અત્યારે ખેતર વેચીને ફિલ્મ બનાવવા આવી જય છે. જેમને ફિલ્મલાઈન શું છે તેની ખબર પણ નથી. પહેલા તો પ્રોડ્યુસર, ડાયરેક્ટર, પ્રોડક્શન મેનેજર, ટેકનીશીયનો અને કલાકારોની બેઠક મળતી અને ફિલ્મ કેવી રીતે બનાવવી તેની ગહન ચર્ચા થતી. આજે તેવું થતું નથી. જો ગુજરાતી ફિલ્મો સફળ કરવી હોય તો પૂરતું ધ્યાન આપીને ફિલ્મ બનાવવી જોઈએ. થીયેટરો પણ સારા હોવા જોઈએ. નાનકડા રોલ માટે પણ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. ગુજરાતી ફિલ્મોમાં પ્રોડ્યુસર ફિલ્મ બનાવે એટલે તેમના કાકા-બાપના સગાઓને રોલ આપી દે છે. જેઓને અભિનયનો અ પણ નથી આવડતો. તો ફિલ્મ ક્યાંથી ચાલે?

પ્ર – આપની ફિટનેસનું રહસ્ય શું છે ?
ઉ – હું માનું છું કે ખૂબસુરતી તનથી નહિ પણ મનથી હોય છે. મારા ચહેરાથી કોઈ વખાણ કરે એના કરતા મારા સ્વભાવથી વખાણ કરે તેવું હું ઈચ્છું છું. મને લોકોએ સ્વીકારીને ખૂબ પ્રેમ આપ્યો છે અને સદાય આવો જ પ્રેમ આપશે તેવી આશા રાખું છું.

પ્ર – એવોર્ડને કેટલું મહત્વ આપો છો ?
ઉ – કલાકારોના જીવનમાં પોતાના કરેલા કામનું વળતર જ સન્માન, પ્રોત્સાહન કે કોઈ એવોર્ડ છે. એક કલાકારને એવી લાલસા હોય છે જ કે તેના કામની પણ કદર થાય. મારૂ માનવું છે કે એવોર્ડ મેળવવો એટલે તમારી કારકિર્દીનું એક ડગલું આગળ વધવું એવું થાય.

પ્ર – હિન્દી ફિલ્મોની જેમ હવે ગુજરાતી ફિલ્મોમાં પણ હિરોઈનો અંગપ્રદર્શન કરવા લાગી છે. તમે પણ ફિલ્મોમાં અંગપ્રદર્શન કરશો ?
ઉ – એ તો સીનની ડીમાન્ડ અને દિગ્દર્શક પર આધાર રાખે છે. અશ્લીલતા અને અંગપ્રદર્શનમાં બહુ જ પાટલી ભેદરેખા છે અને એ સીન દિગ્દર્શક કેવી રીતે ફિલ્માવશે એના પર આધાર છે. જો કલાત્મક રીતે ફિલ્માવવામાં આવશે તો મને કોઈ સંકોચ નથી.
પ્ર – ક્યા દિગ્દર્શકો સાથે કામ કરવાની ઈચ્છા છે?
ઉ – સારા મેકરો અને સારા દિગ્દર્શક સાથે કામ કરવાની ખૂબ જ ઈચ્છા છે.
પ્ર – ભગવાન એક વરદાન માંગવાનું કહે તો ?
ઉ – હું ભગવાન પાસે એવું વરદાન માંગું કે હું હંમેશા મારા પરિવાર સાથે ખુશ રહું.     


n  ગજ્જર નીલેશ 

Friday, 28 August 2015

komal thakkar

મિસ કચ્છ – કોમલ ઠક્કર



    ગુજરાતી ફિલ્મી પડદે આવી રહી છે એક એવી ફિલ્મ જેના પરથી લોહાણા સમાજને ગૌરવ લઇ શકાય. આ ફિલ્મના નિર્માતા – સહનિર્માતા દિલીપ ઠક્કર ( બાવળા ) તથા ચંદ્રકાંત ઠક્કર ‘મેહ’ છે. ફિલ્મનું ટાઈટલ ‘રઘુવંશી’ ફિલ્મની કથાને અનુરૂપ એકદમ યથાર્થ છે. ગ્રામ્ય વિસ્તારના લોહાણા સમાજની રહેણીકરણી, જીવનશૈલી, તેમની રૂઢી, પરંપરાઓ વગેરેનું બારીકાઈથી નિરીક્ષણ કરીને ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના ‘ઠક્કર’ કલાકારોમાં ખુશમિજાજી શ્રી જીતેન્દ્ર ઠક્કર, જનક ઠક્કર તથા ૨૦૦૪મા ‘મિસ કચ્છ’ નો ખિતાબ મેળવનારી કોમલ ઠક્કર. પોતે ઠક્કર ( રઘુવંશી ) હોવાનો ગર્વ અનુભવતી કોમલ ઠક્કર સાથે થયેલી કેટલીક તેમની કેરિયરની અંતરંગ વાતો.

