ગુજ્જુ અભીનેત્રીની ૮ હોટ અદા,કોમલનો લેટેસ્ટ ફોટો શુટ
પોતાની અભિનય પ્રતિભાને કારણે ગુજરાતી ફિલ્મ જગતમાં જાણીતી બનેલી અભિનેત્રી કોમલ ઠક્કરે તાજેતરમાં નાઇટ ડ્રેસની એક જાણીતા બ્રાન્ડ માટે ફોટો શુટ કરાવ્યું છે. આ લેટેસ્ટ શુટમાં કોમલ નવા અંદાજમાં જોવા મળી છે. અભિનેત્રી કોમલ ઠક્કરનું નામ આજે ખૂબ જાણીતું બન્યું છે. ગુજરાતી ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ આબાદ ભજવીને કોમલે પોતાની અભિનય પ્રતિભા ખૂબ જ સરસ રીતે સાબિત કરી બતાવી છે. મૂળ કચ્છની અભિનેત્રી કોમલ ઠક્કરે ૨૦૦૪માં મીસ કચ્છનો ખિતાબ જીત્યો હતો.
બી.એ. સુધી અભ્યાસ કરનાર કોમલ ઠક્કરે હનુમાન ચાલીસા નામનાકોમેડી નાટકમાં પણ અભિનય કર્યો છે. કોમલ ઠક્કર પોતે ધાર્મિક છે અને ગણપતિ બાપામાં ખૂબ જ શ્રદ્ઘા ધરાવે છે, અભિનય અંગે કોમલે જણાવ્યું હતું કે, તમામ પ્રકારની ભૂમિકા અદા કરવાની મારી ઇચ્છા છે. ગ્લેમરસ,સામાન્ય, નટખટ અને ગંભીર જેવી તમામ પ્રકારની ભૂમિકા ભજવવાનું મને પસંદ છે. ગુજરાતી ફિલ્મોમાં અત્યારે ખૂબ જ હોટ મનાતી કોમલ ઠક્કર પોતે ખૂબ જ નિખાલસ અને હસમુખુ વ્યક્તિત્વ ધરાવે છે. મક્કમ મનોબળ અને સુંદર દેખાવ તથા ઉચ્ચ અભિનય પ્રતિભા ધરાવતી કોમલ ઠક્કર ગુજરાતી ફિલ્મોનું ઘરેણું છે તેમ જરૂર કહી શકાય.
No comments:
Post a Comment