આગળ આવવા માટે કોઈ શોર્ટકટ નથી - કોમલ ઠક્કર
ટૂંક સમયમાં કોમલની પાંચ ફિલ્મો એક સાથે આવી રહી
છે. જેમાં ‘ધર્માત્મા – એક દાનવીર’, અશોક પટેલની ફિલ્મ ‘વાવ’, શ્રીદત્ત વ્યાસની
ફિલ્મ ‘બજરંગ લીલા’. ‘આતંક’, અને છેલ્લે લેટેસ્ટ ફિલ્મ ‘આ તો પ્રેમ છે’. તો કોમલની
આ ફિલ્મોથી દર્શકોને ભરપૂર મનોરંજન મળી રહેશે એ વાત તો ચોક્કસ છે.
પોતાની
અભિનય પ્રતિભાના કારણે કોમલ ઠક્કરને થોડા સમય પહેલા જ કચ્છમાં યોજાયેલા એક એવોર્ડ
સમારંભ દરમિયાન તેમને નવાજવામાં આવી હતી. કોમલ ઠક્કરનું નામ આજે ખૂબ જાણીતું
બન્યું છે. ગુજરાતી ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ આબાદ ભજવીને કોમલે પોતાની અભિનય
પ્રતિભા ખૂબ જ સરસ રીતે સાબિત કરી બતાવી છે. મૂળ કચ્છની અભિનેત્રી કોમલ ઠક્કરે
૨૦૦૪ માં મિસ કચ્છનો ખિતાબ જીત્યો હતો. બી.એ. સુધી અભ્યાસ કરનાર કોમલ ઠક્કરે
‘હનુમાન ચાલીસા’ નામના કોમેડી નાટકમાં પણ અભિનય કર્યો છે. કોમલ ઠક્કર પોતે ધાર્મિક
છે અને ગણપતિ બાપામાં ખૂબ જ શ્રધ્ધા ધરાવે છે. અભિનય અંગે કોમલે જણાવ્યું હતું કે
તમામ પ્રકારની ભૂમિકા અદા કરવાની મારી ઈચ્છા છે. ગ્લેમરસ, સામાન્ય, નટખટ અને ગંભીર
જેવી તમામ પ્રકારની ભૂમિકા ભજવવાનું મને પસંદ છે. ગુજરાતી ફિલ્મોમાં અત્યારે ખૂબ જ
હોટ મનાંતી કોમલ ઠક્કર પોતે ખૂબ જ નિખાલસ અને હસમુખું વ્યક્તિત્વ ધરાવે છે. મક્કમ
મનોબળ અને સુંદર દેખાવ તથા ઉચ્ચ અભિનય પ્રતિભા ધરાવતી કોમલ ઠક્કર ગુજરાતી
ફિલ્મોનું ઘરેણું છે એમ જરૂર કહી શકાય. ટૂંક સમયમાં કોમલ ઠક્કર એક ડોન પર આધારિત
ફિલ્મ ‘ધર્માત્મા – એક દાનવીર’ માં જીત ઉપેન્દ્ર સાથે નજરે પડશે. ફિલ્મના પાત્ર
વિષે કોમલે જણાવ્યું હતું કે જીત ઉપેન્દ્રની પત્નીનું પાત્ર ભજવી રહી છું. જે એક
સયુંકત પરિવારમાં રહે છે અને તેને જીત ઉપેન્દ્રના કામ વિષે કે તે શું કામ કરે છે.
કોની સાથે કામ કરે છે. તેવી કઈ જ ખબર નથી હોતી. તે એક ડોન છે પણ તે બહારના લોકો
માટે અને ઘર માં તો તે એક સારો પતિ જ છે. તેના માટે ઘરે ઘણા લોકો મદદ લેવા આવે છે
ત્યારે તે ના નથી કહી શકતો. તેની પત્નીનું પાત્ર ખૂબ જ સારૂ બન્યું છે. જે પાત્ર
ભજવવામાં મને અતિ આનંદ થયો હતો. આ પહેલા મે આવું પાત્ર ક્યારેય ભજવ્યું નથી પણ હા,
એક ફિલ્મ કરી હતી ‘આતંક’ જેમાં હું એક માફિયાની પ્રેમિકા બની હતી જે આનાથી તો
તદ્દન અલગ જ હતી. કારણ કે તે પ્રેમિકા તેના પ્રેમને સુધારવા માગતી હતી. જયારે આ
ફિલ્મમાં જીત ઉપેન્દ્ર પોતાની ઘર ગૃહસ્થી સંભાળે છે તે બહાર શું કરે છે તેની સાથે
તેની પત્નીને કોઈ મતલબ નથી.
પ્ર – ડોન પર આધારિત ફિલ્મમાં કામ કરીને કેવું લાગ્યું?