પ્ર – ફિલ્મોમાં આવવાનું કેવી રીતે થયું ?
ઉ – શરૂઆત મારી ‘મિસ કચ્છ’ નો ખિતાબ ૨૦૦૪મા જીતી ત્યારથી થઇ. તે પ્રસંગ મને જીવનભર યાદ રહેશે. બાદમાં મેં મારી ફર્સ્ટ હિન્દી મુવી સ્વ. દેવ આનંદ સાથેની ‘મી. પ્રાઈમ મીનીસ્ટર’ માં અભિનય કર્યો. જેમાં મેં પ્રથમવાર કેમેરાનો સામનો કર્યો હતો. હાલ હું ‘રઘુવંશી’ નામની ફિલ્મ કરી રહી છું.

પ્ર – ગુજરાતી ફિલ્મો કરીને કેવું અનુભવો છો ?
ઉ – હું પોતે ગુજરાતી જ છું એટલે ગુજરાતી ફિલ્મમાં કામ કરવું તે મારા માટે ગર્વની વાત છે. હિન્દી ફિલ્મથી મારી શરૂઆત થઇ છે પણ હું ગુજરાતી ભાષા પ્રત્યે એટલું જ માન ધરાવું છું જેટલું બીજી ભાષા પ્રત્યે.

પ્ર – આ ફિલ્મના દિગ્દર્શક અતુલ પટેલ સાથે કામ કરવાનો અનુભવ જણાવશો.
ઉ – ‘રઘુવંશી’ ફિલ્મના દિગ્દર્શક અતુલ પટેલ ખુબ જ ઉમદા સ્વભાવના વ્યક્તિ છે. તેઓનું કામ કરવાનું ટાઈમિંગ પાક્કું છે. જેમકે ઘણા કહેવાતા દિગ્દર્શકો આર્ટીસ્ટને કામનો સમય સવારે નવ વાગ્યાનો આપે છે જયારે કલાકાર એકઝેટ નવ વાગ્યે લોકેશન પર હાજર થઇ જાય ત્યારે કામ શરૂ કરવામાં આવે છે અગિયાર – બાર વાગ્યે. અતુલ પટેલ ટાઈમિંગની બાબતમાં પાક્કા છે. તેઓએ જયારે કલાકારને સમય આપ્યો હોય ત્યારે કામ શરૂ થઇ જ જાય છે.

પ્ર – શરૂઆત હિન્દી ફિલ્મથી અને હવે ગુજરાતી ફિલ્મ તો કેરિયર માટે જોખમ નથી ?
ઉ – ના, મને એવું નથી લાગતું, કારણ કે એક આર્ટીસ્ટને પોતાની અભિનયકલા પર પુરેપુરો વિશ્વાસ હોય છે કે તે પોતાની રીલીઝ થયેલી છેલ્લી ફિલ્મ કરતા આવનારી ફિલ્મ ( ભલે કોઈપણ ભાષામાં હોય ) માં સારામાં સારું પાત્રને ન્યાય આપી શકે. બાકી તો પ્રેક્ષકોના હાથમાં છે.

પ્ર – આપના મતે ગુજરાતી ફિલ્મોમાં ઝીરો ફિગર ચાલી શકે ?
ઉ – ઝીરો ફિગર ગુજરાતી ફિલ્મોમાં ના ચાલી શકે. કારણ કે ગુજરાતનો પ્રેક્ષક ઝીરો ફિગર જોવા ટેવાયેલો નથી. ગુજરાતી ફિલ્મની નારી છે. એ ઝીરો ફિગરની કેવી રીતે હોઈ શકે. તમે ભૂતકાળની ફિલ્મો પર નજર કરશો તો પણ જે સફળ હિરોઈન છે તે ઝીરો ફીગરવાળી તો નથી જ.

પ્ર – એવોર્ડ્સને મહત્વ આપો છો ?
ઉ – એમાં શંકાને સ્થાન નથી કે એવોર્ડ્સનું મહત્વ હોય છે. દરેક જણ એવું ઇચ્છે છે કે તેના કામના વખાણ થાય. તેના કામને ઓળખ મળે. પૈસા સાથે નામ પણ મળે તો કોને સારૂ ન લાગે ? આ તમારા કામનું સન્માન છે.
પ્ર – કેવા દિગ્દર્શકો સાથે કામ કરવાની ઈચ્છા છે ?

ઉ – જૂના દિગ્દર્શકો તો ખરા જ સાથે સાથે નવા ઉત્સાહી દિગ્દર્શકો સાથે કામ કરવાની ચચા છે.