ગુજરાતી ફિલ્મોની અભિનેત્રીઓએ કર્યા યોગા
ગુજરાતી ફિલ્મોની ખ્યાતનામ અભિનેત્રીઓ કોમલ ઠક્કર
અને નિકિતા સોનીએ ગઈ ૨૧ જુન વર્લ્ડ યોગ ડે ની ઉજવણીના અનુસંધાને પોતાના કમનીય
કાયાને સુડોળ રાખવા યોગા કર્યા હતા. જેમાં કોમલ ઠક્કરનું ઇન્ડસ્ટ્રીઝમાં એક આગવું
નામ તેણે પોતાની પ્રતિભાને પારખીને કમાયું છે. તેણી અચૂક કોઈને કોઈ ફંકશનમાં હાજરી
આપતી રહે છે અથવા તો કોઈ સામાજિક પ્રોગ્રામો થતા હોય તો કચ્છની આ રાણી તેમાં અચૂક
જોવા મળે જ છે. તેની આગામી ફિલ્મ ‘આ તો પ્રેમ છે’ ટૂંક સમયમાં રીલીઝ થવાની છે. તે
સિવાય કોમલ ઠક્કર અડધો ડઝન જેટલી ફિલ્મોમાં અભિનય આપી રહી છે. કોમલ ઠક્કર આમ પણ
યોગાના ક્લાસ ચલાવી રહી છે. અન્ય એક હિરોઈન અને ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની બોલ્ડ ઈમેજ
ધરાવતી નિકિતા સોની પણ દરરોજ નિયમિત યોગા કરે છે. તે પણ રીક્ષાવાળીના જીવન પર
આધારિત ફિલ્મ ‘રમલી રીક્ષાવાળી’ માં સેક્સી લૂકમાં જોવા મળવાની છે.
No comments:
Post a Comment