ઉ – આ પ્રકારની ફિલ્મ મે કહ્યું ને અગાઉ નથી આવી.
આતંક હતી પણ તે અલગ હતી. આ ફિલ્મમાં મે ઘણી મહેનત કરી છે. આ ફિલ્મ માટે મે પોતાનો
ઘણો સમય આપ્યો છે. જેથી ફિલ્મ સારામાં સારી શૂટ થઇ શકે. મારી તરફથી કોઈ કચાશ ના
રહે તેનું ધ્યાન મે ખૂબ રાખ્યું છે. હું મારા દર્શકોને નિરાશ કરવા નથી માગતી. કારણ
કે દર્શકને એક ફિલ્મમાં તમારું પર્ફોમન્સ પસંદ નથી પડતું તો તે ફરીવાર બહુ લાંબા
સમયે તમારી ફિલ્મ જોવા જાય છે. ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક સાથે પણ કામ કરવાની
મજા આવી. મને ગીતો એટલા સુંદર બન્યા છે કે મને પણ તે પસંદ પડ્યા હતા.
પ્ર – આપના પ્રિય કલાકારો?
ઉ – મારા પસંદગીના કલાકારો મીના કુમારી, કંગના
રાણાવત, રિતિક રોશન અને રણવીર કપૂર છે. જેની ફિલ્મો જોવાની હું ક્યારેય ચૂકતી નથી.
અને હું સાથે સાથે જૂની હિન્દી ફિલ્મો પણ સમય મળે જોઈ લઉં છું. જેમાં મે હમણાં જ
જોઈ ગુરુદત્તની ‘સાહબ બીબી ઔર ગુલામ’ અને ‘કાગઝ કે ફૂલ’ જે મારી મનપસંદ ફિલ્મો છે.
પ્ર – ક્યારેય ફિલ્મોમાં કોમેડી પાત્ર ભજવતા નજરે
પડશો?
ઉ – મને ઈચ્છા તો છે જ કે કોઈ કોમેડી પાત્ર ભજવું
કારણ કે મે તેવું પાત્ર લગભગ ક્યારેય નથી ભજવ્યું. કોમેડીનું મેકિંગ એ ટાઈપનું હોય
છે કે કોમેડી એક એવી વસ્તુ હોય છે તે પાત્રની એક્શન પર તરત રીએક્શન આવવું જોઈએ. એક
સેકન્ડનો પણ ફેરફાર થઇ જાય તો કોમેડીની મજા મરી જાય છે. સામે એવો કોઈ કલાકાર હોય
જે કોમેડી કરવામાં પારંગત હોય તો તેવી કોઈ ગુજરાતી ફિલ્મ હું ચોક્કસ કરીશ.
પ્ર – ગુજરાતી ફિલ્મોમાં જે નવી યંગ જનરેશન આવી
રહી છે તેને કોઈ સંદેશ?
ઉ – તેને માટે હું કહીશ કે તમે મહેનત કરો તો ફળ
આગળ મળવાનું જ છે. મહેનત વગરનો કોઈ શોર્ટકટ રસ્તો છે જ નહિ અને તમે શોર્ટકટ
અપનાવશો તો થોડુક આગળ આવશો અને તમારા બધા રસ્તા બંધ થઇ જશે. તમારે લાંબુ ચાલવું
છે, આગળ આવવું છે તો મહેનત કરો તો જ તમને સારૂ પરિણામ મળશે.
પ્ર – એક દિવસ માટે તમને કોઈ જોઈ ના શકે અને તમે
ગાયબ જ રહો તો શું કરો?
ઉ – જો હું ગાયબ થઇ જાઉં તો અત્યાર સુધીમાં જેટલા
પણ ગોટાળા થયા છે. જેમકે પૈસા ના જેવાકે કાળું નાણું તો હું તેને પાછું લઇ આવું
અને તે બધું જ કાળું નાણું ગરીબોમાં વહેચી દઉં. જે લોકો પાસે જમવાના પણ પૈસા નથી
હોતા તો હું તેને જ મદદ કરું.
ટૂંક
સમયમાં કોમલની પાંચ ફિલ્મો એક સાથે આવી રહી છે. જેમાં ‘ધર્માત્મા – એક દાનવીર’,
અશોક પટેલની ફિલ્મ ‘વાવ’, શ્રીદત્ત વ્યાસની ફિલ્મ ‘બજરંગ લીલા’. ‘આતંક’, અને
છેલ્લે લેટેસ્ટ ફિલ્મ ‘આ તો પ્રેમ છે’. તો કોમલનો આ પંચ દર્શકોને માટે ઘણો બધો
મસાલો પૂરો પાડશે તેમાં કોઈ શંકા નથી.
No comments:
Post a Comment